ત્રીજા પહર નો સમય શરૂ થયો. ચંદન સિંહાસનની નીચે સંતાડલી બુક ને લઈ ને ભાગ્યો. રાજમહેલ માંથી ચોરી છુપીને બહાર તો નીકળી ગયો પણ એના માટે ઘણી તકલીફ ભોગવવી પડી. અંતમાં અઘોરીએ કહ્યા મુજબ ચંદન બુક લઈને સ્મશાને પહોંચી ગયો. અઘોરીને બુક આપીને કહ્યું,"આ પુસ્તક ની જવાબદારી હવે તમને સોંપૂ છું."
આટલું બોલતાજ ચંદન જમીન પર ઢળી ગયો..
ચંદનના શરીરમાં તલવાર ના ઘા હતા. અઘોરી સમજી ગયો કોઈ ચંદન નો પીછો કરતું હતું. મંત્રોના ઉચ્ચાર સાથે અઘોરીએ પુસ્તકને હવામાં ગાયબ કરી દીધું. સ્મશાનના દરવાજા પાસે થી ઘોડાના પગલાં નો અવાજ આવ્યો. એની બીજીજ ઘડી એ ઘોડા આવીને અઘોરી પાસે ઊભા રહ્યા.
એમાંનો એક સિપાહી બોલ્યો,"ચોકીદાર અહીં કોઈ ચોર ને આવતા જોયો છે?"
અઘોરી પોતાને ચોકીદારના વેશ માં ફેરવી ને ઉભો હતો. અઘોરી એ સિપાહીને કહ્યુ,"અહીં, કોઈ નથી આવ્યું, આપ જાતે જ જોઈ લો. "
અઘોરી ની વાત પરથી બધા સિપાહી પુરા સ્મશાનમાં ફરી વળ્યાં પણ કોઈ મળ્યું નહીં. એક કૂતરો અઘોરીની બાજુમાં સૂતો હતો એને જોઈને એક સિપાહી એની પાસે ગયો. પણ બીજા સિપાહીને ચોર ને શોધવાની ઉતાવળ હતી. એ સિપાહીએ બધા ને ચાલવા નું કહ્યું ને બધા જતા રહ્યા.
જતા-જતા અઘોરી ને કહીને ગયા કોઈ આવે તો અહીજ પકડી રાખજો કે પછી રાજા ને માહિતી આપજો એ રાજ નો ગુનેગાર છે, એક ચોર છે.
સિપાહી ત્યાંથી ચાલ્યા ગયા. સિપાહી ના ગયા બાદ અઘોરી એ ચંદન ને પોતાના મૂળ રૂપ માં પરિવર્તીત કર્યો. અઘોરી એ ચંદન ને એક કૂતરા ના વેશમાં પરિવર્તીત કર્યો હતો.
અઘોરી એ શપથ લીધા કે,"રાજા ને એના કર્મનું ફળ આજ જન્મે ભોગવું પડશે, અને એની સજા હું આપીશ."
આટલી શપથ લઈને અઘોરી એ થોડા જ દિવસો માં રાજા રાવલસિંહ ની આત્મા ને એના જ મહેલમાં કેદ કરી દીધી.. એના હાથ માં રહેલી વીટી ને પણ એનાથી દૂર કરી દીધી..
આજ પણ એની આત્મા એજ મહેલ માં કેદ છે.. અને ત્યાં ખજાના ની શોધમાં આવનાર લોકો ને પહેલા ખજાના ની લાલચ આપીને મહેલ માં બોલાવે છે અને પછી એની આત્મા ને કેદ કરે છે..
...........................
રામભાઈ સવાર પડતા જાગી ગયા. જ્યોતિ અને કેતુ ની સાથે નાસ્તો કરવા બેઠા.. જમતાં જમતા બધા મજાક-મસ્તીમાં હતા એની વચ્ચે જ રામભાઈ બોલ્યા,"કેતુ હું આજે મનોજ ને મળવા માટે દિલ્હી પાસેની હવેલીએ જાવ છું, થોડા દિવસોમાં પાછો આવી જઈશ."
"તો આપડે બધા ત્યાં જઈએ ને પાપા, મારે પણ જોવી છે હવેલી."
જ્યોતિ હવેલી જોવાની પોતાની ઇચ્છા રામભાઈ પાસે વ્યક્ત કરતા બોલી.
પણ કેતુ ને હવેલીમાં રહેતી રાજા રાવલસિંહની આત્મા વિશે ખબર હતી. એટલે કેતુ એ જ્યોતિને કહ્યું,"જ્યોતિ તારે હમણાં મારી સાથે જ રહેવાનું છે, તારી આ રજા મારી સાથે જ વિતાવવાની છે."
જ્યોતિ જીદ પકડી કે ને કહે,"મારે પાપા સાથે ત્યાં જવું છે."
"પાપા બે-ત્રણ દિવસ માં પાછા આવી જશે ત્યારે આપડે સાથે ફરવા જશુ, અત્યારે તું મારી સાથે રહે."
"તું કહે છે તો નથી જવું પણ પછી ફરવા માટે બધા સાથે દીવ જશુ."
કેતુ જ્યોતિને થોડા દિવસ પોતાની સાથે રહેવા મનાવી લીધી.
રામભાઇ ને જવા માટે થોડો સામાન અને થોડા કપડાં એક બેગ માં ભરીને આપ્યા. રામભાઈ નીકળવા માટે તૈયાર હતા. ત્યાંજ કેતું એ રામભાઈને કહ્યું,"રામ તમે એકલા ના જતા માયાને પણ સાથે લેતા જજો."
"હા...."કહીને રામભાઈ ગામડે થી હવેલી તરફ નીકળ્યા. પણ એની પેલા એક કામ હજી બાકી હતું. એ કામ પતાવવા માટે એ માયાને મળવા માટે આશ્રમમાં ગયા. ત્યાં એને બાબા ભૈરવનાથ મળ્યા. બાબા ભૈરવનાથ સાધના માં લિન હતા.
બાબા ભૈરવનાથ ને જોઈને રામભાઈ એ કહ્યું,"બાબા સમય આવી ગયો છે." ત્યાંજ બાબા એ આંખ ખોલીને રામભાઈને કહે,"હા રામ.. એ દુષ્કરમી ને એના દુષ્કર્મ નું ફળ આપવાનો સમય આવી ગયો છે."
ત્યાંજ માયા આવી અને બધા દિલ્હી વાળા મહેલ તરફ રવાના થાય..
ચાર દિવસ બાદ....
એક બળદ ગાડું આવીને રામભાઈ ના ઘરે ઉભું રહ્યું. ગાડામાં ત્રણ દેહ હતા. એક અજ્ઞાત વ્યક્તિ આ ગાડા ને અહીં મૂકી ગયો હતો. ગામના બધા લોકો ભેગા થઈ ગયા હતા..
હિંમત કરીને થોડા લોકો એ આ દેહ ને ગાડા માંથી બહાર કાઢ્યા. જોઈ તો આ દેહ રામભાઈ, મનોજ અને તેની પત્ની ના હતા..
કેતુ અને જ્યોતિની તો જાણે જિંદગી જ પુરી થઈ ગઇ હોય એમ પોક મૂકી ને રડવા લાગી.
ગામ ના બધા રામના દેહ ને જોઈ ને અચંબિત હતા. શરીર માં ઘાવ કે મારવા ના નિશાન નહતા ને વળી આ મનોજ આની સાથે ક્યાંથી આવ્યો. એતો ઘણા દિવસો થી શેર જતો રહ્યો હતો...
સવાલ તો ઘણા હતા પણ એનો જવાબ દેવા વાળું કોઈ હતું નહીં..
મનોજભાઈ ના સંતાનો ને એના મામા ને ત્યાંથી બોલાવવામાં આવ્યા. એ પણ ખૂબ દુઃખી હાલત માં ખૂબ રડ્યા. નાની ઉંમરમાં માતા-પિતા નો સાથ છૂટી જાય એનાથી વધારે ખરાબ શુ હોય શકે ? નાના બાળક માટે.
રામભાઈ,મનોજ અને મનોજ ની પત્નિ ના દેહ ને વિધિવત રીતે વિદાય આપી..
મનોજભાઈના સાળા એ મનોજભાઈ નું ઘર અને ખેતર વેચીને બાળકો ને પોતાની સાથે લઇ ગયા. ઘરમાં રહેલી બધી વસ્તુ પોતાની સાથે લઈને ગયા.
થોડાજ દિવસોમાં ગામના લોકો આ બધું ભૂલી ગયા પણ કહેવાય છે ને જેના ઘરનું માણસ હોય ને એનેજ સાચું દુઃખ હોય...
એમ જ્યોતી ને આ રાજ જાણવા માટે કઈ પણ કરવા તૈયાર હતી. જ્યોતિએ ઘણીવાર કેતુને પૂછ્યું પણ એ કહેતી.....
તારા પાપા ને ખબર હતી કે એ મોતના મુખમાં જવાના છે પણ એની દીકરીને તકલીફ ના પડે એટલે એ ધા પોતાના પર લઇ લીધો.પણ આગળ નું કઈ કહેતી નહીં. કેતુ પાસે થી કઈ જાણવા ન મળતાં એ દુઃખી થતી. પણ છેલ્લે એક જ વ્યક્તિ ની યાદ આવતી...."માયા''...
જ્યોતિ ને ખબર હતી કે આ સવાલ નો જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે છે..."માયા"....