Loaded Kartuus - 9 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા - પારો books and stories PDF | Loaded કારતુસ - 9

Featured Books
Categories
Share

Loaded કારતુસ - 9

"એક્સટ્રીમલી સૉરી ફોર ધ લેટ એન્ટ્રી." કહેવા સાથે DIG ઉદય માથુર કેબિનમાં એન્ટર થયાં અને ચીલઝડપે મિસ. સેનગુપ્તાની સામેની સીટ પર વિરાજમાન થવાની સાથે જ એમણે શેકહેન્ડ કરી મિસ સેનગુપ્તા તથા CBI ઓફિસર્સ એ. માધવન અને પછી એ. કુટ્ટી એમ બંન્નેવનું વારાફરતી ગ્રીટ અને સેલ્યુટ સ્વીકાર્યું.

"યસ CBI એજન્ટ કુટ્ટી ઉર્ફ 'મશાલ' કહો શો પ્લાન છે આપનો. ફોન પર આપે કશું જ જણાવ્યું નહીં તો, મન બાવરુ થઈ ઉઠ્યું તેમ અહીં આવી તમને મળવા માટે ઉત્સાહિત થયું."

"વેલ મિ. ઉદય માથુર, આટલા બધાં ઉતાવળા હોવા બાદ પણ મિટિંગમાં લેટ આવવા પાછળ તમારી પાસે નક્કી કોઈ ખાસ કારણ હશે. રાઈટ DIG." મિસ. માયરાએ કટાક્ષભરી નજરે DIG તરફ જોઈ, એમનો રહ્યો સહ્યો ઉત્સાહ પણ ભાંગી નાંખ્યો.

"મિસ. માયરા, આપ શું જાણો DIG તરીકે કેટકેટલી ફરજો એક સાથે બજાવવાની હોય છે તે. સ્ક્રીન સામે બેસીને ટક ટક કરી બે પાંચ આર્ટિકલ્સ લખવા જેટલું સહેલું નથી હોતું, સમજ્યા.!" સણસણતો જવાબ આધેડ વયનાં DIG પણ આપ્યા વગર ન રહ્યાં.

જાણે અજાણ્યે એસી કેબિનમાં કોલ્ડ વૉર સ્ટાર્ટ થઈ ગયું હતું.

- એ બંન્ને એજન્ટ્સનાં ધ્યાનમાં આવ્યા વગર ન રહ્યું. અને બંન્નેવને એકસામટું એવું પણ સમજાઈ ગયું કે રિયલ ટોમ એન્ડ જૅરી તો અહીં જ છે.

વર્ચ્યુઅલ વૉર હાથાપાઈ પર ન ઉતરી આવે એનું ધ્યાન રાખવા એ. માધવને કુટ્ટીને ઈશારો કર્યો. અને એ. કુટ્ટી ઉર્ફ મશાલે પોતાનો મુદ્દો માંડવાનું આરંભ કરી દીધું.

"પૂર્વભૂમિકા ન બાંધતા સીધો મુદ્દો જ સ્પષ્ટ કરું છું..." એમ કહી એ. કુટ્ટીએ બોર્ડ પર કેટલીક આડી અવળી રેખાઓ દોરી તેમજ કાર્ટૂન કેરેક્ટર્સ પણ દોર્યા અને અંતે પોતાની ડાયરીમાં નોટડાઉન કરેલ પોઇન્ટ્સ બોર્ડની બીજી બાજુ પર લખીને એકંદરે પોતાનો આ 'મલ્ટી રેપ' કેસ સોલ્વ કરવાનો આઈડિયા માર્કર પેનની પોઇન્ટ કમ્પ્લીટ ફોર્સ સાથે બોર્ડ પર પ્રેસ કરીને એક લીસોટો પાડવા સાથે પૂરો કર્યો.

"આઈ હેવ અ ડાઉટ એજન્ટ મશાલ."

"વૉટ સર?" એ. કુટ્ટીનાં પૂછવા બાદ DIG ઉદય માથુરે બોર્ડ પર દોરેલી કેટલીક આકૃતિઓ અને રેખાઓ પર વિના કારણે સંશય વ્યક્ત કર્યો. એ સમયે કંઈક અંશે એ. કુટ્ટીની યોજનાનો અંદાજ આવી ગયો હોવાથી પોતાનાં ફ્રેન્ડ પ્લસ પેરેલલ ઓફિસરને મોરલ સપોર્ટ આપવાનાં ઇરાદે એ. કુટ્ટી સાથે ખભેખભા મિલાવીને એ. માધવન એની પડખે આવીને ઊભો રહ્યો.

"ઈફ યુ ડોન્ટ માઈન્ડ સર, મે આઈ એક્સ્પ્લેન ધીસ!" માધવને કુટ્ટીનાં ખભે આત્મવિશ્વાસપૂર્ણ હાથ મૂકી પોતે એની સાથે છે એવો એહસાસ જતાવી કલાકેકથી એકધારું બોલી રહેલા એ. કુટ્ટીને રિલેક્સ થવાનો મોકો આપતાં DIG પાસે પર્મિ્શન માંગી.

"યસ પ્લીઝ. બટ, ફર્સ્ટલી ક્લિયર માય ઓલ ધ ડાઉટ્સ, રાઈટ." પ્રત્યુત્તર વાળી DIG એ એ. કુટ્ટીને ઈશારાથી પોતાની સામે બેસવાનું સૂચન કર્યું.

લગભગ એજ સમયે પોતાની ડેસ્ક પાસેનાં મીની ફ્રીજમાંથી કાઢેલી ચિલ્ડ બોટલ્સ મિસ. સેનગુપ્તાએ ત્રણેવ સામે ટ્રેમાં સરકાવીને એ ડ્રિંકની ઓફર કરી.

એ. માધવનનાં વક્તવ્યમાં વિઘ્ન ન પડે એ રીતે એ. કુટ્ટીએ મિસ. માયરાને સોફ્ટ ડ્રિંકને બદલે પ્લેઇન વૉટરની માંગ કરી. અને ઈશારો સમજીને મિસ. માયરાએ હજુ એક બોટલ મીની ફ્રીજમાંથી બહાર કાઢીને એ. કુટ્ટી તરફ સરકાવી.

એજન્ટ મશાલ ઉર્ફ કુટ્ટીએ માયરાએ સરકાવેલી ત્રીજી બોટલ ફરી ફરી ચેક કરી. બોટલ ઠંડી લાગતાં પાણી ન પીતાં એ. માધવન એનો પ્લાન કેટલો સમજ્યો અને કેવીરીતે DIGને સિમ્પલ વેમાં સમજાવશે એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

વિન્ટર સીઝનમાં ઠંડુ પાણી ન પીનારાં એ. કુટ્ટી માટે જ કદાચ યાદથી નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળુ પાણી મંગાવી રાખ્યું હોય એમ ફ્રીજની બાજુ પરનાં શેલ્ફમાંથી બીજી એક બોટલ કાઢીને એજ ટ્રેમાં એ. કુટ્ટી તરફ સરકાવી દીધી.

એસીની ઠંડીમાં નહિવત એવી ઠંડી પડેલી બોટલમાંનું પાણી એ. કુટ્ટીએ ટ્રેમાં ઊંધા મૂકેલા એક સિલ્વર કોટેડ ગ્લાસને સીધો કરી સૂંઘી જોયો. ત્યારબાદ સાફ કરેલો એ ગ્લાસ પોતાનાં રૂમાલથી ફરી એકવાર ક્લિન કર્યો. અને પછી એમાં હાફ ગ્લાસથી ઓછું ચારેક ઘૂંટડા પી શકાય એટલું જરૂરત પૂરતું પાણી લઈ બોટલ બંધ કરી એ ટ્રેમાં એની જગ્યાએ મૂકી દીધી.

ત્યારબાદ મીડીયમ ઠંડા પાણીનો એક એક ઘૂંટડો ધીમે ધીમે ગળે ઉતારી એ ઘૂંટડો ગળામાં મહેસુસ કરતો હોય એમ એ. કુટ્ટી શુષ્ક ગળાને ભીનાશ આપવાનો પ્રયાસ કરવા લાગ્યો. એ સમયે પણ એની પૈની નજર અહીંતહીં ચકળવકળ ફરી જ રહી હતી. ઘણી બધી વસ્તુઓ વિના કારણ શૉ કરવા મૂકી હોય એનો આભાસ એ. કુટ્ટીને થયો. એ સાથે કેટલીક વસ્તુઓ છુપાવવાનો પણ પ્રયાસ હોંશિયારીપૂર્વક કરવામાં આવ્યો હતો. કુટ્ટીને માહોલ ઓબ્ઝર્વ કર્યા બાદ એજ વિચારોમાં મગ્ન થયેલો જોઈ મિસ. માયરાએ એ. કુટ્ટીની નાળ દબાવવા ઘોડાની ઢાઈ કદમવાળી ચાલ ચાલી.

"એજન્ટ કુટ્ટી, ક્લિન ગ્લાસ સૂંઘવો અને પછી સાફ કરવા પાછળ કોઈ ખાસ કારણ ખરું! કે પછી, આપ OCD ઓબ્સેસીવ કમ્પલસિવ ડિસઓર્ડરનો શિકાર છો!"

"તસલ્લી કરવી એ મારી સારામાં સારી આદતોમાંની એક છે, મિસ માયરા. એને આપ OCDની કઈ કેટેગરીમાં મૂકો એ આપનો નિજી પ્રશ્ન ઠરશે, એવું મારું માનવું છે." ચાલ સમજી લેવા બાદ ઘોડાની ચાલ ફેઈલ કરવા કુટ્ટીએ માધવનને ટાર્ગેટ કર્યો.

"માધવન, કેન આઈ કેરી ઑન. આઈ એમ ઓકે વિથ ઈટ નાઉ." કમને પૂછ્યા બાદ પણ એ. કુટ્ટી ચાહતો જ હતો કે એ. માધવન પોતે જ એક્સ્પ્લેન કરે કે જેથી એ પોતાની રીતે અહીંના અજાયબ લાગતાં માહોલને ઓબ્સર્વ કરી એક્ઝામિનેશન પ્રોસેસનો અંત લાવવામાં કામયાબી હાંસિલ કરે. જે એની ઇન્વેસ્ટિગેશન કરવાની વન ઓફ ધેટ સ્ટાઇલ પણ છે અને જરૂરત પણ. અને એ પણ સિક્રેટલી.

ઈશારાથી જ 'રિલેક્સ, આઈ કેન મેનેજ, યુ કેરી ઑન વિથ યોર પ્લાન' - નો ઈશારો આપી એ. માધવને પોતાની વાત કન્ટિન્યૂડ કરી કે કુટ્ટીએ માધવને આપેલ ઇન્ફોર્મેશન તરફ ધ્યાન આપવા તીરછી નજર ઠેરવી. ત્યારે અનાયાસે જ એનું ધ્યાન DIGની એન્ટિક રિસ્ટ વૉચ પર કેન્દ્રિત થયું. એ રિસ્ટવૉચ પરની ક્લિપ થોડી ઘસાયેલી હતી. એનાં પર સ્ક્રેચ છતી આંખે દેખાય આવે એમ હતાં. એ સ્ક્રેચમાં ગ્રીન કલરનું કંઈક ચોંટેલું હતું. પણ, શું, એ સમજાઈ નહોતું રહ્યું. અને એટલે જ એ. માધવન દ્વારા એક્સ્પ્લેન થયેલો પ્લાન કુટ્ટીનાં કાનની આરપાર ઉતરી ગયો, પણ મગજમાં ન ઘૂસી શક્યો.

"એની ડાઉટ ઓર કવેષ્ચન સર એન્ડ મૅમ?" પૂછવા સમયે પણ માધવનનું સંપૂર્ણ ધ્યાન કુટ્ટી તરફ જ હતું કે જે એકટક DIGની એન્ટિક રિસ્ટવૉચ જોઈ રહ્યો'તો. પણ વિચારોનો દાવાનળ અત્યારે એનાં મસ્તિષ્કમાં જે રીતે ઊભરાતો હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ જ નહીં નામુમકીન પણ હતો. માધવને કુટ્ટીને કલ્યુ આપવા ખોંખારો ખાધો અને એની સામે મૂકેલી પાણીની બોટલ લઈ એમાંથી થોડું પાણી પણ પીધું. તેમ છતાંય એ. કુટ્ટીની તંદ્રા ન તૂટી. અને એ અનિમેષ નજરે DIG તરફ રહસ્યમય રીતે જોતો રહ્યો.

એવામાં DIG સરનો ટાર્ગેટ કુટ્ટી ન બને એ માટે એ. માધવન દસ કદમની દૂરી પર બેઠેલા એ. કુટ્ટી પાસે ઝડપથી જઈ જાણી જોઈને એની પીઠ થપથપાવતાં એનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે અથાહ પ્રયત્નો કરવા લાગ્યો. તેમજ પરાણે એ. મશાલનો હાથ પોતાનાં હાથમાં લઈ શેક-હેન્ડ કરી એને અભિનંદન આપવા લાગ્યો:

"એ. કુટ્ટી ક્યા સુપર્બ આઈડિયા હૈ તુમ્હારા યાર. તેરે દિમાગ કી તો દાદ દેની પડેગી. સાયન્ટિસ્ટ આઈન્સ્ટાઈન કે બાદ તુમ્હારા હી બ્રેઇન હાઈયેસ્ટ IQ રખતા હોગા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ટૂ બી અ પાર્ટ ઓફ ધીસ કેસ." કહી ધીમા સ્વરમાં માત્ર કુટ્ટી સાંભળી શકે એમ શાબાશી આપતાં કહ્યું: "એઝ વેલ માય લાઈફ ટૂ યાર. DIG સે નજર હટા, વર્ના યે હિટલર હમેં યહીં જીંદા ગાડ દેગા."

કુટ્ટીને ઈશારો મળી ગયો. તેમ ખૂટતી કડી પણ. પરંતુ, માધવને જે ચાલ રમી એનાથી DIG ભડકશે એનો અંદાજો એને આવી ગયો હતો.

CBI ઓફિસર માધવનને પોતાની પહેલા એ. કુટ્ટીનાં વખાણ તેમજ શાબાશી આપતાં જોઈ DIG સર મનમાં ને મનમાં ખૂબ ધૂંધવાયા. પણ, સિફતથી ચહેરા પરનાં હાવભાવ બદલ્યા વગર જ ચાલાકીનો નમૂનો પેશ કરવા ખાતર બંન્નેવ એજન્ટ્સને ઊભા થઈ શાબાશી આપવા ખાસ એમની પાસે સામે ચાલીને ગયાં.

"વેરી વેલ ડન CBI એજન્ટ્સ માધવન એન્ડ કુટ્ટી ઉર્ફ મશાલ. - યુ બોથ હેડ પ્રુવડ માય રેકમેન્ડેશન ઓફ યોર ચોઇસ - યુ બોથ આર એબ્સોલ્યુટલી પરફેક્ટ ફોર ધીસ ટ્રિપલ એકટેડ કેસ ઓફ કિડનેપડ - રેપ્ડ - કિલ્ડ ઇન્વેસ્ટિગેશન. યસ, યસ, યસ, માય ડિસીઝન વોઝ એક્સક્લુઝિવલી કરેકટ." આત્મશ્લાઘા કર્યા બાદ બીજાની પ્રશંસા તો કરવી જ રહી. એ નિમિત્તે પણ એમણે પોતાનાં બંને હાથ બંન્નેવ એજન્ટ્સનાં શોલ્ડર પર મૂક્યાં. અને ગ્રુપ ફોટા માટે પોઝ આપતા હોય એમ ઘણીવાર સુધી એમ જ ઊભા રહ્યાં.

જમણાં હાથે હેન્ડ શેક કરતા કુટ્ટીનાં ડાબા હાથમાંનો પાણીનો ગ્લાસ ટીલ્ટ થયો અને એમાં શેષ રહેલું થોડું પાણી DIGની એન્ટિક રિસ્ટવૉચ પર પડ્યું.

"એક્સ્ટ્રીમલી સૉરી સર." કહેતામાં એ. કુટ્ટી પોતાનાં રૂમાલથી DIGની એ એન્ટિક રિસ્ટવૉચને લૂછવા લાગ્યો. રિસ્ટવૉચ પરનું પાણી ઝટકવા જતાં સ્ક્રેચ પરનો ગ્રીન મણિ જેવો સબસ્ટન્સ ખરી પડ્યો. જેને એ. કુટ્ટીએ વાંકા વળીને પોતાના પૉકેટમાં સિફતથી સરકાવી દીધો. અને કોઈનાં ય ધ્યાનમાં એ નજરકેદ ન થયું.

અને DIG "ઇટ્સ ઓકે એજન્ટ કુટ્ટી, થેંક્સ." કહી ત્યાંથી ખસી પોતાની સીટ પર આવીને બેસી ગયાં.

"ઑફિસર, આ પ્લાનમાં મીડિયા કઈ રીતે હેલ્પફુલ થશે, પ્લીઝ એલોબ્રેટ?!"

મિસ. સેનગુપ્તાએ વાકચાતુર્યથી ત્રણેવનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. એ જોઈ એ. માધવનની આંખો મલકાયા વગર ન રહી. માધવનનું મૂંછમાં હસીને હળવેકથી ગરદન બીજી તરફ વાળવું અને પછી તીરછી આંખોએ એક નજર કટાર જેમ ભોંકવી જે હૈયાની આરપાર સોંસરવી ઘૂસી જાય... આ બધી પ્રક્રિયાથી અજાણ્યે જ મિસ. માયરા સેનગુપ્તા મોહિત થઈ ગઈ.

"વેલ, મિસ. સેનગુપ્તા, મીડિયા આ ન્યૂઝને હેડલાઈન તરીકે દરેક જગ્યાએ ઉછાળે તો ગાફેલ ગુનેગાર સતર્ક થઈ જાય. અને પોતાનાં સેલ્ફને અંડરગ્રાઉન્ડ કરવા માટે તલપાપડ થઈ નવી ગલતી કરવા પ્રેરાય. અથવા તો વિકટીમને ખતમ કરવાનો કોઈ નવો પ્લાન કરે એ તકનો લાભ આપણે ઉઠાવીએ અને ગુનેહગારને આપણા સકંજામાં ફસાઈ જવા માટે ખુલ્લું મેદાન આપણા તરફથી એને એક પર એક ફ્રી ની ઓફર સાથે ગિફ્ટ. એમ આઈ રાઈટ DIG સર!"

"ઍબ્સોલ્યુટલી કરેક્ટ માય સન."

"ગાફેલને પકડવો આસાન બને, જ્યારે આપ એજન્ટ કુટ્ટી, ગાફેલ ગુનેહગારને સતર્કતા બક્ષવા ચાહી રહ્યા છો. ક્યાંક કોઈ ગફલત તો નથી કરી રહ્યા ને!"

"બેકઅપ પ્લાન પણ રાખ્યો છે મિસ. માયરા. થેંક્સ, ફોર ધ રિમાઇન્ડર."

® તરંગ

★★★ loaded કારતુસ ★★★

ક્રમશઃ (9)