Coincidence - 12 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | દો ઈતફાક - 12

Featured Books
Categories
Share

દો ઈતફાક - 12


🔹12🔹
દો ઈતફાક
Siddzz💙


યુગ મુંબઈ જતો રહ્યો હતો. યશવી ને પણ કોલેજ ચાલુ થઈ ગઈ હતી એટલે પણ બેંગ્લોર જતી રહી હતી. યુગ ના મમ્મી પપ્પા પુણે હતા.


યુગ ની કોલેજ હજુ ચાલુ નઈ થઈ હતી પણ એ ડાન્સ ક્લાસ રેગ્યુલર જતો હતો. સાંજે આવી ને ફોઈ સાથે વાત કરતો તો ક્યારેક રાધિકા સાથે બહાર જતો. દરરોજ રાતે ફુઆ સાથે બેસી ને ટીવી જોતો. યુગ ના ફુઆ ને તો કંપની મળી ગઈ હતી રાતે ટીવી જોવા માં. અમુક વાર એ નીલ સાથે બહાર જતો.


યુગ ને જે સ્કોલરશીપ મળી હતી એમાં થી મુંબઈ ની સારી એવી કોલેજ માં કમ્પ્યુટર એન્જિનિયરિંગ મા એને એડમીશન મળી ગયું હતું. યુગ ખુશ હતો પણ પેલા જે નાની નાની ખુશી માં પાર્ટી કરતો એ બધું બંધ થઈ ગયું હતું.


કોલેજ ચાલુ થવા માં હવે ચાર દિવસ ની વાર હતી. યુગ ખુશ હતો પણ શું થશે એ વિચાર એના મન માં ફર્યા કરતો હતો.

એને આજે માયરા યાદ આવી મેસેજ કર્યો પણ એ ઑફલાઇન હતી એટલે એક પણ મિનિટ બગડ્યા વગર એને ફોન કર્યો.

"બોલો જનાબ" માયરા ફોન ઉપાડતા બોલી.

"ઓહ આટલી બધી રિસ્પેક્ત"

"હા હવે તો તમે મુંબઈ વાળા થઈ ગયા ને "

"તો "

" તો તમને મેસેજ કરવાનો ટાઈમ ના મળે ને એટલે થોડી રિસ્પેકત આપવી પડે "

" એવું કઈ નથી યાર "યુગ બોલ્યો.

"સારું. તું બોલ કેવું ચાલે. "

"મસ્ત. ચાર દિવસ પછી કોલેજ ચાલુ થશે"

"ઓકે "

" તું શું કરે"

"કઈ નઈ ડ્રોઈંગ કરતી હતી "

"મારા માટે "

" જેને ગમે એના માટે " માયરા બોલી.

" ઓકે અહીંયા ડાન્સ ક્લાસ માં ત્યાં કરતા પણ બોવ જ મઝા આવે છે "

" કોઈ ને તો જવું પણ નઈ હતું મુંબઈ"

" હા યાર જો તે દિવસ એ તે ના કીધું હોત ને તો હું ના આવત " યુગ બોલ્યો.

" ઓકે "

" કેમ આજે તું ચૂપ લાગે છે" યુગ માયરા સાથે વાત કરતો ત્યારે માયરા કઈક ને કઈક મસ્તી માં બોલતી પણ આજે તો એકદમ ચૂપ જેવી લાગતી હતી.

" ના એવું કઈ નથી "

" સાચું બોલે છે ને " યુગ થી પુછાઇ ગયું.

" બાય બેસ્ટ ઓફ લક ફોર કોલેજ " માયરા બોલી.

" બાય નઈ ફરી મળીશું " પણ યુગ આ બોલ્યો એ પેલા તો માયરા એ ફોન મૂકી દીધો હતો.


ચાર દિવસ ક્યાં જતા રહ્યા એ ખબર ના પડી. આજે યુગ ને કોલેજ નો પેલો દિવસ હતો.


પેલા બે લેક્ચર માં તો યુગ કંટાળી ગયો. એક તો કોઈ ફ્રેન્ડ નઈ હતું એટલે યુગ ને આણંદ ની બોવ યાદ આવતી હતી. બે કલાક લેક્ચર ભર્યા પછી બ્રેક પડી.

યુગ ક્લાસ ની બહાર જતો હતો ત્યાં એની આગળ કોઈ છોકરો જતો હતો એનું પર્સ નીચે પડી ગયું. યુગ એ જોયું તો એમાં અમુક જરૂરી ડોક્યુમેન્ટ હતા. યુગ ફટાફટ એ છોકરા ની પાછળ ગયો.

" તમારું પર્સ ત્યાં પડી ગયું હતું" યુગ પેલા છોકરા ને પર્સ આપતા બોલ્યો.

"thank you. ગુજ્જુ?" પેલા છોકરા એ પૂછ્યું.

"હા "

" હાઈ આઈ એમ ઈશાન"

"હાઈ આઈ એમ યુગ " યુગ હાથ આગળ કરતા બોલ્યો.

" આ મારો ફ્રેન્ડ છે પાર્થ " ઈશાન એના ફ્રેન્ડ ને બતાવતા બોલ્યો.

"હાઈ યુગ સ્વાગત આહે " પાર્થ બોલ્યો.

" મરાઠી? " યુગ એ પૂછ્યું.

" હા કેમ તને નઈ આવડતું " ઈશાન એ પૂછ્યું.

" ના થોડું સમજ માં આવે " યુગ બોલ્યો.

"કઈ નઈ અમારી જોડે રહી ને શીખી જસે તુ " પાર્થ બોલ્યો.

" તને ગુજરાતી આવડે છે ?" યુગ પાર્થ ને ગુજરાતી બોલતા જોઈ ને પૂછ્યું.

" હા અમને બંને ને આવડે છે પણ ખાલી બોલતા. વાંચતા લખતા નઈ " ઈશાન બોલ્યો.


પછી એ ત્રણ હસવા લાગ્યા.

" ચલ તું પણ અમારી સાથે બ્રેક છે તો " ઈશાન એ કહ્યું.

" પણ કેનટીન આ બાજુ છે ને તો તમે આમ કેવ જાવ છો" યુગ બોલ્યો.

" તું ચલ ને. અને આમ તમે ના બોલ. તું જ બોલ" પાર્થ બોલ્યો.


પછી એ લોકો ઈશાન ની એક્ટિવા પર ગયા. અને પછી ના લેક્ચર માં પણ છેલ્લી બેન્ચ પર સાથે બેઠા.

કોલેજ પત્યા પછી યુગ ઓટો મા જતો હતો ત્યારે ઈશાન એ કહ્યું હું મૂકી જાવ છું એટલે યુગ ઈશાન ની સાથે ગયો.

રસ્તા માં ઈશાન અને યુગ બધી વાતો કરતા હતા ત્યારે ખબર પડી ઈશાન પણ કાંદિવલી માં રહે છે એ પણ યુગ ના ઘર ની નજીક.

ઈશાન એ કીધું કાલે અહીંયા ઉભો રેજે કોલેજ જતા લઈ જઈશ તને.


કોલેજ થી ઘરે જઈ ને થોડી વાર પછી યુગ ડાન્સ ક્લાસ ગયો. હવે તો એનું દરરોજ નું રૂટિન થઈ ગયું હતું કોલેજ અને પછી ડાન્સ ક્લાસ. રાતે આવી ને રાધિકા દીદી સાથે જમી ને નીચે ગાર્ડન મા ચાલવા જતો અને પછી ફુઆ સાથે થોડી વાર ટીવી જોતો.


આમ એની કોલેજ ચાલુ થાય ને અઠવાડિયું થઈ ગયું હતું. ઈશાન અને પાર્થ અઠવાડિયા માં એવા ફ્રેન્ડ બની ગયા હતા કે એ લોકો કેટલા વર્ષો થી એક બીજા ને ઓળખતા હોય.

યુગ આ અઠવાડિયા માં માયરા ને ફોન નઈ કરી શક્યો હતો પણ દરરોજ એ આખો દિવસ શું કર્યું એ બધુ વોટ્સ એપ પર મેસેજ કરી ને કહી દેતો.

આજે રવિવાર હતો છેલ્લા એક અઠવાડિયા થી માયરા એ મેસેજ જોયા નઈ હતા. યુગ ને લાગ્યું આજે રવિવાર છે એટલે માયરા ઓનલાઇન આવશે પણ સાંજ માં છ વાગ્યા સુધી રાહ જોઈ પણ માયરા ઓનલાઇન આવી નઈ હતી.

પછી યુગ એ ફોન કર્યો ,

" હા ચાલુ રાહ બે મિનિટ " માયરા બોલી.


પાંચ મિનિટ પછી એ બોલી,

" બોલો જનાબ કેમની યાદ આવી મારી "

" મોહતરમા તમારી યાદ તો દરરોજ આવે છે પણ તમે ઓનલાઇન જ નઈ આવતા " યુગ એ કહ્યું.

" હમ "

" તુ ક્યાં છે અને બાય દીદી કોણ કહેતું હતું. " યુગ એ પૂછ્યું.

માયરા દર રવિવારે અનાથ આશ્રમ જતી અને આજે પણ રવિવાર હતો એટલે એ ત્યાં થી પાછી ઘરે આવતી હતી ત્યારે ત્યાં ના બાળકો માયરા ને બાય દીદી બોલતા હતા.

" બચ્ચાં હતા "

" ઓહ તારા મેરેજ પણ થઈ ગયા તે કીધું નઈ" યુગ મસ્તી મા બોલ્યો.

" વિચારી લીધુ તે ?"

" અરે હું મસ્તી કરતો હતો " યુગ ને લાગ્યું કઈ ખોટું બોલાઈ ગયું.

" ઓકે. અનાથ આશ્રમ માં ગઈ હતી એટલે હું નીકળતી હતી ત્યારે એ લોકો બાય કહેતા હતા "

" લાગ્યું મને. તું રસ્તા માં હોય તો પછી ફોન કરું " યુગ એ કહ્યું.

" તું બોલ વાંધો નઈ. કેવી ચાલે કોલેજ " માયરા એ પૂછ્યું.

યુગ એ છેલ્લા દસ દિવસ માં શું થયું એ બધું કહી દીધું. ઈશાન અને પાર્થ એના ફ્રેન્ડ બન્યા એ પણ.

" વાહ સારું ચલ તારા નવા ફ્રેન્ડ તો બની ગયા " માયરા બોલી.

" હા પણ એક છે એ તો મને સાવ ભૂલી ગયું છે એનું શું ?" યુગ એ કહ્યું.

" કોણ? એને કે આમ થોડી ભૂલી જવાય તને " માયરા ને લાગ્યું કે યુગ કોઈ આણંદ વાળા ફ્રેન્ડ ની વાત કરે છે.

" તારી જ વાત કરું છું માયરા હું " યુગ એ કહી દીધું.

" હું?? હું કેમ ?" માયરા ને શું કહેવું એ સમજ માં નઈ આવ્યું.

" એ બધું પછી પેલા એ કે ઓનલાઇન કેમ નથી આવતી?"

" એમજ " માયરા ને કદાચ યુગ ને કઈક કહેવું હતું પણ ના બોલાયું.

" ના એમજ નઈ તે દિવસે પણ તે ફોન મૂકી દીધો હતો. અને એ પેલા તું ઓનલાઇન નઈ થઈ હતી એટલે ફોન કર્યો હતો. પણ તું તો હજી સુધી ઓનલાઇન નઈ થઈ "

" ઓકે " માયરા કઈ ના બોલી શકી.

આટલી વાત માં માયરા ઘરે આવી પણ ઘરે તાળું હતુ. માયરા ને યાદ આવ્યું પપ્પા ને કઈ કામ થી બહાર જવાનું હતું એટલે એ ગયા હતા.

" માયરા આજે મારે જાણવું છે કેમ તું ઓનલાઇન નઈ આવતી " યુગ ને આને એના સવાલ નો જવાબ જોઈતો જ હતો.

માયરા ની પાસે જવાબ હતો પણ એ આપી શકે એમ નઈ હતી કદાચ એને જવાબ આપવો હતો પણ યુગ શું વિચારશે એટલે એ કંઈ કહેતી નઈ હતી.

" માયરા તું રડે છે ?" યુગ ને લાગ્યું માયરા રડે છે એટલે એને પૂછ્યું.

" ના હું શું કરવા રડું" આંશુ લૂછતાં માયરા બોલી.

" બોલ માયરા પ્લીઝ "

" હું નઈ રડતી પણ "

" કોને જૂઠું બોલે છે તુ.મને કે પોતાની જાત ને ?" યુગ ને હવે ખબર પડી ગઈ હતી કે માયરા રડે જ છે.

"યાર હું શું કહું તને..."

" તું કંઈ પણ કહી શકે છે એટલી તો દોસ્તી છે આપડી " યુગ એ કહ્યું.

" આકાશ, મારો કલાસમેટ. નવ માં ધોરણ થી મારી સાથે છે એટલે કે મારા ક્લાસ માં. મારી એક ફ્રેન્ડ છે સોરી હતી એનું નામ હીર છે. હીર સ્કૂલ માં મારી જૉડે જ હોય. પણ જ્યાર થી બારમાં આવ્યા છે ત્યાર થી બધું બદલાઈ ગયું છે. આકાશ સાથે ખાલી નોટબુક લેવી આપવી એટલી જ દોસ્તી હતી પણ... " માયરા એ આંશુ રોકી રાખ્યા હતા એ નીકળી ગયા.

" પ્લીઝ ના રડ. આગળ નું બોલ " યુગ એ કહ્યું.

" અમને એક પ્રોજેક્ટ આપ્યો હતો સ્કૂલ માંથી. એમાં હું , હીર અને આકાશ હતા. સ્કૂલ માં પતે એવો નઈ હતો એટલે એ લોકો બપોરે મારા ઘરે આવતા. પણ એક દિવસ એ લોકો આવ્યા ને ત્યારે પપ્પા નો ફોન આવ્યો એટલે હું અંદર ની રૂમ માં ગઈ. પણ જ્યારે વાત કરી ને બહાર આવી ત્યારે એ લોકો મારી વાત કરતા હતા.

" હીર માયરા નું ઘર મસ્ત છે. આપડા કામ માં આવી શકે છે કોઈ વાર " આકાશ બોલ્યો.

" ના માયરા મારી ફ્રેન્ડ છે એને આપડે જૂઠું ના બોલી શકીએ. " હીર બોલી.

"જો હીર તુ મને લવ કરતી હોય ને તો જૂઠું બોલવું પડશે. અને આ તારી ફ્રેન્ડ માયરા ને તો હું જોઈ લઈશ. "

" સારું " કહી ને હીર એ આકાશ ને જઈ ને હગ કરી દીધું. અને એ લોકો કિસ કરવા જતાં હતા ને હું બહાર ગઈ.

પછી અમે લોકો પ્રોજેક્ટ નું કામ પતાવી દીધું એ દિવસે. પણ એ દિવસ થી...

માયરા આગળ બોલતા ચૂપ થઈ ગઈ.

" શું થયું પછી માયરા " યુગ એ પૂછ્યું.

" પછી આકાશ મને વોટ્સ એપ પર ગમે તેવા મેસેજ કરતો. ખરાબ વિડિયો મોકતો. મે એક દિવસ હીર ને કહ્યું તો કે તુ જ એવી છે. તે જ એને કઈક કહ્યું હસે. હીર એ મને એ પણ કહ્યું કે તું મારી અને આકાશ ની વચ્ચે ના આવતી. આકાશ સાથે વાત પણ ના કરતી. મે ઓકે કહ્યું. મે આકાશ ને એ દિવસે બ્લોક કરી દીધો પણ એને બીજા નંબર પર મેસેજ કરવાનો ચાલુ કરી દીધો. જો હીર ને કઈ કહેવા જેવું હતું નઈ. અને જો પપ્પા ને કહું તું એ ટેન્શન મા આવી જાય. એના મેસેજ ના જોવા પડે એટલે જ હું ઓનલાઇન નઈ આવતી. "

" હીર તો તારી ફ્રેન્ડ છે ને ?" યુગ એ પૂછ્યું.

" હતી હવે તો એ પણ મારી જોડે બોલતી નથી. અને સારું નઈ બોલતી એ મારે ખોટા લોકો ને હેલ્પ નઈ કરવી "

" કેમ ખોટા લોકો?" યુગ એ પૂછ્યું.

" મારા ઘરે આવ્યા છે એમ કહી ને હીર ક્યાંક ફરવા ગઈ હતી આકાશ સાથે. એના મમ્મી મને ફોન કરી ને પૂછ્યા કરે. મે કીધું નથી ખબર તો એમને એવું લાગ્યું હું ખોટું છું. તો એ ઘરે આવ્યા હતા. સારું થયું પપ્પા હતા નઈ . ત્યારે એમને ખબર પડી હીર તો અહીંયા આવી જ નથી.

અને હીર એ દિવસે જ્યારે ઘરે ગઈ ત્યારે એને બોલ્યા હસે બોવ તો બીજે દિવસે અમે સ્કૂલ થી છૂટ્યા ત્યારે હું સાઈકલ લઈ ને ઘરે આવતી હતી ત્યારે એને મને રસ્તા માં પાડી. અને આકાશ એ પડી ત્યારે પથ્તર માર્યો તો માથા માં થોડું વાગી ગયું. "

" આટલું બધું થઈ ગયું અને તું કહેતી પણ નથી" યુગ એ કહ્યું.

" ચાલ્યા કરે એ બધું તો એમાં શું કહેવાનું "

" યાર કઈ વધારે વાગી ગયું હોત તો " યુગ ચિંતા મા હોય એમ બોલ્યો.

" કઈ નઈ થવાનું મને " માયરા બોલી.

" કંઈ કહી ને ના થાય માયરા " યુગ થોડો ગુસ્સો કરતા બોલ્યો.

" સારું "

" સારું નઈ એક પ્રોમિસ આપ " યુગ બોલ્યો.

" શેની?"

" તું ઓનલાઇન આવશે. દરરોજ આવ એવું તો હું ના કહી શકું પણ જ્યારે ફ્રી હોય ત્યારે આવજે. અને પ્લીઝ કંઈ પ્રોબ્લેમ થાય તો તું ફોન કરશે. "

" ઓકે પ્રોમિસ "


બંને એ થોડી વાત કરી ને ફોન મૂક્યો. યુગ આજે થોડો ખુશ હતો એટલે જ્યારે એ રાધિકા સાથે નીચે ગયો હતો ત્યારે રાધિકા એ પૂછ્યું,

" કેમ ભાઈ આજે ખુશ છે ?"

" હું તો દરરોજ ખુશ જ હોવ છું " યુગ બોલ્યો.

" હા તું દરરોજ ખુશ જ હોય છે પણ આજે કઈ વધારે લાગે છે"

" ના એવું કઈ નથી "

" પેલી છોકરી સાથે વાત થઈ હસે હા માયરા જ ને ?" રાધિકા એ કહ્યું.

" હમ "

" ખબર પડી ગઈ."

થોડી વાર પછી ઉપર આવી ને યુગ સૂઈ ગયો. સોમવાર થી પછી કોલેજ શરૂ થઇ ગઇ.


હવે તો યુગ, પાર્થ અને ઈશાન કોલેજ માં જ્યાં જોઈએ ત્યાં સાથે જ દેખાય. લેબ માં, લેક્ચર માં, કેનટીન માં , સાથે જવાનું સાથે આવવાનું. યુગ ને હવે આણંદ ઓછું યાદ આવતું. યાદ જ નઈ આવતું એમ કહો તો પણ ચાલે.

ડાન્સ ક્લાસ માં પણ પંક્તિ મેમ સાથે યુગ ને સારું બનતું. યુગ ને મેમ એમની સાથે અમુક વાર શોપિંગ પર પણ જૉડે લઇ જતા. અમુક વાર ક્લાસ માં મોડું થતું તો યુગ ને ઘરે મૂકી જતા કેમકે યુગ પાસે હજી ગાડી હતી નઈ.

એક દિવસ યુગ, પાર્થ અને ઈશાન કેનટીન માં બેઠા હતા. પાર્થ અને યુગ સામે બેસેલી છોકરીઓ ના ગ્રુપ ને જોતા હતા અને ઈશાન યુગ ના ફોન માં કોઇ મૂવી જોતો હતો.


આ બાજુ માયરા બપોરે ટ્યુશન જતી હગી. એ જે રસ્તે જતી ત્યાં રોડ નું કામ ચાલતું હતું એટલે આજે બીજા રોડ પર જતી હતી પણ એને ત્યાં હીર અને આકાશ જોયા. એ બંને ને જોતાં માયરા થોડી ડરી ગઈ. પણ એને યુગ ને ફોન કર્યો.


ઈશાન યુગ ના ફોન માં મૂવી જોતો હતો ત્યારે માયરા નો ફોન આવ્યો.

" યુગ ફોન આવે છે " ઈશાન એ કહ્યું.

" તું મૂવી જો ને શાંતિ થી " યુગ બોલ્યો.

" યુગ માયરા નો ફોન છે " ઈશાન આટલું જ બોલ્યો ત્યાં તો યુગ એ એના હાથ માંથી ફોન લઈ ને ઉપાડ્યો.

" હા બોલ "

" યુગ ફ્રી હોય તો પ્લીઝ પાંચ મિનિટ ફોન ચાલુ રાખ ને હુ ટ્યુશન પોહચી જાવ ત્યાં સુધી " માયરા બોલી.

" પણ શું થયું એ તો કહે "

" અહીંયા આકાશ અને હીર ઊભા છે એટલે બીક લાગે છે અને આ રસ્તા પર કોઈ દેખાતું પણ નથી એટલે ."

" તો બીજા રસ્તા પર જવાય ને " યુગ એ કહ્યું

" બીજા રસ્તા પર જ જાવ છું હું. એ રસ્તા પર કામ ચાલે છે એટલે આજે અહીંયા થી જવું પડ્યું "

" ઓકે "

" તું શું કરે" માયરા એ પૂછ્યું.

" કઈ નઈ બેઠો છું બ્રેક છે એટલે " યુગ એ કહ્યું.

" ઓહ કોની સાથે" બોવ દિવસ પછી આજે માયરા મસ્તી માં બોલી.

" પાર્થ અને ઈશાન સાથે"

" ઓકે "

બે ત્રણ મિનિટ વાત કરી ત્યાં માયરા નું ટ્યુશન આવી ગયું એટલે એને ફરી મળીશું કહી ને ફોન મૂકી દીધો.


યુગ જેવો ઈશાન અને પાર્થ જ્યાં બેઠા હતા ત્યાં ગયો. પાર્થ અને ઈશાન એમ જોતા હતા.

" આમ શું જોવો છો મને ?" યુગ એ કહ્યું.

" આ માયરા કોણ છે ?" ઈશાન એ પૂછ્યું.

" છોકરી છે " યુગ બોલ્યો.

" હા એ તો અમને ખબર પડે છે. પણ તે તો કોઇ દિવસ અમને કીધું નથી એના બારે માં " પાર્થ એ કહ્યું.

" ભાભી છે ને યુગ? " ઈશાન એ પૂછ્યું.

" ક્યાં ની છે ? " પાર્થ બોલ્યો.

" સુરત " યુગ કઈ સમજાવે કે કઇ બોલે એ પેલા તો પાર્થ બોલ્યો,
" ત્યાં કેમનો સેટિંગ કરી આવ્યો "

" પણ સુરત આમ તો દૂર નથી નઈ યુગ " ઈશાન આંખ મારતા બોલ્યો.

" તમે સમજો છો એવું કઈ જ નથી " યુગ એ કહ્યું.

" બસ બેટા બોવ ના સમજાવીશ અમને. ચલ આજે પાર્ટી આપવી જ પડશે " પાર્થ એ કહ્યું.

"હા અમને કીધું પણ નઈ કે ભાભી શોધી લીધી છે " ઈશાન બોલ્યો.

"ઈશ્લા એવું કઈ નથી યાર. એ ફ્રેન્ડ છે મારી. અને પાર્થ શું તું પણ ચાલુ ગાડી એ ચડી ગયો. " યુગ બોલ્યો.

" એતો ખબર મને. કેવો ફોન હાથ માંથી લઈ લીધો એ " પાર્થ એ કહ્યું.


આજે યુગ ને પાર્થ અને ઈશાન ને પાર્ટી આપવી પડી. પણ ઈશાન અને પાર્થ ને જ્યારે યુગ એ સ્ટોરી કીધી ને કેમના મળ્યા એ ત્યારે પાર્થ અને ઈશાન એ યુગ ને બોવ માર્યું મસ્તી મા.

" લોકો ને છોકરી મળી જાય તો પણ મળવા જવાનો ટાઈમ નથી" ઈશાન બોલ્યો.

" ફ્રેન્ડ છે એ મારી ડફોળ " યુગ બોલ્યો.

" હા તો ફ્રેન્ડ ને મળવા જવાય. હો ને ..." પાર્થ એ કહ્યું.


આજે તો યુગ ની લેવાઈ ગઈ હતી. અને એ લોકો એ પછી ના લેક્ચર બંક કરી ને જુહુ ચોપાટી ફરવા ગયા હતા.



યુગ ક્યારે માયરા ને મળવા જસે?