ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-10)
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ ની કાર્યવાહી ચાલુ કરવામાં આવે." જજે ફાઈલ હાથમાં લેતા આદેશ આપતાં કહ્યું. જજ નો આદેશ મળતાં બેલીફ વિનયને હાજર કરવાનું જણાવે છે, દવે વિનયને વિટનેસ બોક્સ માં હાજર કરે છે અને આગળની કાર્યવાહી ચાલું થાય છે.
" હા તો ઇન્સ્પેક્ટર દવે તમને વિનય પાસેથી મર્ડર કરવાં નું કારણ જાણવાં મળ્યું?" જજે દવે તરફ સવાલ સુચક નજરે જોતાં દવે ને પૂછ્યું.
" માય લોર્ડ આટલો બધો માર ખાધો છતાંય આ વિનય કંઈ બોલવા તૈયાર જ નથી." દવે એ વિનય તરફ જોઈ જજને જવાબ આપતાં કહ્યું. વિનય અત્યારે વિટનેસ બોક્સમાં સરખી રીતે ઉભો પણ રહી શકતો નહોતો.
" તમે આટલાં દિવસ શું કર્યું દવે! તમે એક ગુનેગાર પાસેથી મર્ડર કરવાનું કારણ નથી જાણી શક્યાં તો તમને શું કરવાનું." દવેની વાત સાંભળી દવે ઉપર ગુસ્સે થતાં જજ બોલ્યાં અને જજે વકીલને તેમની કાર્યવાહી ચાલું કરવાં કહ્યું.
" માય લોર્ડ હું મારા ગવાહ ને વિટનેસ બોક્સમાં બોલવા માગું છું." જશવંતે પોતાની દલીલ રજુ કરતાં કહ્યું. જજ ની મંજૂરી મળતાં જ જસવંતે તેનાં ગવાહ ને હાજર કરતાં કહ્યું " માય લોર્ડ આ સવિતાબહેન છે તે કામિનીના ઘરની ત્રણ લાઈન પાછળ રહે છે, તેમના ઘરેથી કામિનીનું ઘર સ્પષ્ટ દેખાય છે."
" હા તો એનો શું મતલબ?" જશવંત ની વાત સાંભળી રાઘવ એ ઊભાં થતાં જશવંત ને સવાલ કર્યો.
" પહેલાં મારી પૂરી વાત સાંભળો રાઘવ પછી સવાલ કરો.". જસવંતે રાઘવને જવાબ આપતાં કહ્યું જશવંત ની વાત સાંભળી રાઘવ પોતાની જગ્યાએ બેસી જાય છે.
" સવિતાબેન તમે મર્ડર ના દિવસે શું જોયું તે અહીં જણાવશો." સવિતાબેન ના વિટનેસ બોક્સમાં આવતાં જસવંતે તેમને કહ્યું.
" સાહેબ તે દિવસે હું ઘરે જ હતી, મારાં ઘરમાં કામ કરી રહી હતી, તે દિવસે હું કામ પતાવી ઉપરનાં માળે સાફ-સફાઈ કરવાં ગઈ, ત્યારે અચાનક મારી નજર કામિનીના ઘરની બારી તરફ ગઈ મેં જોયું તો કોઈ કામિની સાથે જબરદસ્તી કરી રહ્યું હતું અને તે કામિનીને મારી પણ રહ્યો હતો, તેણે કામિનીને ખૂબ જ મારી પછી તેનું ખૂન કરી નાખ્યું." સવિતાબેને જજ સાહેબ સમક્ષ વાત રજુ કરતાં કહ્યું.
" મારે તમને થોડાક સવાલ કરવાં છે." રાઘવે ઊભાં થતાં સવિતાબેન ને વિટનેસ બોક્સમાં જ રહેવાનુ જણાવતાં કહ્યું. રાઘવ ની વાત સાંભળી સવિતાબહેન ત્યાંજ ઊભાં રહે છે. " હા તો આ સામે ઉભેલ વ્યક્તિ એ જ છે જેણે કામિની નુ મર્ડર કર્યું હતું?"
" હા સાહેબ આ જ છોકરો હતો તે દિવસે."
" તો પોલીસને આ વાતની જાણ તમે પહેલા કેમ ના કરી અને પાછળથી તમે આ વાતનો ખુલાસો કરી રહ્યા છો."
" સર હું ડરી ગઈ હતી." સવિતાબહેને પોતાનો પરસેવો લૂછતાં રાઘવ ને કહ્યું.
" ડરી ગયાં હતાં એમ! કઈ વાતથી ડરી ગયાં હતાં તમે?"
" સર મારે આ બધાં લફડા માં નહોતું પડવું."
" તો હવે આ બધાં લફડા નથી લાગતાં તમને?"
" ઓબ્જેક્શન માય લોર્ડ, આ વાહિયાત સવાલ નો અંહી શું મતલબ છે, મારા મિત્ર શું સાબિત કરવા માંગે છે?" રાઘવ અને સવિતાબેન વચ્ચે ચાલતી ચર્ચા દરમિયાન પોતાનું સંયમ ગુમાવતાં જશવંતે ઉભા થઈ સવાલ ઉઠાવતાં બોલ્યો.
" મતલબ છે માય લોર્ડ એટલે જ તો હું સવાલ કરું છું." જશવંતની વાત સાંભળી રાઘવ બોલ્યો.
" ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ." જજે જશવંત ને અટકાવતાં કહ્યું.
" થેન્ક્યુ માય લોર્ડ, હા તો સવિતાબેન તમે પાકુ કઈ રીતે કહી શકો કે, આ એજ છોકરો હતો જેને તમે મર્ડર કરતાં જોયો છે?" રાઘવે જજ નો આભાર માની સવિતાબેન ને સવાલ કરતાં બોલ્યો.
" અરે મેં મારી સગી આંખોએ જોયો છે."
" પણ એ કેવી રીતે બને?" રાઘવ એ તેના હાથ ટેબલ પર પછાડતાં સવિતાબેન ને કહ્યું.
" હું સાચું કહું છું."
" માય લોર્ડ એ પોસિબલ જ નથી કે કોઈ સવિતાબેન ના ઘરમાંથી જોવે તો કામિનીના ઘરમાં કોણ ઉભું છે એ ઓડખી શકે, હા એ ખ્યાલ જરુર આવે કે તે વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ પણ તે વ્યક્તિ નો ચહેરો ઓળખવો મુશ્કેલ છે." રાઘવે પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું અને તેનાં દ્વારા લેવામાં આવેલાં કેટલાક ફોટોગ્રાફ્સ તેણે જજ સાહેબ ને બતાવ્યાં જેમાં એક વ્યક્તિ કામીની ના રૂમ માં ઉભો હોય છે અને ફોટા સવિતાબેન ના ઘરે થી પાડવામાં આવ્યાં હોય છે એમાં એ વ્યક્તિ કોણ છે એ ઓળખવું મુશ્કેલ હોય છે. " તમે જઈ શકો છો." રાઘવે સવિતા બહેન ને કહ્યું અને તેના બીજા ગવાહ ને બોલાવ્યાં.
" માય લોર્ડ આ જ્યોત્સના બહેન છે, જે સવિતા બહેન ની બાજુ માં રહે છે, જ્યોત્સના બેન તમે જે જોયું તે જજ સાહેબને જણાવશો.". રાઘવ એ જ્યોત્સના બહેનને વિટનેસ બોક્સમાં બોલાવતાં કહ્યું.
" સાહેબ એ દિવસે હું ઘરમાં બેસીને ટીવી જોતી હતી, હું સવિતાબેનની સામે રહું છું. મારા ફોનની રિંગ વાગી, હું ફોન ઉઠાવવા ગઇ ત્યારે સવિતાબેન નીચે કામ કરી રહ્યા હતા."
" તો એનો શું મતલબ માય લોર્ડ?" જ્યોત્સનાબેન ની વાત સાંભળી જશવંતે પૂછ્યું.
" મતલબ છે મારા મિત્ર મતલબ છે એટલે જ તો મેં તેમને બોલાવ્યાં છે, સવિતાબેન તમે ફરીવાર અહીં આવવાની તકલીફ લેશો?" રાઘવે સવિતાબેન ને ફરીથી વિટનેસ બોક્સ માં બોલાવતાં કહ્યું. રાઘવ ની વાત સાંભળી તરત જ સવિતાબેન વિટનેસ બોક્સ માં હાજર થાય છે. " હા તો હવે તમે સત્ય બોલશો કે પછી હું બતાવું."
" કયું સત્ય?" રાઘવ ની સામે જોઈ પોતાનાં કપાળે વળેલ પરસેવો લુછતા સવિતાબેન બોલ્યાં.
" એ જ કે તમે ઉપર સફાઈ કરવાં ગયાં જ નહોતા." રાઘવે સવિતાબેન ની સામે જોતાં કહ્યું.
" વોટ!"
" હા મારા મિત્ર, તે દિવસે સવિતાબહેન નીચે જ કામ કરતાં હતાં, તે ઉપર ગયા પણ નહોતા એ ખોટું બોલી રહ્યાં છે માટે જ મેં કન્ફર્મ કરવાં માટે જ્યોત્સના બેન ને બોલાવ્યાં હતાં અને આ રહ્યો એનો પુરાવો." પોતાના હાથમાં રહેલાં ફોટો જશવંત ને બતાવતાં કહ્યું અને તે ફોટાઓ જજ સાહેબ ને આપ્યાં. એ ફોટામાં સ્પષ્ટ દેખાતું હતું કે સવિતાબેન ના ઉપરના માળે ઘણી ધૂળ હતી તો વાત સ્પષ્ટ હતી કે તેઓ અસત્ય બોલી રહ્યાં હતાં.
" તમને ખબર છે ખોટું બોલવાં માટે તમને સજા થઈ શકે છે, તમે ખોટું શાં માટે બોલ્યાં?" રાઘવ ની વાત સાંભળી સવિતાબેન પર ગુસ્સે થતાં જજ સાહેબ બોલ્યાં.
" સાહેબ હું માફી માંગુ છું પણ મેં કામિની નું મર્ડર થતાં જોયું છે પણ એ વ્યક્તિ કોણ હતો હું નથી જાણતી." સવિતાબેન પોતાની ભૂલની માફી માંગતા જજ સાહેબને કહ્યું.
" માય લોર્ડ મારી આપને વિનંતી છે કે મારા ક્લાયન્ટ ને જામીન પર છોડવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે." રાઘવ એ વિનયના જામીનની માંગણી કરતાં જજ સાહેબને કહ્યું.
" એ વાત સાચી છે કે કોઈએ વિનયને મર્ડર કરતાં નથી જોયો અને પોલીસ પણ વિનય પાસેથી મર્ડર કરવાનું કારણ નથી જાણી શકી છતાં પણ તમામ પુરાવાઓ વિનયની તરફ જ ઇશારો કરે છે એટલે વિનયના જામીનને અસ્વીકાર કરવામાં આવે છે, પણ એની હાલત ને જોતાં તેને દવાખાનામાં દાખલ કરી યોગ્ય સારવાર આપવામાં આવે, આ કેસ અહીજ મુલતવી કરવામાં આવે છે અને 10 દિવસ પછી આ કેસની કાર્યવાહી કરવામાં આવશે." જજ સાહેબે રાઘવ ની વાત સાંભળી પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું.
જજ નો નિર્ણય મળતાં જ પોલીસ વિનયને દવાખાનામાં દાખલ કરે છે અને વિનય ત્યાંથી નાસી નાં જાય તે માટે પોતાનાં બે કોન્સ્ટેબલ વિનયની પાસે જ રાખે છે. બીજી તરફ દવે વિનય વિરુદ્ધ વધુ ને વધુ પુરાવા એકઠાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે તો આ બાજું રાઘવ વિનયને બચાવવાં માટે પુરાવા એકત્રિત કરી રહ્યો હોય છે.
" સાલો રાઘવ આપણી બધી મહેનત પર પાણી ફેરવી નાંખે છે." દવે એ તેમની ચેર પર બેસી ટેબલ પર હાથ પછાડતા શંભુ ને કહ્યું.
" સર એમાં આ ટેબલ નો શું વાંક? જે કહેવું હોય તે રાઘવને કહો ને." દવે ની આ હરકત જોઈ શંભુ એ દવે ને કહ્યું અને શંભુની આ વાતથી દવેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
" તું કહેવા શું માંગે છે શંભુ કે મારા માં તાકાત નથી રાઘવને કંઈ કરવાની એટલે હું આ ટેબલ ની ઉપર ગુસ્સો કાઢી રહ્યો છું?" શંભુ ની સામે ગુસ્સા ભરી નજરે જોતાં દવે બોલ્યો.
" અરે સાહેબ મારા કહેવાનો મતલબ એવો નહતો તમે તો ખોટું લગાડી દીધું, મારા કહેવાનો મતલબ એમ હતો કે તમારે ટેબલ પર ગુસ્સો નીકાળ્યા કરતાં રાઘવ પર કાઢવાનો અને એ પણ એનો કેસ કમજોર કરીને એના માટે તમારે શાંત થવું પડે જેથી તમને કંઈક સુજે, અને શાંત થવા માટે તમારે શું જોઈએ?" શંભુએ દવે ને શાંત કરાવતાં કહ્યું. એટલામાં શેરડીના રસ વાળો છોકરો બે ગ્લાસ શેરડીનો રસ લઈને અંદર આવ્યો. પછી બન્ને રસ પીવે છે.
" આપણે તપાસ કરવી પડશે કંઇક તો મળશે જ." દવે એ રસ નો ઘૂંટડો ભરતાં શંભુ ને કહ્યું અને પછી ગ્લાસ નીચે મુકી થોડી વાર ગરમી માં આરામ કરે છે.
To be continued..............
મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.