Malyu santvana dil thi in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | મળ્યું સાંત્વના દિલથી

Featured Books
Categories
Share

મળ્યું સાંત્વના દિલથી

*મળ્યું સાંત્વના દિલથી* લઘુકથા.... ૨૫-૭-૨૦૨૦ શનિવાર...

અનેરી નાં જન્મ પછી ગાયનેક પ્રોબ્લેમ નાં લીધે એની મમ્મી મૃત્યુ પામી...
અનેરી નાં પપ્પા વિજય ભાઈએ એનું ધ્યાન રાખી પાલન પોષણ કરતાં હતાં.. અનેરી હજુ ત્રણેક વર્ષ ની થઇ હતી પણ એ નાનપણથી જ રોજ રાત્રે ઝબકીને જાગી જતી અને પછી રડવા લાગતી...
વિજયભાઈ એ ડોક્ટર ને બતાવ્યું..
ડોક્ટર કહે એને કોઈ બીજી તકલીફ નથી એને મા ની હૂંફ ની જરૂર છે...
આ સાંભળીને વિજયભાઈ એ પોતાની વ્યથા કહી.
તો ડોક્ટર કહે બીજા લગ્ન કરી લો તો આ દિકરી ને મા મળે...
વિજયભાઈ વિચારોમાં ઘરે આવ્યા...
વિજયભાઈ નાં એક દોસ્ત હતાં મહેશભાઈ એમની નાની બહેન વિધવા થઈને પિયર આવી હતી...
એક દિવસ અચાનક બજારમાં બન્ને ભાઈબંધ મળ્યા અને એકબીજા નાં હાલ હવાલ પૂછ્યાં...
વિજયભાઈ ની વાત સાંભળી ને મહેશભાઈ એ પોતાની બહેન મમતા વિધવા છે અને પાછી આવી છે જો તારી ઈચ્છા હોય તો હું વાત કરું...
વિજય કહે દોસ્ત મને વિચારવા માટે થોડો સમય આપ હું તને પછી જણાવું...
આમ કહીને બન્ને મિત્રો જુદા પડ્યા...
અનેરી અચાનક ભર ઊંઘમાં રાત્રે ઉઠી જાય અને રડવા માંડે...
વિજયભાઈ ખુબ કોશિશ કરે પણ કેમ કરીને પછી સૂવે જ નહીં...
એમણે અનેરી માટે મહેશ ને ફોન કર્યો અને વાત કરી કે એમની હા છે પણ શર્ત એ છે કે અનેરી ને મા ની જરૂર છે બસ મારે પત્ની ની જરૂર નથી જો સમજી શકે તો..!!!
મહેશભાઈ એ કહ્યું કે એ મમતા ને પૂછીને જવાબ આપશે....
બે‌ ત્રણ દિવસ પછી મહેશભાઈ નો ફોન આવ્યો અને કહ્યું કે મમતાએ હા કહી છે...
ખુબ સાદાઈથી લગ્ન કર્યા અને વિજયે મમતા ને કહ્યું કે મારી ઈચ્છા ગણો તો ઈચ્છા અને માંગણી ગણો તો માંગણી બસ આ મારી અનેરી ની મા બનીને એને પ્રેમ આપો એમ કહીને એ બીજા રૂમમાં જતાં રહ્યાં...
મમતા એ અનેરી ને પોતાની પાસે બોલાવી અને હૈયે લગાવી અનેરીને અજબ સાંત્વન મળ્યું...
રાત પડી એટલે વિજયે મમતા ને બધી વાત કરી દીધી...
મમતા અનેરીને છાતીએ વળગાડી ને લોરી ગાઈને સૂવાડી દીધી...
વિજય જોઈ રહ્યો...
આખી રાત અનેરી મમતા ને લપાઈને સૂઈ રહી તો સીધી સવારે જ ઉઠી...
આ જોઈ ને વિજય ની આંખોમાં અશ્રુ આવી ગયા કે આજે અનેરી ને મળ્યું સાંત્વન મા ની મમતા નું....
અનેરી મા ની લાગણી માટે જ તરસતી હતી....
અનેરી આજે ખુબ ખુશ હતી મા જો મળી હતી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨ ) *પડકાર* લઘુકથા... ૧૮-૭-૨૦૨૦ શનિવાર...

આરતી જન્મી ત્યારથી જ અનેક પડકારો નો સામનો કરતી આવી..
એનાં જન્મ પછી એની મમ્મી એને રડતી મૂકીને પ્રભુ ધામ જતી રહી...
પપ્પા અને મોટા ભાઈ.. જીતેશભાઇ એ જ એને ગાયનાં દૂધ પર મોટી કરી ...
એ વીસ વર્ષની હતી અને એનાં પપ્પા એ નાતના એક છોકરો પિયુષ જોડે એનું લગ્ન નક્કી કર્યું એણે પપ્પા ની વાત ને સંમતિ આપી..
લગ્ન પછી અચાનક જ પિયુષ નાં ધંધામાં ખોટ જતાં દેવાદાર થઈ ગયો એટલે ફેક્ટરી અને બંગલો વેચી દેવું ભરપાઈ કરી ને ભાડાનાં મકાનમાં રેહવા લાગ્યાં પણ..
હજુ લગ્ન ને સાત મહિના જ થયા હતા અને આરતી બેજીવસોતી હતી અને એનાં પપ્પા ને એટેક આવ્યો અને એ પ્રભુ ધામ જતાં રહ્યાં...
આરતી પર તો દુઃખ નો પહાડ તૂટી પડયો..
પિયુષ પણ ધંધો સંભાળતો હોવાથી નવ ધોરણ જ પાસ હતો એટલે નોકરી મળતી નહોતી..
આરતી એ પડકાર નો સામનો કરીને નોકરી કરીને ઘર ચલાવ્યું..
અને પિયુષ ને ઓળખાણ લગાવીને આઈ ટી આઈ કરાવ્યું અને એ પણ નોકરી એ લાગ્યો..
આમ અનેક પડકાર સહન કરીને આરતીએ આજે પોતાનું બે માળનું મકાન બનાવ્યું અને સુખેથી રહે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....