The Corporate Evil - 63 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-63

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-63

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-63

નીલાંગી સાથે સહવાસ માણ્યા પછી નીલાંગે કહ્યું તું કેમ ઠંડી ઠંડી લાગે છે ? હું મંથન કરીને રીલેક્ષ થયો છું પણ તું નહીં એકલો એકલો મંથન કરી રહેલો એવું કેમ લાગે છે.
એ સાંભળી નીલાંગી ખડખડાટ હસી પડી અને નીલો ? એને વિચિત્ર રીતે હસતી જોઇ રહ્યો. એણે પૂછ્યું કેમ હસે છે ? તું આમ અપરિચિત હોય એવું કેમ વર્તન કરે છે ? મે તને કોઇ જોક્ નથી કીધો મારાં એહસાસ કીધો છે.
નીલાંગી સજાગ થઇ ગઇ એણે કહ્યું મારાં નીલું એમ કહી એનાં વાળમાં હાથ ફેરવતાં ફરવતાં કહ્યું નીલુ તું ઘણાં સમયની દોડધામ પછી રીલેક્ષ થયો છે અને આવી ગરમી અને ભેજવાળી હવામાં પરસેવો કેટલો થયો છે જોને બંન્ને જણાં એનાંથીજ ન્હાવાઇ ગયાં છીએ એટલે ઠંડુ ઠંડુજ લાગે ને કંઇ નહીં તારો થાક ઉતરી ગયો હવે બધી ચિંતા પણ ઉતારી દઇશ હવે તારાં સાથમાંજ છું ને કોઇ જોબની કે બોસનાં બંધનમાં નથી એની પણ ખુશી છે.
નીલાંગે કહ્યું વાહ તું તો વૈજ્ઞાનિકો જોવી વાત કરે છે ચાલ હવે પ્રેમમાં બ્રેક લઇને તને બધાં એવીડન્સ બતાવું જો. એમ કહીને લેપટોપમાં રહેલાં ફોટાં- વીડીયો બતાવવા ચાલુ કર્યા. અને જેમ જેમ નીલાંગી એ જોઇ રહી હતી એમ એમ એની આંખો વિસ્ફરીત થતી ગઇ એનો ચહેરો એકદમ લાલ થઇ ગયો એનાં ચહેરાં પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. કાકા સાહેબનો વીડીયો જોયો અને એનાંથી રાડ નંખાઇ ગઇ આ સાલો ડોસો આવો નીચ છે એને તો હું જ પૈસા આપવા ગઇ હતી નીલું આ બધાંજ ખૂબ વ્યભીચારી - ભ્રષ્ટ અને લાચીયા છે. આટલાં બધાં પુરાવા છે પછી શેની રાહ જોઇ રહ્યાં છો ?
નીલુ મારી પાસે ઘણાં પુરાવા માહીતી છે બીજા પુરાવા હું લાવી શકીશ તું નક્કી કર એ પ્રમાણે આ બધાને મીડીયા સામે ઉઘાડા પાડી દઇએ એમ કહીને વિચિત્ર રીતે હસવા માંડી....
નીલાંગ એને વિસ્મયથી જોવા લાગ્યો એણે કહ્યું તારી પાસે પુરાવા ? બીજા લાવી આપીશ એટલે ?
નીલાંગીએ કહ્યું "એટલે.. એમજ કે આતો પેલાં અભયંકર ફેમલીનાં પુરાવા છે પણ મારી પાસે તો શ્રોફ અમોલ એનાં બાપનાં બધાનાં પુરાવા છે તું કહેશે ત્યારે તારી પાસે હાજર કરીશ એક સાથે બધાને નગ્ન નાચ કરાવી શકીશ.
નીલાંગ એને જોઇજ રહ્યો અને બોલ્યો સાચેજ ? તો તો વેળાસર એજ કામ કરવું જોઇએ. પણ એક મીનીટ નીલો તારે જોખમ નથી લેવાનું એ લોકો છેક છેલ્લી કક્ષાનાં માણસો છે કોઇનો ભરોસો થાય એમ નથી તને એકબીજાને કંઇ નહીં થવા દઊં તું મને બધી માહિતી આપ હું પુરાવા બધાં હાથ કરી લઇશ.
નીલાંગીએ કહ્યું "નીલું આ તારાં એકલાનું કામ નથી અને શક્ય પણ નથી એ મારાંથીજ થશે હું ચપટીમાં બધુ કરી શકીશ મારાં પર વિશ્વાસ રાખ.
નીલાંગે કહ્યું "તું એકલી કરી શકીશ એટલે ? તેં તો જોબ પણ છોડી દીધી છે તમે ઓફીસમાં પેસવા પણ નહી દે.
નીલાંગીએ હસતાં હસતાં કહ્યું પુરાવા માટે હવે મારે જોબની જરૂર નથી તારે ડરવાની પણ જરૂર નથી મારી ચાલાકી અને આવડત બધુજ કરાવશે. હું કરી શકીશ એવું હોય તો તું... તું મને સોપી દે હું કહુ ત્યારે તારે મારી સાથે આવવાનું પણ હવે તારો ચહેરો ટીવી પર પબ્લીક કરી દીધો છે હું જ તને બધુ લાવી આપીશ. પહેલા તારાં બોસ સાથે પ્લાન પાકો બનાવી દે પછી નક્કી કરીએ.
નીલાંગ વિચારમાં પડી ગયો કે નીલાંગી આટલા આત્મવિશ્વાસ સાથે કહે છે તો જરૂર એની પાસે કોઇ ઉપાય છે કોઇ રસ્તો છે. શું કરુ ?
નીલાંગીએ કહ્યું વધુ વિચારો ના કર ટ્રસ્ટ મી ડાર્લીંગ મને હવે કંઇ કોઇ કરી નહીં શકે નુકશાન નહીં પહોચાડી શકે અને હું બધાં કામ કરી લઇશ.
નીલાંગે આષ્ચર્ય સાથે કહ્યું તું તો જાણે જાદુઇ લાકડી ફેરવવાની હોય કે અદશ્ય થઇને લઇ આવવાની હોય એવી વાતો કરે છે. તને ખબર છે એ લોકોની પહોચ ? નીલાંગીએ કહ્યું મારી છે એટલી કોઇની નથી અને એનાં ચહેરાંના હાવભાવ બદલાઇ ગયાં નીલાંગ જોતો રહી ગયો એનાં આર્શ્ચયનો પાર નહોતો એને સાચું નહોતું લાગી રહ્યું એને થયુ આ બધુ શું બોલે છે ? કેવી રીતે કરીશ ?
નીલાંગીએ કહ્યું મારાં પર વિશ્વાસ રાખ મારાં માટે અશક્ય એટલે નથી કે ઘણાં કામ મારાં હાથથી અને નજર સામે થયાં છે ભલે નોકરી છોડી દીધી પણ બધાં. રહસ્ય મારી જાણમાં છે તું કેરી ખા આંબા ના ગણ...
નીલાંગીને કહેવત કહેતી સાંભળીને નીલાંગને હસુ આવી ગયું એણે નીલાંગીને વ્હાલથી પોતાનાં તરફ ખેંચી અને જોરથી ભીંસ આપી દીધી પાછાં હોઠને ભીના કર્યા અને વ્હાલથી બોલ્યો તું તો ખૂબ હોશિયારને ચાલક થઇ ગઇ છે વાહ વાહ નીલો.
નીલાંગીએ કહ્યું "આ બધું સાંભળી જોઇ અને તને જે રીતે બદનામ કરી રહ્યાં છે એ પીશાચો મારું લોહી ઉકળી ગયું છે હું કોઇને નહીં છોડું એક એકને સજા અપાવીશ અને નીલું એક વાત કહુ ઘણાં સમયે તારું સાંનિધ્ય મળ્યુ છે આ બધુ તો મારી મુઠીમાં છે તારી પાસે પુરાવા છે પછી કોઇ ચિંતા નથી મારાં પર વિશ્વાસ રાખ.. ભલે તને હજી ભરોસો નથી પણ આવી તારી પાસેની નિશ્ચિંત હૂફ ફરી ક્યારે મળશે ? અહીં બે દિવસ રહીએ ખૂબ પ્રેમ કરીએ. તું મને એવો પ્રેમ આપ કે હું જન્મોજન્મ ના ભૂલૂ આવતાં જન્મે પણ તારી ભીખ માંગુ એમ કહીને એકદમજ રડી પડી નીલાંગને વળગી ગઇ.
નીલાંગે કહ્યું એય નીલો હમણાં તો તું ઝાસીની રાણી થઇ ગઇ હતી અને બીજીજ સેકન્ડે સાવ લાગણીશીલ તારી સાથે એવું તો શું થયું છે કે આટલું પરીવર્તન ?
નીલાંગીએ કહ્યું એય મારા નીલુ સાચું કહુ મારે તારી માફી માંગવી છે તું બધીજ રીતે સાચો હતો અને હું નાદાન પણ હવે ભૂલ નહીં થાય. ક્યારેય કોઇ જન્મમાં... તનેજ જીવું છું તારાંમાં લપાઇને જીવવું છે આખી દુનિયા પરથી ભરોસો ઉઠી ગયો છે મને મારા નીલુ જેવુ કોઇ નથી તારામાંજ આખી દુનિયા તુંજ મારું સ્વર્ગ. તારી ના હોવા છતાં મેં એ ભોરીંગો સાથે કામ કર્યું પૈસા ખાતર ? કંઇક બની બતાવવા માટે ? હવે મને ખૂબ અફસોસ અને પસ્તાવો છે પણ હવે એનો શું અર્થ ? પણ હવે બે દિવસ અહીંજ નિર્જન એકાંતમાં તારુ સાંનિધ્ય માણવું નીલું તારે તારાં બોસને ફોન કરવા હોય તો કરી દે... પણ એ લોકોને પણ તારું લોકેશન ના કહીશ એમને માહીતી આપી દે કે હવે બધુજ ખૂલ્લું પાડવા તું તૈયાર છે કોઇનાં ઉપર પણ ભરોસો ના રાખીશ ભલે તારાં બોસ હોય કે કેટલાય વિશ્વાસુ હોય હવે તારે એક ભૂલ નથી કરવાની હું નહીં કરવા દઊ.
નીલાંગ એને સાંભળી રહેલો એને થયુ આ નીલાંગી છે અને એણે કહ્યું ઓકે. પણ હું બોસ સાથે વાત કરી લઊં અને બે દિવસ આપણાંજ પછી એકશનમાં આવી જઇએ.
નીલાંગીએ નીલાંગનો ફોન એનાં હાથમાં આપીને કહુ લે કરી લે વાત એ લોકો સાથે તારુ લોકેશન કોઇ શોધી નહીં શકે. કહી દે કે... આજે મંગળવાર છે ગુરુવારે ટીવી પર બધુજ પ્રસારીત થઇ જશે.. કહી દે....
નીલાંગ ચાવીનાં રમકડાંની જેમ વર્તી રહ્યો એક ફોન હાથમાં લીધો અને પહેલાં રાનડે સરને ફોન કર્યો રીંગ એક વાગી તરતજ ફોન ઊંચકાયો નીલાંગ કંઇ બોલે પહેલાંજ રાનડે સરે કહ્યું અરે નીલાંગ તું ક્યાં છે ? આપણને ચોર ચીતર્યા છે આ લોકોએ હવે ક્યારે ? રાનડે સર આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું સર ગુરુવારે ટીવી પર બધાંજ પુરાવા અને એ લોકોની કબૂલાત પ્રસારીત થઇ જશે તમે નિશ્ચિંત રહો.. પણ તુ ક્યાં છે ? એતો કહે ? નીલાંગ કંઇ બોલે પહેલાંજ ફોન કપાય ગયો. નીલાંગી હસતી જોઇ રહી.
નીલાંગે કહ્યું ફોન કપાઇ ગયો ? ઠીક છે કાંબલે સરની સાથે વાત કરી એમણે ફોન તરતજ ઊંચક્યો અરે નીલાંગ છુટ્ટા પડ્યાં પછી તારો ફોનજ નથી લાગતો તું ક્યાં છે ? રાનડે સરને કહ્યું એમ કાંબલે સરને પણ જણાવી દીધું કે ગુરુવારનાં બ્રેકીંગ ન્યૂઝ જોજો. અને સર ટેઇક કેર તમે જ્યાં છો ત્યાં જ રહેજો.
સ્થિતિ ખૂબ પ્રવાહી છે ગુરુવારે રાત્રે મળીશ અને ફોન કપાઇ ગયો. નીલાંગીએ ફોન બાજુમાં મૂકીને નીલાંગનાં કાનમાં કહ્યું.... નીલું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-64