The Corporate Evil - 62 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-62

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-62

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-62
સવારે ઊઠીને નીલાંગે નીલાંગીને ફોન કર્યો ત્યારે નીલાંગીએ ઐમ જ સીધું પૂછ્યું તું ક્યાં છે ? તું જ્યાં હોય ત્યાં હું આવી જઊં મારે ઘણી માહિતી આપવી છે. હું આવી જઊં કહ્યું ને ફોન કપાઇ ગયો અરે નીલાંગને અજુગતું ફીલ થયું એણે ફરીથી નીલાંગીને ફોન કર્યો કે તું ફોન કેમ કાપે છે ? તુ પૂછ તો ખરી હું ક્યાં છું ? તું કેવી રીતે આવીશ ? ક્યાં મળીશ એમનેમ તું કેવી રીતે ?
નીલાંગીએ કહ્યું નીલુ તારાં પ્રેમની સુવાસ અને તારી હૂંફની ગરમી તારાં તરફ ખેંચી લે છે તું જ્યા હોઇશ ત્યાં હું પહોચી જઇશ નીલાંગને હસુ આવી ગયું. એય કવિયીત્રી બહુ થયું.... પણ તને એકદમજ મારાં માટે આટલો પ્રેમ ઉમટી પડ્યો છે. નીલાંગી કંઇ બોલે પહેલા કહ્યું નીલો તું વિરાર સ્ટેશન ઇસ્ટમાં આવી જા હું સ્ટેશન પર ચા ની કીટલી એટલે કે ટી સ્ટોલ પર તારી રાહ જોઇશ આવી જા. અને હાં તારી આઇને કહેજે ચિંતા ના કરે ટીવીમાં અને બધે ન્યુઝમાં …હજી નીલાંગ આગળ બોલે પહેલાંજ નીલાંગીએ કહ્યું હું બધું જાણું છું આઇબાબાની ચિંતા ના કરીશ હું મેનેજ કરી લઇશ હવે કંઇ અઘરૃ નથી મારાં માટે પણ તારી આઇને મળીને આવીશ એમને પણ ઘણાં સમયથી મળી નથી મારે કામ પણ છે. આગળ નીલાંગ બોલે પહેલાં એણે ફોન કાપ્યો.
નીલાંગને ખૂબ આશ્ચર્ય થઇ રહેલું એને થયું મારી આઇને મળીને આવશે ? ઠીક છે એક રીતે સારું છે આઇને થોડી ટાઢક થશે. એ વિરાર સ્ટેશને જવા નીકળી ગયો.
****************
નીલાંગી નીલાંગના ઘરે પહોચી અને ડોરબેલ માર્યો અને નીલાંગની માં એ દરવાજો ખોલ્યો. નીલાંગીને જોઇને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ, નીલાંગીએ આઇએ કહ્યું આવ આવ દીકરા કેટલાં દિવસ થઇ ગયાં તને જોયે. કાય સબ સાંગલા. નીલાંગીએ કહ્યું આઇ બધુજ બરાબરજ. સાચુ કહુ આઇ ઘણાં સમયથી તમને મળવું હતું પણ... છોડ આઇ મારે તારાં ચરણ સ્પર્શ કરવા છે આઇ મને આશિષ આપ. એમ કહીને આઇનાં પગ પાસે બેસી આશીર્વાદ લીધાં.
આઇએ આશ્ચર્ય થયું કેમ બેટા આટલી લાગણીશીલ થઇ ગઇ છું ? મારાં તો તમને લોકોને ખૂબ આશિષ છેજ ને નીલાંગ પણ કેટલાય દિવસથી ઘરેજ આવે ના આવે કેટલી દોડધામ કરે છે મને એટલી ચિંતા રહે છે કે આ છોકરો એવું ક્યુ કામ કરે છે ? કોઇ જોખમ તો નથી ઉઠાવતો ને ? એના મગજમાં એવી ધૂન છે જે.. બાપા એની રક્ષા કરે... પહેલાં ઘરનાં ખાવાનાં ફાફાં પડતાં હું ઘેર ઘેર કામ કરવા જતી હવે પૈસાની ખોટ નથી અમારે કેટલું જોઇએ ? એને સમજાવ કે બહુ દોડધામ ના કરે તને પરણીને ઘરે લઇ આવે હું તમારાં સુખી સંસારને જોઇને બાપા પાસે જતી રહુ એમ કહીને એમની આંખો ભંરાઇ આવી...
નીલાંગીએ કહ્યું આઇ ચિંતા ના કરો હું નીલાંગને કંઇ નહી થવા દઊં આઇ સંસાર તો.. પછી એ અટકી ગઇ અને બોલી આઇ નીલુ ખૂબ સારું કામ કરે છે.. તમને કોઇ સમાચાર મળે તોય ચિંતા ના કરશો એનો વાળ વાંકો નહીં થાય અને હાં આઇ નીલાંગે થોડાં પૈસા મોકલાવ્યા છે તમારે પાસે રાખો એમ કહીને એણે આઇને રોકડા રૂપિયાનું કવર આપ્યુ આઇ તમને કોઇ તકલીફ ના પડવી જોઇએ બીજુ કે નીલાંગ જલ્દી ઘરે આવી જશે તમે ખોટાં ખોટાં વિચાર કરીને દુઃખી ના થતાં એમ કહીને એમને ફરી પગે લાગીને રડતી આંખે બહાર નીકળી ગઇ. નીલાંગની આઇ એને જતાં જોઇ રહ્યાં....
હાય નીલુ એમ કહીને નીલાંગીએ નીલાંગને એકદમ આર્શ્ચયમાં ફરી નાંખ્યો. નીલાંગે કહ્યું અરે તું આવી પણ ગઇ ? તું તો મારી આઇ પાસે જઇને આવવાની હતી ને ? નીલાંગીએ કહ્યું હાં પણ એ બધાં પાછળ સમય ના બગાડ. તું અહીં વિરાર શું કરી રહ્યો છે ?
નીલાંગે કહ્યું અરે નીલો અહીં વિરારની પાછળ જે ડુંગરા છે એની પાછળ મારો ખાસ માણસ તું ઓળખે છે ને ? સત્યો... એ દાદર રહે છે પણ એનાં આઇબાબા અહી રહે છે મારે હમણાં થોડો વખત ભૂગર્ભમાં રહેવાનું છે. બધાં પ્લાન કરેલા છે મારી પાસે બધાં એવીડન્સ છે એટલો સર કહે એટલે મીડીયા સમક્ષ અને અન્ય પાર્ટીનાં લીડર સામે રજૂ કરી દઇશ.... સાલાઓ ઉઘાડા પડી જશે. અને એમાં તારો શેઠ અને કલાયન્ટ બધાંજ સંડોવાયેલા છે.
નીલાંગી આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું "તમે યાદ કરોને મે તને કીધેલું હું તારાં માટે ખૂબજ પઝેસીવ છું જોબ છોડી દે તારે કામ કરવાની જરૂર નથી હવે હું એટલે છું હું તારાં આઇ બાબાનું પણ પુરુ કરીશ તારા બધાં ખર્ચા ઉઠાવીશ પણ એ ડામીસો જોડે કામ નથી કરવાનું નીલો તને ખબર છે બધી ? બધાં પુરાવા હું તને પછી બતાવીશ.. પહેલાં ચાલ ચાલીની વચ્ચે અને ત્યાં વિરારની ડુંગરચાલમાં જતાં જમીએ ત્યાં શાંતિથી વાતો કરીશું.
નીલાંગીએ કહ્યું ચાલ તું ચા પી લે ફ્રેશ થા પછી તું લઇ જાય ત્યાં આવું છું આઇબાબાને કહીનેજ નીકળી છું એમને પૈસા પણ આપી દીધાં છે હું તારી સાથેજ છું એમ પણ કીધુ છે હવે ચિંતા નથી... ત્યાં છોકરો ચા લઈ આવી ગયો અને નીલાંગીએ કહ્યું. "નોકરી તો ક્યારની છોડી દીધી હિસાબ લઇ લીધો કરી દીધો જે બાકી છે એ હવે કરી લઇશ.
નીલાંગે કહ્યું "ક્યારે છોડી ? તું કંઇ કહેતીજ નથી. નીલાંગીએ કહ્યું તારી પાસે સમયજ ક્યાં હતો ? પેલા દિવસ મોડી રાત્રે તને સ્ટેશને મળી ત્યારે નોકરી છોડીનેજ આવી ગઇ હતી.. તને વધારે ડીસ્ટર્બ નહોતો કરવો એટલે અટકેલી.
નીલાંગે નીલાંગીની સામે જોયુ એની આંખોમાં ચમકારો જોઇને બોલ્યો.. તારું બે ત્રણ દિવસથી બદલાઇ ગયુ છે નોકરી છોડી ત્યારથી તું જુદી જુદી લાગે છે. નોકરી છોડવી પડી એનું દુઃખ છે ?
નીલાંગીએ કહ્યું "છોડવાનું ક્યાં દુઃખ છે ? છુટી ગઇ એની ખુશી છે બસ તારાં માટે તડપતી ભટક્યા કરું છું ચાલ ડુંગરચાલમાં જઇને વાતો કરીએ તારાં પુરાવા જોઊં. અને મારી માહિતી તને આપું.
બંન્ને જણાં વાતો કરતાં કરતાં રીક્ષા કરીને ડુંગર ચાલ પહોચ્યાં ત્યાં રીક્ષા વહેલી છોડી દીધી ચાલતા ચાલતા એક જૂના એવાં ઘર પાસે આવ્યાં અને ત્યાં એક ડોશી આંગણમાં ઉભા પગે ચશ્મા પહેરેલી બેઠેલી એણે નીલાંગ જોઇને કહ્યું જાવ અંદર બેસો અને બંન્ને જણાં અંદર ઘરમાં આવ્યાં.
અંદર જઇને નીલાંગે લેપટોપ કાઢ્યું અને ચાલુ કર્યુ નીલાંગીએ કહ્યું લેપટોપ ભલે ચાલુ કર્યું પણ પહેલાં મારે તારી સાથે વાત કરવી છે. નીલુ તારી હૂંફ જોઇએ છીએ તને પ્રેમ કરવો છે મારાં નીલુ હું ખૂબ તડપી છું એમ કહીને એણે નીલાંગને એની બાહોમાં ખેંચી લીધો.
નીલાંગની આંખો પર ચુંબન કરીને કહ્યું મારા નીલુ તું જેટલુ કહે હું સાંભળુ છું હવે માની પણ ગઇ છું કે તારાં મનમાં કોઇ વ્યક્તિની છાપ કે તારો અભ્યાસ સચોટ હોય છે પહેલાં મારે તને... એમ કહીને નીલાંગનાં હોઠ પર હોઠ મૂકી દીધાં નીલાંગે પણ બધુ બાજુમાં મૂકીને નીલાંગીની બાહોમાં પરોવાઇ ગયો બંન્ને જણા ક્યાંય સુધી એકબીજાથી બાહોમાં જકડાઇ રહ્યાં. નીલાંગી એને બધાં અંગો પર હાથ ફેરવતી ફેરવતી પ્રેમ કરી રહી હતી. નીલાંગ હળવાશ અને આરામ અનુભવી રહેલો. નીલાંગીની જાણે વશમાં થતો જતો હતો.
નીલાંગી એને પોતાનાં તરફ ખેંચી વધુને વધુ પ્રેમમાં ઉશ્કેરી રહી હતી નીલાંગે એનું શર્ટ ઉતારી દીધુ અને નીલાંગીનું પણ ઉપવસ્ત્ર કાઢી નાંખ્યુ બંને જણા એકબીજાનાં અંગોને સહેલાવતાં પ્રેમ કરી રહેલાં..
એકબીજાને સ્પર્શનું સ્વર્ગીય સુખ મળી રહેલું અને નીલાંગે બધા વસ્ત્રો ત્યજીને નીલાંગીને ખૂબજ પ્રેમ અને મર્દન કરવા માંડ્યો. બંન્ને જણાં ઉત્તેજીત થઇ રહેલાં અને પરાકાષ્ઠાએ પહોચી નીલાંગીને એણે સાવ ભીંજવી દીધી.
નીલાંગે કહ્યું કેટલાય દિવસ પછી આ સ્વર્ગીય સુખ પામ્યો છું અંગ અંગ રીલેક્ષ થયું છે જાણે તેં મારો બધો થાક ઉતારી નાંખ્યો નીલો... પછી નીલાંગે કહ્યું નીલો પણ તારુ શરીર આટલાં સહવાસ પછી પણ આટલું ઠડું કેમ છે ? તું મને અનુભવાય છે પણ કંઇક અલગ લાગી રહ્યું છે. તું મારામાં પરોવાઇ નહોતી ? હું સતોષાયો છું પણ હું જાણે એકલો મંથન કરીને રીલેક્ષ થયો હોઊં એવું કેમ લાગે છે ?
નીલાંગી ખડખડાટ હસી પડી અને નીલાંગ....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-63