Pratiksha - 19 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રતિક્ષા - 19

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રતિક્ષા - 19

અનિકેત નખશિખ પ્રતિકૃતિ અનેરીનાં આદર્શની....
આજે આટલી નજીક હોવા છતાં શા માટે હૃદય એવું ઈચ્છે છે કે હવે વધારે વાત નથી કરવી?આ પ્રશ્ન અનેરી ને વારંવાર વ્યસ્તતામાં વિચારતી કરી દેતો.,. પરંતુ ઈશ્વર પ્રામાણિક બની હૃદયમાં વસવા લાગે ત્યારે વહેતી જતી લાગણીઓને કોણ રોકી શકે?

વહેલી સવાર નું પહેલું કિરણ અને અનિકેત માટે ઈચ્છાનું .એક નિખાલસ ઈચ્છા અનેરીનું હાસ્ય અને હકારાત્મક ઊર્જા મેળવવાની ઇચ્છા.... એવી ઉર્જા જેમાં મૈત્રી અને કદાચ પ્રેમ પણ સમાવિષ્ટ હોય છે જે પોતાના પ્રિયતમને શોધી જ લે છે.

અનિકેત:-"હેલો ગુડ મોર્નિંગ."

અનેરી:-"ગુડ મોર્નિંગ સર."

અનિકેત:-"શું વિચારતા હતા ?"

અનેરી:-"તમને શું લાગે?"

અનિકેત:-"ભાવિ વિષે?"

અનેરી:-"હું ભાવીની કલ્પના કરતા ભૂતકાળ ના સ્મરણમાં વધારે જીવું છું કેમકે કલ્પના કદાચ ખોટી પડે સ્મરણો મારી સાથે જ જીવન પર્યંત રહેવાના."

અનિકેત:-"તો વર્તમાનની વાસ્તવિકતા ,જીવંતતા?"

અનેરી:-"તેના વિશે વિચારવાનું ન હોય તે તો આપોઆપ આપણી સાથે જીવાતી જાય."

અનિકેત:-"હા પણ તેનો સ્વીકાર તો કરવો જ રહ્યો."

અનેરી:-"સ્વીકૃતિની કોણ ના પાડે છે હું તો સ્વીકારું છું જ."

અનિકેત:-"મને ઘણીવાર એવું લાગે છે જાણે તમે મૂંઝાવ છો ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે તમે ખુલીને વાત નથી કરી શકતા...

અનેરી:-"અરે એવું નહીં."

અનિકેત:-"હોઈ શકે આ તો મારું અનુમાન છે હું તો ફક્ત એટલું જ કહીશ કે તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો અને તમે ઇચ્છો ત્યારે મનની વાત કરી શકો...."

અનેરી:-"મને ખ્યાલ છે તમે બધાથી અલગ છો હું પણ કદાચ એટલે જ આટલી વાતો કરું છું પરંતુ મને ઘણીવાર એવું પણ લાગે છે કે આપણે આટલી વાતો કરવી યોગ્ય નહીં."

અનિકેત:-"કેમ શા માટે?"

અનેરી:-"સર તમે તો મારા કરતા વાસ્તવિકતામાં વધારે જીવો છો અને આપણા સંબંધની સૌથી મોટી વાસ્તવિકતા તો તમને ખબર જ છે."

અનિકેત:-"તમારી વાત સો ટકા સત્ય પણ આપણી મૈત્રી વાસ્તવિક નથી? આ મૈત્રીની ક્યાં સુધી નકારી શકાય ?
મારા મતે તો નહિ."

અને અનેરી ને એમ લાગ્યું કે થોડીવાર વધારે વાતો કરશે ને તો પોતાની મનની સ્થિતિ કદાચ વ્યક્ત થઈ જશે અને પોતાના સ્વભાવ પ્રમાણે વાત બદલાવી......

અનેરી:-"સર તમને ફિલ્મો જોવા ગમે?"

અનિકેત:-"વાત બદલાવી નાખી તમે."

અનેરી:-"અરે તમે તો કહ્યું કે વાસ્તવિકતામાં જીવવું જોઈએ તો પછી? હવે તમારે પ્રશ્નનો જવાબ આપવો પડશે."

અનિકેત:-"ફિલ્મો કરતા ગીતો વધારે ગમે."

અનેરી:-"કેવા ગીતો?"

અનિકેત:-"ગીત એટલે ગીત એમાં વળી કેવા?"

અનેરી:-" ના મને તો સેડ સોંગ વધારે ગમે. તે સાંભળીને એટલો વધારે આનંદ આવે ને.... મારી પાસે તો આખે આખું કલેક્શન છે સેડ સોંગ નું....

અનિકેત:-"કદી ધ્યાનથી સાંભળ્યા જ નહીં ,સારું તમે મને તે આપજો."

અનેરી:-"હું કોઇની સાથે શેર ન કરું તે મારા પોતિકા જ છે."

અનિકેત:-"આમ ના પાડી દેવાની?"

અનેરી:-"સોરી એટલે એમ કે સાંભળવા માટે સજેસ્ટ કરી શકું પણ હંમેશા માટે ન આપી શકું."

અનિકેત:-"વાંધો નહિ .તમારી ઈચ્છા, પણ આજ પછી સોરી ના કહેતા."

અને આ સાંભળીને અનેરી ને લાગ્યું જાણે પોતે કંઈક ગુમાવી રહી છે એક એવું જ સ્પંદન જેની હૃદય વર્ષોથી રાહ જુએ છે... એવી લાગણી છે જે હંમેશા માટે હતી અનિકેત માટે.... આજ ભાવથી પ્રેરાઇને સેમિનારના છેલ્લા દિવસે અનેરી એ સામેથી જ અનિકેત સર ને બોલાવ્યા...

અનેરી:-"એક્સક્યુઝ મી સર?"

અનિકેત:-"હા બોલો ."

અનેરી:-"મારે કંઈક કહેવું છે
એક envelope આપી અનિકેતને અને જતી રહી....
અનિકેતે એ ખોલ્યું....

તેમાં પેનડ્રાઈવ ની સાથે એક નાનો કાગળ હતો....

મિત્ર,
" વાસ્તવિકતાના વ્યક્તિત્વને દિલગીરી પણ કદાચ જીવંતતા થી જ વ્યક્ત કરી શકાય. આ પેન ડ્રાઈવ માં મારા સંસ્મરણો છે જેને કદાચ તમે સાંભળશો તો મને હવે એવું નથી લાગતું કે ચોરાઈ જશે પણ એક નવું સંસ્મરણ તેમાં સંચિત થશે આભાર નવા સંસ્મરણો આપવા માટે."

આપની મિત્ર.....


ग़म का ख़ज़ाना तेरा भी है, मेरा भी
ये अफ़साना तेरा भी है, मेरा भी

अपने ग़म को गीत बना कर गा लेना
राग़ पुराना तेरा भी है, मेरा भी
ग़म का ख़ज़ाना...

शाहिद कबीर......

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵


સવારની પહેલી ચા એટલે ચિંતનભાઈ અને અનેરી માટે તાજગી ભરી વાતો કરવાનો સમય ... સેમિનાર માંથી આવેલી અનેરી ચિંતનભાઈને કંઇક ખોવાયેલી લાગી.

ચિંતનભાઈ:-"અનુ સેમિનારમાં કઈ ભૂલીને આવી કે શું?"

અનેરી:-"(ચમકીને) શું પપ્પા?"

ચિંતનભાઈ:-"અનેરી નું હાસ્ય ક્યાં ગયું? આજે મારી ચા માં કંઈક ભૂલ પણ ન કાઢી?"

અનેરી:-"અરે ના પપ્પા હું મમ્મી વિશે વિચારતી હતી જ્યાં સુધી એ જીવતી હતી વાસ્તવિકતામાં રહી, અને આજે ફક્ત સ્મરણ? તેની સાથે જીવેલા સમયની ક્ષણો યાદ કરું તો જાણે હું કોઈ ફિલ્મ જોતી હોય તેવું લાગે છે...."

ચિંતનભાઈ:-"તારી મમ્મી હતી જ એવી બસ બધાની ઈચ્છાઓ જ પૂરી કરી હવે મારે તેની ઈચ્છા પૂરી કરવી છે."

અનેરી:-"મમ્મી ની બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે પપ્પા. મારી અત્યાર ની વાસ્તવિકતા ની ઈચ્છા પૂરી કરશો?"

ચિંતનભાઈ:-"તારે તો ફક્ત મને કહેવાનું છે બેટા."

અનેરી:-"પપ્પા તમને એવું નથી લાગતું કે ઈશ્વર જાણે ખાલી જગ્યાઓ પૂરવા આપણને ઓપ્શન આપે છે?"

ચિંતનભાઈ:-"હું કંઈ સમજ્યો નહીં?"

અનેરી:-"પપ્પા મમ્મી ની ખાલી જગ્યા પૂરી નહીં કરી શકાય પણ ઇશ્વર તેમાં રંગો ભરવા માંગે તો તમે શું વિચારો?"

ચિંતનભાઈ:-"મારા તો બધા જ રંગો મેં તને આપી દીધા છે."

અનેરી:-"તો પછી મારા જાણીતા રંગો તમને આપવા ઈચ્છું તો સ્વીકારશો ને?હું તમને વધારે ગુંચવવા નથી માંગતી ફક્ત મારા હૃદયની વાત કરવા માંગુ છું જ્યારથી હું કવિતા મેમ ની સાથે તમને જોઉં છું ને એમ લાગે છે પપ્પા કે ઈશ્વર કંઇક કહેવા માંગે છે..... હું એમ ઈચ્છું છું કે તમે અને કવિતા મેમ એકબીજાના પૂરક બની ને જીવો....

ચિંતનભાઈ:-"મારી કોઈ જરૂરિયાત નથી અનુ.... તારી મમ્મી મને છલોછલ જિંદગી આપીને ગઈ છે બસ એ રંગબેરંગી જિંદગીના થોડાક રંગ મારે તને વારસામાં આપવા છે બસ....

અનેરી;-અને હું એમ વિચારું પપ્પા કે કદાચ તેમાં થોડાક નવા રંગો પણ ઉમેરાઇ જશે ને તો મારી જિંદગી વધારે રંગબેરંગી થઈ જશે તમને બંને ને ખુશ જોઈને કદાચ મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે.... ઉતાવળથી નિર્ણય ન લેતા થોડા દિવસ વિચારો પછી આપણે વાત કરશું....

(ક્રમશ)