ં
ભાગ : 2 *******
નમસ્તે મિત્રો 🙏માફ કરશો વાર્તા નો બીજો ભાગ રજૂ કરવામાં ઘણો જ સમય લાગી ગયો રાહ જોવડાવવા માટે દરેકની હું માફી માંગુ છું 🙏 હવે આપણે સફરની શરૂઆત ભાગ બે વિષય આગળ જોઈશું.
આપણે આગળના ભાગમાં જોયું કે સ્નેહા ઘરેથી નીકળી જાય છે અને તે રોહનને કોલ કરે છે રોહન તેના કોલનો જવાબ આપતો નથી. તો સ્નેહા રોહનને મેસેજ કરે છે અને મેસેજ માં તેને જણાવે છે કે તેને ઘર છોડી દીધું છે અને તે તેને આગળના રોડ પર મળે એવું મેસેજ ટાઈપ કરીને રોહનને તે મોકલે છે.
હવે, સ્નેહા ખૂબ જ ગભરાઈ જાય છે અને તે આગળ ને આગળ રોડ પર ચાલતી જાય છે તેને વિચાર આવે છે કે શો તેને ઘર છોડીને ભાગવાનું નક્કી કર્યું તે ખરેખર સાચું છે તે ખૂબ જ ગભરાવા લાગે છે રાતના બાર વાગ્યે તે આમ સડક પર એકલી ચાલતી જાય છે આજુબાજુ કોઈ દેખાતું નથી કોઈ ટેક્સી કે રીક્ષા નો અવાજ પણ આવતું નથી તે વારા ઘડીએ રોહનને કોલ કરવાની ટ્રાય કર્યા કરે છે પણ તેનો કોઈ જવાબ આપતો નથી તે ખૂબ જ રડ્યા કરે છે અને ચાલતી જાય છે આગળ જતા તેને એક ટેક્સી દેખાય છે તે ત્યાં ટેક્સી આગળ પહોંચે છે અને ટૅક્સીમાં બેસીને તે શહેરથી બહાર જવા માટે ડ્રાઇવર ને કહે છે, ડ્રાઇવર પૂછે છે કે તેને કઈ જગ્યાએ જવું છે પણ તે ખૂબ જ ડરતી ડરતી ગભરાતી ડ્રાઇવરની કહે છે કે તમે શહેર ની બહાર ચાલો હું તમને કહું છું મને ક્યાં જવું છે આમ કહીને ડ્રાઈવરે ગાડી ચાલુ કરીને આગળ વધે છે સ્નેહા વારા ઘડીએ રોહનને કોલ કર્યા કરે છે પણ તે કઈ જવાબ આપતો નથી સ્નેહા ખૂબ જ દુઃખી થાય છે અને રડવા લાગે છે અને અચાનક વાતાવરણમાં પણ ફેરફાર થાય છે ખૂબ જ પવન ફૂંકાવા લાગે છે તોફાન જેવો માહોલ બની જાય છે કંઇ જ દેખાતું નથી ડ્રાઈવર ધીમે ધીમે ગાડી આગળ ચલાવતો રહે છે સ્નેહા ગભરાય છે વાતાવરણમાં પલટો જોતા તેના મનમાં પણ તોફાનો મચ્યાં કરે છે, તેને વિચારો આવ્યા કરે છે કે રોહન આવશે કે નહીં અને તેને ઘર છોડીને કાંઈ ભૂલ તો નથી કરીને અને તે ઘર છોડીને આવી તો ગઈ શું રોહન તેને મળવા આવશે શુ રોહન સાચો પ્રેમ કરે છે તેને આમા, અનેક વિચારો તોફાન તેના મનમાં ચાલવા લાગે છે તેને તેના પિતા નો વિચાર આવે છે તે તેના પિતાને મૂકીને રોહન સાથે રહેવા માટે ઘર છોડીને આવી ગઈ છે અત્યારે પિતાને ખબર પડી ગઈ હશે કે સ્નેહા ઘરે નથી તેને કેવું લાગશે કેટલા દુઃખી થતા હશે અનેક વિચારો તેના મનમાં આવ્યા કરે છે અને તે ગભરાયા કરે છે જેમ જેમ ટેક્સી આગળ વધે છે તેમ તેમ તોફાન અને વરસાદ જેવી સ્થિતિમાં વધારો થતો જાય છે તોફાનના કારણે ગાડીમાં ડ્રાઈવરને સ્પષટ દેખાતું પણ ન હતું.
આગળ જતા ડ્રાઈવર એ ગાડી ઉભી રાખી સ્નેહા ડ્રાઇવરને કહ્યું શું થયું ગાડી કેમ ઉભી રહી ગઈ..? ત્યારે ડ્રાઇવરે કહ્યું મેડમ આગળ કંઈક ભીડ જેવું લાગે છે અને સ્પષ્ટ દેખાતું પણ નથી હમણાં જ આગળ જોઈ આવું છું આમ કહેી ડ્રાઇવર નીચે ઉતરી ને જુૃવે તો ભીડ જામેલી હતી ત્યાં તે ગયો ત્યાં જઈને તે જુએ છે આગળ તોફાનના કારણે વિશાળ વૃક્ષો પડી ગયા છે જેને કારણે રોડ બ્લોક થઈ ગયો છે જેથી ત્યાં થી ગાડી આગળ જઈ શકે તેમ ન હતી આ સાંભળી ડ્રાઈવર ગાડી પાસે ગયો અને સ્નેહાની કહેવા લાગ્યો મેડમ આગળ ગાડી જઈ શકે તેમ નથી કેમકે તોફાનના કારણે વૃક્ષો જમીન પર પડી ગયા છે જેથી રોડ બ્લોક થઈ ગયો છે જેથી ગાડી ને પેલે પાર લઈ જવી બહુ જ મુશ્કેલ પડી જશે અને ગાડી પણ નીકળે તેમ પણ નથી માટે હવે તમે એ કહો તમને શું કરવું છે જો તમે અહીં જ રહેવા માંગતા હો તો સામે એક હોટેલ છે ત્યાં તમે રહી શકો છો અથવા તો તમે મારી સાથે પાછા ચાલો કેમકે આગળ જઈ શકાય તેમ નથી તમે વિચારી લો અને પછી મને કહો આમ કહીને ડ્રાઇવર આગળ ચાલ્યો સ્નેહા ગભરાવા લાગી કે હવે તે શું કરે અહીં રહે કે તે પાછી જાય તેને વિચાર્યું કે જો તે પાછું જશે તો ક્યાં જશે કે ઘરે તો નહીં જઈ શકે કારણ કે તેને ઘર મૂકી દીધું હતું માટે તેને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું ડ્રાઇવર ને બુમ પાડી આલ્યો તમારા પૈસા હું અહીં રહી જાઈશ
ડ્રાઇવર એ પૈસા લઈ થેન્ક્યુ કહી ગાડી વાળી ને પાછળ જવા રવાના થયો અહીં સ્નેહા પણ પોતાના સમાન લઈશ ગાડી પરથી ઉતરી જાયછે. સ્નેહા ફરી રોહનને કોલ લગાવે છે પણ કંઈ જ જવાબ આપતો નથી. ગુસ્સામાં સ્નેહા ફોન નો ઘા કરે છે જેથી તેનો ફોન ટુટી જાય છે હવે સ્નેહા પેલા હોટલ તરફ જાય છે ત્યાં તે પહોંચે છે અને હોટલના મેનેજરને એક રૂમ આપવા કહે છે પણ મેનેજર કહે છે સોરી મેમ અહીં એક પણ રૂમ ખાલી નથી તોફાનના કારણે દરેક લોકો આ હોટલમાં રૂમ ભાડીને રહી ગયા છે માટે મને માફ કરશો અહીં એક પણ રૂમ ખાલી નથી .સ્નેહા ફરી ગભરાય છે કે હવે તે શું કરશે સ્નેહા ને ગભરાતી જોઈ મેનેજર કહે છે મેમ તમને વાંધો ન હોય તો બાજુમાં એક કૅફે શોપ છે ત્યાં તમે જઈ શકો છો આ કહી મેનેજર સ્નેહા ને કહે છે મેમ હોટેલ બંધ કરવાનો ટાઈમ થઇ ગયો છે આ સાંભળી સ્નેહા બાજુના કેફે તરફ વળે છે કેફે પર જતા ની સાથે જુએ છે કોઈપણ સીટ ખાલી નથી ચારે તરફ નજર ફેરવે છે એક ટેબલ ખાલી હોય છે પણ તે સાવ ખાલી નથી તેના પર એક વ્યક્તિ બેઠેલ હોય છે જગ્યા ન હોવાથી સ્નેહા ટેબલ તરફ જાય છે અને પહેલા વ્યક્તિ ને કહે છે કે તે ત્યાં બેસી શકે છે પેલો વ્યક્તિ તેને હા પાડે છે સ્નેહ ત્યાં બેસે છે સ્નેહ ને ફરી રોહન નો વિચાર આવે છે તેને મોબાઇલ તોડી નાખ્યો કદાચ તેનો કોલ આવ્યો હોય અથવા કોઈ મેસેજ તે વિચારવા લાગી તેને થયું કે પહેલા વ્યક્તિ પાસે તે મોબાઈલ લઈ રોહનને કોલ કરે તો એમ વિચારી તે પેલા વ્યક્તિ પાસે ફોન માંગે છે તમને વાંધો ન હોય તો તમારો ફોન એક મિનિટ આપી શકો છો પેલા વ્યક્તિ તેને હા પાડે છે અને પોતાનું ફોન સ્નેહાને આપે છે સ્નેહ દૂર જઈને રોહન ના નંબર ડાયલ કરે છે અને રોહનને કોલ કરે છે રિંગ વાગવા છતાં રોહન નો કોઈ જવાબ આપતો નથી તે ફરી ટ્રાય કરે છે પણ એમનું એમ જ કંઈ જવાબ આપતું નથી સ્નેહા ફોન કટ કરી અને પાછો પહેલા તે વ્યક્તિને આપી દે છે અને તેને થેન્ક્યુ કહે છે. થોડીવાર પછી કેફેના આંટી ઓર્ડર લેવા માટે આવે છે સ્નેહા ને ભૂખ લાગી હોય છે પણ તેની પાસે પૂરતા રૂપિયા નથી માટે તે ખાલી કોફી ઓર્ડર કરે છે ઓર્ડર લઇ આંટી પાછા ફરે છે સ્નેહા ફરી વિચાર્યા કરે છે અને તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે આ જોઈ પેલા વ્યક્તિ એ સ્નેહા ને પૂછવા લાગે છે કે તમે ઠીક છો ..કઈ થયું છે... તમે બરાબર તો છો.. ને આવા પ્રશ્નો પૂછ્યા કરે છે આ સાંભળી સ્નેહા ગુસ્સે થઈ જાય છે અને કહે છે એક ફોન શું માંગીલીધું તમે તો પાછળ જ પડી ગયા . કંઈ નથી થયું મને અને થયું તો તમને શું તમે કોણ છો આમ કહીને ગુસ્સે થી પેલા વ્યક્તિ પર ખીજાય છે તે વ્યક્તિ મૌન રહે છે અને સ્નેહા ફરી મનમાં વિચિર કરે છે મારી સાથે એવું થયું એમાં આ વ્યક્તિનું શું વાંક એને તો સામે મને ફોન આપ્યો મેં ખોટું તેના પર ખીજાયું .ઓર્ડર આપવા પેલા આંટી આવે છે આવતાની સાથે આંટી ચક્કર ખાઇને જમીન પર પડી જાય છે પહેલો વ્યક્તિ અને સ્નેહા બંને આંટી ને પકડે છે અને તેને સંભાળે છે આંટી બીમાર હોવાના કારણે આવું થયું હતું આંટી બંનેને કહે છે ના દીકરા હું ઠીક છું કઈ વાંધો નઈ આ સાંભળીને સ્નેહા કહે છે ના આંટી તમારી તબિયત સારી નથી લાગતી તમે ઠીક નથી સ્નેહા પહેલા વ્યક્તિ ને કહે છે કે તમે ડોક્ટર ને ફોન કરો અને ઉપરની બાજુ પેલા આન્ટીનો એક રૂમ છે ત્યાં પેલો વ્યક્તિ તેમને લઈ જાય છે સ્નેહા અને તે વ્યક્તિએ આંટીના પાસે જ હોય છે થોડાક ક્ષણોમાં ડોક્ટર આવી પહોંચે છે અને તે આંટી ની તપાસ કરે છે થાકના કારણે આંટીને ચક્કર આવ્યા છે તેવું તેને જણાવે છે અને તેમને બેડ રેસ્ટ કરવા માટે કહે છે...
હવે શું થશે....? સ્નેહા અને એ વ્યક્તિ હવે, શું કરશે...?આગળ શું થશે...?આંટી નું કેફે નું ઘ્યાન કોન રાખશે...? અને શું સ્નેહા ને રોહનનો કોલ આવશે..? શું રોહન આવશે..?અને પેલો એ વ્યક્તિ કોણ છે...? એનું શું નામ છે...? એ કયાથી આવ્યો છે...? અને વાતૉ માં શું નવો વળાંક આવશે એ જોઈશુ આગળના ભાગમાં સફરની શરુઆત ભાગ -3 માં..
વાંચવા બદલ દરેક નો આભાર🙏