ભાગ :- 07
મેધા ની વાત સાંભળી ને ગુડીયા બાનુ ને પોતાની ભૂલ સમજાય છે. ગુડીયા બાનુ અને મેધા વચ્ચે બનેલી આ ઘટના ને મિસ્ટર રોય જોઈ રહ્યા હોય છે. ગુડીયા બાનુ તેની પાસે આવીને કહે છે " હું આટલા વર્ષથી અહીં ધંધો કરું છું પણ આજ સુધી ક્યારેય પણ મેં તારી જેમ આટલા મનથી વિચાર્યું નથી. હું ખાલી પૈસા ને જ એમિયત આપુ છું પણ તું લોકોના વિચારને! મને માફ કરી દેજે મારી ભૂલ થઈ ગઈ! હું તને મારી સાથે રાખીને આ ધંધો ચલાવીશ; મને વિશ્વાસ છે કે તારા વિચાર ને લીધે મારી આ શેરી લોકોના દિલમાં રાજ કરશે!"
મિસ્ટર રોય મેધા અને ગુડીયા બાનુ વચ્ચે થઈ રહેલી વાત સાંભળી રહ્યા હોય છે. તેમની ઉપર નજર પડતાં જ ગુડીયા બાનુ મેધા ને કહે છે કે " જા હવે અંદર, તારી પણ રાહ કોઈ જોઇ રહ્યું છે. હું નથી ઈચ્છતી કે મારું કોઈપણ ગ્રાહક મારાથી નારાજ થાય!" ગુડીયા બાનુ ની વાત સાંભળી ને મેધા અંદર જાય છે. મેધા ના મનમાં મિસ્ટર રોય ( રોહન ) ને લઈને ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા હોય છે. જે માણસ તેનું દુઃખ જોઈને દુઃખી થઈ રહ્યો હતો એ માણસ નો વહેવાર એક જ દિવસમાં તેની માટે કંઈ રીતે બદલાઈ શકે? મેધા આ વિચાર કરતી કરતી તેના રૂમ તરફ આગળ વધી રહી હોય છે.
મેધા ના કક્ષ આગાળ રોહન તેની રાહ જોઈને ઉભો રહ્યો હોય છે. મેધા પોતાની આંખ ઉઠાવીને ઉપર જોવાની કોશિશ કરે છે ત્યારે તેને રોહન ના ચહેરા ઉપર અલગ જ ભાવ નજર આવી રહ્યા હોય છે. તે રોહન ના ચહેરા ઉપર રહેલા ભાવ ને જોઈને પહેલા તો થોડી ગભરાઈ જાય છે. મેધા ને મનોમન લાગવા લાગે છે કે તેનાથી નક્કી કોઈ મોટી ભૂલ થઈ છે અને રોહન એના લીધે તેનાથી નારાજ થઈને બેઠા છે. મેધા ને યાદ આવે છે કે આજે સવારે તે બજારમાં રોહન ને મળી હતી અને ઉતાવળ માં તેમની સાથે વાત કર્યા વગર ચાલી આવી, જેના લીધે રોહન ને ખોટું લાગ્યું હશે! જો એવું હોય તો મારે એમની માફી માગવી જોઇએ.
મેધા રોહન પાસે જઈને " રોહન મને માફ કરી દો કે સવારે હું બજારમાં તમારી પાસે ઊભી ન રહી શકી! પણ યાર હું શું કરું? આ શેરી ના નિયમથી બંધાયેલી છું અને મારી સાથે સવારે બજારમાં ગુડીયા બાનુ પણ હતા, જેના લીધે હું તમારી પાસે ઊભી ન રહી શકી. રોહન અને બીજી વાત કે તમારી નારાજગી શેના લીધે છે એ તો મને ખબર નથી પણ હું તમને એટલું જણાવી દઉં કે રોહન તમે મારી સાથે હવે ફક્ત બે રાત માટે જ છો. તો એને જિંદગી નો સાથ માનવાની ભૂલ ન કરો. રોહન હું નથી ઈચ્છતી કે તમે જે બહાર ગુડીયા બાનુ આગળ મારું અપમાન કર્યું એ ફરીવાર કરો! હું અહીં મારી મરજી થી નથી. મને અહીં મારા હાલાત લઈ આવ્યા છે. રોહન અહીં તમે તમારી પ્યાસ બુઝાવવા માટે આવ્યા છો તો લો બુઝાવી લો અને મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ અને ફરીને ક્યારેય પણ મારી સામે ન જોતા!" મેધા રોહનને આટલું કહીને રડવા લાગે છે, રોહન પણ બેબશ થઈને મેધા ની વાત સાંભળી રહ્યો હોય છે. મેધા પોતાના હોશ ખોઈ બેસે છે અને પોતાની સાડી છાતી ઉપરથી નીચે નાખીને કહે છે " લો રોહન બુઝાવી દો તમારી તડપ, હું તમને નહિ રોકુ પણ મહેરબાની કરીને મારી સન્માન ને ઠેસ ન પહોંચાડો."
ક્રમશ.....
મેધા નો આ વર્તાવ રોહન અને મેધા ની જીંદગી બદલી દેશે? શું મેધા પોતાની નજરમાં પડી જશે?