"મેં એટલે જ ના પાડી હતી તને અહીં આવવાની, કેમકે મારા મનમાં શંકા હતી, ખટકો હતો કે કઈક ખોટું થશે. હવે શું કરીશું એનો જવાબ છે તારી પાસે?" રાહુલ એ ઊંચાં અવાજે પુછ્યું.
"શું કરે છે તું રાહુલ? જરાક જો તો ખરો કે કોના સામે શું બોલે છે, આ બધામાં આધ્વી નો શું વાંક છે? એ તો આપણી બેન ની મદદ કરવા માંગતી હતી, અને તું બોલતા પેલા વિચાર તો ખરો કે તારા આવા વર્તન ની બાળક પર શું અસર થશે." રયાન એ રાહુલ ને તેના વર્તન માટે ચેતવ્યો.
રાહુલને તરત ભાન થયું કે તે કેટલું ખોટું વર્તન કરી રહ્યો હતો, એ આધ્વીકા નો હાથ પકડી બોલ્યો," મને માફ કરી દે આધ્વી, મને બસ તારી અને આપણા બાળક ની ચિંતા છે. એ ચિંતા આવી રીતે ગુસ્સો બની ને નીકળે એ બરાબર નથી, મને મારી ભૂલ બદલ પસ્તાવો છે. આઇ એમ સોરી, પ્લીઝ માફ કરી દે."
"વાંધો નઈ, પણ મિતલ નું મૃત શરીર શોધવા નીચે જવું પડશે. આ ખીણ બહું જ ઊંડી નથી પણ બિહામણી છે, ત્યાં ક્યારેય કોઈ ગયું હોય એવું નથી લાગતું." આધ્વીકા એ તેની ચિંતા જણાવી.
"હું આ બેગ માં જરૂરી સામાન લાવ્યો છું, એમાં બોડી સ્યૂટ, દોરડું, ચપ્પુ બધું જ છે અને ગન તો મારી પાસે છે જ." રાહુલ એ તેની બેગ માંથી બોડી સ્યૂટ કાઢી ને પહેર્યો, આંગળીઓ ખૂલ્લી રહે એવા હાથમોજા પહેર્યા, ચપ્પુ બૂટમાં ખોસ્યું અને ગન પોકેટ માં ગોઠવી તૈયાર થયો.
"તારું ધ્યાન રાખજે, ખૂબ જ સાવચેતી થી મિતલની બોડી લઈ આવજે." આધ્વીકા એ રાહુલ ના કપાળ પર એક ચૂંબન કર્યું.
દોરડા ની મદદ થી રાહુલ નીચે ઉતર્યો, બે કલાક ની જહેમત પછી રાહુલ ને સડી ગયેલી બોડી મળી. બોડી પર ચામડી નહોતી વધી, હાડકા સિવાય ભાગ્યે જ ક્યાંક સડી ગયેલ માંસ ના લોચા દેખાતા હતા. રાહુલ ની આંખો ભરાઇ આવી, તેની સાથે લાવેલ કોથળા માં બોડી ભરી રાહુલ ઉપર આવવા નીકળ્યો.
"ભાઈ તું મને પ્રેમ નથી કરતો? આપણી મા અલગ છે તો તું મારી સાથે સાવકું વર્તન કરીશ?" મિતલ ત્યાં અચાનક પ્રગટ થઈ.
"તું મારી નાની બેન છે અને હંમેશા રહીશ, હું તારી લાગણીઓ સમજું છુ, પણ તારી જીદ ખોટી છે. આ દુનિયા હવે તારી નથી મીનું, તારે અહીંથી જવું પડશે." રાહુલ એ મક્કમતા થી પોતાનો પક્ષ મૂક્યો.
"હું તમને આ શરીર લઈ જવા દઈશ તો તમે મને મુક્તિ અપાવશો ને, હુ તમને મારા શરીર ને ક્યાંય નઈ લઈ જવા દઉં." મિતલ એ હવા ની ગતી વધારી અને હવા ની દિશા રાહુલ તરફ કરી.
રાહુલ ને કોથળો અને દોરડું બન્ને પકડી રાખવાં માં તકલીફ થઈ રહી હતી, તેજ હવા સામે ટકી રહેવા માં તેની ઊર્જા વપરાઇ રહી હતી. અચાનક રાહુલ એ દોરડું છોડી દીધું અને બન્ને હાથ થી કોથળો પકડી લીધો, દોરડું રાહુલ ની કમર પર બાંધેલું હતું તેથી તે હવા માં લટકી રહ્યો.
વધતી જતી પવન ની ગતિ ના કારણે રાહુલ હવા માં આમ થી તેમ ફંગોળાઈ રહ્યો હતો, ઝાડી ઝાંખરા અને ઝાડ ની ડાળીઓ સાથે અથડાવા ને કારણે તેનું બોડી સ્યૂટ ફાટી ગયું હતું, શરીર પર ઇજા ઓ થઈ હતી.
"ભાઈ હું તને કોઈ તકલીફ નથી આપવા નથી માંગતી, બસ આ મૃત શરીર લઈ જવાની જીદ છોડી દે." મિતલ ને રાહુલ ની હાલત જોઈ તકલીફ થઈ રહી હતી.
"હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ, ભલે આજે મારો જીવ જતો રહે પણ આ મૃત શરીર હું મારી સાથે લઈ જઈશ જ." રાહુલ એ કોથળો વધુ મજબૂતાઇ થી પકડ્યો.
"અમે દોરડું ખેંચીએ છીએ, તું ચિંતા ન કરજે." આધ્વીકા અને જીજ્ઞાસા ઉપર થી આ દ્રશ્ય જોયી બોલી. રયાન પણ બન્ને ની મદદે આવ્યો, રાહુલ ઉપર આવ્યો ત્યાં સુધી હવાની ગતિ સામાન્ય થઈ ચૂકી હતી પણ રાહુલ ને ઘણી ઇજાઓ થઈ હતી.
આધ્વીકા દોડતી જઈ રાહુલ ને ભેંટી પડી, રયાન એ તેના ગાલ ઉપર હાથ મૂકી ઇશારા થી કહ્યું કે હું ઠીક છું. એણે કોથળો નીચે મૂક્યો અને કોથળો થોડો ખોલ્યો, બોડી જોઈ રયાન, આધ્વીકા અને જીજ્ઞાસા ને કમકમાં આવી ગયાં.
"બોડી નું પોસ્ટમોર્ટમ થશે પછી જ અંતિમ સંસ્કાર થશે." રાહુલ એ બોડી સૂટ કાઢતાં કહ્યું.
"હું અહીં છું ત્યાં સુધી આ શરીર ને અહીં થી કોઈ નહીં લઈ જઈ શકે....." આધ્વીકા તીણા અવાજમાં બોલી.
ત્રણેય એ આશ્ચર્ય થી આધ્વીકા તરફ જોયું, એની આંખો માં અનહદ ગુસ્સો હતો, ચહેરા ના હાવભાવ ભયાનક હતા.
આધ્વીકા જમીન થી ઉપર ઉંચકાઈ અને ફરી બોલી,"મારા શરીર ને છોડી ને અહીં થી ચાલ્યા જાઓ તમે ચારેય, નહીં તો હું આને નીચે ફેંકી દઈશ."