Ganika - Shraap ke sharuaat ? in Gujarati Women Focused by Ankit Chaudhary શિવ books and stories PDF | ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 06

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 06

ભાગ :- 06

કોઈક યુવાન આવીને ગહેના બાનુ ના હાથમાં એક લાખ રૂપિયા મૂકી દે છે " આજથી પાયલ એક મહિના સુધી મારી!" ત્યારે ગહેના બાનુ તેની સામે જોઇને હસવા લાગે છે. " ક્યા જનાબ આપકો પાયલ સે ઇશ્ક તો નહિ હુઆ ના? આપ પીછલે એક સાલ સે પાયલ કે હી સાથ અપની સભી રાતે બિતાતે હો? ક્યા ઇતની ભા ગઈ મેરી પાયલ રાની કી આપ ઉસ બિસ્તર સે નીચે લાના હિ નહિ ચાહતે?" ત્યારે પેલો યુવાન કહે છે " અરે ગુડીયા બાનુ તું પૈસા ગણીને તારું કામ ચલાવ, મારી જિંદગીમાં દખલ મને બિલકુલ પસંદ નથી. તું મને પાયલ ન આપી શકે તો લાવ પૈસા પાછા અને જ્યાં સુધી પાયલ સાથે પ્રેમ ની વાત છે ત્યાં સુધી મારા એટલા પણ ખોટા દિવસો આવ્યા નથી કે હું આ કોઠા ઉપર આવીને પ્રેમ કરું!" પેલો યુવાન પૈસા લેવા માટે તેનો હાથ ગુડીયા બાનુ તરફ લંબાવે છે.

ગુડીયા બાનુ પણ પૈસા ની ખૂબ જ ભૂખી હતી. તે પૈસા પોતાની તરફ ખેંચીને કહે છે " અરે જનાબ આપ તો બિલકુલ ભૂરા હું માન ગયે! આપકો જો પસંદ હો ઉસ માલ કે સાથ આપ અપની પ્યાસ બુઝાઓ ઉસસે હમે કયા!" પણ પેલો યુવાન માનવા માટે તૈયાર ન હતો " ના હું હવે એક સેકંડ પણ આ શેરીમાં રહેવા માગતો નથી, લાવ ગુડીયા મારા પૈસા, તને જ મુબારક તારી આ બદનામ ગલી!" ત્યારે પેલો યુવાન પૈસા લઈને ચાલે છે પણ મેધા એની આંખમાં પાયલ માટે પ્રેમ જોઈ ચૂકી હોય છે.

મેધા ઊભી થઈને પેલા યુવાન ને કહે છે " હે ઊભા રહો, પાયલ એક નહિ પણ બે મહિના માટે તમારી! પણ તમે આ રીતે ઉદાસ થઈને આ ગલી ન છોડો!" પેલો યુવાન મેધા ની વાત સાંભળી ને રોકાઈ જાય છે પણ ગુડીયા મેધા થી રોષે ભરાઈ જાય છે. પેલો યુવાન આવીને મેધા ના હાથમાં પૈસા મૂકીને પાયલ ના રૂમ તરફ ચાલ્યો જાય છે. તે યુવાન જતાં જતાં ગુડીયા બાનુ ને કહેતો જાય છે કે " યાદ રાખજો પાયલ બે મહિના માટે મારી છે. તો બે મહિના સુધી પાયલ ના રૂમ આગળ કોઈપણ ભટકવું ન જોઈએ નહિ તો ખબર છે ને ગુડીયા બાનુ આ અમિત સિકંજ શું કરી શકે છે! તમને અંદાજો હશે જ ને?" અમિત સામે જોઈને ગુડીયા બાનુ ડરના માર્યું પોતાનું મસ્તક હલાવે છે.

અમિત ના ગયા પછી ગુદીયા બાનુ ઊભા થઈને મેધા ના ગાલ ઉપર તમાચો મારી દે છે. " તને કોને હક આપ્યો મારો બિઝનેસ ખરાબ કરવાનો? અમિત જતો હતો તો એને જવા દેવો હતો તે એને રોક્યો કેમ? એક મહિના ની જગ્યા એ બે મહિના એને કેમ આપ્યા? હજુ તને અહીં આવે પાંચ દિવસ પણ નથી થયા ને તું મારા ધંધા ની અંદર તારી જબાન ચલાવવા લાગી." ત્યારે મેધા રડતાં રડતાં કહે છે કે "મને માફ કરજો ગુડીયા બાનુ પણ અમિત આજનો પહેલો ગરાગ હતો જેને આપણે ક્યારેય પણ નારાજ ન કરી શકીએ! તમારી પાસે તો હજારો છોકરીઓ છે તમે રોજના 30 લાખ કમાઈ લો છો તો આજે એક ગરાગ માટે આપડે આપડા નિયમ ન બદલી શકીએ? આ ગુડીયા શેરી તમે લોકોની સંતુષ્ટિ માટે તો ઊભી કરી છે તો પછી આજે અમિત ને મેં પાછો બોલાવીને શું ગુનો કર્યો? મારે તમારા આ ધંધા માં તમને દુઃખી કરવા નથી કેમકે તમારી અંદર મને મારા કોઈ પોતાની ઝલક દેખાઈ રહી છે."

ક્રમશ......

મેધા ને ગુડીયા બાનુ ની અંદર કોણ દેખાતું હતું? પાયલ કોણ હતી?