Dear pandit - 12 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્યારે પંડિત - 12

આ તરફ ક્યારા અને કુંદન કોલેજ જવા નીચે ઉતર્યા ત્યાં એમની મમ્મી એ ક્યારાને ઉભી રાખી
સંભાળ ક્યારા! અહીંયા આવ
હા મમ્મી.
એને કહે કે આવીને તારા પપ્પાને મળે.
કોને? ક્યારાને આશ્ચર્ય થયું
શું નામ છે એ છોકરાનું?
નામ? ક્યારા હજુ શોકમાં હતી.
ડરીશ નહીં! તારા પપ્પા એ કહ્યું છે કે જો છોકરો સારી ફેમિલીનો છે અને એનું કેરેક્ટર પણ ઠીક છે તો એને કોઈ પ્રોબ્લેમ નથી. હેસિયતમાં થોડું વધારે ઓછું હશે તો ચાલશે. મેં કહ્યું ને ડરીશ નહીં. તને વિશ્ર્વાસ નથી આવતો ને સારું ચાલ તો કોલેજ જા અને જ્યારે વિશ્ર્વાસ આવી જાય ત્યારે કોલ કરી ને કહી દેજે કે તે ક્યારે આવે છે મળવા માટે. ઠીક છે. સાંજના સમયે આવે તો વધારે સારું. હા. એની મમ્મી એ સીધે સીધી વાત કરી એટલે ક્યારા ડરી ગઈ હતી.
કુંદન એનો હાથ પકડી ને કોલેજ લઈ ગઈ.
*
સવાણી સાહેબ મિસ્ટર વ્યાસે આપેલ મેમો વાંચી રહ્યા હતા.
આ બધું શું છે? સવાણી સાહેબે પુછ્યું
આ બધું ખોટું છે સર.
એ છોકરીને બોલવો મિસ્ટર વ્યાસ.
ઉભા રહો સર... કેમ બોલવો છે એ છોકરી ને. કારણકે એ જ વાત આવીને મારા મો પર કહીં દે. મેં માની લીધું છે કે એને કહ્યું હશે અને મેં એ પણ માની લીધું કે એને કહ્યું છે ત્યારે મિસ્ટર વ્યાસે આવીને complain કરી છે. પણ સર હું ખાલી એક વાત પૂછી રહ્યો છું કે જો એ છોકરીનું કહેવું સાચું છે તો મારું કહેવું ખોટું કેમ છે?

મેં મારી આંખોથી જોયું હતું કે તું એની સાથે ગાડીમાં બેસી જઈ રહ્યો હતો. મિસ્ટર વ્યાસ બોલ્યા
તો શું એ હું ખોટો છું એનું સબૂત છે સર. મૃણાલ દલીલ કરતા બોલ્યો
તને ખબર છે તું ક્યાં ઊભો છે? મિસ્ટર વ્યાસ બોલ્યા
આજે જ તો ખબર પડી છે કે હું ક્યાં ઊભો છું. મારી પાસે કહેવા માટે બીજું કઈ નથી. એ સિવાય કે હું ગુનેગાર નથી તો હવે તમે જે સારું લાગે એ સજા મને આપી શકો છો.
હું તારા પપ્પાની બહુ જ ઈજ્જત કરું છું. રોજ મંદિર જાવ છું એમની પાસે. એના કહેવા પર જોબ આપી હતી મેં તને. અને ખબર છે તારી ભલામણ કરતા શું કહ્યું હતું મને.. સવાણી સર બોલતા ગયા.
હા! એને કહ્યું હશે કે મારો છોકરો સારો નથી.. જુગારી છે ચરસ પણ પીતો હશે પણ એમને એ નહીં કહ્યું હોય કે મારો પુત્ર કોઈ છોકરીની ઈજ્જત નથી કરતો. આ સિવાય કોઈ બીજી બુરાઈ નથી મારામાં એટલે જ તો મારા પાપાએ મારા બધા ગુનાઓ માફ કરી દીધા. હું આ નોકરી છોડીને જઈ રહ્યો છું. પહેલીવાર એવું બન્યું છે કે હું ગુનેગાર નથી છત્તાં મને લાગે છે કે હું ગુનેગાર છું. અને હા સર, પપ્પાને મળો ત્યારે મારા આ ગુના વિશે જરૂર બતાવજો. હું પણ જોવા માંગુ છું કે મારા પપ્પાને મારા પર ક્યાં ક્યાં વિશ્ર્વાસ નથી. આટલું કહી કેબીન બહાર નીકળી ગયો. સવાણી સાહેબને થયું કે કંઈક ખોટું થયું છે પણ હવે તે શું કરે તે વિચારી રહ્યા હતા.
મૃણાલ બહાર આવી ટિફિન ઉઠાવી બહાર નીકળી ગયો. મનસ્વી સામે નજર પણ ના કરી. મનસ્વી એને બહાર જતો જોઈ રહી.

રાતે અવની ઘરે પોતાનું કામ કરી રહી હતી. શુભાશિષ એની પાસે આવી બોલ્યા.. સવારની આરતી વખતે જાગી ગયો હતો મૃણાલ.
હા જાગી ગયો હતો.. એના રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં એ નાહી ધોઈને પૂજા કરવા બેસી ગયો હતો.
આ સાંભળી શાંતિ મળી એમને.

મૃણાલ ઓફિસથી સીધો ક્રિકેટના ગ્રાઉંડ પર આવી એક ખૂણાના બાકડા પર જઈ બેસી ગયો. એ વિચારતો હતો કે એની સાથે જ કેમ હમેશાં આવું થાય છે. એ વિચારતો હતો ત્યાં એના મોબાઈલની રીંગ વાગી. જોયું તો અવની હતી કોલ પર.
Hello.
Hello. શું કરે છે? અને કેવી ચાલી રહી છે તારી જોબ?
Good. Very good.
અચ્છા!! ઓફિસમાં સીન મારવા માટે ઇંગ્લિશમાં વાત કરે છે.
હા હા
તું તારા કામ પર ધ્યાન આપ. બાકી ઇંગ્લિશ તો અહીં બહુ બધા લોકોને આવડે છે. અને હા બ્રેક કેટલા વાગે હોય છે?
જમી લઉં છું જ્યારે ભૂખ લાગે ત્યારે.
બે વાગી ગયા છે હજુ ભૂખ નથી લાગી. અવની એ ઘડિયાળમાં જોઈ કહ્યું
બે વાગી ગયા. મૃણાલે આશ્ચર્ય થતાં કહ્યું.
ઠીક છે કે તું કામ બહુ કરે છે પણ તારી તબિયતનું પણ ધ્યાન રાખવું જોઈએ ને!
હા થોડીવારમાં જમી લઈશ. ઠીક છે bye.
મૃણાલને દુઃખ હતું કે તે એની બેન સાથે જૂઠું બોલ્યો હતો. મૃણાલ ક્રિકેટના ગ્રાઉંડ પર બેસી ક્યાંય સુધી બેસી રહ્યો અને પછી ટિફિન ખોલી ખાવા લાગ્યો.
*
આ તરફ ક્યારા અને કુંદન કોલેજ જઈ રહી હતી. આજે ક્યારા ખુદ ડ્રાઇવ કરીને જઈ રહી હતી.
વિચાર્યું કોઈ નામ? રસ્તામાં જતા કુંદને સવાલ કર્યો.
નામ વિચારવાથી શું થશે? ક્યારાએ તોછડાઈ ભર્યા અવાજે કહ્યું આવીને મળશે કોણ?
કોઈના પર આંગળી રાખ તો ખબર પડે ને કે કોની સાથે વાત કરવી છે. ગુસ્સે થઈ જતાં કુંદન બોલી
મોં બંધ રાખ. ક્યારા વાત કરવાના મૂડમાં ના હતી.
મને શું છે? હું નહીં બોલું. પણ મમ્મીને શું કહીશ? એ તો ઘર પહોંચતા જ પૂછશે કે કેટલા વાગે આવશે એ?
જવાબ વિચારી લીધો છે મેં.
શું?
કહીશ કે બહાર ગયો છે અત્યારે. દિલ્લી ગયો છે.
હા, જવાબ તો બહુ સારો છે. પણ પપ્પા આ સાંભળીને જ કહેશે કે ફોન નંબર આપી દે હું વાત કરી લઈશ.
મારું તો મન થાય છે કે દિવાલ જોડે ટક્કર મારી લઉં. ગુસ્સે થઈ જતાં ક્યારા બોલી
દિવાલ જોડે જ ટક્કર મારવી છે તો અમિત ખરાબ છે શું? લગ્ન કરી લે અને સમજી લે કે ટક્કર મારી લીધી.
દિલ્લી નહીં! રશિયા.
રશિયાને રહેવા દે એ તો ખુદ જ બીજી વાતોમાં ફસાયેલું છે. કુંદને વ્યંગ કરતાં કહ્યું
પણ વાત ને સમજ તો ખરી. હું કહીશ કે તે રશિયા ગયો છે. આઠ દસ દિવસમાં આવી જશે. ક્યારા મનને શાંતિ મળે એવી વાત કરી રહી હતી.
અને જો એ આઠ દસ દિવસમાં નાં આવ્યો તો? કુંદને ફરી સવાલ કર્યો.
એટલા ટાઇમમાં તો કોઈ પણ મળી જશે.
અને ઘરે જતા એ પણ પૂછશે કે ડ્રાઇવરને સાથે કેમ ના લઈ ગઈ એનો જવાબ પણ વિચારી રાખજે.
પછી બન્ને કઈ જ બોલ્યા વગર ત્યાંથી પસાર થતા હતા ત્યારે ક્રિકેટના મેદાનમાં મૃણાલને ટિફિન ખોલી જમતા જોઈ ક્યારાએ ગાડી ઉભી રાખી કુંદનને પૂછયું આ તો એ જ છે ને અવનીનો ભાઈ.
કુંદનને ગાડીની બહાર નજર કરીને જોયું. અરે હા! પણ એ અહીં શું કરી રહ્યો છે? આ ટાઇમ પર તો એને ઓફિસ પર હોવું જોઈએ.
કામિનો છે એક નંબરનો! કોઈ બહાનું કાઢી નીકળી ગયો હશે. ક્યારાને મૃણાલ ક્યારે પણ પસંદ ના હતો.
એટલામાં બોલ મૃણાલના ટિફિન પડ્યો.. અને ક્યારા અને કુંદન બન્ને હસી પડ્યા એનો અવાજ સાંભળીને મૃણાલે જોયું તો આ બન્ને બહેનો એને જોઈને હસી રહી હતી. અને બન્ને ત્યાંથી જતી રહી. મૃણાલ ટિફિન પેક કરી ત્યાં બેસી રહ્યો. જો ઘરે જાય તો ખબર પડી જાય કે જોબ છોડી દીધી છે અને એ ફરીથી એના પપ્પાને હર્ટ કરવા માંગતો ના હતો

બન્ને બહેનો ઘરે પહોંચી પોતાના રૂમમાં ઉપર જવા લાગી ત્યાં એની મમ્મી એને જોઈને બોલી કે ડ્રાઇવર ને કેમ જોડે ના લઈ ગઈ હતી.
અરે મને પણ રસ્તામાં જ યાદ આવ્યું કે ડ્રાઇવર તો ઘરે જ ભૂલી ગયા હતા. કઈ જવાબ ના મળતાં આ કહી દીધું. બન્ને દાદરા ચઢી રહી હતી ત્યાં મમ્મી એ ફરીથી પુછ્યું કે એ તો કહ્યું જ નહીં કે ક્યારે આવશે તે?
એ જ્યારે પણ આવશે ત્યારે સાંજ ના ટાઇમ પર આવશે.. પણ બે ત્રણ દિવસ સુધી નહીં આવે.
કેમ નહીં આવે?
આઉટ ઓફ ઈન્ડિયા ગયો છે એટલે.
કઈ જગ્યાએ?
ખબર નહીં ક્યાં? પણ બે ત્રણ ઓપ્શન હતા એની પાસે. પણ પહોંચીને જણાવશે કે કયા દેશમાં છે તે. ક્યારા ફરીથી બે દાદરા ચઢી ગઈ.
ત્યાં ફરીથી એને અટકાવતા બોલી. હા તો કોલમાં જ વાત કરાવી દે. એકવાર તારા પપ્પાને ખાત્રી થઈ જાય ત્યારે શાંતિ થશે. ખબર છે આખી રાત શાંતિથી સૂતા નથી. કરવટ બદલતા જ એની નજર બંધૂક પર પડતી હતી અને ગભરાઈ ને મને કહેતા હતા કે આ બંધૂકને દિવાલ પરથી ઉતરી દે.
હા તો ઉતારી દો ને! ક્યારા બોલી
વાત બંધૂકની નથી... તારા પપ્પા પરેશાન છે. સવારે નાસ્તા પર પણ પૂછી રહ્યા હતા કે નામ શું છે છોકરાનું. હું શું જવાબ આપું તે તો મને પણ નથી જણાવ્યું. અને ખબર નહીં કંઈક બબડી પણ રહ્યા હતા કે જે છોકરાનું મને નામ ખબર નથી એ મારા ઘરનો જમાઈ બનવા જઈ રહ્યો છે.
બે ત્રણ દિવસની જ તો વાત છે મમ્મી પછી બધાને ખબર પડી જશે કે કોણ છે એ? અને ભૂખ મને નથી લાગી તો જમવા માટે ડિસ્ટર્બ ના કરતા પ્લીઝ. ફરીથી જવા લાગી
અરે ઉભી તો રહે... નામ કહી દે ખાલી કહી દે અત્યારે રાતે આવીને પૂછશે તો તુરત જ કહી દઈશ કે અત્યારે નામ સાંભળીને ચલાવી લો બાકી બધું પછી ખબર કરજો. બતાવ શું છે નામ એ છોકરાનું?
મૃણાલ. કુંદન બોલી પડી.


વધુ આવતા અંકે...