સાચું કહી દે અને અમિત સાથે લગ્ન કરી લે.
No way. ક્યારા ગુસ્સે થઈ ગઈ.
તો પછી જુઠ્ઠને ગુરુમાની જે મનમાં આવે તે કરતી જા. કેરેક્ટર વિશે વિચારશે તો જીંદગી ખરાબ થઈ જશે.
થોડું વિચારી ક્યારા બોલી, ટેરેસ પર જઈએ.
ટેરેસ પર શું છે? ખોટું જ બોલવું છે ને! તો અહીંયા બેસીને તૈયારી કર. ખુલ્લેઆમ ફરીશ તો તૈયારી પહેલા જ પકડાઈ જઈશ.
હવે તો જે થશે તે જોયું જશે ક્યારા ઉભી થઈ ટેરેસ જવા લાગી.
અવની મૃણાલના માથામાં તેલ નાખી રહી હતી. ખબર છે પપ્પા આજે કેટલા ખુશ હતા.
હા ખબર છે.
પેલી છોકરી વિશે જણાવને! અવનીએ મોકો જોતા પૂછી લીધું
કોણ?
એ જ જે તને લેટર લખે છે.
આ સાંભળી મૃણાલ ઊભો થયો ત્યાં જ અવની બોલી તું ખાલી નામ અને સરનામું આપ પપ્પા સાથે હું વાત કરી લઈશ.
શું વાત કરીશ?
તો શું મેરેજ નહીં કરે એની સાથે? પપ્પાને કહીશ તો વાત કરશે એના ઘરના લોકો સાથે. અવની હસતાં બોલી.
આ સાંભળીને મૃણાલને હસવું આવી ગયું અને કહ્યું કે પેલા એ છોકરી ને તો પૂછી લે કે તે પ્રેમ કરે છે કે નહીં?
તો શું એ એમ જ શોખથી લેટર લખે છે કે શું? અવનીને વધુ હસવું આવ્યું
સમજી લે શોખથી જ લખે છે. મેરેજ નહીં થઈ શકે તેની સાથે મારા અને હા એક વાત નું promise કર કે હવે આ વિશે તું કઈ વાત નહીં કરે. સમજી લે કે કોઈ એવી છોકરી છે જ નહીં અને ના તો એનું કઈ નામ છે. એ ખાલી એક સપનું છે જેને જોઈને હું ખુશ થઈ જાવ છું. અને જો આ વાત પણ હજમ ના થતી તો પપ્પા ને પૂછી લે કે 'સપનું જોઈને ખુશ થવું એ એમના સિદ્ધાંતની વિરુદ્ધની હોય તો આજ પછી એ પણ છોડી દઈશ' અને હસી ને ત્યાંથી જતો રહ્યો. અને અવની પોતાના ભાઈને જોતી રહી.
*
ક્યારા અને કુંદન ફરીથી ટેરેસ પર જઈ આગળ શું કરવું એનો પ્લાન તૈયાર કરતા હતા.
કોલેજમાં છે કોઈ ફ્રેન્ડ? કુંદને પૂછયું
હું ક્યારે પણ દોસ્ત બનાવું છું? ગુસ્સામાં આવી ક્યારા બોલી
અરે યાર કોઈ ક્લાસ ફેલો જેને confidance માં લઈને હેલ્પ લઈ શકાઈ. હમમમ તો મયુર કેમ....
મમ્મીની ફ્રેન્ડનો છોકરો!
હા!
એ તો તરત જ હા પાડી દેશે!
એ તો જોઈએ છે. કુંદને ચપટી વગાડતાં કહ્યું
પાગલ થઈ ગઈ છે... ઓળખાણમાં કોઈનું નામ લઈશ તો મેરેજ પણ કરવા પડશે. અને ભગવાન બચાવે એ તો અમિત કરતા પણ ખરાબ છે. ક્યારા બોલી
હા પણ અત્યારે દેખાવ ના જો તું.. તારું કામ કઢાવી લે. કુંદન ક્યારાને બે હાથ જોડીને કહેવા લાગી.
અરે દેખાવની વાત કોણ કરે છે. અહીંયા મેં એનું નામ લીધું અને ત્યાં આંટી આવીને ઊભી રહેશે. છોકરો તો કોઈ એવો હોવો જોઈએ જે ચાર મહિના ઝંડાગાડીને ઊભો રહે અને જ્યારે મેરેજનો ટાઇમ આવે ત્યારે મિનિટોમાં ગાયબ થઈ જાય.
હે ભગવાન! વેરી ફિલ્મી. કુંદન બોલી
ફિલ્મી છે તો શું કરું? અમિત સાથે લગ્ન નહીં કરું. નહીં મારું મન નથી માનતું. ખાલી મનની
વાત નથી. અક્કલ પણ એ જ કહે છે કે મક્કમ રહું આ વાત પર.
હા તો પછી ફઈના જેઠનો છોકરો ચિરાગ વિશે શું કહેવું છે તારું? કુંદન એને options બતાવતી હતી.
તું તો પાગલ થઈ ગઈ છે. ફેમિલીમાથી કોઈની વાત ના કર. ક્યારા ચિડાઈ ને બોલી
તો શું કરું. બહાર કોઈ તારા ફ્રેન્ડ નથી, ફેમિલી ફ્રેન્ડમાં તને બધા બોરિંગ લાગે છે. તો પછી નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ નથી બચ્યું! કુંદન બોલી
એ શું કરશે બિચારા?
અમિતના ઘર પર ડ્રોન હૂમલો કરાવશે અને વાત ત્યા જ ખતમ થઈ જશે. આટલું કહી કુંદન ઉભા થઈ નીચે જવા લાગી
તું ક્યાં જાય છે?
અરે! કયા જઈશ. હું તો જોઉં છું કે કોઈ નીચેથી બોલાવવા કેમ ના આવ્યા!
કેમ! બોલવા કેમ આવશે?
ચાલો! એ માટે કે નીચે પપ્પા બોલાવે છે એ માટે.
પપ્પાનું નામ સાંભળતાં ક્યારાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.
*
રોજની જેમ મૃણાલ ટિફિન લઈને ઓફિસ જવા નીકળ્યો ત્યાં રસ્તામાં એને એના ફ્રેન્ડ મળી ગયા.
મૃણાલને ઊભો રાખી કહ્યું અબે સાલે! આ શું સાંભળી રહ્યો છું હું.
જો હું ઓફિસ જવા માટે લેટ થઈ રહ્યો છું.. રાતે મળી શક્યા તો કરીશું વાત. મૃણાલ એ જવાબ આપ્યો.
તું એ બે ટકાની જોબ માટે ફ્રેન્ડ ને છોડી રહ્યો છે?
ના એવું કશું નથી પણ...
અરે એ નહીં મળે કેમ કે એને પંડિતજી ને કસમ લીધી છે કે આપને ના મળે. બોલ આ જ વાત છે ને!
અરે એવું કઈ નહીં.. શું છે ને જોબ કરવા માટે થોડું અલગ દેખાવું જરૂરી છે. મૃણાલએ ગોળ ગોળ જવાબ આપ્યા
મેં તો સાંભળ્યું છે કે તે મેચ રમવાનું પણ છોડી દીધું?
મેચ રમશે પણ જુગાર નહીં રમે.
તો સીધી રીતે બોલ ને કે પપ્પાની વાતમાં આવી ગયો છે તું.
આવી ગયો છું પપ્પાની વાતોમાં. મારી કરતૂત જોઈને એમની આંખોમાં આંસુ આવી ગયા હતા. હું એમના આંસુ નહીં જોઈ શકું. હા, હું ખરાબ છું પણ એટલો ખરાબ પણ નથી કહી ત્યાંથી નીકળી ગયો.
*
સવારના નવ વાગી ગયા હતા અને ક્યારા અને કુંદન આજે એક જ રૂમમાં સૂઈ ગઈ હતી. ક્યારાના મો પર તડકો આવતા એની ઊંઘ ઊડી ગઈ અને ઘડિયાળમાં જોયું તો વાગી ગયા હતા. ક્યારા જલ્દી ઉઠી કુંદનને ઉઠાડી.. જલ્દી તૈયાર થઈ જા કોલેજ જવા માટે લેટ થાય છે. અને ભગવાન તમારો આભાર.
એમાં સારું શું થયું?
અરે આભાર એટલા માટે કે મમ્મીએ સમજાવી દીધું હશે અને પપ્પા એ પણ નિર્ણય કરી લીધો હશે કે ઠીક છે કોઈને પ્રેમ કરે પણ છે તો પછી કરી લઈશું વાત. હું તો કોલેજથી આવી ને બે દીવા કરીશ. અને પ્રાર્થના પણ કરીશ. તું મારું મો શું જુએ છે રૂમમાં જા તારા અને redy થઈ જા જલ્દી. કુંદન ને ધક્કો મારીને પોતાના રૂમમાંથી બહાર નીકાળી પોતે ફ્રેશ થવા લાગી.
ત્યાર જ ક્યારાના કોલની રિંગ વાગી.
Good morning! જુઓ મેં સોરી કહેવા માટે કોલ કર્યો છે તમને. મારી મમ્મી એ કોલ કરીને કહ્યું હું તો સૂન પડી ગયો કે તે આપણાં બન્નેની પરસ્પર વાત છે મળીને solve કરી લઈશ. અમિત એકી શ્વાસે બોલી ગયો.
તમારી મમ્મી ક્યાં છે? ક્યારા એ સવાલ કર્યો
નહીં. કસમથી મમ્મીની પણ કોઈ ભૂલ નહીં. એ તો એમની કોઈ Friend સાથે વાત થઈ તો એમણે સલાહ આપી હતી. અમિત એની માની સાઇડ લેતા બોલ્યો
તમારી મમ્મીની Friend ક્યાં છે?
અરે તમે તો એને જાણતા પણ નથી તો શું કહેશો એમને?
એમને થેન્ક you કહીશ અને તમને પણ thank you. ખબર છે હું ખૂબ જ પરેશાન હતી કે મમ્મી પપ્પા સાથે વાત કેમ કરું? So sweet of you.. ઠીક છે હવે કોલ રાખું છું મને કોલેજ જવામાં મોડું થાય છે. Bye. કહી કોલ મૂકીને redy થવા લાગી.
*
ઓફિસ પહોંચતા મૃણાલ ડેસ્ક પર બેસી મનસ્વીને ગુડ મોર્નિંગ કહે છે પણ મનસ્વી કઈ જવાબ નથી આપતી એ એમના કામમાં વ્યસ્ત હોવાનો ડોળ કરે છે.
તે જુએ છે કે એની ડેસ્ક પર એક મેમો પડ્યો હતો એ વાચી ને એ મનસ્વી સામું જુએ છે તો તે કઈ કહેતી નથી ત્યાં મિસ્ટર વ્યાસ બોલ્યા એ વાંચીને એમાં સિગ્નેચર કર. આ શું લખ્યું છે તમે કે હું મનસ્વીને હેરાન કરું છું, છેડતી કરું છુ.
આ જુએ છે તું! મિસ મનસ્વી એ complain કરી છે તારા પર. એને મનસ્વી સામે જોયું તો એમને કઈ કહ્યું નહીં ને કામમાં બીજી હોવાનો ડોળ કરવા લાગી.
મારી સામું જો ભાઈ! મિસ મનસ્વી એ તો એ પણ કહ્યું કે એને એની ઈજ્જત નો ડર લાગે છે તારાથી. મિસ્ટર વ્યાસ બોલ્યા
મારાથી. મૃણાલ શોક સાથે મનસ્વી સામે જોઈ રહ્યો એને સમજમાં નાં હતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું હતું. કાલ સુધી તો બધું ઠીક હતું પણ અચાનક શું થયું.
અને હજી તો મેં પેલી ગાડી વાળી હરકત વિશે તો મેમોમાં લખ્યું નથી મને તો એ જ દિવસે શક થઈ ગયો હતો કે તારો ઈરાદો ઠીક નથી. બ્રાહ્મણનો છોકરો થઈને આવા ધંધા કરે છે. ત્યાં જ સવાણી સર નો કોલ આવ્યો એ બન્ને ને અંદર જવા કહ્યું.
ચાલો... સવાણી સર બોલાવે છે. અને વાત સંભાળ ત્યાં આવીને ખોટું બોલવાની કોશિશના કરતો. એમ કહી મિસ્ટર વ્યાસ મૃણાલને લઈ ગયા.
વધુ આવતા અંકે...