Dear pandit - 9 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 9

Featured Books
Categories
Share

પ્યારે પંડિત - 9

સવારે ઓફિસ જવા મૃણાલ નીકળી ગયો. કાલે સવારે જ્યાં ક્યારાની કાર સામે આવી ગયો હતો આજે પણ એ જ જગ્યાએ ફરીથી ગાડી સામે આવતા ઊભો રહી ગયો. આજે બન્ને બહેનો સાથે હતી. પોતે ગાડીની પાછળથી ચાલ્યો ગયો.
કેરેક્ટરમાં કેવો પણ હોય પણ જોવામાં બહુ જ હેન્ડસમ છે નહીં ક્યારા. કુંદન એને જોઈને બોલી ઊઠી.

મિસ મનસ્વી ઓફિસમાં એન્ટર થઈ એના ડેસ્ક પર જઈ બેસી ગઈ. એના માથામાં પટ્ટી લગાવેલી હતી એ જોઈ મિસ્ટર વ્યાસ બોલ્યા
અરે! આ માથામાં શું થયું?
વાગ્યું છે.
પણ ચોટ તો દિલમાં વાગી હતી ને તો પટ્ટી માથામાં કેમ લગાવી છે? મિસ્ટર વ્યાસ એની ખેંચાઈ કરતા બોલ્યા
મારું accidents થયું છે સર.
એ તો થવાનું જ હતું. પણ હવે જોઈએ કે એને
ચોટ ક્યાં વાગી છે.
Excuse me sir?
હા, ના તો પ્રેમમાં કોસ્ટિંગ થાય કે બજેટીંગ. અને હવે ખબર પણ ક્યાં પડે ક્યારે કેટલા પૈસા ખર્ચ થઈ જાય. તો દસ હજાર તો લાગ્યા હશે ને?
શું?
હા, ગાડીને ઠીક કરવામાં એટલા તો લાગ્યા જ હશે ને..
ના બસ, બે હજાર ખર્ચ થયો છે.
ઓ હો! તો પહેલી મુલાકાત બે હજારમાં પડી એમ ને.
Good morning.. Good morning sir. કરતો મૃણાલ આવી એની ડેસ્ક પર બેસી ગયો.
Very good morning.. અરે! પણ તને તો ક્યાંય નથી વાગ્યું? અથવા કોઈ આંતરિક ચોટ વાગી છે. મિસ્ટર વ્યાસ છેડતી કરતા બોલ્યા.
એનું ધ્યાન મિસ મનસ્વી પર પડ્યું.. મિસ મનસ્વી આ કઈ રીતે વાગ્યું તમને? વાગી ગયુ?
જી! ગુસ્સામાં મનસ્વી બોલી
પણ એ કઈ રીતે? સાંજ સુધી તો ઠીક હતા તમે!
હા સાંજે જ મારું accident થયો છે.. હું you turn લઈ રહી હતી અને સામેથી આવતી ગાડી એ ટક્કર મારી દીધી. અને પછી તે પોતાનું કામ કરવા લાગી
મૃણાલને યાદ આવ્યું કે તે બધું એટલું જલદી માં થયું કે એનું ધ્યાન પણ ના ગયું કે રાતે એ મનસ્વીને રસ્તા પર એકલી મૂકી ને ભાગી ગયો હતો.
*
ક્યારા અને કુંદન કોલેજથી ઘરે આવી. કુંદનના ફોન પર ક્યારનો કોઈનો કોલ આવી રહ્યો હતો.
તને વારંવાર કોના કોલ આવે છે? દાદર ચઢતાં ક્યારા બોલી
ખબર નથી કોણ છે? કોઈ Unknown નંબર છે. કાપી નાખું છું તો ફરીથી કરે છે. સવારથી કોઈ દસવાર આવી ચૂક્યો છે.
હા, તો વાત કરી લે.. ક્યારા કંટાળી ને બોલી
જો હું વાત કરી લઈશ...
હા તો કરી લે ને! કોઈની insult કરવાનું મન થાય છે? ક્યારા બોલી
કુંદન કોલ રિસીવ કરતા બોલી.. હેલો!
આ ક્યારા ક્યાં છે? કોલ કેમ નથી રિસીવ કરતી? સામેથી અવાજ આવ્યો.
કોણ બોલો છો તમે? કુંદન ગુસ્સામાં બોલી
ભૂલી ગયા ને! અવાજ પણ ના ઓળખી શક્યા?સામેથી અવાજ આવ્યો.
બકવાસ જ કરતા રહેશો કે પછી કોઈ નામ ઠેકાણું પણ કહેશો.
અમિત બોલું છું, કુંદન..
અરે! અમિતભાઈ..
અને આ ક્યારા ક્યાં છે? ક્યારનો કોલ કરું છું ફોન રિસીવ કેમ નથી કરતી.
કોલેજ જાય ત્યારે ફોન silent કરી દે છે. વાત કરવી હોય તો હું કોલ એને આપું.
હા તો કરાવ ને! મને એમ હતું કે મુંબઈ પહોંચીશ તો પહેલો કોલ એનો આવશે.
આ લે ક્યારા! અમિતભાઈનો કોલ છે. હસતાં હસતાં સેલ ફોન ક્યારા ને આપી દીધો અને પોતે રૂમમાં ચાલી ગઈ.
હેલો!
અમિત બોલું છું ક્યારા. જાણે સમય રોકી રાખ્યો હોય એમ અમિત બોલ્યો.
એ ખબર પડી ગઈ છે.
તને મારી યાદ ના આવી? અમિત એક આશિકની જેમ વાત કરી રહ્યો હતો.
અરે! યાદ તો આવી હતી પણ સમજમાં ન હતું આવતું કે પપ્પા સાથે વાત કેમ કરું? ગુસ્સામાં ક્યારા બોલી રહી હતી
વાત? પપ્પા સાથે? શું?
અરે! જ્યારે વાત કરીશ તો મિનિટોમાં તમને ખબર પડી જશે... પહેલો કોલ પપ્પા તમને જ તો કરશે. ક્યારા વ્યંગ કરતાં કહ્યું
અચ્છા!તો એ કહે કે લગ્નની તૈયારી કેવી ચાલે છે? અમિત વાત બદલતા બોલ્યો.
કોના લગ્ન? ક્યારા જાણે સાવ અજાણ જ હોય એમ વર્તી રહી હતી.
હા હા! વેરી funny. અચ્છા જોક હે! અમિત હસતાં બોલ્યો
આ જોક નથી. હું seriously તમને પૂછી રહી છું કે તમે કોના લગ્નની વાત કરો છો?
આપણાં બન્નેના લગ્ન યાર! જો મને બહુ જ ખરાબ લાગે છે આવા સવાલનો જવાબ આપતા.
અચ્છા!!! પેલી પંદર ડીસેમ્બરની તમે તારીખ આપીને ગયા હતા એની વાત કરો છો! ક્યારા ફરીથી અજાણ બનતા બોલી
Again very funny.. મેં પહેલાં કોલ નાં કર્યો એટલે ગુસ્સો આવે છે.. મને એમ કે તમે કોલ કરશો હું વેટ કરી રહ્યો હતો... કે..

જુઓ અમિત! તમને ખોટું જરૂર લાગશે પણ એક વાત સાફ સાફ કહી દઉં છું તમને.. અમિતની વાત કાપતા ગુસ્સામાં બોલવા લાગી, આ લગ્ન નહીં થાય અને જે પંદર ડીસેમ્બરની તમે વાત કરી રહ્યા છો ને એ ક્યારેય આવશે જ નહીં અથવા તો ડીસેમ્બરમાં પંદર તારીખ નહીં આવે.

આટલો બધો ગુસ્સો? અરે બાબા માફ કરી દે. ભૂલ થઈ ગઈ. અમિત ક્યારાને મનાવતા બોલ્યો.
શું ભૂલ થઈ ગઈ? ભૂલ તો મારાથી થઈ ગઈ. મારે તમને અહીંથી ગયા એ પહેલાં કહી દેવાની જરૂર હતી. પણ ઠીક છે અત્યારે વાત કરી જ છે તો કહી દઉં છું કે પેલી ટેરેસ પર જે આપણી બીજી મુલાકાત થઈ હતી તે આપણી છેલ્લી મુલાકાત હતી..
છેલ્લી! અમિત માંડ માંડ બોલી શક્યો
બિલકુલ છેલ્લી કહી કોલ કટ કરી ને કુંદનના રૃમમાં ગઈ.
અમિતે કઈ કહ્યુ? કુંદને ક્યારાના હાવભાવ જોઈને પૂછી લીધું
અરે નહીં! પણ મેં કહી દીધું એને!
શું?
મેં કહી દીધી કે હું લગ્ન નહીં કરી શકું તારી સાથે. અને આ લગ્ન કોઈ પણ કિંમત પર નહીં થાય.
તો હવે આ ભૂલની કિંમત ચુકવવા તૈયાર રહેજે. કુંદને સીધી ભાષામાં જવાબ આપ્યો
શું?


વધુ આવતા અંકે..