મારા દિલ ની નજીક અને મને ગમતા કાવ્યો અસ્પ સમક્ષ મારો કાવ્ય ઝરૂખો ભાગ 18 તરીખે રજુ કરુ છુ... આશા રાખું છું કે આપ સૌને પસંદ આવશે
કાવ્ય 01
શિવરાત્રી આવે દર માસ, મહાશિવરાત્રી આવે વર્ષ માં ઍક વાર, જીવ અને શિવનો યોગ સાધતી
મહારાત્રી એટલે મહાશિવરાત્રી...ભગવાન મહાદેવ ને મહાશિવરાત્રીએ તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...
હર હર મહાદેવ... હર...
ડમ ડમ ડમરૂ વાગે
શિવ, શંભુ, શંકર
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
કૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ
તારી ધુન લાગે...
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ભૂતનાથ, નંદીરાજ, નટરાજ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ભીમનાથ, રુદ્રનાથ ,મહાકાલ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
નીલકંઠ, વિષધારી, ત્રિશૂળધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
આદિનાથ, દીનાનાથ ત્રિલોકનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
ત્રિનેત્રધારી, ત્રિપુરારી, નાગધારી
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
અમરનાથ, કેદારનાથ, સોમનાથ
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
મહેશ્વર, સંગ્મેશ્વર, દક્ષેશ્વર
તારી ધુન લાગે.....
ભોળા તારી ધુન લાગે
ડમ ડમ ડમરૂ વાગે
જટાધારી, ગંગાધર, કૈલાશવાસી
એવાં દેવો ના દેવ મહાદેવ
તમને અમારા દિલ થી પ્રણામ...
બોલો ...હર હર મહાદેવ.... હર...
કાવ્ય 02
નહોતા મોબાઇલ અમારા બાળપણ માં...
નહોતાં મોબાઈલ અમારા બાળપણ માં
નાની નાની યાદો છપાતી હતી
તસવીર બની સીધી દિલ માં
સ્કૂલ જવા નો પહેલો દિવસ યાદ છે
માં એ માથે ટિકો લગાવી મોકલ્યો હતો સ્કૂલે
બપોરે જમવામાં મગ જોડે લાપસી ના
રાંધણ મુકાણાં હતા ચૂલે
નહોતાં સ્કૂલ ફી ના મોટા ખર્ચા
ભણતર ભાર વગર નુ અમે ભણતા
બાળપણ અમારું સૂખે થી જીવતા
પતંગ ઉડાડતા ને લૂંટતા પણ એટલાં
છાપરા નાં પતરા ને નળિયા નાંખવા પડતા નવા
હોળી તો રમતા એવી કે હપ્તાઓ સુધી
કલર નીકળતા રહેતાં શરીરે થી
ગિલ્લી દંડા નારગેલ ને પકડા પકડી
તો છૂટી દડા ની તો વાત ના થાય
કૂલ્ફી ને ગોળા અહહા ...ખાઇ ખાઈ
હોઠ લાલ લાલ લાલી કરી એવા થઈ જતા
નદી તળાવ માં ધુબાકા મારી ન્હાતા
તરસ લાગે વીરડો ખોદી મીઠું પાણી પીતાં
નહોતાં મોટી બ્રાંડ ના ગોગલ્સ જૂતાં કે કપડાં
છતાં છલકાતો અનહદ આનંદ દરેક ના મોઢે
જોવા મળતા દરેક લોકો ટેસ મા
કારણ નહતા કોઈ સાથે રેસ માં
એટલે નહોતાં કોઈ સ્ટ્રેસ માં
આ બધી યાદો છપાણી છે એવી દિલ મા કે
તસવીર બની ઉતરી છે સીધી દિલ માં
દિલ ખોલી બતાવી શકું જો
છૂપાયેલી મારા બાળપણ ની બધી તસવીર
તો ફિક્કા લાગશે તહેવારો ને દિવસો આજના...
સારું છે સેલ્ફી ખેચવા નહોતાં મોબાઈલ
મારા બાળપણ માં નહિતર છપાણી નહોત
બાળપણ ની યાદો તસ્વીર બની મારા દિલ માં....
કાવ્ય 03
આત્મા....
આત્મા છે અજરામર
એતો સમયે સમયે બદલતો રહે આયખા
એતો બદલે નીતનવા માળખા
આત્મા અમર ને નાશવંત છે શરીર
જાણવા છતા મોહ છુંટે નહી શરીર નો
નથી કશું શાશ્વત જાણે અહીં સૌ કોઈ
છતા મોહ માયા અહીં મિથ્યા ની
મૂકી ને જવાનું બધું , નથી આવવાનું કશું સાથે
જાણવા છતા માયા છૂટે નહીં અંતિમ શ્વાસ સુધી
દરેક આત્મા નુ ભાથુ છે કર્મો
કરેલ કર્મો સાથે આવવાના
આત્મા થી પરમાત્મા સુધી ની સફર માં
આત્મા બદલતો રહે સમયે સમયે આયખા
એતો બદલે નીતનવા માળખા. ...
નાશવંત છે શરીર ને અમર છે આત્માં..
બીજાં કોઈ સ્વરૂપે પાછા આવવા ના...
કાવ્ય 04
શા માટે બનાવ્યા અમને ગુલામ...??
તરવા માટે કુદરતે અમને આપ્યા છે
નદી તળાવ ને સાગર
તારી સોનાની જાલ નુ અમારે શું કામ ?
ઉડવા ને છે આકાશ અને ચણવા ને છે ચણ
તારા સોના ના પીંજરા નુ અમારે શું કામ???
ઉપર છે આકાશ નીચે છે ધરતી
જંગલ માં છે મારું રાજ
સર્કસ માં મારું શુ કામ ???
ઘાસ નાં છે લીલા મેદાન ને દોડવા માટે છે મારગ
મારે તારી લગામ નુ શુ કામ ??
પ્રફુલ્લિત ને આનંદિત થવા
ઈશ્વરે આપેલું ઘણુ છે તારી પાસે
આંથી થાય છે ઘણા સવાલ તારા માટે ...
શુ તું શ્રવણ શક્તિ ગુમાવી બેઠો છે ??
નથી અથડાતી અમારી ચિચિયારીઓ
તારા કાન ને ???
શુ તું દ્રષ્ટિ પણ ગુમાવી બેઠો છે???
નથી દેખાતા અમારા આંસુ
તારી આંખો ને??
તું કેમ થયો આટલો નિર્દય
શુ તારા હર્દય ને નથી અનુભવાતી
સંવેદના અમારા આક્રંદ ની ??
ડર તો ખરો થોડો ઉપરવાળા થી
અમે પણ છીએ ઈશ્વરના બાળ
શા માટે બનાવ્યા છે તારા ગુલામ ??
કાવ્ય 05
મીણબત્તી....
નાની એવી હુ મીણબત્તી
મૃદુ મૃદુ સુંદર લાગુ હુ
સૂરજ સામે મારી શું વિસાત
પણ કાળી અંધારી રાતે કામ આવું હુ
દીવાસળી નાં ચુંબન ની રાહ જોઈ
અંધકાર દુર કરવા રહું હંમેશાં તત્પર
ખૂદ સળગી ને અસ્તિત્વ મારું મિટાવુ
હસતાં હસતાં અજવાળું કરતી જાઉં હું
જન્મદિવસ ની કેક ઉપર મારું રાજ
તો કબર ઉપર ફૂલ ની સાથે રહું હું
શાંતિ મોરચા માં રહું સૌના હાથ માં
પ્રકાશી સતાધિશ ને સંદેશો પહોંચાડું હું
પતંગિયા ઊડાઊડ કરે મારી જયોત ઉપર
ન્યોચ્છાવર કરે પ્રેમથી પ્રાણ મારા ઉપર
નાની એવી છું હુ મીણબત્તી
મૃદુ મૃદુ સુંદર લાગુ હુ
કાવ્ય 6
છાંયડો....
ધોમ ધખતા તડકા માં મુશ્કેલી એ
મળ્યું એક ઘટાદાર વૃક્ષ નીચે મળ્યો છાંયડો
તડકા માં તન ને ચડી તમ્મર ને આવ્યા ચક્કર
વૃક્ષ નીચે ઠંડક મળતા મન ને વળી શાતા
વૃક્ષ માંથી ચકલી પોપટ કબૂતર કોયલ
એવાં અનેક પક્ષી ઓના અવાજ સંભળાયા
વૃક્ષ માં અનેક પક્ષી ઓનાં ઘર દેખાયા
જાણે કોંક્રિટ નાં જંગલ માં જીવન દેખાયું
હવે તો શહેરો માં ઓછા જોવા મળે વૃક્ષ
તો છાયડો અને પંખી ઓ ક્યાં દેખાવાના
કુટુમ્બ માં વડિલો છે ઘટાદાર વૃક્ષ જેવા
કરજો જતન એમનું પ્રેમ સીંચી ને
આપશે વડીલો ઠંડો છાયડો વૃક્ષ જેવો
હિરેન વોરા.....
ધન્યવાદ....