Sapna Ni Udaan - 23 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 23

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 23

આપણે આગળ જોયુ કે પ્રિયા અને બીજા ડોક્ટર અનિરુદ્ધ ની વાત સાંભળી જાય છે. અનિરુદ્ધ ને લાગ્યું કે પાછળ કોઈક છે એટલે તે ફર્યો તો પ્રિયા , રોહન અને બીજા ડોક્ટર ઊભા હતા. અને તેની સામે ગુસ્સા ની નજરે જોઈ રહ્યા હતા. અનિરુદ્ધ સમજી ગયો કે મારી વાત આ લોકો સાંભળી ગયા છે. તરત પ્રિયા ગુસ્સા માં બોલી

" હાઉ ડેર યુ ડૉ. અનિરુદ્ધ !! તમે આવું કરી શકો એ મે સપના માં પણ નહોતું વિચાર્યુ. "
રોહન બોલ્યો, " ડોક્ટર તમે તમારા સ્વાર્થ માટે એક નિર્દોષ ની જાન લઇ લીધી. અને તેનો દોષ અમારા પર લગાવ્યો... ?? તમે આ બધું શું કરવા કર્યું?"

આમ બધા એ ડૉ. અનિરુદ્ધ પર પ્રશ્નો વરસાવ્યા. પણ ડૉ. અનિરુદ્ધ એક પણ નો જવાબ આપતા નહોતા. વળી ઉપરથી તેઓ હસી રહ્યા હતા. જાણે તેમને કંઇ ફરક જ પડ્યો ન હોય. આ જોઈ પ્રિયા ગુસ્સામાં બોલી,
" જવાબ આપો ડોક્ટર અનિરુદ્ધ !!! તમે આ બધું શું કરવા કર્યું? જવાબ આપો નહિતર અમે પોલીસ પાસે જઈશું.... "

અનિરુદ્ધ : ઓહ... પોલીસ પાસે ! ચાલો હું પણ તમારી સાથે આવીશ. અને હા તમારી પાસે શું સબૂત છે કે આ બધું મે કર્યું. તમે પોલીસ ને કહેશો તો પણ વાક તો તમારો જ આવશે. કેમ કે બધા જાણે છે કે તમે પરમિશન વગર સર્જરી કરી હતી. એટલે પોલીસ મારા પર નહિ તમારા પર શક કરશે... અને બીજી વાત જો તમે લોકો પોલીસ પાસે ગયા તો તમારા બધા ની ડોક્ટર ની ડીગ્રી જતી રહેશે, કેમ કે તમે જાણતા નથી મારો પાવર, હું શું શું કરી શકું તેનો અંદાજો પણ નથી તમને... અને મારા ખિલાફ કોઈ તમારો વિશ્વાસ નહિ કરે . હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે આ વાત ને ભૂલી જવી છે કે પછી તમારું આખું કરિયર બરબાદ કરી દેવું છે.

પ્રિયા : ધમકી આપી રહ્યા છો અમને!! પણ અમે તમારી ધમકી થી ડરતા નથી.

અનિરુદ્ધ : હા , ઈ તમે જે સમજો એ. અને એક વાત કહી દવ જો તમે આ વાત અહી જ દબાવી દેશો તો તમારી સર્જરી ની વાત પણ હું દબાવી દઈશ. જો તમે બોલ્યા તો આ વાત એવી ફેલાવિશ કે તમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. હવે નક્કી તમારે કરવાનું છે.

આમ કહી તે ત્યાંથી ચાલ્યો જાય છે. પ્રિયા અને બીજા ડોક્ટર પણ ત્યાંથી જતા રહે છે અને પછી શું કરવું એ વિચારે છે. પ્રિયા અને રોહન સિવાય તેના સાથી માં ધ્યાના, જીત , મનહર , પ્રીત, અને રીટા હતા. તે લોકો હવે ચર્ચા કરે છે.

ઘ્યાના : " હવે આપણે શું કરશું? આપણે ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયા છીએ.
જીત : મેં તો નિર્ણય કરી લીધો છે , મારે આ મામલા માં પડવું નથી. આપણે આ વાત ને દબાવી દઈએ એ જ આપણા બધા માટે સારું છે.
પ્રિયા : પણ શું આ ખોટું નથી ? તમને ખબર છે આ મર્ડર છે. અને બીજી વાત પેલી ઝીવા નું શું ? તેનો શું વાક હતો કે તેને આવી સજા મળી? ના હું આ વાત થી સહમત નથી.
મનહર : ના ના કોઈ બીજા માટે હું મારું કરિયર ખતમ ના કરી શકું. કેટલી મહેનત થી આ મુકામ સુધી પહોંચ્યા છીએ. હું પણ જીત ની સાથે છું. આપણે ચૂપ જ રહેવું જોઇએ.
રોહન : પ્રિયા મને પણ એ જ ઠીક લાગે છે. આ અનિરુદ્ધ બહુ ખતરનાક વ્યક્તિ છે. તારે પણ આ વાત માની લેવી જોઈએ. ખબર છે ને તને ગૌતમ અરોરા એ શું કર્યું હતું. હું તને હવે બીજી મુસીબત માં નઈ પાડવા દવ.

પ્રિયા : રોહન ! તું પણ? તમને લોકો ને ઝીવા નો , રાધા માં નો દર્દ કેમ દેખાતો નથી ? હું જો ચૂપ રહી તો આ ગિલ્ટ મને આખી જિંદગી સતાવશે. અને હું આ ગિલ્ટ સાથે જીવી નહિ શકું. મારી આત્મા ને હું શું જવાબ આપીશ ? ના મારે અખિલ દેશમુખ ને ન્યાય અપાવવો છે, મારે ઝીવા ને ન્યાય અપાવવો છે. અને તમે બધા ભૂલી ગયા , ડોક્ટર બનતી વખતે જે કસમો ખવડાવી હતી તે , કે હું ખૂબ શ્રધ્ધા પૂર્વક મારું કર્તવ્ય નીભાવિશ .... હંમેશા સત્ય ના માર્ગે ચાલીશ.. ભૂલી ગયા ?? પણ હું ભૂલી નથી તમે કોઈ મારો સાથ આપો કે ના આપો હું અન્યાય સામે લડીશ..!

પ્રિયા ની વાત કોઈ માનતું નથી તે લોકો પ્રિયા નો સાથ આપવા માટે ના પાડી દે છે. પણ રોહન પ્રિયા ની વાત માની જાય છે. તેણે પ્રિયા ને હંમેશા સાથ આપવાનું વચન આપ્યું હતું. અને એ વચન તેને નિભાવવા નું પણ હતું. અત્યારે તો તે બંને પ્રિયા ના ઘરે જાય છે. તે ઘરે બધાને આ વાત જણાવે છે. બધાને ડૉ . અનિરુદ્ધ પર ખૂબ ગુસ્સો આવે છે. ઝીવા એ સમયે આરામ કરી રહી હતી. તેના પરિવાર માં બીજું કોઈ નહોતું જે અખિલ માટે કેસ લડી શકે. રાધા માં તો મોટી ઉંમરના અને ખૂબ ગરીબ હતા. તે આ કાર્ય કરી શકે તેમ નહોતા. માટે પ્રિયા અને રોહન નક્કી કરે છે કે ભલે જે થાય પણ તે બંને અખિલ ને ન્યાય અપાવીને રહેશે .

પરિવાર ના બધા પ્રિયા ને સાથ આપે છે. તેના માતા પિતા પણ પ્રિયા પર ગર્વ અનુભવે છે. હવે ડૉ. અનિરુદ્ધ પર કેસ કરવા માટે તેમને વકીલ ની જરૂરત હતી. પ્રિયા અને રોહન મહેશ ભાઈ ના એક જાણીતા વકીલ પાસે જાય છે. તે બંને તેને બધી વાત કરે છે. પણ તે અનિરુદ્ધ નું નામ સાંભળી ને કેસ લેવા માટે ના પાડી દે છે. કારણ કે બધા જાણતા હતા કે અનિરુદ્ધ ખૂબ મોટો ડોક્ટર છે તે પૈસા ના પાવર એ કંઈ પણ કરી શકે. અને તેની ઉપર કેસ કરવા માટે તો બધા જ ગભરાતા. આ જ કારણ થી તેના ક્રાઇમ ક્યારેય દુનિયા સામે આવ્યા નહોતા. પણ પ્રિયા આમ ચૂપ બેસી રહે તેમ નહોતી.

તે બંને બીજા ઘણા વકીલ પાસે ગયા પણ કોઈ કેસ લેવા માટે તૈયાર જ નહોતા. હવે તે બંને કરે તો શું કરે? નિરાશ થઈ તેમને ઘરે પાછા આવવું પડ્યું. તે બંને ઘરે આવી બધાને આ બધી વાત કરે છે. આ સાંભળી બધા ટેન્શન માં આવી જાય છે. આ સમયે રોહન ની નજર ન્યૂઝ પેપર પર જાય છે. તેમાં એક વકીલે જાહેરાત આપી હતી. તે આ શહેર માં નવો જ હતો. અને તેને પોતાની નવી ઓફિસ ખોલી હતી. રોહન એ તરત આ જાહેરાત બધાને વંચાવી. બધા ના ચહેરા પર થોડો સંતોષ આવ્યો. પ્રિયા અને રોહન થોડોક પણ સમય વેડફ્યા વગર તેમની પાસે ગયા. અને તેમને બધી વાત કરી. તે વકીલ નવો હતો એટલે તે અનિરુદ્ધ વિશે બહુ જાણતો નહોતો. એટલે તે કેસ લેવા માટે તૈયાર થઈ જાય છે. અને તેના ઉપર દર્દી ને ખોટી રીતે મારવાનો કેસ દર્જ કરે છે.

સવાર પડતાં જ બધી ન્યૂઝ ચેનલો માં આ ખબર બતાવવામાં આવી રહી હતી. અનિરુદ્ધ તો આ વાત થી અજાણ પોતાની ધૂન માં જ ફરી રહ્યો હતો. આ સમયે ડૉ . મિલન નો તેમના પર ફોન આવે છે , તે તેને ટીવી શરૂ કરી સમાચાર જોવા કહે છે. અનિરુદ્ધ તરત જ ટીવી શરૂ કરી ને સમાચાર લગાવે છે તે ખબર સાંભળી ને ચોંકી જાય છે તેમાં બતાવતા હતા કે , " ગુજરાત ના પ્રખ્યાત હાર્ટ સર્જન ડો. અનિરુદ્ધ પર તેમની જ હોસ્પિટલ ના બે ડોક્ટર એ એક દર્દી ને ખોટી રીતે જાન થી મારી નાંખવાનો આરોપ લગાવ્યો છે. અને તેમના ખિલાફ કોર્ટ માં કેસ કર્યો છે. આ જોઈ તેને ખુબ ગુસ્સો આવ્યો તેને ટીવી બંધ કરી રિમોટ નો ઘા કરી દિધો. તે ગુસ્સામાં બોલ્યો,
" ડૉ. પ્રિયા આનું પરિણામ તારે ભોગવવું પડશે. તે મારી રેપ્યુટેશન ખરાબ કરી છે. હું તારું કરિયર ખતમ ન કરી દવ તો હું પણ ડૉ. અનિરુદ્ધ નહિ.'

બીજી બાજુ અમિત અને તેની સાથે ના ડોક્ટર આજે ત્યાં પાસ ના એક શહેર એ ગયા હતા. તે લોકો ખાસ તો પોતાના પરિવાર સાથે વાત કરી શકે એ હેતુ એ થી ત્યાં ગયા હતા. તે લોકો ત્યાં પહોંચી એક નાની હોટેલ પર ચા નાસ્તો કરવા જાય છે. ત્યાં ટીવી શરૂ હતું. અચાનક ત્યાંનો માલિક સમાચાર ની ચેનલ લગાવે છે. તેમાં કહિ રહ્યા હતા કે ડૉ. પ્રિયા અને ડૉ. રોહન એ ડૉ. અનિરુદ્ધ પર કેસ કર્યો છે. અમિત અને બીજા સાથી તેમનું નામ સાંભળી ચોંકી જાય છે. તેઓ તરત ટીવી માં ન્યુઝ ધ્યાન થી સાંભળે છે. અમિત ને આ વાત ની જાણ થતાં તે તરત પ્રિયા ને ફોન લગાડે છે.

પ્રિયા ફોન ઉપાડે છે ,
પ્રિયા : અરે ! ડૉ. અમિત તમે કેવી રીતે કોલ કર્યો ત્યાં તો નેટવર્ક નથી ને!
અમિત : હા હું નજીક માં શહેર માં આવ્યો હતો. પણ હું આ સમાચાર માં શું જોવ છું? તમે કેસ કર્યો છે ? મારી ગેરહાજરી માં ત્યાં શું થયું છે મને જલ્દી કહો!
આ સાંભળી પ્રિયા ના આંખ માંથી આંસુ વહેવા લાગે છે. તે ડુસકા ભરી રડવા લાગે છે. આ સાંભળી અમિત ગુસ્સે થઈ જાય છે અને બોલે છે,
" પ્રિયા તમે રડજો પછી પહેલા મને જણાવો ત્યાં શું થયું છે? "
પ્રિયા અમિત નો ગુસ્સો જોઈ એકદમ રડતી બંધ થઇ ગઇ. તેણે થોડાક ડુસકા ભરતા ભરતા અમિત ને બધી વાત જણાવી. અમિત ને ડૉ. અનિરુદ્ધ પર ખૂબ ગુસ્સો આવ્યો. અને સાથે સાથે પોતાના પર પણ કેમ કે તે આવા મુશ્કેલ સમય માં પ્રિયા સાથે રહી શક્યો નહીં.

અમિત : આ અનિરુદ્ધ ને તો હું નહિ છોડુ. હું અત્યારે જ ત્યાં આવવા નીકળું છું.
પ્રિયા : ડૉ . અમિત પ્લીઝ શાંત થાવ. આટલા ગુસ્સા માં તમે કંઇ નિર્ણય ના લ્યો. ત્યાં તમારી જરૂરિયાત છે.
અમિત : ના પ્રિયા , પહેલાં એકવાર મારી ભૂલ ના લીધે હું તમને ખોતા ખોતા બચી ગયો છું. પણ હવે હું બીજી વાર આ ભૂલ નહિ કરું. અને સોરી મે તમારા પર ગુસ્સો કર્યો. પણ તમારા પર કોઈ મુસીબત આવે તો હું ખુદ ને સંભાળી નથી શકતો. હું ત્યાં આવું જ છું એ પાક્કું છે તમે મને હવે ના રોકતાં.

પ્રિયા : ok

આમ કહી અમિત ત્યાંથી પ્રિયા પાસે આવવા નીકળી જાય છે. તો આગળ જોઇએ છીએ કે આ કેસ હવે આગળ કેવું સ્વરૂપ લે છે. તો જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '
😇 🙏 ' ધન્યવાદ '🙏😊


To Be Continue....