પાર્ટ ૯
આગળ આપણે જોયું કે અભયસિંહ ને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે છે..હવે આગળ...
અભયસિંહ:-હેલો સબ ઇન્સ્પેક્ટર અભયસિંહ સ્પીકિંગ" હુ આર યું?
અજાણી વ્યક્તિ:- સાબ ! મેરા નામ સમશેર હે, યે જો આપને ન્યૂઝ ચેનલ મે ફોટું દિખાઈ હે ના સાબ ઉસમે સે એક બંદા કલ કો મેરે ટ્રકમે ચઢા થા સાહબ...
અભયસિંહ:- ક્યાં ટ્રક મે? કોન સા બંદા ચડાથા તુમારે ટ્રક મે?
સમશેર:- જી સાબ વો નીલેશ નામ કા જો બંદા ન્યુઝ ચેનલ મે દિખાતે હે ના વહી બંદે ને કલ સુબહ કો મારે સે લિફ્ટ લી થી..
અભયસિંહ:- અચ્છા! તો કહા છોડા ઉસ બંદે કો?
સમશેર :- જી સાહબ ઉસકો તો મેને જયપુર મે છોડાં થા સાહેબજી...
અભયસિંહ:- ઓહ અચ્છા! ઓર વો દૂસરા બંદા નહિ થા ક્યાં ઉસકે સાથ?
સમશેર :- જી નહિ સાહેબ! ઉસ દૂસરે બંદે કો તો મેને નહિ દેખા..
અભયસિંહ:- ઠીક હૈ એક કામ કરો તુમ ઇધર પુલિસ સ્ટેશન મે આ જાવ તુમારા બયાન લેના પડેગા..
સમશેર :- ક્યાં સાહબ ઉધર પુલિસ સ્ટેશન આના પડેગા! નહિ નહિ સાબ મે રહા ગરીબ આદમી ટ્રક ચલાકે અપના ઓર અપને પરિવાર કા પેટ ભરતા સાબ મેરેકો ક્યું બિચમે ફસાતે હો સાબ...
અભયસિંહ:- દેખો અગર તુમ પુલિસ સ્ટેશન નહિ આયે તો જરૂર મે તુમે ફસાદુગા ઇસ લીયે જલ્દી સે પોલિસ સ્ટેશન આ જાઓ. ઓર ગભરા ને કી જરૂરત નહીં હૈ તુમને કાનૂની મદદ કી હૈ. તુમારી હિફાજત કરના અબ હમારા કામ હૈ..
સમશેર :- જી સાહેબ અભી તો મે જયપુર મે હિ હું. તુરંત મે આબુ આને કે લિયે નીકલતા હું..
અભયસિંહ:- દેખો કોઈ ચાલાકી મત કરના. આબુ આ કર તું સીધા પોલીસ સ્ટેશન હિ આવોગે..
સમશેર :- જી સાહેબ મે અભી નીકલતા હું....
સમશેરનો ફોન મુકતા જ અભયસિંહ ને કઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા જોતા જ સુરેશ અભયસિંહ ને પૂછે છે કે" શું થયું સર કોનો ફોન હતો?
અભયસિંહ:- એક મિનિટ સુરેશ! હમમ મિસ નીતા આપ અત્યારે જઈ શકો છો. પરંતુ તમારે આબુ છોડીને નથી જવાનું જરૂર પડશે તો હું તમને ફરી બોલાવીશ..
નીતા:- જી સર..
(ત્યારબાદ નીતા અને રોશનીના માતાપિતા આબુમાં આવેલી એક ગેસ્ટ હાઉસમાં જાય છે)...
અભયસિંહ:- હા તો સુરેશ કોઈ સમશેર કરીને અજાણી વ્યક્તિ નો ફોન હતો. તેણે કહ્યું કે તે પોતે એક ટ્રક ડ્રાઇવર છે અને કાલે સવારે નિલેશ ને તેને જયપુર સુધી લિફ્ટ દીધી હતી....
સુરેશ:- ઓહ! મતલબ નીલેશ જયપુરમાં છુપાઇ ને બેઠો છે!..
અભયસિંહ:- ના સુરેશ હોય શકે કે નીલેશ જયપુરમાં ઉતરી ને ત્યાંથી તેના ગામ ભોજપુરમાં જઈને ક્યાંક છુપાઇ ને બેઠો હોય..
સુરેશ:- હોય શકે સર પણ ભોજપુર ખૂબ નાનું ગામ છે. જો નીલેશ ત્યાં છુપાઇ ને બેઠો હોય તો અત્યાર સુધીમાં ત્યાં ની પોલીસે તેને પકડી પાડયો હોય..
અભયસિંહ:- હમમ! યુ આર રાઇટ! પણ જયપુર ઘણું મોટું સિટી છે. આવડા મોટા સિટીમાં ક્યાં જઈ ને બેઠો હશે એ હારામી...
સુરેશ:- સર તેનું મોબાઈલ લોકેશન પણ ટ્રેસ નથી થતું. જો એક વાર પણ એ મોબાઈલ ઓન કરી દે તો કદાચ તેનું પરફેક્ટ લોકેશન મળી જાય..
અભયસિંહ:- હમમ! ચાલો આપણને કઈક તો જાણકારી મળી કે નીલેશ નક્કી જયપુરમાં છુપાઇ ને બેઠો છે. પરંતુ આ પ્રવીણ ના તો કોઈ સમાચાર નથી તેને કોઈ પણ કિંમતે ગોતવો જ પડશે. કોણ જાણે તેને આસમાન ખાઈ ગયું કે જમીન ગળી ગયું..
સુરેશ:- રાઇટ સર! પણ જો એક વાર નીલેશ હાથ લાગી જાય તો તેના દ્વારા પ્રવીણ સુધી પહોંચી શકાશે. ને સર જયપુરની પોલિસ પણ આ બંનેને ગોતી રહી છે. ને આમ ક્યાં સુધી એ લોકો છુપાઇ ને બેસી રહેશે..
અભયસિંહ:- હા સુરેશ! ક્યારેક તો એ લોકો ને બહાર આવું જ પડશે. સુરેશ એક કામ કર જયપુરની તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં નીલેશનો ફોટો મોકલી આપ કદાચ કોઈ હોટેલ કે ગેસ્ટ હાઉસમાં છૂપાયો હોય. અને જો કોઈના ઘરમાં ક્યાંય બીજે છૂપાયો હોય તો માણસને ભૂખ તો લાગે જ ને હોય શકે કે કોઈ રેસ્ટોરન્ટ માંથી જમવાનું મંગાવતો હોય કે પછી ત્યાં જઈ ને જમતો હોય તો પણ કોઈએ જોયો હોય. જયપુરમાં પણ કોઈએ તો એને જોયો જ હશે ને...
સુરેશ:- હા સર હું હમણાં જ જયપુર પોલિસને નીલેશ ચૌધરી નો ફોટો મોકલી આપુ છું જેથી ત્યાંની પોલિસ ટીમને નિલેશને દરેકે દરેક હોટેલ, ગેસ્ટ હાઉસ કે રેસ્ટોરન્ટ માંથી ગોતી કાઢશે..
અભયસિંહ:- ઓકે તો હવે હું આપણી ટીમને લઈને હોટેલ હિલ્લોક પહોંચું છું ને ફરી આખી હોટેલમાં ઇન્વેસ્ટિગેશન કરું છું. એ પહેલા મારે હોટેલ ના મેનેજર રાજકુંવર પાસેથી હોટેલ નો નકશો તૈયાર કરવો પડશે. હોય શકે કે હોટેલમાં કોઈ ખુફિયા રૂમ કે દરવાજો મળી આવે ..
સુરેશ:- હા ને હોય શકે કે પ્રવીણ હજી પણ હોટેલમાં જ છૂપાઈને બેઠો હોય. પરંતુ સર અગર એવું હોય તો નક્કી હોટેલની કોઈ એવી વ્યક્તિ પણ આમાં ભળેલી હોય જેને આ બધા ખુફિયા રસ્તા કે રૂમની ખબર હોય..
અભયસિંહ:- યુ આર રાઇટ સુરેશ! ને જો કોઈ આવા ખુફિયા રસ્તા કે રૂમ હોય તો પછી નીલેશ કરતાં કોઈ એવી વ્યક્તિ ને ખબર હોવી જોઈએ જેને આવા રૂમ કે રસ્તાની જરૂર પડતી હોય..
સુરેશ:- હા સર એના માટે હોટેલના માલિક મુકેશ હરજાણી ને જ મળવું પડે.
અભયસિંહ:- હા રાઇટ! પણ સુરેશ મુકેશ હરજાણી પ્રવિણની મદદ શા માટે કરે? એમાં એને શું ફાયદો? ઉલ્ટાનું આ મર્ડર કેસથી તો મુકેશ હરજાણી ને ભારે નુકશાન થઈ શકે છે તેના હોટેલની બદનામી થઈ રહી છે. આ મર્ડર કેસથી. નક્કી હોટેલના સ્ટાફમાંથી જ કોઈ ગદ્દાર હોવું જોઈએ. ઓકે તો સુરેશ તું જયપુર પોલિસ ને નીલેશની જાણ કર હું રાજકુંવરની મદદથી હોટેલના દરેક રૂમ અને જો કોઈ ખુફિયા રસ્તા કે રૂમ હોય તો ચક્કાસુ છું...
સુરેશ:- ઓહ કે સર! Done
સુરેશ અભયસિંહ ને salute કરીને જયપુર પોલીસને નિલેશ વિશે જાણ કરવા માટે કેબિનમાંથી બહાર નીકળી જાય છે. સુરેશના જતાની સાથે જ અભયસિંહ હોટેલના મેનેજર રાજકુંવરને ફોન લગાવે છે.
હોટલ મેનેજર રાજકુંવર અભયસિંહ નો ફોન ઉપાડતા જ " હા અભયસિંહ તમારા કહેવા પ્રમાણે મેં આખી હોટેલ ખાલી કરાવી દીધી છે. હોટલમાં રહેવા આવેલા દરેક પ્રવાસીઓની જાણકારી પણ લઈ લીધી છે.. હવે હોટલમાં સ્ટાફ સિવાય કોઈ નથી.
અભયસિંહ:- ઓહો કે ગૂડ! હવે સાંભળ કુંવર મારે તને એ પૂછવું હતું કે શું હોટેલમાં કોઈ ખુફિયા રસ્તા કે પછી કોઈ રૂમ છે?..
રાજકુંવર:- જી હા સર! હોટેલમાં કિચન ની નીચે એક ભોંયરું છે. કિચન માં વપરાતો બારેમાસ નો અનાજ ત્યાં ભરેલું હોય છે અને એ જ ભોંયરામાંથી જ એક દરવાજો નીકળે છે જે એક ખુફિયા રૂમ સુધી પહોંચે છે. જેનો યુઝ ફક્ત હોટેલના માલિક મુકેશ હરજાણી જ કરી શકે છે. અને એ રૂમની ચાવી પણ હોટેલના માલિક પાસે જ હોય છે..
અભયસિંહ:- ઓહ! તો શું આ રૂમની જાણ હોટેલના દરેક સ્ટાફ ને હોય છે.
રાજકુંવર:- જી ના સર! આ રૂમની જાણ માલિક સિવાય મને અને ફક્ત હોટેલના માલિક ના અંગત લોકોને જ ખબર હોય છે..
અભયસિંહ:- ઓહ! અચ્છા તો કુંવર હું હમણાં જ મારી ટીમને લઈને ત્યાં હોટેલ આવું છું. અને મારે એ રૂમ તપાસવો છે તો મી. મુકેશ હરજાણી ને પણ ત્યાં હોટેલ બોલાવી લે એ રૂમની ચાવી સાથે. અને હોટેલના સ્ટાફના દરેક માણસ મને ત્યાં હાજર જોઈએ..
રાજકુંવર:- જી સર! પણ કવિતા અત્યારે અચાનક તેની માતાની તબિયત બગડી હોવાથી ઘરે જવા નીકળી ગઈ છે ..
અભયસિંહ:- શું મારી પરમિશન વગર તે એને જવા કેમ લીધી?...
રાજકુંવર:- સોરી સર પણ તેની માતાની હાલત ખુબ ગંભીર છે એટલે મારે તેને રજા આપવી પડી..
અભયસિંહ:- અચ્છા ઓકે તો હું હમણાં આવું છું ત્યાં પછી રૂબરૂ વાત કરીએ...
રાજકુંવર:- ઓહકે સર...
ક્રમશ...