Punjabi Kulfi in Gujarati Short Stories by Bakul books and stories PDF | પંજાબી કુલ્ફી

The Author
Featured Books
Categories
Share

પંજાબી કુલ્ફી

કહું છું....સાંભળો છો...?"
સવાર માં બહાર હિંચકે બેસી છાપું વાંચતા રાહુલ ને ટિફિન તૈયાર કરતી સૌમ્યા એ રસોડા માં થી ટહુકો કર્યોં....

રાહુલે છાપા માં થી માથુ ઉંચું કર્યા વિના જ કીધું..
"હમ્મ"...


સૌમ્યા ને લાગ્યું રાહુલ ને મારી વાત માં રસ નથી એટલે એ બહાર આવી બોલી..
"આ સન્ડે આપણે ગાંધીનગર ફરવા જઈશું ને મારાં ફોઈ ત્યાં રહે છે, પણ આ લોકડાઉન પછી ગયાં જ નથી તો એમને ત્યાં પણ જતા આવીશું...."

રાહુલ સૌમ્યા ની સામું જોઈ રહ્યો...
"શું તું તો દર રવિવારે કંઈક નું કંઈક બહાર જવા નું ગોઠવી જ કાઢે છે સૌમ્યા.... માંડ અઠવાડિયે એક રજા આવતી હોય. એક તો છ દિવસ દોડ ધામ કરી કરી ને કંટાળ્યો હોઉં ને રજા ના દિવસે ખાઈ પી આરામ કરવાનો હોય એના બદલે...??"
રાહુલ નો આવો જવાબ સાંભળી સૌમ્યા નું ગોરું મોં રીસ થી લાલ થઇ ગયું. મોં ફુલાવી એ રસોડામાં જતી રહી....
રાહુલ અને સૌમ્યા નાં લગ્ન બે વર્ષ પહેલા જ થયેલા હતા. ઊંચી, ગોરી, દેખાવડી અને આકર્ષક વળાંકો ભરી દેહયષ્ટિ ધરાવતી યૌવના એવી ભણેલી ગણેલી સૌમ્યા નાં લગ્ન
મધ્યમ વર્ગ નાં યુવાન અને બેંક ઓફિસર એવા રાહુલ સાથે સમાજ નાં રીતિ રિવાજ પ્રમાણે થયાં હતા. રાહુલ બહુ હૅન્ડસમ કહી શકાય એવો નહિ પણ એવરેજ લૂક ધરાવતો શરીરે થોડોક ભારે એવો ઠીક ઠીક દેખાતો. તો સૌમ્યા સૌંદર્ય ની મૂર્તિ હતી. કોઈ પણ કપડાં પહેરતી તો એને સારા જ લાગતા. ઇન્ડિયન, વેસ્ટર્ન બધા માં એ ખીલી જતી.
રાહુલ નો સ્વભાવ એવો કે સૌમ્યા કંઈક કહે એટલે પહેલા તો સીધી નાં જ પાડી દેવાની. પણ પછી સમય આવ્યે એ સૌમ્યા નું મન રાખવા એ સૌમ્યા એ કીધેલું કરતો પણ ખરો. એમ થતું કે આખો દિવસ ઘર માં રહી કંટાળેલી સૌમ્યા ક્યારેક બહાર ફરવા જવા કહે તો જવું જ જોઈએ. એટલે કમને પણ બંને ફરવા જતા..
સન્ડે આવ્યો અને સવારે બહાર હિંચકે છાપું વાંચતા ચા ની ચુસ્કી ભરી રાહુલે ઘર માં કામ કરતી સૌમ્યા ને કીધું..
"સોમુ ચાલ ફ્રી થઇ તૈયાર થઇ જા આપણે ગાંધીનગર ફરવા જઈએ.."
અંદર થી કોઈ જવાબ નાં આવ્યો... રાહુલે માંડ મનાવી.. સૌમ્યા ની રીસ તો હજી ઉતરી જ નહોતી પણ ફોઈ ને ઘેર જવું હતું એટલે સૌમ્યા તૈયાર થઇ... ક્રીમ કલર ની લોન્ગ કુર્તી ને વહાઈટ લેગિન્ગ્સ માં સજ્જ સૌમ્યા અત્યંત ખુબસુરત લાગી રહી હતી. આછા સોનેરી સ્ટ્રેઇટ સિલ્કી લાંબા વાળ અને લંબગોળ નમણો ગોરો ચહેરો એવી રૂપગર્વિતા સૌમ્યા નાં નમણા કાંડા પર કિંમતી ગોલ્ડન વૉચ શોભી રહી હતી.. રાહુલતો આ સૌંદર્ય ની પ્રતિમા ને જોઈ જ રહ્યો..પેન્ટ શર્ટ પહેરી તૈયાર થઇ ઉભેલા રાહુલ ને સૌમ્યા એ કહ્યું...
"ચાલો"...
રાહુલે ગાડી કાઢી.. બંને ગાંધીનગર ગયાં ફર્યા....ફોઈ ને ત્યાં જમ્યા.. સૌમ્યા ને જોઈ ફોઈ રાજી રાજી થઇ ગયાં..સૌમ્યા ને પણ ગમ્યું..મલ્ટીપ્લેક્સ માં મુવી જોયું અને ઘેર જતા રસ્તા માં "અમુલ કાફે" આવ્યું.. રાહુલે કીધું..
"ચાલો આઈસ્ક્રીમ ખાઈએ " એમ કહી રાહુલે કાફે તરફ ગાડી વાળી.. સૌમ્યા એ કોઈ પ્રતિભાવ નાં આપ્યો.. બંને કાઉન્ટર તરફ ગયાં. સૌમ્યા એ મેનુકાર્ડ જોયું. બહુ મથામણ ને અંતે બંને એ પોતાની ચોઈસ નો આઈસ્ક્રીમ પસંદ કર્યોં. રાહુલે "રોલકટ" તો સૌમ્યા એ "પંજાબી કુલ્ફી" મંગાવી.. આઈસ્ક્રીમ ની ચોઈસ પણ બંને નાં વ્યક્તિત્વ મુજબ ની જ હતી.. સૌમ્યા પંજાબી કુડી જેવી તો રાહુલ રોલગોલ... રોલકટ તો આવી ગયો પણ.. કાઉન્ટર પર નાં માણસે કહ્યું...
"મેડમ પંજાબી કુલ્ફી નથી પણ કાઠિયાવાડી કુલ્ફી છે આપું?"
એ જોઈ રાહુલ ને હસવું આવ્યું.સૌમ્યા એ મોં મચકોડી હા કહી.. હવે સૌમ્યા ની રીસ વધી.. બંને ખૂણા માં ઉભા રહી આઈસ્ક્રીમ ખાતા હતા .. રાહુલ કહે ...
"તારી કુલ્ફી માં થી એક બાઈટ આપ ને"
સૌમ્યા એ સહેજ દૂર ખસતા કહ્યું...
"નો... નહિ આપું...."
રાહુલ કહે.... "લે રોલકટ ખાવો હોય તો"
સૌમ્યા કહે.. " નાં નથી ખાવો "...
સૌમ્યા એ કુલ્ફી જલ્દી ખાઈ લીધી અને એ કાઉન્ટર પર જઈ ને ચોકલેટ આઈસ્ક્રીમ લઇ આવી ને એકલી ચૂપચાપ ખાવા લાગી.. પણ રાહુલ ને ઓફર નાં કરી... રાહુલ કહે..
"બહુ ભારે રીસ તારી હો સૌમ્યા... દેવી જી હવે ખમૈયા કરો 🙏"
સૌમ્યા નીચું જોઈ ને મુસ્કુરાઈ ગઈ.. અને બંને ગાડી માં ગોઠવાઈ ગયાં ને રાહુલે ગાડી ઘર તરફ મારી મૂકી...

-બકુલ ની કલમે...✍️
વાર્તા..પંજાબી કુલ્ફી
13-03-2021
05.43