WHO WAS KILLER?? - 4 in Gujarati Detective stories by Kuraso books and stories PDF | કાતિલ કોણ?? - 4

The Author
Featured Books
Categories
Share

કાતિલ કોણ?? - 4

મારા હાથ માં ગોળી લાગી હતી અને આંખ બંધ થવા આવી હતી મને એ બંનેના આભાસી ચહેરા દેખાતા હતા ......
જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલ માં હતો મારી પાસે વૃંદા અને એક મોટી મૂછ વાળા દાદા બેઠાં હતાં.
ડોક્ટર આવ્યા અને વૃંદા ને કહેવા લાગ્યા ,હવે સર normal છે મે કહ્યું મને હોસ્પિટલ કોણ લાવ્યું એટલે વૃંદા એ કહ્યું આ દાદા તમને અહી લાવ્યા અને તેમણે જ મને તમારી ખબર આપી..એટલે મે એ દાદા ને કહ્યું ,"દાદા તમારો ખૂબ ખૂબ આભાર...તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે એટલે તેમણે કહ્યું,સર તમે અહીંથી ક્યાંક ચાલ્યા જાવ નહિતર તમે બને એના હાથે ચડસો તો તે તમને બનેને મારી નાખશે .....(દાદા અમારી ભાષા જાણતા હતા પણ ખૂબ પરેશાન દેખાતા હતા) વૃંદા એ પૂછ્યું કોણ છે જે અમને મારી નાખવા માંગે છે..અમને તેના વિશે કહો..દાદા હજી બોલવા જતા હતા કે અચાનક ગાડી નો અવાજ આવ્યો મે બારી બહાર જોયું તો 10-12 માણસો પિસ્તોલ અને ચાકા સાથે ગાડીમાંથી ઉતરી હોસ્પિટલ તરફ આવવાં લાગ્યાં હતાં દાદા કહેવા લાગ્યાં સર તમે ફટાફટ અહીંથી ભાગો....પણ પોલીસ થઈને હું કેમ ભાગુ એટલે તરત જ વૃંદા બોલી સર પ્લીઝ તમે બીજું ના વિચારો "સિંહ એક કદમ પાછળ હટે તો જ તે બે કદમ આગળ શિકાર ને પકડી શકે" ચાલો ફટાફટ
મને તો કંઈ સૂઝ્યું નહિ વૃંદા ફટાફટ પાછળના દરવાજેથી મને પકડી ત્યાંથી ભાગી ગુંડા અમારી પાછળ જ હતા ફટાફટ અમે જીપમાં બેસી ને ત્યાંથી ભાગ્યા અમે એક મોલમાં ગયા અને કપડાં પણ બીજા ખરીદીને પહેર્યાં ,મે કહ્યું આ વાતની જાણ આપણે સરને કરી દેવી જોઈએ એટલે વૃંદાએ કહ્યું એની વાત તો મે સરને કરી દીધી પણ સરે કહ્યું આ માટે વધારે પોલીસ ઓફિસર હું અરેંજ કરી શકું તેમ નથી તમે પાછાં આવી જાવ અને એમ કહી ફોન કાપી નાખ્યો
મે કહ્યું કે આ મડર કેસ ની પાછળ નક્કી કંઇક રહસ્ય લાગે છે !! આની પાછળ કોઈક મોટી વ્યક્તિનો હાથ લાગે છે અને આ કેસને આગળ ન વધારીએ એટલા માટે આપણી પર હમલા થાય છે ....
મે કહ્યું ,આપણે એ બને શખસો ને પકડવા જોઇયે આ માટે આપણે એક જાલ બિછાવ્યે હું ફરીથી તે જ રસ્તા પર જાવ અને તું સામેના બસ સ્ટેશને થોભજે તને જેવો શક જાય કે તરત જ તું પગ માં શૂટ કરજે કેમ કે આપણે તે વ્યક્તિ જીવતો જોઈ છે ... યાદ રાખજે... ગમેતેવી... સિચૂયેસન ...આવે પણ ...તે વ્યક્તિને આજે પકડવો જ પડશે ...
અને બન્યું પણ એવું જ અમારો પ્લાન કામ કરી ગયો તેના પગમાં ગોળી મારી હોવાથી તે હાલી શકે તેમ ન હતો
પણ પોલીસ ત્યાંની પાછળ પડી ગઈ હતી અમે ગમે તેમ કરી ત્યાંથી ભાગી એક ગુપ્ત સ્થળ પર પહોંચ્યા
તે આમતો કંઈ બોલે તેમ ન હતો પછી મારો મગજ છટકી ગયો મે લાકડાના પાટીયામાંથી ખીલો કાઢી તેના પગ પર રાખ્યો અને બાજુમાં પડેલો પથ્થર જોરથી માર્યો અમે તેનું મોં બંધ કર્યું હતું એટલે તે ખાલી ઉં... ઉ....ઉ...કરતો હતો એટલે મે તેનું મોં ખોલ્યું અને વૃંદા બોલી , सीधे सीधे बतादो वरना हमें और भी तरीके आते है એટલે તે બોલ્યો...
Read continue in part 5- who was killer??? ............

.....to be continue....

Part 5 coming soon ...I hope you like it guys