અગાઉ ના અંકમાં ભાગ 1 માં અનન્યા વાત ને ઉડાડી મુકવા માગતી હતી મા નુ રહ્દય દ્રવી ઉઠ્યું હતું હવે આગળ.
એ બધું છોડ તને લિવ ઈન રિલેશન નો મતલબ ખબર છે? નાહક ની આટલી તપી કેમ ગઈ છું? અરે મમ્મી તું જે છોકરો છોકરો કરે છે ને તેનુ નામ કેવિન છે. અને હી ઈસ એ ડોકટર, તું આટલી ફોરવર્ડ કલ્ચર ની ડોકટર થઈ તોય આવા સવાલ કરે છે? અનન્યા એ એક પછી એક તાસ ના પત્તા ની જેમ વાત ચલાવી.
શાણો રમતવીર સામે વાળા ને જોઈતું અને ગમતું પત્તું ના ઊતરે નક્કામા પત્તા ઊતરીને સામેવારા ને બેચેન કરી દે કે જેથી ઉલજનો માં ગુંથાઈ બાજી હારી જાય. અનન્યા કેટલાક સવાલ ના જવાબ ટાળવા માગતી હતી. કનિકાબેન મજબુત વાત ના વિષય ને પકડી રાખી દીકરીનાં કરતૂત ખોટા છે, અને તેમાથી બહાર લાવવા માંગતા હતાં.
ઠીક છે હું ભણેલી ડોકટર છું, પણ બેટા પહેલા હું મા છું. જનની છું. તારી રખેવાળ છું. અને તારા સાચા ખોટાનો ખ્યાલ રાખવા વાળી છું. તું મને પુછે છે કે લિવ ઈન એટલે શું? તો સાંભળ
આ તમારૂ લિવ ઈન નો જન્મ અમેરિકામાં થયો છે. જેને કોઈ ભૂતકાળ નથી કે ના આધ્યાત્મિક કે સામાજિક વારસો છે. તે દેશમાં સંબંધો ના લગાવ અને તેની પહેચાન નથી. અંતરથી અંતરના તાર ના બંધન નથી. વિશ્વાસ ના અભાવ છતાં સાથે રહે છે. બેઉ નું કંટ્રીબ્યુટ સરખું હોય છે. એકબીજા ની સાથે હોય તોય જવાબદારી થી મુક્ત જીવન!! જ્યાં નહી પતિ પત્ની પણ શરીર થી સદા જોડાયેલા, અને મન થી સદા વેગળા રહેતાં. ના ભરોસો રહે ના જીવનની જવાબદારી એક જંગલનાં પ્રાણી ની જેમ હવસ અને બેફિકર જીવન એટલે લિવ ઈન રિલેશનશીપ.
કનિકાબેન ના શબ્દ શબ્દે અનન્યા સહેમી ગઈ હતી. તેને મમ્મી ની સમજણ માં ઊણપ જણાતી. કનિકાબેન અનન્યા નાં પગ પર થપાટ મારતાં બોલ્યાં જીવન અમૂલ્ય છે, તેમાય નારી તો પવિત્રતા નું સ્થાનક છે. તેમાં આવી ઘૃણા ઉપજાવતી વાત મને બહું ઉદ્વેગ કરાવે છે. પ્લીઝ અનન્યા આ શોભતું નથી.
થોડી વાર ડ્રોઇંગ રૂમ માં શાંતિ પ્રસરી ગઈ. અનન્યા ને થતું એવું તે શું કરી દીધું કે મમ્મી ને આટલું કહેવું પડે તે ચુપ બેસી રહી. તેને મન તેની કોઈ ભુલ નહોતી આજ જમાનો વિશ્વાસ મૂકવાનો નહી અનુભવવા નો છે, પહેલા લગ્ન થાય પછી ખબર પડે કે છોકરો તો કમાતો નથી. છોકરો તો નપુંસક છે. છોકરો તો દારૂ પીવે છે. તે બીજા ના પ્રેમ માં હતો. જેટલી પણ નાની નાની કુટેવ પછી ખબર પડે જ્યારે અહીતો બધી માહિતી મળે પછી આગળ ના સંબંધો બંધાય. ભલે સાથ હોય પણ કોઈ બંધન નહી મુક્ત ગગન ના પંખી.
કેમ શું વિચારે છે? કનિકાબેને સન્નાટા ને દુર કરવા સવાલ કર્યો. એતો કહે આ કેવિન જોડે કેવી રીતે તારો મેળાપ થયો?
એનાથી તારે શું મતલબ? તને તો આ રીત ખોટીજ લાગે છે ને? પછી તારે કેવિન ની જાણકારી લઈ ને શું કરવું છે.? અનન્યા કનિકાબેન ની વાત થી નિરાશ થઈ ગઈ હતી. તેને માન્યું કે મમ્મી પપ્પા બેઉ ડોકટર છે અમેરિકા ભણ્યાં છે તો તેમને માટે આ લિવ ઈન રિલેશન નો હો હા નહી થાય, પણ આતો મા તો તાડુકી છે. હવે તેને મનથી થોડો મમ્મી ને અણગમો રજુ કર્યો.
અરે… કેમ? આમજ પુરી જીન્દગી વિતાવવાની છે? કેમ તારાં લિવ વાળા જોડે મૅરેજ નથી કરવાના? આવતાં વર્ષે તારી ડિગ્રી મળે એટલે સેટલ નથી થવું?
ઓફ ઓ ધીશ ઈઝ ટુ મચ એકદમ અનન્યા ઊભી થઈ રૂમ ની બહાર જતી રહી. કનિકાબેન ના સવાલો તેને શુળ ની જેમ ખુચતા હતાં. તેને જવાબ આપવા કરતા મેદાન છોડી જતાં રહેવું મુનાસિબ માન્યું.
અનન્યા.. અનન્યા… કનિકાબેન સોફા પર બેઠા બેઠા બુમો પાડી. સામે થી કોઈ જવાબ ના આવ્યો. માતૃરહ્દય અસીમ વેદના ની ગહન ખાઈ મા જતું રહ્યું. બહાર ની સવાર ની ગુલાબી ઠંડી આજ રૂમ ની ગરમ વાતો થી બાષ્પીભવન થઈ કયાર ની હવામાં છું થઈ ગઈ હતી. દીકરી ના આવા બાલીસ વિચારે તેમને અંતરમાં ધણુ દુઃખ થતું હતું. જ્યારે તેમને તેમના મિત્રો થી જાણકારી મળી કે ત્યાર થી પોતાનાથી ઉછેરમાં કયા ભુલ થઈ તે શોધતાં રહ્યાં. કનિકાબેન ને તેમના વર્તુળ મા કવિ કહેતાં તે છાશવારે સોશિયલ મિડિયા પર કવિતા મુક્તા જ્યારે પ્રથમ સમાચારે તેમની વેદના નો નિચોડ તેમને ચાર પંક્તિઓ માં આપેલ જે કયાય મુકી નથી ફકત અંતરમાં કોતરી ને મુકેલ છે.
હા હું મા આ જગતમાં તારાં આગમનથી બની છું,
તારા સ્નેહ વિસરી શકતી નથી તે પ્રથમ સ્પર્શ થી.
પાપા પગલી ને નાનકડા દેહની પરી મારી દીકરી,
ભણતાં રમતાં મજા કરતા બાળ મોટી થતી ગઈ.
એક એક શરીર ના સ્પર્શ મારાં રૂહ ની આબરૂ,
આજ તને ઉગાડતા જરાય વિચાર ના આવ્યો?
લાજ મારી હતી આબરુ મારી હતી તું કોણ છું?
મારા હામ ને અભડાવી તું આધુનિક બની ગઈ?
ક્રમશ.
જીજ્ઞેશ શાહ
અનન્યા ના મિલન અને આગળ મનોમંથન થી કોની જીત થશે. આવતાં અંકમાં વાચકમિત્રો વાંચને ન્યાય કરીશું.