Yakshi - 20 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

યશ્વી... - 20

(સોહમની ઈચ્છા મુજબ 'ખીચડી'નાટક રજૂ થયું અને સોહમને ખૂબજ ગમ્યું. સોહમે પોતાના છેલ્લા સમયે યશ્વીને નહીં રોવાની અને સોહમ ક્રિએશન આગળ લઈ જવાનું કહ્યું. પોતાના રોગ પર એક નાટક બનાવવાનું પ્રોમિસ લઈને અંનતની વાટે ઊપડી ગયો. હવે આગળ....)

યશ્વીનો હાથ પકડીને જ સોહમ અંનત ની વાટે ઉપડી ગયો.

એ જોઈને યશ્વીએ એક જોશથી ચીસ પાડી 'સોહમઅઅઅઅઅ....' અને સ્તબ્ધ થઈને સોહમને જવા ના દેવો હોય તેમ ગળે વળગાડી લીધો.

યશ્વી એમની એમ જ બેસી રહી એની આંખો કોરી હતી. જાણે આંખના આસું પણ બહાર આવા માટે તેની પરમિશન ના માંગતા હોય.

સોહમની વાતો સાંભળીને રજતે ડૉ.શાહને ફોન કરી દીધો જ હતો. એટલે ડૉ.શાહ તરતજ આવી ગયા.

સોહમને ચેક કરીને કહ્યું કે, "અંતિમ ક્રિયાની તૈયારી કરો."

આ સાંભળીને જ દેવમ અને બધા રડી પડ્યા. પણ યશ્વી....

અંતિમ વિધિ કરવા માટે સોહમને યશ્વીના ખોળામાં થી લેવા ગયા તો પકડ વધારે મજબૂત કરી અને તે બોલવા લાગી કે, "કોઈ રોશો નહીં, મારો સોહમ સૂઈ ગયો છે. તેને હેરાન ના કરો."

યશ્વીને આવું બોલતી જોઈને ડૉ.શાહે તેને રોવડાવા માટે કહ્યું એટલે પરીને યશ્વીના ખોળામાં જઈને બેસવા કહ્યું. પણ યશ્વી પર કંઈજ અસર ના થઈ.

પરાણે સોહમને લઈને અંતિમ ક્રિયાની તૈયારી કરી.

છેલ્લી વાર દર્શન માટે સાન્વી યશ્વીને લઈને આવી અને કહ્યું કે, "યશ્વી આટલાં સમયના આસુંને નીકળી જવા દે. તારો દીકરો જાય છે. એને છેલ્લી વાર વળગી લે...." બોલતાં જ સાન્વી રડી પડે છે.

આ સાંભળીને મનમાંથી સોહમે ના કીધું હોય કે, 'મોમ મને ખબર છે તું આજ સુધી મારા માટે થઈને રડી નથી. પણ હવે મારા માટે જ રડ.' અને યશ્વીએ મોટેથી 'સોહમમમમ.....' ની ચીસ પાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એની ચીસ સાંભળીને જ દેવમ તેની જોડે આવી ગયો અને રડતાં જ તેના માથે હાથ ફેરવ્યો.

યશ્વીનું રૂદન થંભવા નું નામ જ નહોતા લેતા. નીતાભાભી ચૂપ કરવા ગયાં તો ડૉ. શાહે બધાને કહ્યું કે, "બરાબર રડી લેવા દો. એની આંખના આસું ને બહાર નીકળવાની પણ બાર મહિને પરમિશન મળી છે. એના મનમાં દબાવી રાખેલા દર્દ ને વહી જવા દો."

સોહમની અંતિમ વિધિ પૂરી કરી દેવામાં આવી. અને ડૉ.શાહના કહ્યાં પ્રમાણે યશ્વીને આરામ કરવા માટે તેને ઘેનનું ઈન્જેકશન આપ્યું હતું.

અંતિમ ક્રિયા પતાવીને ઘરના લોકો પાછા આવ્યા. દેવમને જોઈને યશ્વી રોવા લાગી અને બોલવા લાગી કે, "મારો સોહમને કયાં મૂકી આવ્યા. એને લઈ આવો. દેવમ, મારો સોહમ... બેટા પાછો આવ. મોમ જોડે આવ. હું તારા વગર કેવી રીતે જીવીશ. સોહમઅઅ...."

બધા જ યશ્વીનો વલોપાત જોઈને આંખમાં આસું આવી ગયા. સુજાતાબહેન અને નમ્રતાબહેન તો એકબીજાને વળગીને રોવા લાગ્યા. પણ રજતના ઈશારે સાન્વી એ કાઢા થઈને બધાને ચૂપ કર્યા.

આમને આમ દિવસો પસાર થવા લાગ્યા અને બધાનું દુઃખ હળવું થયું પણ યશ્વી નો વલોપાત અને ઉદાસીનતા વધતી જ રહી હતી.

પરિવારના લોકોએ ખૂબ સમજાવી, સોનલ અને નિશાએ પણ તેનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કર્યા પણ કારગત ના નીવડયા. યશ્વી પોતે જ સોહમની યાદો માંથી બહાર જ કાઢવા તૈયાર નહોતી.

એવામાં દેવમ જે અધૂરો પ્રોજેક્ટ બીજાને સોપીને આવ્યો હતો તે પૂર્ણ થવાને આરે હતો. એટલે કંપની ના બોસે દેવમને પાછા કેનેડા જવાનું કહેવામાં આવ્યું.

દેવમે ઘરે આવીને તેના મમ્મી પપ્પાને કહ્યું કે, "મારે કેનેડા પાછું જવું પડશે. હું જે અધુરો પ્રોજેક્ટ મૂકીને આવ્યો હતો તે તૈયાર થઈ ગયો છે. અને કંપની ઈચ્છે છે કે તે ચાલુ થાય તે પહેલાં હું એકવાર ચેક કરી લઉં અને ચાલુ કરવાની પરમિશન આપું તો પ્રોજેક્ટ જલદી ચાલુ થઈ જાય."

સુજાતાબહેન બોલ્યા કે, "પણ...દેવમ સોહમને ગયાનો વધારે સમય નથી થયો. યશ્વી પણ હજી આ દુઃખ માંથી બહાર નથી આવી તો તું કેવી રીતે જઈશ?"

દેવમે સમજાવતાં કહ્યું કે, "મને ખબર છે મમ્મી, મેં આ વાત કરી હતી બોસને. પણ તેમનું કહેવું એવું હતું કે જો સોહમ હોત તો તે મને ના કહેત પણ સોહમ નથી એટલે મને મોકલે છે. વળી મને જોડે યશ્વીને કેનેડા લઈ જવાની ઓફર પણ કરી છે. એમ પણ કહ્યું છે કે, 'કદાચ આ ટ્રીપ થી તમે અને તમારા મિસિસ આ દુઃખ માંથી બહાર આવી શકશો. તો તમારે આ ઓફર સ્વીકારી લેવી જોઈએ.' હું ના ન પાડી શકયો. આમ પણ, એક મહિના ની જ વાત છે."

સુજાતાબહેન વળી અસમંજસ માં બોલ્યા કે, "યશ્વી કેનેડા જશે તો સમાજ શું કહેશે?"

દેવમ ની જગ્યાએ જનકભાઈએ કહ્યું કે, " સમાજ શું કહે એના કરતાં યશ્વી વધારે મહત્વની છે. અને દેવમના સરની વાત સાચી છે. કદાચ જગ્યા બદલવાથી તે આ દુઃખ ભૂલીને અને ત્યાંથી પહેલાં જેવી હસતી રમતી પાછી આવે."

સુજાતાબહેને હામી ભરી તો દેવમે પણ યશ્વીને પરાણે સમજાવીને કેનેડા લઈ ગયો.

કેનેડામાં યશ્વી આવીને જગ્યા બદલવાથી કે બીજા લોકોને મળવાથી ધીમે ધીમે દુઃખ માંથી બહાર આવી રહી હતી. તે હવે પહેલાં ની જેમ નોર્મલ થઈ રહી હતી. જે સોહમના ગયા પછી પોતાની રૂમમાંજ રહેતી હતી, કોઈની જોડે બોલતી નહોતી તે હવે દરરોજ સુજાતાબહેન અને નમ્રતાબહેન જોડે ફોન પર વાતો કરવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા.

દેવમ અને યશ્વી દર વીકએન્ડ પર જુદાં જુદાં સ્થળે ફરવા જતાં હતાં. તેવામાં એક વીકએન્ડ પર 'બેનેફ નેશનલ પાર્ક' ફરવા ગયેલા ત્યાં એક વ્યક્તિએ યશ્વીને પાછળથી બોલાવી કે, "યશ્વી તું અહીંયા..."

યશ્વીએ પાછળ વળીને જોયું તો તે પણ ખુશ થઈને વળગી પડી અને બોલી કે, "હા અને તું અહીં!" પછી યાદ આવતાં જ દેવમને બતાવી કહ્યું કે, "આ મારા હસબન્ડ દેવમ, સીમા"

સીમાએ કહ્યું કે, "અને આ મારા હસબન્ડ છે. અહીં જોબ કરે છે. અને અમે પરમેનન્ટ શીફટ થઈ ગયા છીએ અહીં. અને તમે?"

યશ્વી બોલી કે, "ક્રોન્ગ્રેટસ સીમા, એકચ્યુઅલી અમે તો અહીં દેવમનો પ્રોજેક્ટ પૂરો કરવા આવ્યા છીએ. આ તો વીકએન્ડ માં ફરવા નીકળ્યા હતા."

સીમા બોલી કે, "આ મારા બે બાળકો પ્રિન્સ અને નમ્યા. અને તારા બાળકોને દાદા-દાદી જોડે મૂકીને આવી છે."

એવામાં સીમાનો હસબન્ડ અને દેવમ બાળકોને સ્ટોલ પર લઈ ગયા.

યશ્વી ઢીલી પડી ગઈ અને બોલી કે, "ના, મારો સોહમમમ તો..." યશ્વીએ બધી વાત કરી.

સીમાએ સમજાવતાં કહ્યું કે, "સોરી યાર, પણ તું હિંમત ના હાર.ભગવાન એક દરવાજો બંધ કરે તો અગિયાર બીજા દરવાજા ખુલ્લો કરે. બધાં કરતાં તારા પરિવારનો વિચાર કર. તારા સાસુ-સસરા એના દાદા-દાદી છે. દેવમ એનો પિતા છે. સોહમને ખોયા પછીએ પણ દુઃખી તો છે જ છતાંય તે દુઃખ ભૂલવા મથી રહ્યા છે. અહીં તને આવી દુઃખી જોઈને તે કેવી રીતે સોહમને ભૂલશે.તેમને પણ સોહમ વધારેને વધારે યાદ આવશે."

યશ્વી રડી પડી તો સીમાએ રડવા દીધી.

દેવમને પાછા આવતા જોઈ તે ચૂપ થઈ અને વાત બદલતા પૂછ્યું કે, "તું અહીં જ રહે છે."

સીમાએ કહ્યું કે, "હા યાર, ચાલ મારા ઘરે."

યશ્વી અને દેવમ સીમાના ઘરે જાય છે. ત્યાં ચારે જણા બેસીને અલકમલકની વાતો કરે છે. સીમા ના મોઢે થી નાટકોની વાતો સાંભળીને યશ્વી ખુશ થઈ જાય છે.
યશ્વીને ખુશ જોઈને દેવમને પણ તેને ખુશ રાખવાનો આઈડિયા મળી જાય છે.

(યશ્વી આગળ વધી રહી છે પણ ભારતમાં પાછી આવશે એટલે શું તેનું દુઃખ તાજું થશે?
સીમાએ સમજાવટ તેના પર અસર રહેશેકે નહીં? સોહમ ક્રિએશન પાછું ચાલુ થશે ખરું?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)