Yakshi - 18 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 18

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

યશ્વી... - 18

(યશ્વી અને જનકભાઈ સોહમનો રિપોર્ટ લેવા માટે ડૉ.શાહની હોસ્પિટલમાં મળવા ગયા. 'સોહમને બ્લડ કેન્સર છે' ડૉ.શાહે કહ્યું અને યશ્વી અને જનકભાઈને મનથી કાઢા પણ કર્યા. ઘરમાં રિપોર્ટ ખબર પડતાં જ બધાની હાલત ખરાબ થઈ ગઈ. હવે આગળ...)

યશ્વીએ ભગવાન આગળ દીવો કરીને કહ્યું કે, "મારા દીકરા આગળ મને કયારેય આંખોમાં આસું ના આપતો. આ જવાબદારી તારી છે. ભગવાન તમે મને હિંમત આપજો..."

જયારે રજતે દેવમને ફોન કર્યો. દેવમે ફોન ઉપાડીને કહ્યું કે, "કેમ છો, જીજાજી? મજામાં."

રજતે કહ્યું કે, "મજામાં છીએ બધા, પણ હવે કોઈપણ પ્રશ્ન પૂછતો નહીં અને પહેલાં મારી વાત શાંત મનથી સાંભળ."

દેવમે કહ્યું કે, "બોલોને જીજાજી, એવરીથીન્ગ ઈઝ ઓકે."

રજત 'કેવી રીતે વાત કરવી' મનમાં ગોઠવીને બોલ્યો કે, "નોટ ઓકે... તારો સોહમ કે તારી યશ્વી ઓકે નથી..." આટલું કહીને રજતે 'સોહમની લોહીની ઊલટી થવાથી અને તેનો બ્લડ કેન્સરવાળો રિપોર્ટ આવ્યો' એ બધી વાત કરી.

દેવમ તો આ સાંભળીને જ સ્તબ્ધ થઈ ગયો. કંઈ જ બોલી ના શકયો.

તો રજતે કહ્યું કે, "દેવમ, આર યુ ધેર??? તું સાંભળે ને છે...."

દેવમને જાણે કોઈ એ દૂરથી સંચાર કર્યો હોય તેમ બોલ્યો કે, "હા...હા...રજતકુમાર હું સાંભળું છું."

રજતે કહ્યું કે, "કંઈક તો બોલ."

દેવમ પરાણે બોલ્યો કે, "મને આટલું બધું થયું તો કેમ કંઈ ના જણાવ્યું. હું આવી જતો."

રજતે સમજાવતાં કહ્યું કે, "મને તારી બહેને કહ્યું હતું કે તને જણાવીએ પણ આશા એવી હતી કે કદાચ આંતરડા પર સોજો હશે તેથી લોહીની ઊલટી થઈ હશે અને મટી જશે. તને કામમાં ડિસ્ટર્બ નહોતો કરવો. પણ બ્લડ કેન્સરનો રિપોર્ટ આવ્યા પછી તને જણાવાનું ઉચિત લાગ્યું."

દેવમે પૂછ્યું કે, "આગળ ડૉક્ટરે શું કરવાનું કહ્યું છે... મતલબ કે ટ્રીટમેન્ટમાં..."

રજતે સાત્વના આપતાં કહ્યું કે, "દેવમ અહીં ની ચિંતા ના કર.અને સોહમને ખબર ના પડે એનું ધ્યાન રાખજે. અને યશ્વીને મજબૂત કરજે, ઢીલી ના પાડતો પાછો એને.
બીજું તો શું કહું? અને હા, અઠવાડિયા પછી કિમોથેરાપી ચાલુ કરવાની છે. પ્લીઝ, તારું ધ્યાન રાખજે. અમે બધા અહીં છીએ. સો ડોન્ટ વરી.."

દેવમ ફોન મૂકીને સ્તબ્ધ થઈને બેસી રહ્યો. પહેલાં તો કંઈજ ના એને સૂઝ્યું કે તે શું કરે? પછી તેણે કંપનીના બોસને પોતાનો પ્રોબ્લેમ કહીને તેને ઘરે પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી.

કંપનીના બોસ મિ. શેટ્ટીએ કહ્યું કે, "હું સમજી શકું છું. કોઈપણ પિતા બાળક જોડે જવા ઉતાવળો થાય, પણ કંપનીની સ્ટ્રેટેજી અને રૂલ્સ મુજબ તમે પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ રેડી કરી દો. બીજાને ઈન્ચાર્જ બનાવીને પ્રોજેક્ટ સમજાવી દો અને પ્રોજેક્ટ એમને સોપી દો. પછીથી તમે પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ આવે તો ફોન પર ગાઈડ કરી લેજો."

દેવમે કહ્યું કે, "હા સર, બ્લુ પ્રિન્ટ ઓલ મોસ્ટ રેડી છે. આ પ્રોજેક્ટ મિ.શર્મા પરફેક્ટ છે. એમને સમજાવીને ઈન્ચાર્જ બનાવી દઉં છું. થેન્ક યુ સો મચ ફોર અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ."

દેવમે પ્રોજેકટની અધૂરી બ્લુ પ્રિન્ટને ઝડપથી પતાવવા માટે ઓવર વર્ક કરી રહ્યો હતો. એને બને એટલું જલદી સોહમ જોડે, યશ્વી જોડે જવું હતું. એણે અઠવાડિયા પછીની ટિકિટ બુક કરાવી લીધી.

પ્રોજેક્ટને લગતા બધાં જ કામ અઠવાડિયામાં પતાવી દીધાં. મિ. શર્માને પણ બધું સમજાવી દીધું. પછી કહ્યું કે, " જલદી પ્રોજેક્ટ ની બ્લુ પ્રિન્ટ બનાવી હોવાથી કંઈપણ પ્રોબ્લેમ થાય કે ગાઈડ લાઈન્સ જોઈતી હોય તો મને ફોન કરજો. તમને એની ટાઈમ ફોન પર ગાઈડ કરીશ. એન્ડ થેન્ક યુ, શોર્ટ નોટિસ પર તમે આવી ગયા."

આટલું કહીને દેવમ એરપોર્ટ જવા નીકળ્યો.
ડ્રોપ કરવા આવેલા મિ.શર્માએ કહ્યું કે, " સર ટેઈક કેર. હેપી એન્ડ સેઈફ જર્ની."

દેવમને સવારના પહોરમાં ઘરે આવેલો જોતાં જ બધાને નવાઈ લાગી. આશ્ચર્ય પામેલા જનકભાઈએ પૂછ્યું કે, "તું અચાનક.. પ્રોજેક્ટ છોડીને આવ્યો?"

દેવમે કહ્યું કે, "હા પપ્પા, અત્યારે મારી જરૂરિયાત અહીં જ વધારે છે. અને કંપનીની સ્ટ્રેટેજી મુજબ કામ કરીને જ આવ્યો છું."

દેવમનો અવાજ સાંભળીને સોહમ ઊઠી ગયો અને પપ્પા... પપ્પા કરતો દોડીને વળગી પડયો. દેવમના આંખમાં આસું આવી ગયા પણ યશ્વીએ ઈશારાથી રોવાની ના પાડી. એટલે તેણે આસું લૂછીને સોહમ માટે લાવેલા ટૉયસ આપ્યા.

સોહમની કિમોથેરાપી ચાલુ થઈ ગઈ હતી. અને કિમોથેરાપી પછી તેની વેદના, તેની ચીસો સાંભળીને ભલભલાના આંખમાં આસું આવી જતા, ઘરના બધા જ વ્યક્તિ ખુશ રહેવાનો પ્રયત્ન કરતાં પણ સોહમની તકલીફો જોઈને, લોહીની ઊલટીઓ કરતાં જોઈને રડી પડતાં.

પણ.. યશ્વી કયારેય રોતી નહોતી. સોહમની આ અસહનીય તકલીફો માં પણ યશ્વી ખુશ રહીને સોહમને સપોર્ટ કરતી. બધાં સોહમની મ્હોંમાં થી, દાઢીમાં થી લોહી નીકળતું જોઈને રડતાં એટલે યશ્વી સોહમની જોડેને જોડે જ રહેતી. બીજા કોઈને પણ એની આજુબાજુ ફરકવા પણ નહોતી દેતી. સોહમ ગભરાઈ જતો પણ યશ્વી તેનું મન બીજી બાજુ વાળી દેતી.

કિમોથેરાપી ચાલતી હોવા છતાં પણ ફરક નહોતો પડી રહ્યો અને ઓપરેશન શકય ના હોવાથી કિમોથેરાપી પર જ આધાર રાખવો પડે એવો હતો.

છેલ્લી કિમોથેરાપી આપ્યા પછી સોહમનો ટેસ્ટ કરાવ્યો. એનો રિપોર્ટ આવ્યો એટલે ડૉ.શાહે યશ્વી અને દેવમને બેસાડીને શાંતિથી સમજાવતાં કહ્યું કે, "સોહમનું શરીર ટ્રીટમેન્ટ ને રિસ્પોન્સ આપી નથી રહ્યું અને રિકવરી પણ નથી આવી રહી. આઈ સજેસ્ટ વી સ્ટોપ ધ કિમોથેરાપી. ખાસ કરીને સોહમને કિમોથેરાપીના લીધે થતી વેદનામાં થી છૂટકારો આપીએ...."

દેવમ બોલ્યો કે, "મતલબ સોહમને સારું નહીં થાય."

ડૉ.શાહે કહ્યું કે, "છેલ્લા સ્ટેજમાં કયાંથી સારું થાત. પણ એને જેટલી ઓછી વેદના થાય એ જ જોવાનું હતું. એ પણ શક્ય નથી તો ઘરે રાખીને જે દવા થાય તે કરીએ. બાકી તમે કહો તેમ."

યશ્વીએ પૂછયું કે, "તો પછી સોહમ કયાં સુધી???"

ડૉ.શાહે ખિન્ન અવાજે કહ્યું કે, "નક્કી કંઈ ના કહેવાય. પણ કદાચ આઠ-દસ દિવસ કે મહિના. હું દવા લખી દઉં છું."

ડૉ.શાહે આપેલા સૂચનો સમજીને યશ્વી અને દેવમ સોહમને ઘરે લઈને આવ્યા.

સોહમની તબિયત નાજુક રહેવા લાગી. સોનલ અને નિશા પણ સોહમને જોવા આવ્યા. સોહમના મનને બીજે વાળવા માટે સોનલ અને નિશાએ યશ્વીના લખેલા કોમેડી નાટકના સીન કહ્યા.

સોહમે કહ્યું કે, "આ નાટક મારી મોમે જ લખેલું છે. સાચે..."

સોનલે કહ્યું કે, "હા, તારી મમ્મી તો રાઈટર છે. એનું તો કોલેજથી જ સપનું હતું 'સોહમ ક્રિએશન' ખોલવાનું."

સોહમે પૂછ્યું કે, "તો તે પુરુ થયું."

નિશાએ કીધું કે, "હાસ્તો"

એમના ગયા પછી સોહમે યશ્વીને કહ્યું કે, "મોમ, ફ્રેન્ડ આન્ટી એવું કહેતી હતી કે તું સરસ નાટક લખે છે."

"હા બેટા" યશ્વીએ ટૂંકો જવાબ આપ્યો.

સોહમે કહ્યું કે, "તો મોમ, મારા માટે એક કોમેડી નાટક લખીશ. અહીં બધાં ઉદાસ છે અને રડ્યા જ કરે છે તો મારે કોમેડી નાટક જોવું છે, હસવું છે. અને એમને પણ બતાવું છે અને હસવવા પણ છે. મમ્મી મને બતાવને નાટક, એ પણ તે લખેલું."

બધાંને આશ્ચર્ય થયું પણ દેવમે આંખના ઈશારાથી યશ્વીને હા પાડવા કહ્યું.

યશ્વીએ સોહમની ઈચ્છા પૂરી કરવા માટે સોહમની સ્કુલના પ્રિન્સિપાલને વાત કરી.

પ્રિન્સિપાલે કોમેડી નાટક રજૂ કરવાની મંજુરી આપી. યશ્વીએ 'ખીચડી' નામનું નાટક લખ્યું.

(શું યશ્વીએ લખેલું નાટક સોહમને ગમશે? શું યશ્વીએ લખેલું નાટક કોમેડી હશે કે નહીં?
શું સોહમની તકલીફો વધશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)