Yakshi - 17 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 17

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

યશ્વી... - 17

(સોહમને સ્કુલમાં લોહીની ઊલટી થાય છે એ ખબર પડતાં જ યશ્વી તેમના ફેમીલી ડૉક્ટર શાહ જોડે લઈને જાય છે. ડૉ.શાહ તેને ઓબ્ઝર્વેશનમાં રાખીને અને ટેસ્ટ કરવાનું શરૂ કરે છે. હવે આગળ...)

સોહમના એક-બે ટેસ્ટ પત્યા પછી ડૉ.શાહે સોહમનું ધ્યાન રાખવાનું કહીને ઘરે મોકલી દીધો અને કહ્યું કે, "સોહમના રિપોર્ટ બે દિવસ પછી આવશે, ત્યાં સુધી સોહમને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. રિપોર્ટ લેવા ફોન કરીને આવજો. ના..ના..રિપોર્ટ આવશે એટલે હું જ ફોન કરી દઈશ."

બે દિવસ પછી ડૉ.શાહનો ફોન આવતા યશ્વી અને જનકભાઈ એમની હોસ્પિટલ પહોંચ્યા.

ડૉ.શાહે કેવી રીતે કહું ની અવઢવમાં જ હતા છતાંય બોલ્યા કે, "જુઓ, ગઈકાલનો રિપોર્ટ આવી ગયો હતો. બે વાર તો મેં ચેક કર્યો અને બીજા ડૉકટરનો અભિપ્રાય લીધો. અને બધાનું એક જ નિદાન આવે છે."

યશ્વીને સોહમના રિપોર્ટ જાણવાની અધીરાઈ હતી. એટલે ડૉ.શાહની વાત કાપીને પૂછ્યું કે, "એ બધું પછી, રિપોર્ટ શું આવ્યા છે એ કહો. સોહમને શું થયું છે?"

ડૉ.શાહે ભૂમિકા બંધાયા વગર જ કહ્યું કે, "યશ્વી, જનકભાઈ..... સોહમને બ્લડ કેન્સર છે."

આ સાંભળીને જાણે વ્રજપાત ના થયો હોય તેમ યશ્વી અને જનકભાઈ ઠગીને સ્તબ્ધ બેસી રહ્યા.

આ હાલત જોઈને ડૉ.શાહ ટેન્શનમાં આવી ગયા, છતાંય હિંમત કરીને ખુરશી પરથી ઊભા થઈને જનકભાઈને હાથથી હલાવ્યા અને યશ્વીના માથે હાથ ફેરવીને કહ્યું કે, "યશ્વી... જનકભાઈ... કંઈક તો કહો...."

જનકભાઈએ બીજી દુનિયામાં થી બહાર ના આવ્યા હોય તેમ પૂછ્યું કે, "બીજા કોઈ ડૉકટરનો મત લઈએ... મતલબ કે સ્પેશિયલ ડૉક્ટર.."

ડૉ.શાહે સમજાવતાં કહ્યું કે, "જનકભાઈ યશ્વી જયારે સોહમને લોહીની ઊલટી થઈ અને અહીં લાવી હતી, ત્યાર નું જ મારા મનમાં ડાઉટ હતો કે સોહમને આતરડા માં સોજો હોય અથવા લ્યુકેમિયા. અને એટલે જ મેં તમને કંઈપણ જણાવ્યા વગર બધા જ ટેસ્ટ બેંગલોરમાં કરાવ્યા હતા. અને મને લાગતું હતું એ જ રિપોર્ટ આવ્યા. મેં ત્યાં ના ડૉક્ટર, અહીંના મારા કેન્સર ના ડૉકટર પ્રકાશ જે મારા મિત્ર છે. એમને મત લીધા પછી જ હું તમને કહું છું."

યશ્વી રોઈ પડી તો જનકભાઈના આંખમાં આસું આવી ગયા અને બોલ્યા કે, "સોહમ તો મારા મૂડીનું વ્યાજ છે. અમે તો એના એવા તો હેવાયા છીએ કે એના વગરનું જીવન કલ્પવું જ મુશ્કેલ છે. કયા સ્ટેજમાં છે?શું ઓપરેશન કે કોઈ ટ્રીટમેન્ટ તો હશે ને?"

ડૉ.શાહે કહ્યું કે, "છેલ્લા સ્ટેજમાં છે. એટલે ઓપરેશન હવે પોસીબલ જ નથી. હા, કિમોથેરાપી થી ફકત આપણે એના સમયમાં વધારો કરી શકીએ અને રાહત આપી શકીએ."

યશ્વીએ પૂછયું કે, "પણ ડૉકટર મારો જ સોહમ કેમ? અને આગળ શું....?"

ડૉ.શાહે યશ્વીને સમજાવતાં કહ્યું કે, "એ તો ભગવાનને ખબર... પણ યશ્વી બેટા, હિંમત રાખ. બાળક સૌથી વધારે માં થી જ એટેચ હોય. અને એને આ રોગ વિશે જણાવીશું તો પણ સમજણ નહીં પડે. આગળ જતાં તેના મ્હોંથી, દાઢીથી લોહી નીકળશે. એ તારા માટે, બધાં માટે અને ખાસ કરીને એના માટે એ વેદના સહન કરવી મુશ્કેલ હશે. એવામાં તને રડતી જોઈને એ વધારે ડરી જશે. અને એનું જીવન ખુશીઓ ની જગ્યાએ દર્દ થી ભરાઈ જશે. બેટા, એને છેલ્લે સુધી ખુશ રાખવાનો છે. એના પર તારી બધી જ મમતા લૂંટાવી દે. અહીં જેટલું રડવું હોય તેટલું રડી લે. પણ બહાર જઈને અને સોહમની સામે તેના જીવતાં કયારેય ના રડતી. પ્રોમિસ આપ બેટા."

"પ્રોમિસ અંકલ, હું સોહમની સામે કયારેય નહીં રોવું, અને એને છેક સુધી ખુશ રાખીશ." યશ્વી રોતાં રોતાં બોલી.

જનકભાઈએ પણ યશ્વીના માથે હાથ રાખીને બોલ્યા કે, "બેટા, હું પણ તને પ્રોમિસ આપું છું કે આમાં હું તને પુરો સપોર્ટ કરીશ. રોઈશ તો નહીં જ પણ તારા પપ્પા બનીને, તારા માટે એક મજબૂત ખભો પણ બનીશ."

જનકભાઈ અને યશ્વી ખૂબજ રડયા પછી પોતાના મનને હળવું કરીને, કાઢા થઈને ડૉકટરની કેબિનની બહાર નીકળ્યા.

ડૉક્ટરે કહ્યું હતું કે, "કિમોથેરાપી અઘરી છે. સોહમને એ વેદના સહન કરવી પડશે. છતાંય પણ કરાવીશું તો તમે કાઢા થજો અને પરિવારના સભ્યોને પણ કાઢા કરજો."

યશ્વી અને જનકભાઈ ઘરે આવ્યા તો ઘરમાં સુજાતાબહેન, રામભાઈ, નમ્રતાબહેન, નમન, નીતા, સાન્વી અને રજત રાહ જોઈ રહ્યા હતા. બધાની ચહેરાપર સવાલ હતો.

સુજાતાબહેને પૂછયું કે, "રિપોર્ટ શું આવ્યો?"

જનકભાઈએ બધી વાતો કરી તો બધા જ ભાગી પડયા.બધાના આંખો ભીની થઈ ગઈ.

જયારે સુજાતાબહેન અને નમ્રતાબહેન તો ભગવાન જોડે લડવા જ લાગ્યા. સુજાતાબહેન કહે કે, 'ઉપરવાળો તો નઠોર છે. તેને મને લઈ લેવી હતી. મારા સોહમને શું કામ બોલાવે છે...... હવે તો હું ભગવાન તારી પૂજા જ નહીં કરું.'

સાન્વીએ સમજાવ્યા એટલે બોલવાનું બંધ કર્યું. હજી પણ રોવાનું ચાલુ જ હતું.

બધામાં યશ્વી શાંત હતી એટલે નમ્રતાબહેન ને નવાઈ લાગી અને કહ્યું કે, "યશ્વી જયારે માં દીકરાનો રોગ સાંભળીને ફાટી પડે અને તું શાંત છે. રોઈ લે બેટા..."

જનકભાઈએ કહ્યું કે, "ના ભાભી, એને કંઈ ના કહો. એને નથી રોવાનું સોહમને આ વાતની ખબર ના પડે અને ખુશ રહે એની જવાબદારી છે. અને આપણી જવાબદારી યશ્વીને સપોર્ટ કરવાની છે."

બધાના વલોપાત ચાલુ હતો એ અવાજ સાંભળીને સોહમ અને પરી (સાન્વી અને રજતની દીકરી) ઊઠીને આવ્યો.

સીધો જ રડતી દાદીને વળગ્યો અને કહ્યું કે, "દાદી કેમ રડે છે? શું થયું? દાદા તને બોલ્યા?"

યશ્વીએ તેને તેડીને કહ્યું કે, "એટલા માટે કે તે દાદી છે ને. તારા રિપોર્ટ સરસ આવ્યા એટલે ખુશીમાં ને ખુશીમાં રોવા લાગ્યા. તું હાલ ઊઠયો તો ચાલ કહે જુઓ તો તું, શું જમવાનું બનાવું?"

સોહમ તરતજ બોલ્યા કે, "હલવો મોમ"

સુજાતાબહેન બોલ્યા કે, "સોહમ અને દેવમને હલવો બહુ ભાવે છે. હું કોના માટે બનાવીશ..." કહીને અને વધારે રોવા લાગ્યા.

યશ્વીએ સોહમને કહ્યું કે, "હલવો તો બનાવીએ, આ બધાં માટે પણ બનાવો પડે ને મમ્મીને થાક લાગેને તો ચાલ તું અને પરી દીદી મને મદદ કરશો?"

એમ કહીને યશ્વીએ સાન્વીને મમ્મીને સમજાવવા નો ઈશારો કર્યો, સોહમ અને પરીને લઈને કીચનમાં ગઈ.

રજતે કહ્યું કે, "પપ્પાની વાત સાચી છે. આપણા માટે સોહમનો રોગ, એની તકલીફ અસહનીય છે, આપણા કરતાંય એની મા- યશ્વી માટે છે. અને જો યશ્વીને જોડે રહીને સહન કરશે તેની પીડાઓ, તકલીફો તો આપણે કેમ નહીં. આપણે પણ કાઢા થવું પડશે અને યશ્વીને ઈમોશનલી સપોર્ટ પણ કરવો પડશે."

બધાએ યશ્વીને સપોર્ટ કરવા સંમત થયા. એવામાં યશ્વી કીચનમાં થી હલવા ની ટ્રે લઈને આવી અને સોહમ પોતાના નાના હાથે દરેકને બાઉલ આપવા લાગ્યો.

સુજાતાબહેનને આપતાં કહ્યું કે, "દાદી, મારો રિપોર્ટ સરસ આવ્યો ને તો હવે બધા હલવો ખાઓ. અને દાદી રોવાનું નહીં."

સુજાતાબહેન અને નમ્રતાબહેને હલવાના બાઉલ લઈ તો લીધા પણ સોહમને વળગીને રોઈ પડયા. સાન્વી અને નમને આમ કરવાની ઈશારાથી ના પાડી.

બધાએ ભારે મનથી હલવો ખાઈને છૂટા પડ્યા. આમ પણ, સોહમની કિમોથેરાપી અઠવાડિયા પછી ચાલુ કરવાની હતી.

યશ્વીએ ભગવાન આગળ દીવો કરીને કહ્યું કે, "મારા દીકરા આગળ મને કયારેય આંખોમાં આસું ના આપતો. આ જવાબદારી તારી છે. ભગવાન મને હિંમત આપજો..."

(શું યશ્વી અને જનકભાઈ પોતાનું પ્રોમિસ નીભાવી શકશે? શું યશ્વી સોહમની વેદના સહન કરી શકશે? દેવમને ફોન કરીને કોણ માહિતી આપશે? દેવમને ખબર પડશે પછી દેવમ પાછો આવશે કે પ્રોજેક્ટ પૂરો કરશે?
જાણવામાટે જુઓ આગળનો ભાગ....)