Yakshi - 15 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 15

Featured Books
Categories
Share

યશ્વી... - 15

(યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનનું એન્કરીગ સરસ રીતે કરી રહ્યા છે. વળી, યશ્વી એ લખેલ નવા પ્રકારની થીમ પરથી બનેલું નાટક 'સ્કુલ બેગ કોની ભારે? પહેલાંની કે આજની' રજુ થયું. પ્રિન્સિપાલ સ્ટેજ પર જઈને સ્પીચ આપવા જઈ રહ્યા છે. હવે આગળ...)

પ્રિન્સિપાલે સ્પીચ આપતાં કહ્યું કે, "ખૂબજ સુંદર કંપેરિઝન, આજના આ નાટકે આપણને ચોક્કસ વિચારતાં કરી દીધા છે કે પહેલાંના બાળકની ખુશી, આત્મવિશ્વાસ ની સામે આજના ટેકનોલોજી સાથેના બાળકની સરખામણીમાં સ્કુલબેગ ભારે ભલે આજની ભણતરમાં આજના કરતાં પણ ભણતર તો પહેલાં ના બાળકનું જ આગળ આવે.

આ નાટક લખનારના થોટને અભિનંદન. નાટક લખવા માટે અને એન્કરીગ કરવા માટે એમ.એસ.હાઈસ્કુલ તરફથી યશ્વીબહેનને પ્રોત્સાહિત કરવા માટે તેમનું સન્માન કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવે."

યશ્વી સ્ટેજ પર સન્માન લેવા જાય છે અને આભારવિધિ પછી પ્રોગ્રામ પૂરો થાય છે.

જયારે જમણ ચાલતું હોય છે ત્યારે પ્રિન્સિપાલે પોતાની ઓફિસમાં યશ્વી અને સાન્વીને બોલાવે છે.

બંને ઓફિસમાં આવ્યા એટલે બેસવાનું કહીને પ્રિન્સિપાલે કહ્યું કે, "સાન્વી અને યશ્વી, આ મારા મિત્ર પ્રો. ખાન છે. સી.એન. કોલેજના ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ ના એચઓડી."

સાન્વી અને યશ્વીએ કહ્યું કે, "હેલો સર"

પ્રો.ખાને કહ્યું કે, "હેલો, તમારા બંનેનું ટયુનીગ એકદમ પરફેક્ટ છે. અને એન્કરીગ પણ ખૂબજ સરસ રીતે કરો છો. અને યશ્વી નાટક માટે ક્રોન્ગ્રેચ્યુલેશન.

એકચ્યુઅલી હું એચઓડીની સાથે કોલેજના ફંકશન નો ઈન્ચાર્જ પણ છું. એ ફંકશનમાં નાટક, એન્કરીગ મીન્સ ટોટલી ફંકશન જ આખું મેનેજ કરવાનું તમને સોપવા માંગુ છું."

સાન્વી બોલી કે, "સર અમે આ એન્કરીગ કરવાનું જ નહોતું વિચાર્યું અને એમાં પ્રોફેશન તરીકે તો ના..ના.."

પ્રો.ખાન બોલ્યા કે, "તો હવે વિચારો, વળી જો ટીમ હોય તો આખા ઈવેન્ટ પણ તમે મેનેજ કરી શકશો."

યશ્વી બોલી કે, "સર, અમને થોડો સમય આપો. જેથી અમે વિચારી શકીએ."

પ્રો.ખાને કહ્યું કે, "સ્યોર, આમ પણ આ ફંકશન ત્રણ મહિના પછી છે. તો તમારી જોડે ઈનફ ટાઈમ પણ છે તૈયારી કરવા માટે.
(કાર્ડ આપીને કહ્યું) આ રહ્યો મારો ફોન નંબર. મને કોન્ટેક્ટ કરજો. એન્ડ આઈ હોપ તમારો પ્રોફેશનલી ફર્સ્ટ ઈવેન્ટ અમારા કોલેજનો જ હશે."

સાન્વીએ કહ્યું કે, "સ્યોર સર, વી વીલ ટ્રાય"

યશ્વી અને સાન્વી એ ઘરમાં આ ઓફર વિશે વાત કરતાં બધાં એ તેમને પ્રોત્સાહિત કર્યા. અને એ ખુશખબરી આપવા જ્યારે યશ્વી અને દેવમે સાન્વી અને રજતને ફોન કર્યો તો સાન્વી ખુશ તો થઈ પણ બોલી કે, "એન્કરીગ પરફેકશન સાથે કરવા માટે એક ટીમ પણ જોઈશે ને."

યશ્વી બોલી કે, "રાઈટ દીદી, જે સ્ટેજ પર પ્રોગ્રામ અને એન્કર જોડે મેનેજ કરે. અને એન્કરીગમાં કોઈ જ ડીસ્ટર્બન્સ ના આવે."

સાન્વી બોલી કે, "પણ એવું કોણ મળશે?"

દેવમ બોલ્યો કે, "પ્રયત્ન તો કર, હું અને જીજાજી તો એમ એન સી કંપનીમાં જોબ કરીએ છીએ એટલે ના ફાવે પણ કદાચ તમારી ફ્રેન્ડ હોય."

યશ્વી કંઈક વિચારીને બોલી કે, "દીદી તમને કોઈ યાદ ના આવતું હોય તો હું સજેસ્ટ કરું."

સાન્વીએ કહ્યું કે, "બોલને"

યશ્વી બોલી કે, "સોનલ.. જયારે હું કોલેજમાં નાટક લખતી હતી તો, એન્કરીગ વખતે તે જ મેનેજ કરતી હતી."

"હાશ, તું ઓળખે છે. તમે એકબીજાથી ટેવાયેલા છો, તો બસ. તું સોનલ જોડે વાત કર અને પછી પ્રો.ખાનને ફોન કરીને આ જવાબદારી લઈએ."સાન્વીએ હળવાશ અનુભવતા કહ્યું.

યશ્વીએ સોનલ જોડે આ વિશે વાત કરીને સ્ટેજ અને પ્રોગ્રામ મેનેજ કરવા માટે મનાવી લીધી.

યશ્વી, સાન્વી, સોનલ અને નિશાએ મળીને એ ટીમનું નામ યશ્વીનું સપના પ્રમાણે 'સોહમ ક્રિએશન' આપ્યું.

સૌથી વધારે યશ્વી ખુશ હતી. યશ્વીનું સપનું આજે સાકાર થયું જેમાં દેવમનો પ્રયત્ન, પ્રેમ તો હતો જ સાથે નણંદનો સાથ, જનકભાઈ-સુજાતાબહેન અને રામભાઈ-નમ્રતાબહેન ના આર્શીવાદ પણ હતા.

પ્રો. ખાનને ફોન કરીને એમની કોલેજના એન્યુઅલ ફંકશનનું ઈવેન્ટ મેનેજ કરવાનો ક્રોન્ટ્રાકટ પણ મળી ગયો.

આ ઈવેન્ટ પછી ધીમે ધીમે આવા ફંકશન મેનેજ કરવા માટે તેમને ઓફરો આવવા લાગી પણ તેમણે વર્ષમાં 18 પ્રોગ્રામ થી વધારે નહીં લેવાના રૂલ્સ ફોલો કરવાનો નકકી કર્યો. એમાં સ્કુલ, કોલેજ અને નામી સંસ્થાઓ માં પણ તે ઈવેન્ટ મેનેજ કરતાં હતા.

યશ્વીએ આજે દેવમને કહ્યું કે, "દેવમ તમે કાલે ઓફિસમાં થી રજા લઈ લેજો. જેથી સોહમ નું સ્કૂલમાં એડમીશન કરાવા માટે મમ્મી અને પપ્પા બંનેને જવાનું છે. મેં આવતીકાલની એપોઇન્ટમેન્ટ લીધેલી છે."

દેવમે હસીને હા પાડી ઓફિસ ગયો.

સાંજે જેવો દેવમે ઘરમાં આવ્યોને અને બધાને હોલમાં આવવા કહ્યું તો જનકભાઈએ પૂછ્યું કે, "શું વાત છે? કેમ આમ બૂમો પાડે છે?"

દેવમે ખુશ થતાં કહ્યું કે, "કંઈ જ નહીં પપ્પા, આ તો હું ખુશખબરી લાવ્યો છું."

જનકભાઈને હાશ થઈ પણ બોલ્યા કે, "દેવમ વધારે મોણ નાખ્યાં વગર બોલને ભાઈ."

દેવમે કહ્યું કે, "મને કંપનીએ પ્રમોશન આપ્યું છે અને મારી કંપની મને એક પ્રોજેક્ટ માટે યુએસએ મોકલે છે."

"યશ્વી, લાપસી મૂક. સરસ સમાચાર લાવ્યો છે દેવમ. કેટલા મહિના જવાનો તું?" સુજાતાબહેન હરખાતા બોલ્યા.

"માં કદાચ એકાદ વર્ષ માટે" દેવમે જવાબ આપતા કહ્યું.

સુજાતાબહેન ભીની આખે કહ્યું કે, "આટલો બધો સમય બેટા, પણ તારા વગર કેવી રીતે ફાવશે? વળી, યશ્વી અને સોહમ પણ તારી જોડે હશે તો મારું મન જ નહીં લાગે."

"અરે મમ્મી, રિલેક્સ. વળી કંપની મને યુએસમાં કેનેડા મોકલે છે. ત્યાં ઠંડી વધારે અને સોહમ નાનો છે. એને ત્યાં લઈને જવો એટલે એની તબિયતને એ એટમોસ્ફિયર સેટ થાય કે ના થાય. અને વર્ષ તો ચુટકીમાં પુરા થઈ જશે." દેવમે સમજાવતાં કહ્યું.

જનકભાઈએ કહ્યું કે, "હા બેટા, તું ભલે સમજાવે પણ આ સમય તો વધારે છે. પણ યશ્વીને લઈ જા. સોહમને અમે રાખીશું."

યશ્વીએ ગળું સાફ કરીને કહ્યું કે, "પપ્પા, વાત સાચી છે દેવમની અને ના હો, મમ્મી-પપ્પા હું તમને છોડીને નથી જવા માંગતી.વળી સોહમ વગર તો મને ફાવે જ નહીં. ત્યાં દેવમ કામમાં બીઝી અને હું બોર થઈ જઈશ. ."

જનકભાઈ યશ્વીની વાત સાંભળીને ગળગળા થઈ ગયા અને બોલ્યા કે, "સારું, તને ગમે તેમ બેટા, કયારે જવાનું છે દેવમ?"

દેવમે જવાબ આપ્યો કે, "આ પ્રોજેકટ પૂરો થાય પછી એટલે કે કદાચ ચાર-પાંચ મહિના લાગશે."

સુજાતાબહેન પણ ગળું સાફ કરીને બોલ્યા કે, "હું લાપસી મૂકું."

દેવમે કહ્યું કે, "મમ્મી લાપસી જ મૂકજે. બીજું કંઈ જ ના બનાવતી. આપણે બધા આજે ડીનર બહાર કરીશું. સેલિબ્રેશન તો કરવું જ પડે ને. હું સાન્વી અને રજતકુમારને ફોન કરી ખુશખબરી આપું અને ડિનર માટે પણ ઈન્વાઈટ કરી દઉં."

દેવમે સાન્વી અને રજતકુમારને વાત કરી ફોન મૂકયો એટલે યશ્વીએ પૂછ્યું કે, "કાલની રજા તમે લીધી છે ને.?"

દેવમે યશ્વીનો હાથ પકડીને કહ્યું કે, "થેન્ક્સ, અહીં રહીને મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા માટે."

યશ્વી બોલી કે, "મારા પણ મમ્મી પપ્પા છે."

સોહમ પણ હવે સ્કુલ જતો થઈ ગયો હતો. દાદા અને દાદીનું ધ્યાન મૂડીનું વ્યાજ સાથે વધારે ને વધારે ટાઈમ પસાર કરતા હતા.

યશ્વીનું લખવાનું પણ સારી રીતે ચાલી રહ્યું હતું. ચાર મહિના પછી દેવમ કેનેડા પ્રોજેક્ટ માટે પણ ગયો.

એવામાં એક દિવસે યશ્વી પર સોહમની સ્કુલમાં થી ફોન આવ્યો અને તરતજ સ્કુલમાં આવવાનું કહ્યું. યશ્વી એકદમ જ આવો ફોન આવતા ગભરાઈને સ્કુલમાં ગઈ.

(શું વાત હશે? કેમ એકદમ જ સોહમની સ્કુલમાં થી યશ્વીને બોલાવી? શું સોહમ ક્રિએશન ઈવેન્ટ ઓર્ગેનાઇઝ કરતું રહેશે કે આગળ વધશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)