Yakshi - 13 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 13

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

યશ્વી... - 13

(યશ્વીને પોતાના લખાણમાં સંતોષ ના થવાથી ઉદાસ થઈ જવું. અને એને પ્રોત્સાહિત કરવા માટે દેવમનો પ્રયત્ન, નિશાની સ્કુલ મેગેઝીનમાં યશ્વીની વાર્તા છપાવી. હવે આગળ...)

'જાગ્યાં ત્યારથી સવાર' વાર્તા કમ લેખ પેરેન્ટ્સ, સ્ટુડન્ટસ અને ટીચર્સને ખૂબજ ગમ્યો. એટલે ફર્સ્ટ નંબરનો આ વાર્તા કમ લેખને આપવામાં આવ્યો. નિશાએ આ ખુશખબર આપવા યશ્વીને ફોન કર્યો.

અહીં તો.યશ્વીના મનમાં એવી અવઢવ ચાલતી હતી કે, "આ લેખ સારો નહોતો. હજી વધારે સારો લખી શકાત...ના.. ના મારે છાપવા માટે જ નહોતો આપવો જોઈતો."

એવામાં નિશાનું નામ મોબાઈલ સ્ક્રીન પર ડિસપ્લે થતાં જ યશ્વીએ ફોન ઉપાડીને હડબડાટમાં બોલવા લાગી કે, "નિશા એ વાર્તા નહોતી સારી. પ્લીઝ ના છપાવતી સ્કુલ મેગેઝીનમાં. એ કોઈને નહીં ગમે. સોરી તને હેલ્પ ના કરી શકી."

નિશા યશ્વીની હડબડાટ જોઈને બોલી કે, "રિલેક્સ યશ્વી... ખૂબજ સરસ વાર્તા હતી. અમારી સ્કૂલમાં દરેક લેખ કે આઈડિયાઝ પર રિસ્પોન્સ માંગે અને એના પરથી નંબર આપવામાં આવે. તને ખબર છે. ફર્સ્ટ રેન્ક તારી વાર્તા કમ લેખને આપવામાં આવ્યો છે.

ક્રોન્ગ્રેટસ યાર, હું તને એ મેગેઝીન મોકલું છું, વળી, તારા લેખ પર આવેલી કોમેન્ટ્સ પણ તને વૉટસ'અપ કરું છું. અને હા, ઈનામમાં મળેલા થાઉઝન્ડ રૂપિયા પણ મોકલું છું."

યશ્વી આ સાંભળીને જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે, "ના..ના યાર, ખાલી મેગેઝીન જ મોકલ."

"ના..હો, તારી ફર્સ્ટ પ્રાઈઝના છે. તો તું જ રાખજે. હું મોકલું છું. બાય" નિશા બોલીને ફોન મૂકયો.

યશ્વીનો કોન્ફડિન્સ પાછો આવી રહ્યો હતો. આમને આમ એક મહિનો પસાર થઈ ગયો.
એવામાં નિશા કયૂટ બેબી આવી. સમાચાર મળતાં જ યશ્વી અને સોનલ એ બેબી અને નિશાની તબિયત જોવા એના ઘરે ગયા.

સોનલ અને યશ્વી બેબીને રમાડી રહ્યા હતા. એવામાં નિશા બોલી કે, "યુ આર સો લકી, તને પતિ તરીકે દેવમ જેવો સરસ જીવનસાથી મળ્યો છે."

યશ્વીએ પૂછ્યું કે, "કેમ એવું બોલી? નો ડાઉટ, દેવમ એક પરફેક્ટ જીવનસાથી છે."

નિશાએ કારણ આપતાં કહ્યું કે, "હા, દેવમ તારી કેટલી કેર કરે છે. એ તારા સપનાં પૂરાં કરવા માટે કેટલો પ્રયત્ન કરે છે. મારા પતિ તો એવું કયારેય નથી કર્યું. જાણવા માટે પણ એ તૈયાર નથી કે મારા સપનાં શું છે?"

સોનલ બોલી કે, "તારા શું દુનિયામાં ના કોઈપણ પતિ પત્ની ના સપનાં જાણવાએ તૈયાર નથી. પણ એમ ગોળગોળ વાત ન કર. જે હોય તે સીધું કહેને."

નિશાએ કહ્યું કે, "સોનલ તને ખબર છે, મને દેવમજીજાજીનો ફોન આવ્યો હતો. એમણે મને કહ્યું કે હું યશ્વીને લખવા માટે કોઈ ચેલન્જ આપું. અને એવામાં મારે મારી સ્કૂલમાં મેગેઝીન માટે કંઈક આઈડિયાઝ શોધવાનો જ હતો. તો એ કામ યશ્વીને સોપી દીધું. હવે તું જ બોલ હું ખોટું કહું છું."

સોનલ બોલી કે, "વાહ, યશ્વી ક્રોન્ગ્રેટસ ફોર યોર લવિંગ એન્ડ પરફેક્ટ લાઈફ-પાર્ટનર."

આ સાંભળીને યશ્વીની આંખોમાં ચમક આવી ગઈ પણ વાત બદલતાં બોલી કે, "ચાલ સોનલ જઈએ. હવે નિશાને આરામ કરવા દઈએ. બાય એન્ડ ટેક કેર નિશા."

સોનલ અને યશ્વી છૂટા પડ્યા. યશ્વી દેવમને મળવા ઉતાવળ હતી. છતાંય ચિડવવા માટે
યશ્વીએ રાત્રે બેડરૂમમાં દેવમથી રિસાઈ ગઈ હોય તેમ ખોટે ખોટું મ્હોં ચડાવીને બેઠી. દેવમ ને આશ્ચર્ય થયું કે હંમેશા હસતી રહેતી યશ્વી આજે કેમ નારાજ થઈ ગઈ.

દેવમે યશ્વીને મનાવતા પૂછ્યું કે, "શું વાત છે યશ્વી, આજે કેમ રિસાઈ ગઈ છે મારાથી? મેં શું ગુનો કર્યો એ તો કહે."

યશ્વી બોલી કે, "તો શું કરું, હું તમને હેરાન કરું છું એવું બધાને કહેતાં ફરો પછી શું થાય? રિસાઈ જ જવું ને!"

દેવમ આશ્ચર્યથી અને ખસિયાણો પડયો અને બોલ્યો કે, "પણ મેં એવું કયારેય નથી કીધું."

યશ્વી હસવું રોકીને બોલી કે, "કેટલાય લોકોને તમે કહ્યું છે, એ મને ખબર છે."

દેવમ બોલ્યો કે, "પણ મેં એવું કોને કીધું એનું નામ તો કહે."

યશ્વી ગંભીર મુખ કરીને બોલી કે, "નિશાએ"

દેવમ રિલેક્સ થયોને બોલ્યો કે, "તો તું ખોટું બોલે છે ને, સાચું બોલ. નહીંતર હું રિસાઈ જઈશ."

યશ્વી હસી પડી અને બોલી કે, "હાસ્તો વળી, નિશાએ તો મને તમે ફોન કરી ચેલેન્જ આપવા કહ્યું હતું. એ વાત કરી હતી."

દેવમે કહ્યું કે, "હા, તું ખૂબજ દુ:ખી અને હતાશ હતી. જે મને નહોતું ગમતું. મને તો તું હસતી જ ગમે છે માટે તારી આ હસી માટે કર્યું."

યશ્વી આભારવશ બોલી કે, "થેન્ક યુ દેવમ. ખરેખર, તમે એક પ્રેમાળ લાઈફ-પાર્ટનર છે."

બીજા દિવસે સાંજે સાન્વીએ યશ્વીને ફોન કર્યો.

"હાય યશ્વી, સોહમ શું કરે છે?" સાન્વી બોલી.

"બસ દીદી, એને શું? જલસા અને રમવાનું." યશ્વીએ જવાબ આપ્યો.

"હમમ.. એકચ્યુઅલી યશ્વી, એક વખતે તે એસ.એન. વાળું નાટક લખ્યું હતું, એટલે આ વખતે પ્રિન્સિપાલ સરની ઈચ્છા છે કે તું ફરીથી એક નાટક આ એન્યુઅલ ફંક્શન માટે લખી આપને." સાન્વીએ કહ્યું.

યશ્વીએ જવાબ આપ્યો કે, "લખી દઈશ. કોઈ થીમ મગજમાં છે."

સાન્વી બોલી કે, "ના યશ્વી, તને ગમે અને યોગ્ય લાગે તે. અને શું તને એન્કરીગ કરવું ગમશે?"

યશ્વીએ જવાબ આપતાં જણાવ્યું કે, "દીદી મેં તો કયારેય એન્કરીગ કર્યું નથી. પણ.. મેં એન્કરીગ માટેની સ્ક્રીપ્ટ લખેલી છે ખરી. વળી, દીદી મમ્મી-પપ્પા અને દેવમને પૂછવું તો પડેને."

સાન્વી આટલું સાંભળીને ખુશ થઈ મનમાં કશુંક વિચાર્યું અને વાત પડતી મૂકતાં કહ્યું કે, "તું એની પણ સ્ક્રીપ્ટ લખી આપ. હું પ્રોગ્રામનું લીસ્ટ તને મોકલી આપીશ."

"ઓ.કે." કહીને યશ્વીએ ફોન મૂકયો.

સાન્વીએ યશ્વી જોડે વાત કર્યા પછી તરત જ તેના પપ્પા-જનકભાઈ ને ફોન કર્યો.

જનકભાઈ એ ફોન ઉપાડ્યો તો સાન્વીએ કહ્યું કે, "પપ્પા તમારું એક કામ છે?"

જનકભાઈ બોલ્યા કે, "બોલને બેટા"

સાન્વીએ કહ્યું કે, "પપ્પા મારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન ની અંદર યશ્વીને એન્કરીગ કરવા માટે તમારી પરમિશન લેવી છે."

જનકભાઈએ કહ્યું કે, "બેટા, મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી. હું યશ્વીને કહીશ કે તે એન્કરીગ કરી શકે છે."

સાન્વી બોલી કે, "પપ્પા, યુ આર સો સ્વીટ. પ્લીઝ તમે કંઇ ના કહેતા. સરપ્રાઈઝ આપીશું."

જનકભાઈ બોલ્યા કે, "ઓ.કે. બેટા"

જયારે યશ્વીના મનમાં પ્લેની થીમ માટેના વિચારો ખૂબજ ઝડપથી ચાલી રહ્યા હતા કે તે લખે તો કયા પોઈન્ટ પર લખે. એક પણ પોઈન્ટ્સ તેને ગમી નહતાં રહ્યા. છેલ્લે યશ્વીને એક થીમ ગમી. એના પર એને નાટકનો પ્લોટ પણ લખી નાખ્યો.

યશ્વી નાટકનો પ્લોટ લખી રહ્યા પછી વિચાર આવ્યો કે તે આવા પ્લોટને કયું નામ આપે અને નાટક નું શું નામ રાખું? આંખ બંધ કરીને તેના દિલમાં જે નામ આવા પ્લોટ માટે આવ્યું. અને તેણે 'કંપેરિઝન પ્લે' રાખ્યું.

યશ્વીએ સ્કૂલમાં એન્યુઅલ ફંકશનમાં પહેરવા યલો કલરની સુંદર સાડી પહેરી હતી. સોહમ જન્મ પછી પણ તેણે પોતાનું શરીર મેન્ટેન રાખ્યું હતું. એટલે તે સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી કે તેની સામેથી કોઈની નજર જ ના હટે.

બધાં સ્કુલમાં પહોંચ્યા તો સાન્વી તેમને મળી. સાન્વીએ પણ યલો કલરની સાડી પહેરી હતી એ પણ એટલી જ ખૂબસૂરત લાગી રહી હતી.

રજત બોલ્યો કે, " બંને જાણે બહેનો હોય એવું લાગે છે. યશ્વી અને સાન્વી રેડી ફોર એન્કરીગ."

યશ્વી અને સાન્વીએ હા પાડી. બધાં એ તેમને બેસ્ટ લક વિશ કર્યું. બંને સ્ટેજ પર એન્કરીગ કરવા ગયાં.

(શું યશ્વીનું નવું 'કંપેરિઝન પ્લે' ગમશે? નવા નાટકનું શું નામ હશે? શું યશ્વી અને સાન્વી એન્કરીગ સારી રીતે કરી શકશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)