(યશ્વીએ લખેલું નાટક સાન્વીની સ્કૂલમાં પ્રેઝન્ટેશન થાય છે અને બધા જ વખાણ કરે છે. યશ્વી સોહમને જન્મ આપે છે. સોનલ, નિશા અને યશ્વી કોન્ફરન્સ કોલથી શનિવારે મળવાનું નક્કી કરે છે. હવે આગળ...)
યશ્વી શનિવારની આતુરતાથી રાહ જોવે છે. શનિવારે યશ્વી, સોનલ અને નિશા નક્કી કરેલી જગ્યા અને સમયે મળે છે. ત્રણ વર્ષે પછી ફ્રેન્ડસ મળતી હોવાથી તે પહેલાં તો એમની આંખોમાં આસું આવી જાય છે. અને પછી એકબીજાને ભેટી પડે છે.
થોડી વારે એકબીજાથી છૂટા પડીને તેઓ વાતે વળગે છે. પહેલાં પોતાની દોસ્તી અને એની લડાઈઓ યાદ કરીને તેને વાગોળે છે.
પછી કોલેજમાં પ્રોફેસર ને નામ પાડવા, કેન્ટીનમાં મસ્તી, બીજાઓને હેરાન કરવા એ યાદ કરતાં એવા તો વાતોમાં ખોવાઈ ગયા કે જાણે એવું લાગે કે હાલ તેઓ કોલેજમાં જ છે.
યાદોને યાદ કરતાં નાટકની વાત આવી તો સોનલ બોલી કે, "યાદ છે હું ભારતમાતા બની હતી અને નિશા...માર ખાતી સ્ત્રી બની હતી ત્યારે એ સીનમાં મને કેટલું હસવું આવતું હતું અને આ બાજુ મેડમ યશ્વી કેવી આંખો કાઢતી હતી, મને તો હજીયે યાદ છે. બાપરે.."
યશ્વીની ફિરકી લેતી નિશા બોલી કે, "હા યાર, પેલું 'વૃક્ષ અને સ્વાતિ'વાળા નાટકમાં પહેલાં આપણને છોકરી બનાવી લખોટીઓ રમાડી અને પછીની એક જ મિનિટ માં સાડી પહેરાવીને પાડોશી. એમાં પેલો ભાવેશ તો એપ્રન સાડીની કલીપ લગાવીએ પહેલા તો કેવા દોડાવ્યા હતાં. અને પેલો અશ્વિન તો કેવી આંખો કાઢતો હતો કે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય. એ વખતે આપણને જબરા જબરા દોડાવતા હતાં આ મેડમ."
યશ્વી હસતાં હસતાં કહ્યું કે, "કેમ આજે મારી ફિરકી લેવાની છે. અને તમે બંને કેટલા ડાયલોગ્સ ભૂલી જતાં હતાં. બાપરે તમને પરાણે યાદ કરાવ્યા હતાં. એ પણ કેવી રીતે યાદ છેને, નાના છોકરાને ટેબલ યાદ કરાવીએ એ રીતે....'
"અરે, યાદ આવ્યું કે અશ્વિન અને ભાવેશ અત્યારે કયાં છે?"
સોનલ બોલી કે, "અશ્વિન ઓસ્ટ્રેલિયા છે અને ભાવેશ બેંગલોર માં જોબ મળી છે તો ત્યાં છે. આખી ટુકડી અલગ પડી ગઈ નહીં."
યશ્વી બોલી કે, "હા યાર, એમના ફોન નંબર હોય તો આપણે વાત કરીએ. ખૂબ મીસ કર્યા છે એ બંનેને."
નિશા નિસાસો નાખીને બોલી કે, "આપણી પાસે તેમના નંબર નથી. મેં લીધા હતા છેલ્લે, પણ એમના નંબર ચેઈન્જ થઈ ગયા છે. યાદ છે કેવા સપનાં જોયા હતા બધાએ અને કયાં છીએ..."
એવામાં સપનાં ઓની વાત નીકળતાં જ સોનલે પૂછયું કે, " યશ્વી, તારું લખવાનું ચાલુ છે કે નહીં."
યશ્વી બોલી કે, "ના યાર, સંજોગો અને સમયના અભાવે, નાના બાળકની જવાબદારીઓ માં લખવાનું છૂટી ગયું છે."
સોનલ બોલી કે, "પણ કમસે કમ તું લખી જ શકતી હતી. ભલે તું ક્રિએશન ના ખોલી શકે પણ નવલકથા છપાવી શકતી ને."
યશ્વી ગળગળા અવાજે બોલી કે, "સોનલ મને ના પાડનાર કોઈ નથી. ખબર છે મને મારી નણંદ, સાસુ અને દેવમ પણ લખવા માટે કહે છે. પણ ખબર નહીં હવે કેમ લખવા માટે મન થતું નથી અને મન થાય તો એકસ્ટ્રા લખાણ માટે એવો કોઈ આઈડિયાઝ હોવો જોઈએ એવો કંઈજ આઈડિયા મારા મનમાં આવતો જ નથી. અને આવે એ લખવા લાયક હોતું નથી.
વળી, મારો દીકરો પણ નાનો છે તો એની સાથે અને એના કામોમાં કયાંય દિવસ પૂરો થઈ જાય છે એ જ ખબર નથી પડતી. આમાં ક્રિએશન તો કયાંય પાછળ રહી ગયું. પણ હવે તો લખવાનો અને તેને મઠારવાનો મહાવરો પણ છૂટી ગયો છે. સપનું છૂટી ગયાનું દુઃખ થાય છે. પણ.. ચાલો છોડો યાર, બહુ સમયે મળ્યાં છીએ તો બીજી વાત કરીએ. સોનલ તારી દીકરીનું શું નામ છે?"
સોનલ ગળગળા અવાજને ખંખેરીને બોલી કે, "પરી"
યશ્વી બોલી કે, "ક્યૂટ નામ છે. પરી હે ને.. આવતી રહે માસી જોડે.." એમ કહીને પરીને તેડે છે.
નિશા બોલી કે, "વાહ, ખૂબજ સુંદર નામ એટલી જ સુંદર પરી જેવી છે તારી દીકરી સોનલ. તારા દીકરાને તારી જોડે ના લાવી, યશ્વી. શું નામ છે એનું?"
યશ્વી બોલી કે, "એનું નામ સોહમ છે. હા, એ આમ પણ તે દાદા-દાદી જોડે જ વધારે રહે છે. અને મારી સાસુએ જ મને કહ્યું કે 'તું તારી બધી ફ્રેન્ડસને વર્ષો પછી મળે છે. આરામથી આને મારી જોડે છોડીને જા. આ તારી જોડે આવશે તો તારે એની પાછળ રહેવું પડશે. એટલે તું તારે એન્જોય કર."
સોનલ બોલી કે, "સરસ નામ છે. યશ્વી તું તારું સપનું 'સોહમ ક્રિએશન' ખોલવાનું હતું. એ પુરુ ના થયું એટલે દીકરાનું નામ 'સોહમ' રાખ્યું છે. તારા મનને બહેલાવા માટે કે શું?"
યશ્વી બોલી કે, "ના યાર, એવું કંઈ નથી. પણ તને ખબર છે ને મને સોહમ નામ ખૂબ ગમતું હતું એટલે જ મારા પતિએ એ અમારા દીકરાનું નામ એ રાખ્યું."
નિશા બિચારી જેવું મ્હોં બનાવીને બોલી કે, "ગંભીર વાતો છોડીએ અને કંઈક ખાઈએ. યાર મને તો ખૂબ ભૂખ લાગી છે."
યશ્વી હસીને બોલી કે, "હા, કેમ નહીં. તને તો ખાસ ભૂખ લાગે જ આ સમયે. શું ખાઈશ તું?" એમ બોલીને બધાએ નાસ્તો મંગાવ્યો.
આમ, યાદોને વાગોળીને યશ્વી ઘરે આવી. એના ચહેરા પર એની ખુશી અને ચમક ઝળકી રહી હતી.
રાતના સમયે બેડરૂમમાં સોહમના સૂઈ ગયા, પછી દેવમે યશ્વીની ખેંચતા તેને પૂછ્યું કે, "કેવો રહ્યો દિવસ, યશ્વી? ખાસ કરીને ફ્રેન્ડસ જોડે બરાબર મજા કરી કે પછી બાકી રહી?"
યશ્વી બોલી કે, "શું દેવમ તમે પણ, ફ્રેન્ડસ જોડે મજા આવી પણ મન કયારેય ધરાય ખરા. પણ જુની યાદો ખૂબ તાજી કરી."
દેવમ હજી યશ્વીની ફિરકી લેતાં બોલ્યો કે, "શું વાતો કરી? બૉય ફ્રેન્ડ..કે એની અધર?"
યશ્વી સમજી ગઈ તો ચીડવવા બોલી કે, "હા, કેમ નહીં સોનલનો, મારો અને નિશાનો બોયફ્રેન્ડ અને એની વાતો કરી.'
દેવમનો ઉતરેલો ચહેરો જોઈને હસવા લાગી અને બોલી કે, "શું દેવમ તમે પણ.. અમે તો જુની વાતો અને મસ્તી જ યાદોને વાગોળી. પણ.."
દેવમે પૂછયું કે, "પણ.. શું"
યશ્વી બોલી કે, "બસ કોલેજ ટાઈમે જોયેલાં સપનાં ઓની વાતો યાદ આવી ગઈ."
દેવમને યશ્વીનું સપનું યાદ આવતાં જ બોલ્યો કે, "સોરી યશ્વી, હું તો તારું સપનું ભૂલી જ ગયો. અને તું પણ ઘરની જવાબદારીઓ માં, સોહમ માં ઘણી ફસાઈ ગઈ છે. પણ તું હવે લખવાનું ચાલુ કર."
યશ્વી નિસાસા સાથે બોલી કે, "સોનલ પણ એવું જ કહેતી હતી. પણ દેવમ મને મનમાં કંઈપણ એકસ્ટ્રા આઈડિયા કે વિચાર જ નથી આવતા. તો લખવું કેવી રીતે. માટે રહેવા દો."
દેવમે યશ્વીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે, "તું લખવાનું ચાલુ તો કર. અને જો યશ્વી કદાચ તને અમુક ટાઈમ સુધી તે લખાણ પરફેક્ટ નહીં લાગે પણ ધીમે ધીમે તે પરફેક્ટ પણ થઈ જશે અને નવા નવા એકસ્ટ્રા આઈડિયા પણ આવશે. ટ્રસ્ટ મી."
યશ્વી બોલી કે, "ના દેવમ, મને મન જ નથી થતું. હું પણ મારું સપનું ભૂલી ચૂકી છું. હું થાકી ગઈ છું. ચાલો સૂઈ જઈએ."
યશ્વી અને દેવમ બંને સૂઈ તો ગયા પણ ઊંઘ બંનેની એકય આંખો માં નહોતી.
(શું યશ્વી ફરીથી લખવાનું ચાલુ કરશે? દેવમ યશ્વીને લખવા માટે ઈન્સ્પાયર કરશે ખરો? યશ્વી લખવા માટે એકસ્ટ્રા આઈડિયા આવશે કે નહીં?
જાણવા માટે જુઓ આગળનો ભાગ..)