Pollen 2.0 - 12 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 12

Featured Books
Categories
Share

પરાગિની 2.0 - 12

પરાગિની ૨.૦ - ૧૨



રિની જે ગાડીમાં બેસીને તેના ગામ જતી હોય છે તે ગાડીને પરાગ અડધા રસ્તે રોકે છે. રિની પરાગને જોઈને ખુશ થઈ જાય છે. દાદા થોડા અકળાઈ છે.

પરાગ- તમે આમ રિનીને ના લઈ જઈ શકો..!

દાદા- પહેલા તો તારી હિંમત કેવી રીતે થઈ અમને આમ રોકવાની? અને તું રોકવા વાળો કોણ છે?

પરાગ- હું પરાગ શાહ છું.

દાદા- મિસ્ટર શાહ તમે અહીંથી જઈ શકો છો.

પરાગ- શું આપણે પાછા અમદાવાદ જઈને વાત કરી શકીએ છીએ દાદાજી?

દાદા- સૌથી પહેલા તો હું તારા માટે દાદા નથી... અને બીજી વાત કે અમને અહીં આવી રીતે રોકવાનું શું કારણ છે?

પરાગ સહેજ પણ દાદાથી ડરતો નથી અને કોન્ફિડન્સ સાથે દાદાને કહે છે, ઓકે તો તમને કારણ કહી જ દઉં.... હું રિનીને પ્રેમ કરું છું અને તેની સાથે મેરેજ કરવા માંગું છું...

દાદા- લગ્ન? એટલે લગ્ન સુધી વાત પહોંચી ગઈ હતી એમ ને?

પરાગ- હા, પણ તમારી સહેમતીથી જ કરીશું...

પરાગ રિની સામે જઈને ઊભો રહે છે અને કહે છે, કેટલા વર્ષો બાદ મને સાચો પ્રેમ થયો છે અને એને હું એમ જ જવા દઉં? પ્લીઝ રિની મને આમ મૂકીને ના જઈશ.... ફરીથી વિખરાય જઈશ હું...

રિની કંઈ બાલતી નથી પણ રડી પડે છે. તે પરાગને છોડીને ક્યાં જવા નથી માંગતી પણ બીજી બાજુ તેનો પરિવાર છે જે પરાગની વિરુધ્ધ છે ફક્ત આશાબેન સિવાય...!

દાદા- એક મિનિટ... હું અહીં ઊભો છું અને મેં હજી લગ્ન માટે હા નથી કહી..

પરાગ- સોરી... પણ હું લગ્ન કરીશ તો રિની સાથે જ...! અને રિની પણ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે.

દાદા રિની બીજુ જોઈ છે.. રિની નીચું જોઈને હા નું ડોકું હલાવી જવાબ આપે છે.

દાદા- લગ્નની વાત આવી રીતે કરાય?? તારા મા-બાપ ક્યાં છે? તેમને લઈને લગ્નની વાત કરવા આવવાનું હોય.

દાદા- રિની ચાલ ગાડીમાં બેસ... ઓ ભાઈ ચાલો ગાડી ચાલુ કર..!

પરાગ- તમે પાછા જેતપુર જઈ રહ્યા છો?

દાદા- ભાઈ ગાડી પાછી અમદાવાદ જવા દે..!

રિની ખુશ થઈ જાય છે અને દાદાને કહે છે, દાદા થેન્ક યુ....

દાદા- હજી મેં હા નથી પાડી...!

પરાગ પહેલા કંઈ સમજતો નથી... એમ ને એમ જ ઊભો રહે છે.

દાદા- તારે ઘરે નથી જવાનું?

પરાગનો પછીથી ખબર પડે છે કે દાદાએ તેના પેરેન્ટ્સને મેરેજ માટે વાત કરવા બોલાવ્યા છે. તેથી તે દાદાને થેન્ક યુ કહી તેની ગાડીમાં બેસે છે. દાદા તેમની ગાડી અમદાવાદ ઘરે લઈ જવા કહે છે અને પરાગ ત્યાંથી ઓફિસ જવા નીકળે છે. પરાગ પહેલા વખત રિનીના ફેમીલી માંથી પહેલી વખત તે કોઈને મળ્યો હોય છે. તેને ખબર નથી હોતી કે કેવી રીતે વાત કરવી.. પણ તેના મનમાં જો હતું તે કહી દે છે.


દાદા, આશાબેન અને રિની ઘરે પહોંચે છે. રિનીને પાછી આવેલી જોઈ એશા અને નિશા બહુ ખુશ થઈ જાય છે. તેઓ ત્રણેય એકસાથે એકબીજાને ભેંટી પડે છે અને ખુશીથી કૂદે છે. પાછળ દાદા આવે છે અને કહે છે, એય છોકરીઓ... અવાજ નહીં... મારે આરામ કરવો છે.. તમારી રૂમમાં જાઓ..!


જૈનિકા પરાગને ફોન કરીને પૂછે છે, શું થયું પરાગ? રિની રોકાય કે તેના ગામ ગઈ?

પરાગ- તેના દાદાએ મારા પેરેન્ટ્સને મળવા બોલાવા કહ્યુ.. એટલે તેઓ પહેલા મળશે વાત કરશે પછી કહેશે..!

જૈનિકા- વુહ્હુ..... પરાગ તેના દાદા આટલી જલ્દી માની ગયા?

પરાગ- બહુ અઘરા લાગે છે મને દાદા તો... જોઈએ.. હવે આગળ શું થાય છે તે...! હું પછી કોલ કરું ડ્રાઈવ કરુ છું..!


પરાગ રિનીને રોકીને આવ્યો હોવા છતાં તે ખુશ નથી દેખાતો..! કેમ કે રિની તેને કહ્યા વગર જ નીકળી ગઈ હતી..! રિનીએ પરાગ સાથે વાત પણ નહોતી કરી કે આવું થયું છે.

રિની પરાગને ફોન કરે છે પણ પરાગ રિનીનું નામ વાંચી ફોન નથી ઉપાડતો..! રિની બે-ત્રણ વખત ફોન કરે છે પણ પરાગ ફોન નથી ઊપાડતો..! રિની જૈનિકાને ફોન કરે છે અને કહે છે કે પરાગ તેનો ફોન નથી ઉપાડતો..! જૈનિકા કહે છે, તે કાર ડ્રાઈવ કરે છે એટલે નહીં ઉપાડતો હોય.. તે ઓફિસ જ આવી રહ્યો છે.

પરાગ ઓફિસ જવાને બદલે સીધો તેના ઘરે જાય છે. ઘરે સમર પહેલેથી હોય છે. પરાગ ઘરે અંદર આવે જ છે કે સમર સવાલો પૂછવાનું ચાલુ કરી દે છે, ભાઈ તમે ક્યાં હતા? સવારથી શોધુ છું તમને... કાલે મોમએ જે તમાશો કર્યો એની માટે સોરી... તમને તો એમની આદત ખબર જ છે..

પરાગ- કંઈ નહીં... થયા કરે..!

સમર- શું વાત છે ભાઈ તમે ઉદાસ લાગો છો?

પરાગ- રિની આજે પાછી તેના ગામ જઈ રહી હતી હંમેશા માટે....

સમર- કેમ? એવું તો શું થયું? આમ અચાનક જ?

પરાગ- ન્યૂઝપેપરમાં જે છપાયું હતું તેના લીધે....

પરાગ બધી વાત સમરને કહે છે.

સમર- હા... તો હવે રિની પાછી આવી ગઈ છે તો ખુશ થવાનો બદલે ઉદાસ કેમ છો..?

પરાગ- કંઈ નહીં... થોડી વાર સૂઈ જવું છે..

સમર- ઓકે ભાઈ તમે આરામ કરો.. હુ હવે ઘરે જઈશ.

પરાગ ઉપર તેની રૂમમાં જાય છે.


આ બાજુ દાદા સૂઈ ગયા હોય છે ત્યાં સુધીમાં રિની તેની મમ્મીને કહીને ઓફિસ જાય છે. પરાગની કેબિનમાં જાય છે પણ પરાગ ત્યાં હોતો નથી. રિની વિચારે છે તે અને પરાગ સાથે જ પાછા વળ્યા હતા તો હજી સુધીમાં પરાગ પહોંચ્યા કેમ નથી? રિની ફરી પરાગને ફોન લગાવે છે પણ પરાગ ફોન નથી ઉપાડતો..! રિની રીક્ષામાં પરાગના ઘરે પહોંચે છે. દરવાજો ખોલવા જાય છે પણ લોક હોય છે તેથી તે ડોરબેલ વગાડે છે. પરાગ નીચે આવી દરવાજો ખોલે છે તો રિની હોય છે. રિની જોઈ છે કે પરાગ તેને જોઈને ખુશ નથી એટલે તે તેનાથી નારાજ છે. પરાગ દરવાજો ખોલી રિનીને જોઈ ત્યાંથી જતો રહે છે. રિની ફટાફટ તેની પાછળ જાય છે અને પરાગનો હાથ પકડી લે છે.

રિની- પરાગ... આઈ એમ રિઅલી સોરી... મેં બહુ જ ખોટું કર્યું છે પણ તે સમયે મને કંઈ જ નહોતી ખબર પડતી કે શું કરું? દાદા પણ અચાનક જ આવી ગયા હતા અને મને પાછા આવવા કહ્યું... એમની વાત હું ના ટાળી શકુ... હા, તમે પણ મારા માટે એટલા જ મહત્ત્વના છો... પણ પેપરમાં જે છપાયું તેના લીધે મારા ફેમીલી પર બધાએ આંગળી ઉઠાવી છે. મેં તમને કહ્યું હતું કે મારી ફેમીલીને આવા બધા ન્યૂઝની આદત નથી. હું તમને મળવા પણ આવી હતી પણ મારી હિંમતના થઈ એ કહેવાની કે હું તમને છોડીને જઈ રહી છું... મને તમારા પર વિશ્વાસ પણ હતો કે તમે મને ના જવા દેત... પણ હું હંમેશ માટે જવાની હતી અને તમને આટલી બધી તકલીફ કંઈ રીતે આપીને જઉં?

આટલું કહેતા રિની રડી પડે છે.

પરાગ- મારો એટલો હક તો છે જ તારા પર કે હું તારાથી ઉદાસ થાવ.... મેં તને કહ્યું હતું કે કંઈ પણ પ્રોબ્લમ આવે તો પહેલા મને કહેજે...હું છું.... મને આમ કહ્યા વગર જતું રહેવાનું? તારા વગર એક દિવસ તો શું એક પળ પણ ના રહી શકું.... અને તું આમ જ મૂકીને નીકળી ગઈ હતી? એક ફોન કરી દીધો હોત તો હું કંઈ પણ કરી લેત ને..!

રિની- મને માફ કરી દો... હવે હું ક્યારેય તમને મૂકીને નહીં જાવ... ક્યારેય નહીં...

રિની આટલું કહી નીચું માથું કરી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.

પરાગ તરત રિની પાસે જઈને તેને કસીને ગળે લગાવી લે છે. રિની પણ પરાગને કસીને પકડી લે છે અને રડતા રડતાં જ કહે છે, સોરી પરાગ... આઈ એમ સોરી.....

પરાગ- શશશશ..... ચૂપ... હવે કંઈ ના બોલીશ તું.... અને પ્લીઝ રડીશ નહીં તું... પ્લીઝ...

પરાગ રિનીને થોડી અળગી કરી તેના આસું લૂછતા કહે છે, તું આમ રડીશ નહીં.... મને સહેજ પણ નહીં ગમે કે તું રડે.... આસું લૂછી રિનીને કપાળ પર કિસ કરી ફરી તેને ગળે લગાવી દે છે.

પરાગ- તું હવે ચિંતા ના કરતી... લગ્ન માટે હું બધાને મનાવી લઈશ..

બંને થોડીવાર એમ જ એકબીજાને વળગીને ઊભા રહે છે. પરાગ રિની માટે પાણી લઈ આવે છે અને તેને પીવા આપે છે. રડી રડીને રિનીનો ચહેરો આખો લાલ થઈ ગયો હોય છે.


સમર ઘરે જઈને બધી વાત દાદીને કહે છે. દાદી વાત સાંભળી હેરાન રહી જાય છે. આ ન્યૂઝપેપર વાળાને લીધે કોઈની પણ જીંદગી બરબાદ થઈ શકે છે. સમર તુએ તપાસ ના કરાવી કે કોણે આ છપાવ્યું હતું?

સમર- તપાસ કરાવી દાદી.. પણ કોઈએ નામ નથી આપ્યું... પ્રાઈવેટ રીતે કામ કરાવ્યું છે.

દાદી- હમ્મ.. હવે ધ્યાન રાખવું પડશે...


સાંજ સુધી રિની પરાગ સાથે જ સમય વિતાવે છે. સાંજે પરાગ રિનીને ઘરે મૂકી જાય છે. પરાગ આજે રિનીને અંદર ઘર સુધી મૂકવા જાય છે. દાદા બહાર ગાર્ડનમાં જ બેઠા હોય છે. ગાડીને જોતા તે તરત બહાર આવી પરાગન કહે છે, મેં હજી લગ્ન માટે હા નથી પાડી એટલું યાદ રાખજે... હમણાં દૂર રહેજે રિનીથી...

પરાગ- ના રહુ તો?

દાદા- હું તને જાનથી મારી પણ શકુ છું..

આ સાંભળી પરાગ હસી પડે છે.

રિની પરાગને ઈશારો કરે છે કે હસીસ ના... પણ પરાગ તેને જોતો જ નથી.

દાદા- હસીસ ના લાયસન્સ ગન છે મારી પાસે અને વાસુદેવ દેસાઈ છે મારું નામ.... હજી તું ઓળખતો નથી મને....

પરાગ ચૂપ થઈ જાય છે અને કહે છે, ઓકે તો હું હવે નીકળું છું.


બીજા દિવસે સવારે પરાગ રિનીને લેવા તેના ઘરની બહાર ઊભો રહે છે. રિનીને ફોન કરી રાખ્યો હોય છે કે તૈયાર રહેજે એમ..! પરાગ ઘર આગળ આવી ફોન કરે છે અને રિનીને બહાર બોલાવે છે. રિની બહાર આવે છે અને કહે છે, પરાગ તમે અહીં શું કરવા આવ્યા.. દાદા તમને જોઈ જશે તો? કાલે શું કહ્યું હતું તે યાદ નથી?

પરાગ- હું પણ પરાગ શાહ છું... કોઈના થી નથી ડરતો હું...

રિની- હા, ચાલો ક્યાંક દાદા જોઈ જશે તો મને તમારી સાથે જવા પણ નહીં દે...

પરાગ અને રિની ગાડીમાં બેસે છે. પરાગ ગાડી તેના પપ્પાના ઘર તરફ જવા દે છે.

રિની- આપણે ઓફિસ નથી જઈ રહ્યા?

પરાગ- ના.. પપ્પાના ઘરે જઈ રહ્યા છે.

રિની- પણ કેમ?

પરાગ- તું સવાલ બહુ કરે છે.... ત્યાં જઈને જોઈ લેજે.

પરાગ અને રિની ઘરે પહોંચે છે. બહાર ઊભા હોય છે કે રિની પરાગને કહે છે, તમારા મમ્મી મને જોઈને ભડકશે નહીં ને?

પરાગ- પહેલી વાત એ મારા મમ્મી નથી... અને હું છુંને તારી સાથે ડોન્ટ વરી એ તને કંઈ નહીં કહે...

પરાગ રિનીનો હાથ પકડી તેને અંદર લઈ જાય છે. નવીનભાઈ, દાદી અને શાલિની બધા લીવિંગ રૂમમાં જ બેઠા હોય છે.

દાદી પરાગને જોઈ છે અને તેને બેસવા કહે છે..

પરાગ- ના દાદી.. વાત કહેવી હતી એટલે અહીં આવ્યો છું.. તમને ન્યૂઝપેપરથી ખબર પડી જ ગઈ છે કે હું અને રિની રિલેશનનાં છીએ પણ અમે મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. આજે રાત્રે બંને ફેમીલીની મીટિંગ છે અને ડિનર પણ તો તમે બધા ત્યાં આવી જજો..!

નવીનભાઈ- આમ અચાનક..?

પરાગ- પપ્પા... મેં જ નક્કી કર્યુ છે મીટિંગનું...

શાલિની- એક ગરીબ છોકરી આપણા ઘરની વહુ બનશે.. હંહ

પરાગ- મેં તમારો નિર્ણય નથી માંગ્યો... તમે મારા મમ્મી છો નહીં એટલે મહેરબાની કરીને આમાં દખલગીરી ના કરશો..! હા, પણ તમારા પપ્પાની વાઈફ છો એટલે સાંજે ડિનર માટે જરૂર આવી શકો છો.

દાદી- તમે બંને મારી સાથે ઉપર આવો...

બંનેના ગયા બાદ નવીનભાઈ શાલિનીને કહે છે, તારે આવું બધુ બોલવાની શું જરૂર હતી? આપણે એ ના ભૂલવું જોઈએ કે આપણે પણ પહેલા ક્યાંથી આવ્યા હતા..? અત્યારે તને આ બધુ મળ્યું છે... એશ, આરામ અને પૈસા....! પહેલા તું કેવી હતી એ તને ખબર જ છે..!

શાલિની- તમે પણ?

નવીનભાઈ- ચાલુ તે કર્યું હતું....

શાલિની ગુસ્સામાં ત્યાંથા જતી રહે છે અને તેના રૂમમાં જઈ કોઈકને ફોન લગાવે છે અને કહે છે, થોડીવારમાં તને એક એડ્રેસ મોકલું છું... સાંજે ત્યાં આવી જજો...!



હવે શાલિની પરાગને હેરાન કરવા શું નવા દાવ રમશે?

શું દાદા પરાગ અને રિનીના મેરેજ માટે હા કહેશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૩