Another name for renunciation and surrender is love. - 2 in Gujarati Love Stories by Milan Mehta books and stories PDF | ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ. - 2

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ. - 2



ગયા વર્ષે એક હકીકત સ્ટોરીનો શરૂઆતનો ભાગ તમારી સાથે શેર કર્યો હતો કે મિહિર અને રેણુકા બંને facebookના માધ્યમથી મળે છે.બંનેનો આજના સમય કરતાં અલગ જ પ્રેમ,બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાને અનન્ય અને અથાક પ્રેમ કરે છે તે પણ એકબીજાને ક્યારેય મળ્યા વગર, એકબીજાનો ફોટો જોયા વગર જ.આજે એ વાત તમને આગળ કરવી છે.

તારીખ ૨૦ ઓગસ્ટના રોજ રેણુકાની સગાઈ તેના જ્ઞાતીના છોકરા સાથે થઈ તેના થોડા દિવસ પહેલા જ રેણુકાને જોવા માટે નમ્ર નામનો છોકરો આવે છે એટલે તે સાંજે રેણુકા મિહિરને ફોન કરીને જણાવે છે કે આજે મને જોવા માટે નમ્ર કરીને કોઈ છોકરો આવેલો.હું તમને તેનો ફોટો મોકલું છું.તમે જોઈને વાત કરો તો.મિહિરે ૧૦મિનિટ પછી રેણુકાને ફોન કર્યો,જોવામાં,સ્વભાવ સારો લાગે છે,તમે વાત કરી તમને કેવો સ્વભાવ લાગ્યો ? “WORLD'S BEST “ બસ તો આપણે બીજું શું જોઇએ,તમને હંમેશા ખુશ રાખે અને તમને સમજે બસ એનાથી વધારે કંઈ ના હોવું જોઇએ.


આ બાજુ મિહિરે રેણુકાને યોગ્ય જીવન સાથી મળી રહે તે માટે ભગવાનને પ્રાથના કરતો હતો અને એક નહીં પણ ત્રણ–ત્રણ મન્નત માંગી હતી તે ૨૧ તારીખે જ પૂરી કરવા નીકળી પડ્યો.ત્યાં જ તે દિવસે રેણુકાનો મેસેજ આવ્યો કે ડિયર ગઈ કાલે ખૂબ મસ્ત અને નિરાંતે સગાઈ પૂરી થઈ. તમે ઓફિસના કામથી બહાર ગયાં હતા અને આવી ના શક્યા મેં તમને ખૂબ જ યાદ કર્યા. ગઈ કાલે તમને ફોન પણ કર્યો હતો.હું ઓફિસના કામથી બહાર ગયો હોવાથી નીકળી શક્યો નહિ અને આજે જ ભાવનગર પહોંચ્યો છું.અત્યારે તમે ક્યાં છો ? પાલિતાણા જવા નીકળ્યો છું. ઓહોહો.. કેમ અચાનક અને તે પણ કહ્યા વગર. મિહિર કહયું ,માફ કરજો મેં આપનાથી એક વાત છુપાવી હતી આજે પણ કેહવી ન હતી પણ મેં ક્યારેય આપનાથી કોઈ વાત છુપાવી નથી એટલે હવે કહી જ દઉં છું.આપને યોગ્ય જીવન સાથી મળી રહે તે માટે મે ૩ મન્નત માનેલી જે ગઈ કાલે તમારી સગાઈ થઈ ગઈ એટલે પૂરી કરવા જાવ છું.રાત્રે નિરાંતે વાત કરું.
રાત્રે આવીને મિહિરે મેસેજ કર્યો ,હું ઘરે આવી ગયો છું,આપ જ્યારે ફ્રી થાવ ત્યારે મેસેજ કરજો. તરત રેણુકા રાહ જોઈને બેઠી હોઈ તેમ મિહિરને ફોન કર્યો,મન્નત વાળી વાત છુપાવી તે માટે મિહિરને પણ મીઠો ઠપકો આપ્યો સાથે જ કહયું, અને હા મારા લગ્નમાં ૧૫ દિવસની રજા મૂકી દેજો બધુ જ આયોજન તમારે જ કરવાનું છે.મિહિરે હસતાં હસતાં કહયું, હું લગ્નમાં ના આવી શક્યો તો ?


"મસ્તીમાં પણ ક્યારેય ના કહેતા dear કારણ કે, તમે જો મારા મેરેજમાં નહીં હોઈ તો મને જીવનભર અફસોસ રહશે અને હું તમારી સાથે ક્યારેય વાત નહિ કરું.કારણ કે ક્યારેય મળ્યા નથી તો પણ મારી આટલી તકેદારી રાખો છો – આટલું મને માન સન્માન અને આદર આપો છો મારી દરેક વાત સાંભળો છો – સમજો છો અને એ પ્રશ્ન સોલ્વ કરવા હંમેશા તૈયાર જ રહો છો. આપે મને આટલી બધી ગિફ્ટ મોકલી મને કઈ વસ્તુ વધારે ગમે છે. મને કઈ વસ્તુ ભાવે છે.હું ક્યાં સમયે ફ્રી હોઈશ. આપ આટલા ફોન કરો અને હું રિસીવ ના કરું તો પણ સહેજ ગુસ્સો નહિ. જે વ્યક્તિ પોતાના માટે એક પણ મન્નત ક્યારેય ના માને તે મને યોગ્ય જીવન સાથી મળી રહે તે માટે એક બે નહિ પણ પૂરી ત્રણ ત્રણ મન્નત માને.મિહિર તમે મને સમજો છો એટલું તો નમ્ર પણ મને ક્યારેય સમજી નહિ શકે. મિહિર આજે પૂરા દિલથી તમારો ખુબ ખુબ આભાર.મારી પાસે આપ માટે આભાર વ્યક્ત કરવા શબ્દો જ નથી." આટલું બોલતાની સાથે જ રેણુકા ખૂબ જ રડી પડી.
મિહિરે કહ્યું,મેમ, રડશો નહીં, આપને નાખુશ અને ઉદાસ જોઈ નથી શકતો, ખબર છે ને..?ચાલો ફ્રેશ થઈ જાવ અને હા આ ચાર વર્ષ કેમ કાઢ્યા એ તો મને જ ખબર છે કાયમ કોઈના નસીબમાં દુ:ખ નથી હોતું. હવે મારે શાંતિ,બિચારા નમ્ર સાહેબ. કોઈના નસીબમાં કાયમ સુખ પણ નથી હોતું.બંને હસી પડ્યા આ સાથે જ મિહિરે કહ્યું કે,"જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપ આપને ક્યારેય એકલા ના સમજતા.જ્યારે પણ જે કામ હોય –કંટાળો આવે કે ઝઘડવાનું મન થાય એટલે આપ ગમે ત્યારે ગમે સમયે કઈ પણ વિચાર્યા વગર જ પહેલો ફોન કરજો અને હા, હવે હું ઓછા મેસેજ કે ફોન કરું તો ક્યારેય એવું ના માનતા કે આપના માટે માન–સન્માન અને આદર ઓછો થઈ ગયો છે.સારું ચાલો,આવજો આપનું ધ્યાન રાખજો અને હવે આપ અને સાહેબ બંનેએ સાથે જ ઘરે આવવાનું છે ભૂલતા નહિ."મિત્રો,આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા શું હોઈ શકે અને આનાથી વધારે કોણ પ્રેમ આપી શકે એટલે જ કહેવાય છે કે *ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે *પ્રેમ.*
*હેપી વેલેન્ટાઇન ડે...*

મિત્રો ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટેલે પ્રેમ સંપૂર્ણ સત્ય ઘટના પર આધારિત છે અને આપને આ સ્ટોરી માટે પ્રતિભાવ આપવા અનુરોધ કરું છું.

*મિલન મહેતા – બુઢણા*
૯૮૨૪૩૫૦૯૪૨