Asamanjas.... - 7 in Gujarati Love Stories by Rohiniba Raahi books and stories PDF | અસમંજસ.... - 7

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અસમંજસ.... - 7

આગળ જોયું કે કનક પોતાના અતીતના કેટલાક અંશો યાદ કરતી હોય છે જેમાં કનક અને નક્ષિત પરિવારની ખુશી અને માનસન્માન માટે માત્ર કાસ્ટ અલગ હોવાથી એકબીજાથી દૂર થઈ જાય છે. હવે આગળ....

ત્યારબાદ નક્ષિત હમેશા માટે બીજા શહેરમાં જતો રહે છે. ભણતર પૂરું કરી સારી એવી નોકરી પણ કરવા લાગે છે અને જોબને લીધે જ નક્ષિતને બદલી થતા ફરી કુંજનપુરની નજીકના શહેરમાં જ આવવું પડે છે.

અતીતની આ કેટલીક ઝાંખી યાદોની ઝલક તાજી કરતી કનક સહજ ભાનમાં આવી. તે કઈક લખવા બેઠી હતી. પણ શું લખવું એ સમજાયું નહીં અને એનું મન વિચારોના ચકડોળે ચડી ગયું. લખવાનું મૂકીને તે ફરી એક અસમંજસમાં પડી.

નક્ષિત અને કનક અલગ થયાને એક દોઢ વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. કનક જેમ તેમ પણ પોતાના જ વિચારો વિરુદ્ધ મનોમંથન કરીને થાકી ગઈ. છતાં તેને કોઈ માર્ગ પ્રશસ્ત ન થયો. તે નક્ષિતને અતીતમાં રાખીને વર્તમાનમાં પોતે જ નક્ષિતનું રૂપ લઈ લે છે. પણ એક દિવસ બન્યું કંઈક એવું કે કનક પોતાને ગુનેહગાર માનવા મજબુર બની.

એક દિવસ કઈક કામ માટે નરેન કનકનો ફોન લે છે. જો કે કનકે વર્ષ પહેલાં ફોનેમાં જ બધુ ક્લિયર કરી દીધું હતું. પણ કનકની કિસ્મત ક્યાંક ને ક્યાંક અથડામણમાં લઈ જતી હોય એમ થયું.કનકન ફોનમાં કેટલાક સેટિંગ કરવાથી કનકની નક્ષિત સાથે થયેલી કેટલીક વાત નરેન સામે આવે છે. જેના લીધે કનક અને નરેન વચ્ચે ઘણી મુશ્કેલી થઈ હતી. નરેન થોડો સમજુ હતો એટલે તે મમ્મી પપ્પાને કહ્યા પહેલા કનક સાથે સંપૂર્ણ રીતે સ્પષ્ટતા કરવા માંગતો હતો.

" કનક અહીં આવ તારું કામ છે." - પોતાના રૂમમાં બેઠા બેઠા નરેન કનકને બોલાવે છે.

" આવી ભાઈ." - કામ કરતી કનકે કામ કરતા કરતા જ જવાબ આપ્યો. અને બે મિનિટમાં નરેન પાસે જઈને નોર્મલ રીતે બોલી, " હા બોલો ભાઈ શું કંઈ કામ હતું.?"

" આ શું છે બધું.?" - ફોનમાં નક્ષિત સાથેની ચેટ બતાવતા નરેને પૂછ્યું.

" કંઈ નથી ભાઈ. આ બધું થયાને એક વર્ષ થઈ ગયું છે. હવે હું અને એ બંને અલગ છીએ." - થોડા ગભરાહટ અને ડર સાથે કનક બોલી.

" કોણ છે આ?"

" ભાઈ કહ્યું ને હું બધું છોડીને આગળ વધી ગઈ છું." - રડમસ અવાજે કનક કહે છે.

કનકના જવાબથી નરેનને સંતોષ નહોતો થયો. પણ નરેનના ગુસ્સાનો પાર નહતો. તેને કનકને ગુસ્સામાં કઈ જ ન કહેતા તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આશરે ત્રણ દિવસ સુધી તે કનકને બોલાવતો જ નથી. કનક તેને અંગતમાં માફી પણ માંગે છે, " ભાઈ સોરી. કદાચ મારી ભૂલને લીધે તમને ઘણું દુઃખ થયું છે. પણ આવી ભૂલ ક્યારેય નહીં થાય એની હું ખાતરી આપું છું."

પણ નરેન તેની વાતમાં વધુ ધ્યાન ન આપતા " ઓકે " કહીને જતો રહે છે. તેને જાણે પોતાની બહેન પ્રત્યે હવે કોઈ લાગણી રહી જ નહતી. તેને ક્યારેય કનકને નક્ષિતથી અલગ થવાનું કારણ પૂછ્યું જ નહિ. કદાચ પૂછ્યું હોત તો શું થાત? કદાચ કનક જવાબ ન આપી શકતે. નરેન મનમાં ને મનમાં વધુ અકળામણ અનુભવ કરત. આથી જ નરેને કદાચ ક્યારેય પૂછ્યું નહિ અને કનકે પણ ક્યારેય સ્પષ્ટીકરણ આપ્યું જ નહીં. બસ પોતાને ભાઈના દુઃખનું કારણ સમજીને પોતાને દુઃખ આપતી રહી.

કનક જાણે દોરાહ પર ઉભી છે. ના એ પોતાના ઘરે કંઈ કહી શકે. ના એ નરેનને સ્પષ્ટીકરણ આપી શકે કે ના એ નક્ષિતને ભૂલી શકે. હા એને કહ્યું તો ખરું કે તેને નક્ષિતને પ્રેમ કરીને ભૂલ કરી છે. પણ શું આવું કહેવાથી કનકનું મન દુભાયું નહિ હોય? શું કનક સાચો પ્રેમ કરવાની ખોટી સજા નહોતી ભોગવી રહી? અસંખ્ય સવાલો હતા કનકના માનસપટ પર. પણ જવાબ એક જ ' જે થયું એ મારા લીધે જ થયું છે. કાશ હું ક્યારેય નક્ષિતને મળી જ ના હોત. કાશ હું કોલેજમાં જ ના જાત તો આવી કોઈ ઘટના જ ન બની હોત.' બસ આ જ વિચારોમાં ગૂંગળામણથી જીવતી કનકને મમ્મીની એક વાત યાદ આવી. આશરે પંદર વર્ષ પહેલાંની વાત હશે...

" મમ્મી! મારુ નામ કનક જ કેમ રાખ્યું..?" - જિજ્ઞાસા વૃત્તિ સાથે કનકે નિર્મલબેનને પૂછ્યું.

" કેમ તને ના ગમ્યું.?" - સવાલના જવાબમાં નિર્મલાબેન કનકના માથામાં તેલ નાંખતા નાંખતા વિપરીત સવાલ પૂછે છે.

" એમ નય મમ્મી. મારા નામનો કોઈ અર્થ તો હશે જ એમજ તો નહીં જ રાખ્યું હોય ને."

" હા, કનક એટલે સોનું."

" વાઉ મમ્મી! હું પણ સોનું જ છું એમ ને..." - એકદમ ઉત્સાહ સાથે કનક બોલે છે.

" હા, પણ ક્યારેય ઝેર નય બનવાનું દીકરા." - થોડા ગંભીર અવાજમાં નિર્મલાબેન કહે છે.

" મમ્મી, હું સોનું છું તો ઝેર કેમ બનું વળી..?" - આશ્ચર્ય સાથે નાની ને નાસમજ કનક જિજ્ઞાસાવશ પૂછે છે.

" કેમ કે કનકનો બીજો અર્થ થાય છે વિષ."

" હે કૃષ્ણકનૈયા.!." - અચંબિત થઈ એકાએક કનકે ઉદગાર કર્યો.

" નામના અર્થ સાથે તારે શું લેવા દેવા છે.? માણસ પોતાના કર્મોથી પોતાનું ભાવિ નક્કી કરે છે. એમાં અર્થ સાંભળીને આશ્ચર્ય પામવાની શું જરૂર..?" - કનકને કેટલાક ગુણ પીરસતા નિર્મલાબેન બોલ્યા. પણ આ સવાલ સામે કનક વિચારમય થઈને નિરુત્તર જ રહી.

શું આ જવાબ કનકના જીવનમાં કોઈ મહત્વ કે કોઈ પ્રભાવ લાવી શકશે? જોઈશું આવતા ભાગમાં...

ક્રમશઃ...

★ દર્શાવેલ દરેક પાત્ર, ઘટના, પરિવેશ, સંવાદ આદિ મનોકલ્પિત છે.★