સાપસીડી 14 …
સાધુ થવા ના નિયમો આવે તો સૌથી મોટી અસર જૈન ને હિંદુ તેમજ બૌદ્ધ સમાજમાં પડવાની હતી.હિન્દુમાં ઘણા પંથો સ્વામિનારાયણથી મંlડીને સંત સમાજના અને અન્ય ઘણાં પંથમાં તેને સીધી અસર થતી હતી. તો બીજી તરફ જૈન અને બોદ્ધ ધર્મમાં સાધુ થવાની , દિક્ષાની કોઈ ઉંમર જ નહોતી તેમ કહીએ તો ચાલે.
મુસ્લિમમાં લગ્નની ઉંમર માટે પ્રશ્નો થાય તેમ હતું. તો ગામડામાં ને બીજી ઘણી કોમમાં અન્ય સમાજમાં પણ નાની ઉંમરે લગ્ન થતા હોય એ લોકોનો વિરોધ થવો સહજ હતો.
રૂઢિચુસ્ત લોકોએ તો સરકારને ધર્મ વિરોધી ઘણી ઓહાપોહ શરૂ કરી જ દીધો હતો. મત આગામી ચૂંટણીમાં અમારી કોમ માંથી નહિ મળે તેવા નિવેદનો શરૂ થયા હતા.
ઇન્ડિયા પાર્ટીના વરિસઠો એનો પૂરો ફાયદો પોતાની તરફેણમાં લેવા ઇચ્છતા હતા. એટલે પોતે ખામોશ રહ્યા અને બીજા હિન્દૂ સમાજવાળા કે સંત સમાજના લોકો જો વિરોધ કરતા હોય તો તેને પંપાડતા અને
સતા આવે તો જરૂરી કરવાનું આશ્વાસન આપતા હતા.
દેશભરમાં જે વાતાવરણ હોય તેની અસર ગુજરાત માં તો થયા વગર ન જ રહે. વળી ગુજરાત્ત માં તો ઇન્ડિયા પાર્ટીની જ સરકાર હતી એટલે એજ મજબૂત થાય તે સ્વાભાવિક જ હતું.
પાર્ટી હવે આ વર્ષે દિલ્હીમાં પોતાની સરકાર બનાવવા માંગતી હતી. જોરશોરથી એના પ્રયાસો તો કેટલાક વર્ષોથી બધા જ લેવલે ચાલી રહ્યા હતા. દિલ્હીના વરિસઠો હવે ઉંમરલાયક થતા નવી નેતાગીરી ની આશા પણ પાર્ટીના લોકો સેવી રહ્યા હતા.
મોટlસlહેબને દિલ્હી જવુ હતું અને દેશનું સર્વોચ્ચ સ્થાન લેવું હતું એ પણ બહુ જાણીતી બાબત હતી.
હવે તો દેશમાં જ ઘણા લોકો મોટા સાહેબ દિલ્હી બિરાજે એમ ઇચ્છતા હતા. આમાં ઉદ્યોગપતિ ઓની લોબી પ્રમુખ હતી તો મીડિયા પણ સાહેબની રાહ જોતું હતું.
આમ પણ દેશમાં સળગતા મુદા ઓ બીજા ઘણા હોવા છતાં રામમંદિર નો મુદ્દો ટોચ પર હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઓમાં મૂદતો પડતી હતી. અદાલતે આખરે સમlધlનની ફોર્મ્યુલા પ્રમાણે કમિટી નીમી તેને જવાબદારી સોંપી દીધી.આગામી ચૂંટણીઓ પતે પછીજ આખરી સુનાવણી જરૂર પડે તો
જ રાખવી અને સમધlનથી માર્ગ નીકળે તો સૌથી સારું ....
મોટા સાહેબની અને પાર્ટીવાળાને જોકે આ બધું પોતાના શાસનકાળમાં કરવાની ઈચ્છા ખરી. જેથી કહી શકાય કે હિંદુ શાશન ના
પ્રજાને આપેલl વચન માટે તેઓ કટિબદ્ધ છે.
એ પૂર્વે સ્વરાજની ચૂંટણીઓ ના પરિણામો પ્રમાણે હોદ્દાઓ વહેંચાઈ ગયા .પ્રતિકે ડે.ચેરમેન તરીકે રોડ અને ડેવલપમેન્ટ કમિટી નો ચાર્જ શનિવાર જોઈને હનુમlનદાદાને કેમ્પના મંદિરમાં પગે લાગીને લઈ લીધો. વિધાનસભામાં લડવા માટે અને દાવો કરવા પણ કઇક કરવાનું છે તેનો તેને ખ્યાલ હતો.
શહેરના રોડ ને રસ્તાની ખરાબ દશા સામે કોર્ટોમાં સંખ્યાબંધ કેસો થઈ ચૂક્યા હતા. અદાલતે કોર્પોરેશન અને શાશક પક્ષ તેમજ અધિકારીઓનો વારંવાર ઉધડો લીધો હતો.
પ્રતિક એન્જીનીયર હતો . કમ્પનીમાં તો ઘણા પ્રોજેક્ટ્સ હતા..દુબઈમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ કરવાનl હતા. જો કે અહીં રોડના મોટા પ્રોજેક્ટ્સ જ પ્રાયોરિટી લિસ્ટમાં હતા તેમજ ફલાયઓવર પણ ખરા.
બજેટને ધ્યાનમાં રાખીને કરવાના કામો ની યાદી તેના વહીવટી તંત્રને તાબડતોબ તૈયાર કરવા કહ્યું.
શહેરની મોટી સમસ્યા એ હતી કે રસ્તાઓ વરસાદ પહેલા રીપેર થતા હતા .પણ એક જ વરસાદ પડે ને બધું જ ધોવાઈ જતું હતું. એ પૂરતું ન હોય તેમ મોટા ખાડાઓ પણ પડી જતા હતા. વળી એક જગ્યાએ સારો રસ્તો હોય કે નવો બનાવ્યો હોય તરત ગેસ વાળા કે પાણી કે ગટર વાળા કોઈને પૂછ્યા વગર પહોંચી જતા અને પાણીની લાઇનના લીકેજ કે ગટર ના પ્રશ્નો અlગળ કરી ખોદકામ કરી નાખતા હતા.. એટલે ફરી ત્યાં ના ત્યાં જ ….આમ રસ્તા પુરlણ ચાલુ જ રહેતું હતું..સમસ્યા નો અંત જ નહોતો ...અને મલાઈ લાગતા વળગતા ને ત્યાં પહોંચતી રહેતી. બજેટ પૂરું થતું ને સમસ્યા ચાલુ જ રહેતી.
રોડ રસ્તા ના ભ્રષ્ટચાર ને નાથવુ અને શહેરને દુબઇ બનાવવું સરળ નહોતું. ચોમાસાની ક્યાં વાત જ કરવી. બારેમાસ નો પ્રશ્ન હતો.
ખાસ કરીને શેરી ને સોસાયટીના રસ્તાઓ ઉપર તો આ સમસ્યાનું નિરાકરણ બહુ વિકટ હતું. કોઈ તાલમેલ ખlતાઓ વચ્ચે નહોતો.દરેક વખતે વહીવટીતંત્ર સાથે ઝગડા અને બોલાચાલી થયા જ કરતી રહેતી.
ખરેખર તો માનસિકતા બદલવાની જરૂરી હતી. તંત્રે એ સમજી લેવાનું રહે કે કોઈ પણ સંજોગોમાં શહેરની સુંદરતા ખરાબ ન થવી જોઈએ. રસ્તાઓ ખરાબ ન થવા જોઈએ ..ટ્રાફિક કે રાહદારીને ચાલતા મુશકેલી ન પડવી જોઈએ. વાહન ચાલકને તકલીફ ન પડવી જોઈએ.
પ્રતિક ના આગ્રહથી રોડ અને ડેવલપમેન્ટ સમિતિએ કડક ફર્રમાન આ બાબતે કર્યું..દરેક મહોલા અને વિસ્તારોમાં નાગરિકોની જ એરિયા સમિતિઓ બનાવી. દરેકમાં જેતે વિસ્તારના કોર્પોરેટર અને અગ્રણી કેટલાક નાગરિકોની સીધી દેખતેખ હેઠળ જ સોસાયટી કે શેરી ના રસ્તાનું ખોદકામ થઈ શકે.
કામ પતે કે તરત નવા રિપેર રસ્તા તૈયાર કરવાની જવાબદારી જેતે કોન્ટ્રેક્ટરની રહેશે. એટલે કે ગટર કે ગેસ કે ટેલિફોન હોય કે પાણી હોય જે બાબતે ખોદકામ થાય ત્યાંથી રસ્તો ફરી સરખો અને વ્યવસ્થિત થાય ત્યાં સુધી દેખરેખ આ સમિતિ કરશે . કોન્ટ્રેક્ટરે સંપૂર્ણ કામ કરી રસ્તો ફરી એવો જ બનાવશે પછી જ પેમેન્ટ પૂરું થાય તેવી વ્યવસ્થા પણ કમિશનર દ્વારા કરાઈ .આમ કડકાઈ નહિ થાય ત્યાં સુધી આમ જ પોલમ પોલ ચાલશે અને સો મનમાની કરશે..
વળી શહેરમાં પાંચ ઓવરબ્રિજ અને ફલાયઓવર નવા બજેટમl બનાવવામાં આવે તેમજ શહેર ફરતે રિંગ રોડ ત્રણ બનાવવાનું પણ પ્લાનિંગ થયું..પ્રતિકે અને મેયર તેમજ અન્ય ઉચ્ચ હોદ્દેદારોએ તંત્રને એ સમજાવ્યું કે શહેર સુંદર બને અને આધુનિક બને એ મહત્વનું છે.
આ માટે પાર્ટી કટિબદ્ધ છે.કહો કે મોટlસlહેબનું અને પાર્ટીનું આ સ્વપ્ન છે.
તંત્રમાં એવું છે કે એની લગામ ખેચેલી અને કડક પકડી રાખવી પડે જો સહેજ ઢીલ મૂકી તો બસ મનમાની અને પોલંપોલ શરૂ….….
યુવા નેતૃત્વએ આ કામ ને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું. એરિયા સમિતિઓ દ્વારા તંત્ર અને કોન્ટ્રેક્ટરે પણ જવાબદાર થવું પડશે.
કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આ વખતે બાંકડા બનાવવાનો ઇનકાર પ્રતિક સહિતના મોટાભાગનાએ કર્યો .માત્ર દસ દસ હજારની જ ફાળવણી બધા કોર્પોરેટરો એ પોતાની ગ્રાન્ટમાંથી કરી એ પણ ચોક્કસ એકાદ જગ્યાએ જ્યાં જરૂરી હોય ત્યાંજ ...દર વર્ષે આમ એકમl જ બlકડા બનાવવા માં જ પેસl વપરાતા હતા..
આ વર્ષે કચરા ના નિકાલ અને એકત્ર કરવા મોડર્ન ટેક્નોલોજીની મોટી ગાડીઓ તેમજ શહેરની સફાઈ અને ધોવા માટે મોટી આધુનિક ગાડીઓનો ઓર્ડર અપાયો.અને આ બધાની ગ્રાન્ટ એમl આપી દેવાઈ ..
લગ્ન નજદીક આવતા હતા પ્રતીક બહેનના લગ્નની કન્કોત્રીઓ આપવા તેના પિતા સાથે મોટા સાહેબને મળ્યો..
મંદાકીનીબેનને પણ કન્કોત્રીઓ આપી .એમની દિકરી અને તેના પતિના ખાસ અલાયદા કાર્ડ આપ્યા. આખરે બિઝનેસ માટે જરૂરી હતું. મોટાસાહેબે જો સિટીમાં હશે તો જરૂર આવશે તેમ કહ્યું. જ્યારે મંદાકિની બેને કોઈ એક ફકશનમાં હાજરી આપવાની ખાતરી આપી. બે દિવસના ભરચક પ્રોગ્રામો હતા. રાસ ગરબા ગૃહશાંતિ ,મહેંદી તો ખરાજ સાથે લગ્ન ને રીસેપ્શન પણ...કથા પણ પહેલા હતી…
પ્રતિકે બહુ મોટા પાયે બહેનના લગ્ન કર્યા. ગામ તો આખું બોલાવ્યું સાથે સમાજના બધા લોકો પણ આવ્યા હતા. મંત્રીમંડળ થી માંડીને પાર્ટીના અગ્રણીઓ સગા સંબંધીઓ થી માંડીને ,સંગઠનવાળા,તેના બિઝનેસવાળા અને મિત્રોતો ખરાજ….ચાર પાંચ દીવસ લગ્નમાં લગભગ બધા આવી ગયા.