Chakravyuh - The dark side of crime (Part-3) in Gujarati Crime Stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3)

Featured Books
Categories
Share

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3)


ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3)

બીજા દિવસે સવારે શંભુ તૈયાર થઈને ફોરેન્સિક લેબ તરફ જવા માટે નીકળે છે. આ બાજું દવે ફટાફટ તૈયાર થઇ કોલેજ જવા માટે નીકળે છે, કામિની ના મિત્રો સાથે પૂછપરછ કરવા માટે. દવે પોલીસ જીપ લઈને કોલેજ ના કમ્પાઉન્ડમાં પહોંચી ગાડી પાર્ક કરી કોલેજમાં પ્રવેશે છે. કોલેજમાં જઈ તે એક છોકરા ને ઉભો રાખી કામિની ના મિત્રો વિશે પૂછે છે તે છોકરો સામેની દિશામાં ઓટલા પર બેસેલી છોકરી તરફ ઈશારો કરી બતાવે છેે.
" હેલ્લો! મારું નામ ઇન્સ્પેક્ટર દવે છે, મારે તમારી પાસેથી કામિની ની માહિતી જોઈએ છે. જેવી કે તેના મિત્રો કોણ છે? તેની કોઈ ની સાથે દુશ્મની? તેનો કોઈની સાથે ઝઘડો થયો હોય? અથવા તેને કોઈના થી પ્રોબ્લેમ હોય? મારેે તેની નાનામાં નાની વિગત જોઈએ છે." દવેએ એમની પાસે જતાં તેમની ઓળખાણ આપતાં છોકરીઓ ને પૂછ્યું.
" સર મારું નામ રુચિ છે અને આ રેશ્મા અને જ્યોતિ છે, અમેે કામિની નાં સ્કૂલ ટાઈમ નાં મિત્રો છીએ." રુચિ એ દવેને તેમની ઓળખાણ આપતાં કહ્યું.
" સર કામિની એકદમ સીધી છોકરી હતી તેનો સ્વભાવ પણ એટલો સારો હતો કે કોઈને પણ તેની સાથે ઝઘડો કરવાનું મન ના થાય, આ કોલેજમાં તેના ઘણા બધા મિત્રો છે પણ અમારા ત્રણ સિવાય તે કોઈની સાથે વધારે બેસતી નહિ. સિવાય વિનય!" જ્યોતિએ દવે ને કામિની વિશેની માહિતી આપતાાં કહ્યુંં.
" અને હા સર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેનુ કોઈ દુશ્મન નથી અને તેને કોઈ નથી પ્રોબ્લેમ પણ નથી."
" આ વિનય કોણ છે? " જ્યોતિ ની વાત સાંભળી દવે વિનય વિશે પૂછ્યું.
" સર અમારી જ કોલેજ નો એસ.વાય બી.એ નો સ્ટુડન્ટ છે. તે અમારા ક્લાસ નો નથી પણ કામિની સાથે તેને સારું બનતું હતું. ત્યાં સામે જે ગ્રુપ બેઠું તે વિનયનું જ ગ્રુપ છે." રેશમા એ દવેને વિનય વિશે જણાવ્યું અનેેે તેના ગ્રુપ તરફ આંગળી ચીંધતા કહ્યું.
" તમારા માંથી વિનય કોણ છે? " તે ગ્રુપની નજીક જતાં દવેએ તેમને પૂછ્યું દવે ની વાત સાંભળી બધા જ દવે ની સામે જુએ છેે." હું તમને પૂછું છું વિનય કોણ છે તમારા માંથીી? " જવાબ ન મળતાં દવે એ ગુસ્સે થતા ફરીથી પૂછ્યું.
" સર વિનય આજે કોલેજ નથી આવ્યો અને સર અમારો ફોન પણ રિસીવ નથી કરતોો." ગ્રુપમાંથી એક છોકરાએ દવેને જવાબ આપતાાં કહ્યું.
" વિનય નો નંબર આપ મને એનું એડ્રેસ પણ આપ." દવે એ તેની પાસે વિનય નો નંબર અને એડ્રેસ માંગતા કહ્યું. દવે ની વાત સાંભળી તેણે વિનય નો નંબર અને એડ્રેસ દવે ને આપ્યો. " વિનય નો સ્વભાવ કેવો હતો મતલબ કે તે કેવો છોકરો હતોો? એનો કામિની સાથે કેવો સંબંધ હતો?" દવે એ વિનય અને કામિની વચ્ચેના રિલેશન વિશે પૂછ્યુંં.
" સર વિનય સારો છોકરો છે વિનય અને કામિની એક બીજાને લવ કરે છે." એ છોકરાએ વિનય અને કામિનીના રીલેશન ની માહિતી આપતાં કહ્યુંં. પછી દવે ત્યાંથી નીકળી પોલીસ ચોકી જાય છે. પોલીસચોકી પહોંચી દવે ચા મંગાવે છે, ચા પીને દવે શંભુ ના આવવાની રાહ જુએ છે. લગભગ અડધાાં કલાક પછી શંભુ આવી જાય છે.
" શંભુ કામિની કોલ ડીટેલ આવી ગઈ? અને મોબાઇલ પર ની ફિંગર પ્રિન્ટ નું શું કર્યું કઈ ખબર પડી કોની ફિંગર પ્રિન્ટ છે?" દવે એ શંભુને પોલીસ ચોકી માં પ્રવેશતાં જ પૂછ્યું. દવેેે ની વાત સાંભળી શંભુ તેનાં હાથમાં રહેલાં કેટલાક કાગળો લઈ દવે પાસે જાય છે.
" સર આ રહી કોલ ડીટેલ અને ફિંગર પ્રિન્ટ નું કહીને આવ્યો છું સાંજ સુધીમાંં મળી જશે." શંભુ એ કાગળ દવેને હાથમાં આપતાં કહ્યું.
" શંભુ બે કપ ચા મંગાવ." દવે એ શંભુ ને ચા મંગાવવાનું કહ્યું. દવે ની વાત સાંભળી તરત શંભુ ચા મંગાવે છે થોડી જ વારમાં ચા વાળો ચા લઈને આવે છે. દવે ચા પીતા-પીતા કોલ ડીટેલ ચેક કરે છે, અમુક નંબર પર તે રાઉન્ડ કરે છે જેનાાં પર વધારે વખત વાત થઈ હોય છે અને એ સિવાય છેલ્લે જેની સાથે વાત થઈ તે નંબર પર પણ રાઉન્ડ કરે છે. એમાંથી એક નંબર જેના પર વધારે વાત કઈ છે અને છેલ્લો કોલ જેનો હતો એ નંબર જોઈ દવે ચોંકયા ફટાફટ પોતાનો મોબાઈલ કાઢ્યો અને તે નંબર જોયો.
" ઓ તારી! તો વાત એમ છે." ચા નો કપ નીચે મુક્તા દવે બોલ્યા.
" કઈ વાત સર?" દવેની વાતનો ખ્યાલ ન આવતાં શંભુએ દવે ને પૂછ્યું.
" જો આ નંબર જેના પર સૌથી વધારે વાત થઈ છે ઉપરાંત લાસ્ટ કોલ પણ જેનો છે તે નંબર વિનય નો છે. શંભુ એક કામ કર તું કંટ્રોલરૂમમાં ફોન કરી ને વિનયની કાલની લોકેશન ટ્રેસ કરાવ." દવે એ તેના મોબાઇલમાં સેવ કરેલો વિનયનો નંબર બતાવતાં શંભુ ને કહ્યું અને વિનયની લોકેશન ટ્રેસ કરવાં કહ્યું. દવે નો ઓર્ડર મળતાં જ શંભુ એ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વિનય ની લોકેશન ટ્રેસ કરવાં જણાવી દીધું.
" ચાલો ત્યારે જાનૈયા ને લેવા." શંભુ બોલ્યો પછી તેઓ જીપ લઈને વિનયના ઘર તરફ જવા માટે નીકળે છે. વિનય ના ઘરે પહોંચી તેઓ ઘરમાં પ્રવેશે છે, ઘર બહુ મોટું ન હતું બે રૂમ રસોડાનું મકાન હતું. વિનય ના માતા-પિતા બેઠકરૂમમાં બેસ્યા હોય છે. તેમને જોઇ વિનયના માતા-પિતા ને થોડી હેરાની થાય છે .
" આવો સર" દવે અને શંભુ ને અંદર આવતાં જોઈ વિનય ના પીતા બોલ્યા.
" તમે વિનયના માતા-પિતા?" દવે એ ખુરશી પર બેસતાં તેમને સવાલ કર્યો.
" હા સર હું વિનયનો પિતા વ્રજેશભાઈ અને આ મારી પત્ની અનિતા સર આમ અહીં અચાનક કંઈ પ્રોબ્લેમ છે?" પોતાનો પરિચય આપતાં વ્રજેશભાઈ બોલ્યા અને અચકાતાં સ્વરે દવેને સવાલ કર્યો.
" હા એક મર્ડર કેસમાં વિનયની પૂછપરછ કરવી છે તેનાં કોલેજની જ યુવતી તેની બેસ્ટ ફ્રેન્ડ કામિની નું મર્ડર થયું છે." દવે એ વ્રજેશ ભાઈ ને જવાબ આપતાં કહ્યું.
" વેલ! વિનય ક્યાં છે?" વિનય ઘરમાં ન દેખાતાં દવેએ તેમને પૂછ્યું.
" સર એ અંદર રૂમમાં સૂતો છે, કાલની એની તબિયત સારી નથી." દવેને જવાબ આપતાં અનિતાબેન બોલ્યા. અનિતા બેન ની વાત સાંભળી દવે વિનય ના રૂમમાં જાય છે, પોલીસને જોઈ વિનયના મોતિયા મરી જાય છે.
" વિનય મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે મારે તારી પૂછ પરછ કરવી છે માટે." દવેએ રૂમમાં પ્રવેશતાં જ વિનય ની બાજુમાં જઈ ઉભા રહેતાં કહ્યું. દવે ની વાત સાંભળીને વિનય ગભરાઈ જાય છે પરંતુ તરત જ સ્વસ્થ થતાં તે જવા માટે તૈયાર થાય છે, પણ અંદરો અંદર તે ડરી ગયેલો હોય છે, કેમકે એક તો તે મિડલ ક્લાસ ફેમિલીનો અને જો ગુનો સાબિત થાય તો તેને છોડાવનાર કોઈ જ નહોતું અને તેનાં માતા-પિતાનો એકનો એક છોકરો હતો.


To be continued.........


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.