*અમીર થવાની ઘેલછા*. ટૂંકીવાર્તા.... ૨૩-૭-૨૦૨૦ ગુરુવાર....
🙏*આજે એક વાત કહેવી છે મારી વાર્તા વાંચીને ઘણા બધા ખુબ સરસ પ્રતિભાવ આપે છે અને તમારા બધાં નાં અવિરતપણે મળતાં પ્રતિસાદ થી જ મને લખવાની પ્રેરણા મળે છે પણ હું કાલ્પનિક વાર્તા બહું જ ઓછી લખું છું... સત્ય ઘટના પર હું નામ,સ્થળ બદલીને લખું છું તો ઘણા બધા મને આવો વાર્તા નો અંત ના આવે ...આવો જ હોય એમ સલાહ, સૂચનો મેસેજ માં આપે છે પણ સત્ય કહાની નો અંત હું કેમ નો બદલી શકું???
મારાં લખવામાં જોડણી ની ભૂલ હોય સુધારી શકું.. પણ જેમણે મને કહી હોય એ કહાનીનો અંત તો મારે એ જ રાખવો પડે...
તો બસ બધાને વિનંતી કે મને સાથ સહકાર આપતા રહેજો*🙏
એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીએ લાગ્યો હતો આકાશ...
એને આકાશ આંબવાની ઈચ્છા હતી...
મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો એટલે કંઈ ઈચ્છાઓ નું બલિદાન આપવું પડેલું એટલે મનમાં અમીર થવાની ઘેલછા લાગી હતી કે ગમે એમ કરીને અમીર થઈને સુખ હાંસિલ કરું...
આકાશ નાં માતા પિતા ગામડે રેહતા હતાં. આકાશ ને એક નાની બહેન હતી કોમલ...
આકાશ ભણીગણીને સીધો શહેરમાં નોકરીએ લાગ્યો..
અને મકાન ભાડે રાખ્યું... બે ત્રણ છોકરાંઓ સાથે રેહવા લાગ્યાં જેથી ભાડું ઓછું ભરવું પડે...
આકાશ રોજ બસમાં નોકરી જતો આવતો એનો ભેટો રેવતી જોડે થયો એ નોકરી કરતી હતી અને બસમાં જ અવર જવર કરતી હતી...
બન્ને ની આંખો મળી...
જે વેહલુ આવે એ બીજાની ટીકીટ લઇ લે અને જગ્યા રોકે આમ કરતાં બન્ને વચ્ચે પ્રણય સંબંધ બંધાયો..
રોજ એકમેકની રાહ જુવે...
રેવતી ને આકાશ નાં સ્ટોપ કરતાં વેહલુ એક સ્ટોપ ઉતરવાનું હોય..
આકાશને છેલ્લું ઉતરવાનું હોય..
આમ બન્ને એકબીજા નાં પ્રેમ માં પડ્યાં એટલે લગ્ન નાં સ્વપ્ન સજાવવા લાગ્યાં...
પણ આકાશ ને પોતાનું એક ઘર, ગાડી બધું લેવું હતું એટલે એણે રેવતી ને થોડો સમય રાહ જોવા કહ્યું...
રેવતી સમજાવતી કે આપણે બન્ને કમાઇને બે પાંચ વર્ષમાં બધું વસાવી લઈશું પણ આકાશ ની ઘેલછા હતી કે હું બધું એકલો કરીશ ...
ઓફિસમાં હજુ તો આકાશ ને નોકરીએ લાગીએ બે ત્રણ મહિના જ થયા હતા...
એક દિવસ ઓફિસ નાં શેઠ ચેતન ભાઈ પણ નાની જ ઉંમરના હતા જે પોતાના પિતાનો ધંધો સંભાળતા હતા...
ચેતનભાઈ એ એક દિવસ કેબિનમાં આકાશ ને બોલાવ્યો અને કહ્યું કે આકાશ મેં જાણ્યું કે તારે ખુબ જ અમીર બનવું છે ???
આકાશ કહે હાં સર..
ચેતનભાઈ કહે તું તો એકદમ ચોકલેટી હિરો છે.... શાહીદ કપૂર જેવો દેખાય છે... તું ધારે એટલાં રૂપિયા કમાઈ શકે ...
આકાશ કહે બોલો સર કેવી રીતે ???
ચેતનભાઈ કહે પહેલાં તું મને સર કહેવાનું બંધ કરી દે...
એમ કહીને હાથ લંબાવ્યો... આજથી દોસ્ત...
બોલ ચેતન કહે મને...
આકાશ ખચકાતા હાથ મિલાવીને સામે જોયું...
ચેતન ઉભો થઈ ને આકાશ ની પાસે આવ્યો અને આકાશ ને ભેટીને કાનમાં કહ્યું કે અમારું એક ગ્રુપ છે બસ તારા જેવા ચિકણા ની જરૂર છે...
તું હા પાડે તો રોજ એક રાત નાં તને દશ વીસ હજાર તો એમ જ મળશે અને ઉપરથી બક્ષિસ અલગ...
આકાશ આ સાંભળીને વિચારમાં પડ્યો આ જોઈ ચેતન બોલ્યો ..
બહું વિચારીશ તો દુઃખી થઈશ...
આ તો તારાં વિશે જાણ્યું કે તારે અમીર થવું છે એટલે બોલાવ્યો અને કહ્યું...
બાકી કેટલાંય મળી રહે અમને...
અને જો આ વાત ક્યાંય જાહેર કરી તો આ શહેરમાં તને કોઈ બીજી નોકરી નહીં આપે એવું કરીશ...
આકાશને તો અમીર થવાની ઘેલછા હતી એણે હા પાડી...
ચેતન ખુશ થયો અને એક કાર્ડ આપ્યું અને કહ્યું કે સાંજે અહીં પહોંચી જજે...
આકાશ ઓફિસમાં થી છૂટીને એ જગ્યાએ ગયો ત્યાં ચેતન નો કોઈ ભાઈબંધ હતો...
આકાશ ને લઈને ગાડીમાં એના ફાર્મ હાઉસમાં લઈ ગયો...
આકાશ ને એક પેગ આપ્યો અને પોતે એક પેગ પીધો...
સવારે ગાડીમાં આકાશને એનાં ઘરે ઉતાર્યો ત્યારે આકાશ નાં ખિસ્સામાં રોકડા વીસ હજાર હતાં અને એક મોબાઈલ ગિફ્ટ મળ્યો હતો એણે એક દવા ગળી અને નાહીને સૂઈ ગયો...
આજે એ ઓફિસ નાં ગયો અને આરામ કર્યો...
બીજા દિવસે એ ઓફિસ જવા નિકળ્યો એટલે રેવતી ચિંતાતુર ચેહરે મળી અને પૂછવા લાગી કે કેમ તબિયત ઠીક નથી???
કાલે પણ ઓફિસ જવા નીકળ્યા નહીં.??
આકાશ કહે હા ઓફિસ ની એક મિટિંગ હતી તો શેઠ એમની સાથે લઈ ગયા હતા તો થાક્યો હતો એટલે કાલે નાં આવ્યો...
લે આ મારો મોબાઈલ નંબર હવે કંઈ કામ હોય તો ફોન જ કરજે ચિંતા નાં કરીશ...
રેવતી કહે અરે એટલામાં આટલો મોંઘો મોબાઈલ પણ લઈ લીધો તો ગામડે પગાર મોકલ્યો કે નહીં???
આકાશ આવી દેખાદેખી નહીં સારી...
આકાશ કહે મેં નથી ખરીદ્યો આ તો મીટીંગ માં શેઠ ને ફાયદો થયો એટલે એમણે ગિફ્ટ આપ્યો...
રેવતી આકાશ સામે જોઈને વિચારમાં પડી ગઈ...
અઠવાડિયામાં એક દિવસ આકાશ આવી રીતે રાત્રે બહાર રહેતો અને બીજા દિવસે ઢગલો રૂપિયા લઈને ઘરે આવતો...
આમ રૂપિયા થયાં એટલે પોતાના માટે એક ટેનામેન્ટ બંગલો સ્કિમમાં પોતાનું નામ લખાવ્યું અને રૂપિયા ભર્યા ચેતન ને જાણ થતાં એણે પોતાના બિલ્ડર દોસ્ત ને કહીને આકાશ ને ફાયદો કરાવી આપ્યો...
આમ છ મહિનામાં જ આકાશ પાસે આટલાં રૂપિયા ક્યાંથી આવ્યા???
એ રેવતી માટે ચિંતાનો વિષય બની ગયો એટલે એણે આકાશ નો પીછો કરવાનું નક્કી કર્યું...
એક દિવસ ઓફિસ થી છૂટી ને આકાશ ને ચેતન જોડે જવાનું હતું એણે રેવતી ને ફોન કર્યો કે આજે શેઠ જોડે એક કામસર જાય છે તો તું રાહ નાં જોઈશ...
આ સાંભળીને રેવતી એ ટેક્સી ભાડે કરી અને આકાશ નાં ઓફિસની બહાર આવી ઉભી રહી ગઈ...
થોડીવાર પછી ચેતન ની ગાડીમાં આકાશ બેઠો અને ગાડી શહેર ની બહાર હાઈવે પર દોડવા લાગી અને પછી એક ફાર્મ હાઉસ પાસે ઉભી રહી...
ચેતન અને આકાશ ઉતર્યા અને અંદર ગયા અને દરવાજો બંધ કર્યો...
રેવતી લપાતી છુપાતી આવી અને દરવાજા નાં કિ હોલમાં થી અંદર જોવા કોશિશ કરી...
ખાસ્સી વારે આંખ ટેવાઈ ગઈ એટલે અંદરનું દ્રશ્ય જોઈ એનાં હોશ ઉડી ગયા એ દોડીને પાછી આવી અને એ જ ટેકસીમાં ઘરે પહોંચી...
દર વખતની જેમ આકાશ બીજા દિવસે નોકરી એ નાં ગયો...
ત્રીજા દિવસે એ બસમાં રેવતી ની સીટ રોકીને રાહ જોઈ રહ્યો..
રેવતી આવી એટલે આકાશ બોલ્યો કે હવે બે ત્રણ મહિનામાં હું ગાડી લોન ઉપર લઈશ..
પછી આપણે લગ્ન કરીશું અને ફરવા દુબઈ જઈશું...
આ સાંભળીને રેવતીએ કહ્યું કે આકાશ તું અમીર થવાની ઘેલછા માં શું બની ગયો એનું ભાન છે???
આકાશ કહે એટલે???
રેવતી કહે મને ખબર છે તારી ફાર્મ હાઉસ ની મિટિંગ....
આ સાંભળીને આકાશ થોડો ધૂંધવાટ પામ્યો...
એણે દલીલ કરી તને કોઈએ ખોટી માહિતી આપી છે...
રેવતી કહે મેં મારી સગી આંખે જોયું છે...
આ સાંભળીને આકાશ ચિડાયો કે તું મારી જાસૂસી કરે છે મારો પિછો કરે છે???
રેવતી કહે અચાનક તારી પાસે આટલાં રૂપિયા આવે એટલે કારણ તો જાણવું પડે ને...
આ સાંભળીને આકાશ ગમે એમ બોલવા લાગ્યો...
રેવતી કહે તું આ બધું બંધ કરીને સામાન્ય માણસ બની જા...
આકાશ લાલઘૂમ આંખો થી રેવતી ને તાકીને તારે મારાં પ્રેમ સાથે નિસ્બત છે કે મારાં ધંધા સાથે???
રેવતી બન્ને સાથે...
આકાશ કહે તો તું ગટરમાં રેહનારી છું મને તારા જેવી મૂફલિસ જિંદગી જીવવી નથી ગમતી...
રેવતી તો મને ભૂલી જજે...
આકાશ સાલી તને યાદ પણ કોણ રાખવા માંગે છે...
આ તો તારી દયા આવતી હતી એટલે..
તારાં જેવી કેટલીય મળી રહશે...
આમ રૂપિયા ફેકીશ એટલે એમ કહીને બસ ઉભી રખાવી ગુસ્સામાં નીચે ઉતરી ગયો...
રેવતી એને જતો જોઈ ને વિચારી રહી કે અમીર બનવાની ઘેલછામાં આકાશ ખોટાં માર્ગે જતો રહ્યો છે પણ હવે એને ભૂલવો જ રહ્યો એમ કહીને આંખોમાં આવેલા આંસુ ને રૂમાલ થી લૂછી રહી...
ભાવના ભટ્ટ અમદાવાદ......