Loverange in Gujarati Love Stories by Bhumi Gohil books and stories PDF | લવેરેંજ - લવ વાળા અરેંજ મેરેજ....

Featured Books
Categories
Share

લવેરેંજ - લવ વાળા અરેંજ મેરેજ....

ટાઇટલ: "લવેરેન્જ"


"શિવ!!!"શ્રુતિ એ શિવના ખભે માથું રાખતા કહ્યું.

શ્રુતિના માથા પર હાથ ફેરવતા તે બોલ્યો.

શિવ:"હમ્મ"

શ્રુતિ:તમે ઘરે ક્યારે વાત કરશો?...

શિવ:કરીશ મારી જાન શુ ઉતાવળ છે બસ થોડો સમય આપ મને....

શ્રુતિ:શિવ મારા પાસે ટાઈમ જ તો નથી.

શિવ:શ્રુતિ કેમ એવું કહે છે??શું થયું???

શ્રુતિ:"શિવ મને ઘરેથી મેરેજ માટે બહુ ફોર્સ કરે છે!!!પપ્પા એ મારા માટે લગ્ન માટે છોકરા જોવાનું પણ ચાલુ કરી દીધું છે.

શિવ:હમમમ...તું વાત કર ઘરે હું પણ આજે પપ્પા સાથે વાત કરું છું...મારા ઘરે તો કંઈ પ્રોબ્લેમ નહિ થાય મમ્મીને લગભગ તું પસંદ આવીશ જ મને વિશ્વાસ છે.

શ્રુતિ:લગભગ??

શિવ:ના 100% બસ મને વિશ્વાસ જ છે કે તું ઘરે બધાને પસંદ આવીશ જ બસ....ખુશ હવે?!!

"કેહતા તેણે શ્રુતિ ના ચેહરાને બંને હાથ માં લઇ ને તેના કપાળ પર કિસ કરી અને ટાઈટ હગ કર્યું.અને શ્રુતિએ આંખોથી જ મુક સંમતિ આપી અનેબંને ઘરે જાવા નીકળ્યા."





"શ્રુતિ ના ઘરે"


"સટ્ટાક...શ્રુતિ ના મમ્મી એ શ્રુતિ ને એક ઝાપટ મારી અને કહ્યું.ખબરદાર જો એક શબ્દ પણ બોલી છે તો તને આ બધું કરવા કોલેજ મોકલીતી,તને અમે એટલે જ ભણાવી કે એક દિવસ આવીને અમારી સામે ઉભી રહી જાય..."

પણ મમ્મી....રડતા રડતા શ્રુતિ બોલી.

ચૂપ એકદમ ચૂપ એક શબ્દ નઈ તારા પપ્પા નું કેટલું નામ છે. સમાજ માં કેટલી ઈજ્જત છે એમની,એક પણ વાર વિચાર ના આવ્યો તને કે તું આવું કરીશ તો શું ઈજ્જત રહેશે અમારી સોસાયટીમાં...

શ્રુતિ ના મમ્મી ગુસ્સામાં બોલી રહ્યા હતા કે શ્રુતિ ના પપ્પા બોલ્યા.

"ઠીક છે બોલાવ તે છોકરાને હું એને મળીશ પણ યાદ રાખજે જો મને ના ગમ્યું તો તું એ જ કરીશ જે અમે કહીશું!!!"

થનેકયું પપ્પા..તમે એક વાર શિવ ને મળી લ્યો.મને વિશ્વાસ છે કે શિવ તમને નિરાશ નઇ કરે.

"બીજા દિવસે શિવ શ્રુતિના પપ્પા ને મળવા એના ઘરે જઈ જ રહ્યો હતો કે રસ્તા માં એક અંકલ ને ચક્કર આવતા તે પડી ગયા આજુબાજુ માં બધા જોઈ રહ્યા હતા પણ કોઈ મદદે ના આવ્યું આ જોઈ શિવ તરત જ પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને તેમને ઉભા કર્યા એમનું સ્કૂટર પાર્ક કર્યું સાઈડમાં અને પોતાની બોટલ માંથી પાણી આપ્યું અને એ અંકલના ના પાડવા છતાં નજીક ના ક્લિનિક લઇ ગયો."


શિવ:"અંકલ તમારે ક્યાં જવાનું છે ચાલો હું મારી કાર માં મૂકી જાવ તમારી તબિયત સારી નથી.એટલે તમારું સ્કૂટર હું પહોંચાડી દઈશ."

અંકલ:"દીકરા રહેવા દે તારે મોડું થશે.અને તે જે કર્યું એ આ જમાના માં કોઈ ના કરે થેંક્યું દીકરા."

શિવ:"અરે અંકલ તમે મારા પપ્પા જેવા જ છો.અને કોઈ પિતા પોતાના દીકરાને thanks ના કહે.હવે ચાલો જલ્દી હું તમને ઘરે મૂકી જાવ."

અને એ અંકલ પોતાની સોસાયટી નું નામે કહે છે.

ઓહ મારે પણ ત્યાં જ જવાનું છે...

"બંને સોસાયટીમાં પહોંચ્યા પછી શિવ શ્રુતિ ને કોલ જ કરતો હોય છે કે તે અંકલ કહે છે."

"દીકરા મને ખબર છે તારે ક્યાં જવાનું છે ચાલ લઇ જાવ તને."
શિવ તો બસ તે અંકલને જોઈ જ રહ્યો.
અને તે તેમને પોતાના ઘરે લાવે છે.અને ડોરબેલ વગાડે છે.ત્યાં શ્રુતિ આવીને દરવાજો ખોલે છે તો સામે શિવ અને તેના પપ્પા ઉભા છે.

બંને ને સાથે જોઈ શ્રુતિ બોલી.

"શિવ ,પપ્પા તમે બંને સાથે?!!"

શિવ તો જોઈ જ રહે છે ત્યાં જ શ્રુતિ ના પપ્પા કહે છે.

"દીકરા અંદર તો આવ!!"

શિવ અને શ્રુતિ એક બીજા સામે મુસ્કુરાયાં અને એક લવ મેરેજ અરેન્જ થઈ ગયા...



મોરલ:- ખોખલા સમાજના નિયમોને આધીન થઈને પોતાના સંતાનોની ખુશીઓ ને બલી ચડાવવી જોઈએ નહીં.અને પોતાના નિયમોને એમના પર થોપવા પહેલા એમની ઈચ્છા જાણી લેવી જોઈએ.સંસ્કાર,માન, મર્યાદા ફક્ત આપના પરિવાર માટે હોવી જોઈએ ના કે સમાજ સામે ખોટો મોભો રાખવા માટે.અને સાથે આપણી જાવબદારી છે આપની સંસ્કૃતિની રક્ષા કરવી પણ એના માટે પ્રેમનો વિરોધ કરીને પોતાના સંતાનની ઈચ્છા અને ખુશી ને અડચણરૂપ ન સમજવી.