CHECK MATE. - 18 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 18

Featured Books
Categories
Share

ચેકમેટ - 18


દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે હોસ્પિટલમાં મિસિસ રિધમ મહેતા પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ મિ. રાજપૂત દેહરાદૂનથી સિમલા જવા નીકળે છે.હવે આગળ.

સિમલા પોલીસ સ્ટેશન જઈ ને રાજપૂત સીધા ઇન્સ્પેક્ટર મોહિંત્રેની કેબિન માં જાય છે.જ્યાં કોચ રાજેશ પહેલેથી બેઠેલા જ હોય છે.તેમને આવેલા જોઈને ....આંખોથી જ હળવું સ્મિત આપે છે રાજપૂત..

ઔપચારિકતા પુરી કરીને એ લોકો વાતોએ વળગ્યા.સૌથી પહેલાતો રાજેશ ત્રિપાઠી પાસેથી એમનું સ્ટેટમેન્ટ લેવાનું હતું.
કોચ રાજેશ ખૂબ જ શાંતિપૂર્વક પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા.

દરેક ટ્રેકિંગ સ્ટુડન્ટસની રગે રગથી વાકીફ હતા રાજેશસાહેબ
.
"સાહેબ ,ગુજરાતી ફાવશે ને? સોનેરી ફ્રેમના ચશ્માંમાંથી ત્રાંસી આંખે જોઈને રાજેશ ત્રિપાઠી બોલ્યા.

"અરે સાહેબ અમે તો પુરા ગુજરાતી જ છીએ પણ આ મોહિંત્રે સાહેબને થોડી તકલીફ પડશે...કેમ સાચું કહ્યુંને મોહિંત્રે સાહેબ?"સસ્મિત જવાબ આપ્યો રાજપૂત સાહેબે.

'અરે સરજી સબ ભાષા જાનતા હું મેં..આપ કન્ટિન્યુ કરો."

સર ગુજરાતથી ટ્રેકિંગ માટે ટોટલ બે ગ્રુપ આવ્યા હતા.એમાંથી એક હતું તમારા આલય અને એના કૉલેજ ફ્રેંડસનું અને બીજું ગ્રુપ સુરતથી આવ્યું હતું.બંને ગ્રુપ મારી અંડરમાં હોવાથી એમનું એક જ ગેસ્ટહાઉસમાં બુકીંગ હતું.રોજ સવારે બ્રેકફાસ્ટ પછી અમે રૂટિન પ્રમાણે નીકળીને સાંજે પાછા આવતા.ત્રણ દિવસ પછી ટ્રેકિંગનો રૂટ બદલવાનો હતો જેમાં સવારે એ ગેસ્ટહાઉસમાંથી ચેક આઉટ કરીને બધા ત્યાંથી નીકળી જવાના હતા."

"આ ત્રણ દિવસ દરમિયાન આલયનું વર્તન કેવું હતું.કોઈ શંકાસ્પદ વર્તન કે પછી કોઈની સાથે ત્યાં ઝગડો કે મારામારી કે ટેલિફોનિક કોઈ મગજમારી હતી?"સહસા જ પૂછે છે ઇન્સ્પેક્ટર રાજપૂત."

"ના સાહેબ, આલય ખૂબ જ મસ્તી કરતો.આખા ગ્રુપમાં બે ત્રણ જણા જ હતા જે એક્ટિવ હતા એક તો આલય અને બીજો એનો ફ્રેન્ડ માનવ તથા ત્રીજો જે હતો તે સુરતનો વિકાસ નામનો છોકરો હતો.આવા મળતાવડા સ્વભાવના છોકરાને કોઈ સાથે દુશ્મની હોઈ જ ના શકે...
અઘરા ટાસ્ક હોય કે રોજ રાતનું કેમ્પ ફાયર કે પછી અંતાક્ષરી હોય...આલય કાયમ આગળ જ હોય.બહુ પોઝિટિવ છોકરો હતો સાહેબ".

" હતો નહિ ,છે રાજેશભાઇ!! એ હજુ છે, આપણી વચ્ચે નથી પણ આપણી આસપાસ જ છે.પણ એ તમારા ટ્રેકિંગ કેમ્પથી અલગ કેમ પડી ગયો એ ખબર ના પડી??"

"અરે, વધારે તો કાંઈ ખબર નથી પણ જ્યારે મેં એનાઉન્સમેન્ટ કર્યું કે હવે પરમદિવસે ચેક આઉટ કરવાનું છે અને નેક્સ્ટ ટ્રેકિંગ બે દિવસનું છે.2880 મીટરની ઉંચાઈ પર છે.મારી વાત વચ્ચેથી કાપતા જ આલય બોલ્યો હતો કે સર હું કાલે બપોર સુધી જ છું.પછી હું મારા રિલેટિવના ઘરે જવાનો છું.આગળ જોઈન્ટ નહીં કરી શકું"

"ખૂબ જ આઘાતજનક સમાચાર હતા મેં એને ખૂબ જ સમજાવ્યો કે આલય ફોર્મ સાઇન કર્યું ત્યારે આવી કોઈ વાત નહોતી થઈ.મારા લૉ ની વિરૃદ્ધ છે.હું પરમિશન નથી આપતો.મારે આગળ ઓર્ગેનાઇઝર અને તારા પેરેન્ટ્સની સાથે વાત કરવી પડશે."

ખૂબ જ નવાઈ લાગી મને કે આલય અચાનક કેમ આમ ટ્રેકિંગ છોડે છે.બીજા દિવસે જ્યારે અમે નીકળ્યા ત્યારે એ મૂડમાં નહોતો.

ફાઇનલી એ બપોરે અડધે રસ્તેથી પાછો વળી ગયો.માનવ અને એને ઘણી મગજમારી થઈ હશે કારણ કે એ મારી જાણ બહાર નીકળી ગયો...મેં માનવને એની પાછળ મોકલ્યો...પણ એ ગુસ્સામાં ગેસ્ટ હાઉસ જઈને બેસી ગયો.'આમ અચાનક જ એના જતા રહેવાનું કારણ અમે ના જાણી શક્યા.

"એનો અર્થ કે આપની પાસેથી છુટા પડ્યા બાદ આલય ડો.રિધમ મહેતાને ઘરે ગયો હશે..અને ત્યાંથી રાત્રે મોક્ષા સાથે વાત કરી હશે કારણકે એના મોબાઈલ માં છેલ્લું લોકેશન મોલ રોડનું છે."
નો સર, ઉસકા લાસ્ટ લોકેશન મોલ રોડ હૈ યે બાત સચ હે,લેકિન વો એકસિડેન્ટ વાલે દિનકા હે....મેને ઉસ પર પુરી પીએચડી કર દી હે." મોહિંત્રે બોલી ઉઠ્યા.

"તો પછી આરતીને એણે ક્યારે ફોન કર્યો હશે ? અને જો એ સૃષ્ટિને ઓળખતો જ હોય તો આરતીએ એને રિધમ મહેતાનું એડ્રેસ કેમ આપ્યું?? કંટાળી ગયો છું એવું કેમ કહ્યું હશે એણે આરતીને!!! એટલે ખાલી કરવા ખાતર જ ફોન કર્યો હતો આલયે આરતીને....કે પછી આલય જાણતો હતો પણ આરતીને બંનેના અફેરની ખબર નહોતી.'રાજપૂત સાહેબ હવે ગૂંચ ઉકેલવાની ફીરાતમાં જ હતા.

"સર, આલયના ટ્રેકિંગ દરમ્યાન ઘણી વખત કોઈની સાથે ફોનમાં વાત કરતો હતો...કોઈ વાર પ્રેમ ભરી તકરાર હતી...તો ક્યાંક કોઈ જગ્યાએ પૈસાની માથાકૂટ....".કોચ રાજેશ ત્રિપાઠીએ ઘટસ્ફોટ કરતા કરતા કહ્યું.

રાજેશ ત્રિપાઠીની વાત સાંભળીને મિ. રાજપૂત ઘણા પ્રશ્નોથી ઘેરાઈ ગયા હતા.કેટલાક પ્રશ્નોમાં સમાધાન થઈ ગયું હતું.

"મિ. ત્રિપાઠી વાત ઘણી ક્લીઅર છે કે આલય બે દિવસ ટ્રેકિંગ પર ગયો.ત્રીજા દિવસે ત્યાંથી નીકળી ગયો હતો કારણ કે ચોથા દિવસે એ ગેસ્ટ હૉઉસમાંથી ચેક આઉટ કરીને બીજે જવાનું હતું જ્યાંથી 2 દિવસનું મોટું ટ્રેકિંગ હતું.અને આલય ને સૃષ્ટિને જન્મદિવસની શુભકામનાઓ આપવા અને ઉજવવા તેને ઘરે જવું હતું..તેની પાછળ માનવ પણ ગેસ્ટ હાઉસ આવી ગયો હતો.

બીજા દિવસે એ લોકો કાર લઈને નીકળી ગયા અને રસ્તામાં એમને એકસિડેન્ટ થયો...
"ઘટના સ્થળ પરથી જેમનો ફોન આવે છે..એ વ્યક્તિ ત્રણ જણ ના એકસિડેન્ટ નું કહે છે..જ્યારે એમ્બ્યુલન્સમાં માત્ર સૃષ્ટિ જ હોય છે...તો પેલા બંને ક્યાં??

કોણ હતું ત્રીજું સૃષ્ટિ અને આલય સાથે... અકસ્માત સ્થળ પરથી આલય અને એ બીજી વ્યક્તિ ક્યાં ગાયબ થઈ એ માટે વાંચતા રહો..ચેકમેટ...