ભાગ - 9
વાચક મિત્રો
ઘણાં લાંબા સમયના અંતરાલ પછી, હું આ કાલ્પનિક રમુજી વાર્તાનો ભાગ 9 લખી રહ્યો છું.
કેમકે, આજ પ્લેટફોમ પર મારી બીજી બે નવલકથા ચાલુ કરી હતી, જે પુરી થવા આવતા, હું ફરી આ મનોરંજક પાત્ર અડવીતરાની યાત્રા આગળ વધારું છું.
મિત્રો આગળના ભાગ આઠમાં આપણે જાણ્યું કે,
પ્યુને પોતાના હાથમાં રહેલ ગરમાગરમ ચા કોફી અને ઠંડા પાણીના ગ્લાસ મુકેલ ટ્રે, પૂરી તાકાતથી અડવીતરાના મોઢા ઉપર ઘા કરીને મારી છે.
બનવાકાળ એ ટ્રે, એને વાગે એ પહેલા, અળવીતરો હમણાં સુધી વાંચી રહેલ મેગેઝીન ટેબલના ખાનામાં મુકવા થોડો નીચે નમે છે, અને એ ટ્રે સીધી, એજ ઓફિસની વોલ પર લાગેલ, શેઠની મનપસંદ પેઇન્ટિંગ પર ધડાકાભેર પડે છે.
અસલમાં એ પેન્ટિંગમાં જે દૃશ્ય હતું,
તે એક ચાના બગીચાનું નયનરમ્ય દ્રશ્ય હતું, કે જેના ચાના બગીચાવાળા પેઇન્ટિંગ પર આજે તૈયાર બનાવેલી ઓરિજિનલ ચા અને કોફી પડી હતી.
શેઠ આ અવાજથી ઉભા થઈ બહાર આવે છે,
સુંદર પેઇન્ટિંગમાંથી મોર્ડન આર્ટ બની ગયેલાં પેઇન્ટિંગનું આ દૃશ્ય જોઇ રિસેપ્શનમાં બેઠેલ મેડમને પૂછે છે કે,
આ બધું શું છે ?
કઈ રીતે થયું આ ?
રીસેપ્સનીસ્ટ :- સર, પેલા ભાઈ જે મશીનની ડીલેવરી આપવા આવ્યા હતા, તે સામે સોફા પર બેઠા હતા, અને એજ વખતે આપણો પ્યુન, ટ્રેમાં એ ભાઈ માટે ગરમા ગરમ ચા- અને તમારાં માટે એટલીજ ગરમ કોફી અને ઠંડા પાણીનાં ગ્લાસ, આ બધુ એકજ ટ્રે માં લઈને બહાર આવ્યો, અને બહાર આવી જેવા પ્યુને પેલા ભાઈને જોયા, જોતા જ ખબર નહીં, કે એને શું થયું ?
એકધારું થોડીવાર એ ભાઈ સામે જોઈ, શ્વાસ ફુલાવી અચાનક, એણે એ આખી ટ્રે એ ભાઈ ઉપર ફેંકી,
પરંતુ
એ વખતે તે ભાઈ થોડા નીચે નમ્યા હોવાથી, ટ્રે એમનાં પર તો ન પડી, પણ
એ ભાઈ જાણે પ્યુનને ઓળખી ગયા હોય એમ, પોતાની જગ્યાએથી ઊભા થઈને ઓફિસની બહાર ભાગ્યા, અને એમની પાછળજ પ્યુન પણ ભાગ્યો.
આ બાજુ અડવીતરો દોડીને કંપનીના વર્કશોપ તરફ ભાગે છે, અને પ્યુન દોડીને કંપનીના મેઇન ગેટ પર આવે છે.
પ્યુન સીધો ગેટ પર આવી, વોચમેનને...
પ્યુન :- ઉભો થા ફટાફટ. ને ગેટને બે, ત્રણ, ચાર જેટલા તાળા હોય એટલા મારી દે, તાળા ન હોય તો દરવાજાને વેલ્ડીંગ કરાવી દે. અને બેય હાથમાં દંડો લઈ, દરવાજા પાસે ઉભો થઇ જા.
ખબરદાર જો કોઈને અંદર આવવા કે બહાર જવા દરવાજો ખોલ્યો છે તો.
આજે મને પૂછ્યા વગર કોઈ બહાર ના જવું જોઈએ.
પ્યુન તો ગેટ બંધ કરાવીને અડવીતરાને પકડવા વર્કશોપ બાજુ આવી રહ્યો છે.
ત્યાંજ, શેઠે મોકલેલ કંપનીના મેનેજર તેને રસ્તામાં મળે છે. મેનેજર :- અશોક શું છે આ બધુ ?
તે કેમ પેલી પાર્ટીને ટ્રે મારી ?
અને
અત્યારે તુ, એની પાછળ કેમ પડ્યા છે ?
શું વાત છે ?
પ્યુન :- એ બધી વાત પછી, તમે ખસો સાઈડમાં.
મેનેજર :- ના તું પહેલા બોલ, વાત શું છે ?
અને હા, તને હમણાંજ શેઠ બોલાવે છે. ચાલ મારી સાથે. પ્યુન :- શેઠને કહીદો, હાલ નહિ અવાય. મારું કામ પતાવીને આવુ છું.
એમ કહી પ્યુન રીતસર મેનેજરને ધક્કો મારી છટકીને, દોડીને સીધો વર્કશોપમાં ઘુસે છે.
અળવીતરો વર્કશોપમાં પ્યુનને, બરાબરનો ગોળગોળ દોડાવે છે. પરંતુ
આજે આ પ્યુન પોતાને છોડશે નહીં, એવું જાણી જતા,
અડવીતરો વર્કશોપમાં લાગેલ હેવી માલ-સામાન આઘો-પાછો કરવાની ક્રેનનું ચેનથી લટકી રહેલ રીમોટ હાથમાં લઈ, એ જ ચેનને પકડી રીમોટ સાથે ઉપર ચડી જાય છે.
વધુ ભાગ 10 મા.