WILD FLOWER - 40 - last part in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-40 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-40 - છેલ્લો ભાગ

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-40
મસ્કીને સુરેખે સીધી ચેતવણી આપી અને મસ્કી ત્યાંથી વંદનાને લઇને જતો રહ્યો. કબીર અને સુરેખને ચર્ચા થઇ અને કબીરે કહ્યું મેં કંઇ કીધુ નથી તને શું ખબર પડી ગયેલી ? સુરેખે કહ્યું મેં તો માત્ર અનુમાન લગાવેલું અને તીર નિશાને લાગ્યું હતું.
સુરેખે કહ્યું પણ સાચે સાચ દમણમાં શું થયેલું એતો કહે ? કબીરે કહ્યું છોડ બધી વાત પછી કોઇવાર.. અભીએ કહ્યું....
કેમ પછી વાત અમે તારાં ફેન્ડ્સ નથી ? તું ક્યાંક ભરાઇ ના જાય દોસ્ત અમેજ કામમાં આવીશું શું વાત છે ?
કબીરે કહ્યું અહીંથી એકવાર બહાર નીકળીએ પછી વાત અભિએ કહ્યું ચાલ કેન્ટીન ચાલુ હશે ત્યાં થોડીવાર બેસીએ ચા-કોફી નાસ્તો કરીએ પછી ઘરે જવા નીકળીશું
સ્વાતીએ કહ્યું હાં ચાલો પછી ખબર નહી બધાં ફરી ક્યારે ભેગા થઇશું સુરેખે કહ્યું તમસ તું પણ ચાલ બધા સાથે બેસીશું ગપ્પા મારીશું પછી નીકળીશું.
બધાંજ કેન્ટીનમાં પહોંચ્યા અને ચા-કોફી અને નાસ્તાનાં ઓર્ડર કર્યા. સ્વાતીએ સુરેખાએ સોફ્ટ ડ્રિન્ક ઓર્ડર કર્યાં. અભીએ બધાં બેઠાં પછી પૂછ્યું બોલ કબીર શું થયું હતું ? કબીરે જોયુ કે સ્વાતી અને સુરેખા એમની વાતોમાં મગ્ન છે એણે કહ્યું ધીમા અવાજે કે દમણ ગયાં પછી પેટ ભરીને બીયર વ્હીસ્કી પીધાં રાત્રે મસ્કીએ છોકરીઓ બોલાવેલી અને પછી એનો વીડિયો ઉતારેલો. એ સાંભળી ગયેલો બધી વાત અને પેલી છોકરીઓએ મસ્કીને વીડીયો ઉતારી લીધેલો અને એને એ લોકો....
કબીર આગળ બોલે પહેલાં વેદીકા દોડતી આવી અને કબીર પેલો મસ્કી અને વંદના પણ અહીં આવે છે. તમે લોકો ખરાં છો મને બોલાવી પણ નહીં હું એકલી પડી ગઇ.. સુરેખા દોડી આવી અને બોલી સોરી પણ તને અમે ક્યાંય જોઇ નહીં અમને એમ કે તું ઘરે જતી રહી.
વેદીકાએ કહ્યું ના મારુ પર્સ પડી ગયેલું ભીડમાં એ શોધવા રહી હતી પણ મેં તમને લોકોને કેન્ટીન તરફ આવતા જોયેલાં પણ પેલાં મસ્કી અને વંદના તમારે લોકો માટે બેફામ ગંદી ગાળો બોલી રહેલાં એ લોકો પણ આ તરફ આવવા નીકળ્યાં છે.
સુરેખ કહ્યું ભલેને આવતા આપણને શું ફરક પડે છે ? સુરેખા કહે એ લોકોનું અપમાન થયુ છે અહીં આવીને બબાલ ના કરે...
કબીર કહે આપણે ક્યાં ડરીએ છીએ એનાંથી આવવા દે એટલામાં મસ્કી અને વંદના ઉશ્કેરાટ થતા ચહેરે અંદર આવ્યા મસ્કીએ ડ્રીંક લીધું હોય એવું લાગતુ હતું વંદના પણ એવાજ સરમાં દેખાતી હતી.
મસ્કી કબીર તરફ આવ્યો અને બોલ્યો "બોલ તારે શું કહેવાનું હતું ? સાલા મારા પૈસૈ ઐયાશી કરીને મને બદનામ કરે છે ? યુ બાસ્ટર્ડ એમ કહી મારવા ગયો અને સાથે સાથે બેંચને લાત મારી.. સુરેખ અને અભી મસ્કીને પકડી લીધો અને કહ્યું મસ્કી અહીં આવીને ભવાડા ના કર નહીં મજા આવે તને જ્યારે કહ્યું ત્યારે અને સાચેજ કંઇ જાણતાં નહોતાં કેટલું કીધું પછી કબીરે સાચી વાત જણાવી તું તારાં મનમાં શું સમજે છે ? મિત્રનેજ ફસાવવાનો ? તારે એનો વીડીયો ઉતારીને શું કામ હતું ? બ્લેકમેઇલ કરવો હતો ?
મસ્કીએ કહ્યું એય સુરેખ તારી લીમીટમાં રહે જે તારી સુરેખાએજ સળગાવ્યુ છે અમારાં આટલાં અપમાન પછી અમે સહન કર્યા કરીએ ? તારી સુરેખા બચી ગઇ નહીતર.. સુરેખથી હવે ના રહેવાયુ એટલે ? બચી ગઇ એટલે ? તું શું કરી લેવાનો ? તું ડ્રીંક પીને આવ્યો છે ? તને તારુ ભાન નથી અહીંથી જતો રહે નહીતર જોવા વાળી થશે નીકળ અહીંથી....
મસ્કી વધારે ભુરાયો થયો બોલ્યો સાલા મારા પૈસે તાગડધીન્ના કરીને મને જ બદનામ કરે છે ? તમે બધાં ભેગા થઇ મને ડરાવવા માંગો છો ? હું કોણ છું ખબર છે ? બધાને નાની યાદ કરાવી દઇશ હજી મને ઓળખતાં નથી તમે લોકો..
કબીર હવે કાબૂમાં ના રહ્યો એણે કહ્યું આમેય તું બધી લિમિટ ક્રોસ કરીજ ગયો છું તો સાંભળ સાલા તું મારાં વીડીયો ઉતારી મને બ્લેકમેઇલ કરાવી કંઇક કાળાંજ કામ કરાવવાનો હતો પણ યાદ રાખ વીડીયો તારો ઉતરી ગયો છે તારાં બાપને ખબર પડશે તો તારી બધી હવા નીકળી જશે.
તું તારી જાતને બહુ મોટો સમજે છે પણ તારાં જેવો ચરિત્રહીન કોઇ નથી. તું અને વંદના ક્યા મોઢે અહીં આવ્યાં કબીર બોલતો જતો હતો. મસ્કીથી સંભળાતુ નહોતું એ એકદમ વાઇલ્ડ થઇ ગયો એણે કબીર ઉપર હાથ ઉગામ્યો સામે કબીરને એને બે ફેંટ મારી દીધી ત્યાં વંદના મસ્કીની મદદમાં આવી અને કબીરનાં વાળ ખેચવા માંડી.. વેદીકા અત્યાર સુધી જોઇ રહી હતી એણે એ વંદનાનાં વાળ ખેંચીને પાછળ ખેંચી લીધી વંદના નીચે પછડાઇ ગઇ વેદીકાએ રહસ્ય ખોલતાં કહ્યું સાલી વેશ્યા તું ક્યા મોઢે કબીરને કહે છે તારાં જીમવાળા જોડે અહીં મસ્કી જોડે તારાં ક્યાં ક્યાં છીનાળા ચાલે છે હું જાણુ છું તને હાથ ઉપાડતાં શરમ નથી આવતી ?
કબીરની હોસ્ટેલ પર આવતી હતી હું તારી સાથેજ તું મને કબીર માટે પ્રશ્નો કરતી હતી માટે કબીર સાથે શું સંબંધ છે ? એવુ પૂછતી હતી... તારાં જેવાં સંબંધો નથી, નથી કોઇ દીવસ એવાં સંબંધ બાંધ્યા.. તું તો વેશ્યાની જેમ છડેચોક એવાં ગંદા વર્તન કરે છે. હમણાં એક ફોન કરીશ તો એરેસ્ટ થઇ જશો.
વંદના તો વેદીકાને સાંભળીજ રહી એને થયું વધારે માથાકુટ કરીશ આ બધાં ગોપીત રહસ્ય ખૂલ્લા પાડશે એતો બધુંજ જાણે છે.
સુરેખે કહ્યું સ્વાતીનો તો નાટકમાં રોલ હતો વંદના તારો અને મસ્કીનો તો આ વાસ્તવિક રોલ છે તમને શરમ આવી જોઇએ.
કબીરનાં વાળ ખેંચાયેલાં એને દર્દ હતું એણે મસ્કીને કહ્યું તું મારી માફી માંગ નહીંતર તને અહીંથી જવા નહીં દઊં તારાં બધાંજ કરતૂત ખુલ્લા કરી દઇશ.
મસ્કી નફ્ફટ થઇને ખુરશી પર બેઠો અને ખીસામાંથી સીગરેટ કાઢીને સળગાવી અને બોલ્યો એય સંત ના થઇશ તારાં રૂમમાં શું ધંધા ચાલે છે મને ખબર છે સાલા આ બધાંને શરીર સંબંધ બાંધવા દારૂપીવા તારો રૂમ આપે છે મને ખબર છે અને તારો પેલો રૂમ પાર્ટનર બાયલો....
કબીરે કહ્યું હાં હવે મને તેં ખોલવા મજબૂર કર્યો છે હવે લીધાં સાંભળ્યો આમેય બધુજ ખૂલી રહ્યું છે તો આ મસ્કીનું વચવું સ્વરૂપ પણ જોઇલો. મારાં રૂમ પાર્ટનરને ગાળો આપે છે એજ રૂમ પાર્ટનર સાથે સાલો આ હોમો ક્યો સંબંધ બાંધ્યો હતો દારૂ પીને પૂછો એને હું અચાનક રૂમમાં આવ્યો તોય બેમાંથી એક ને ભાન નહોતું.
આ મોટાં બાપની બીગડેલી ઓલાદ બધી રીતે પૂરો છે સાલો બધી રીતે ઐયાશી કરે છે એના ફોટાં લીધાં છે જોવા છે ?
સુરેખે કહ્યું એવું ગંદુ અમારે જોવુંય નથી પણ હવે હદ થાય છે મસ્કી તું અહીથી ઉભો થઇને વંદના સાથે જતો રહે નહીતર મારે ના છૂટકે ચાન્સેલરસરને અને પોલીસ બોલાવવી પડશે.
ત્યાંજ રેક્ટરની એન્ડ્રી થઇ અને બોલ્યાં ક્યારથી અહીં ધમાલ ચાલે છે મેં બધુજ સાંભળ્યુ છે આ કોલેજ કેન્ટીન છે તમારાં બાપનું રાજ નથી અને ત્યાં પાછળ પોલીસ પણ આવી ગઇ અને મસ્કીને પક્ડયો એણે દારૂ પીધો હતો સીગરેટમાં ડ્રગ્સ હતી પુરાવા સાથે પકડ્યો વંદનાએ પણ પીધો હતો બંન્નેને પકડીને પોલીસ લઇ ગઇ. રેકટરે બધાને ઠપક્કો આપ્યો કે તમારે આવું બધુ અહીં ના કરવું જોઇએ.
સુરેખ કંઇક સ્પષ્ટતા કરવા ગયો પણ રેક્ટર બોલ્યાં બધુજ હું જાણુ છું કેન્ટીન કોન્ટ્રાક્ટરે મને બધુ કીધુ છે અહીં ના ફોટા અને વીડીયો મોકલ્યાં છે તમે હવે બધાં ઘરે જાવ.
સુરેખે સુરેખાને અને વેદીકાને કહ્યું તમે મારી સાથે ચાલો. અભી અને સ્વાતી પણ નીકળ્યાં કબીરે સુરેખને કહ્યું તું અને સુરેખા જાવ હું વેદીકાને ડ્રોપ કરી આવીશ ચિંતા ના કરો.
આવી સ્થિતિમાં પણ બધાને હસુ આવી ગયું બધાએ એક સાથે કહ્યું કોન્ગ્રેચ્યુલેશન વેદીકા શરમાઇ ગઇ કબીરે કહ્યું હવે અમને જવાદો નાટક તો મને ફળ્યુ છે એમ કહી વેદીકાને લઇને બહાર નીકળ્યો.
અભીએ સ્વાતીને કહ્યું "સુરેખ સાથેનાં પ્રણયદશ્યો જોઇને હું એટલો જલી ગયેલો પણ તેં ખૂબ સરસ એક્ટીંગ કરેલી
સુરેખ સાંભળી ગયો એણે કહ્યું દીકરા એ એક્ટીંગજ હતી મારી હીરોઇનતો મારી બાહોમાં છે. સુરેખાએ સ્વાતીને કહ્યું હું પણ ઇર્ષ્યાથી બળી રહેલી પણ ખબર હતી.. નાટક છે અને એક્ટીંગ છે.
સુરેખે કહ્યું ચલો વીલન ગયો આપણે શાંતિ અને સુરેખાને ગાડીમાં બેસાડીને ચુંબન લીધુ સ્વાતી અભીને વળગીને બાઇક પાછળ બેસી ગઇ. એ ચારે જણાં વેદીકા અને કબીરને જતાં જોઇ રહ્યાં...વાઇલ્ડ ફલાવર્સનાં પાત્રો ચિરંજીવ થઇ ગયાં....
----સમાપ્ત----