Bhayank safar (afrikana jangaloni) - 19 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 19

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 19

સમજદાર હાથી.
***********



સાંજ થઈ ચુકી હતી. હાથીઓનું ઝુંડ એક વિશાળ તળાવ પાસે આવીને થોભ્યું. તળાવની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. તળાવથી થોડેક દૂર નાની મોટી ટેકરીઓ નજરે પડી રહી હતી. અમૂક ટેકરીઓ ધૂળની હતી જેમની ઉપર વનરાજી ફેલાયેલી હતી. ટેકરીઓ ઉપરની લીલોતરી આંખો આંજી દે એવી હતી. રોબર્ટ અને મેરી હજુ પણ હાથી ઉપર બેઠા હતા. સૂતેલી મેરી હવે જાગી ગઈ હતી. હાથીઓ તળાવ કિનારે થોભ્યા એટલે મેરી ડરી ગઈ.


"રોબર્ટ આ હાથી આપણને નીચે તો નહીં ફેંકી દે ને ? ડરેલી મેરીએ રોબર્ટને પૂછ્યું.


"અરે ચિંતા ના કર. આ હાથીઓ ખુબસમજદાર છે. જો તે આપણને નીચે ફેંકી દેવા માંગતો હોત તો આપણે જયારે ઝાડ ઉપરથી એની પીઠ ઉપર પછડાયા ત્યારે જ એણે આપણને ક્યાંક દૂર ફંગોળી દીધા હોત.' મેરીનો ડર દૂર કરતા રોબર્ટ બોલ્યો.


"હા એ વાર સાચી છે.' મેરી લાગણીભર્યા અવાજે બોલી અને પછી એણે વહાલપૂર્વક તેઓ જે હાથી ઉપર બેઠા હતા એ હાથીના કાન ઉપર હાથ ફેરવ્યો.


મેરીએ હાથી ઉપર જેવો હાથ ફેરવ્યો કે તરત જ હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરીને ચીંઘાડ પાડી. હાથીની ચીંઘાડનો અવાજ એમનાથી થોડેક દૂર આવેલી ટેકરીઓમાં પડઘાતો રહ્યો. ઉપર બેઠા બેઠા મેરી પણ હાથીની ચીંઘાડનો જોરદાર અવાજ સાંભળીને ધ્રુજી ઉઠી.


"રોબર્ટ મને તરસ લાગી છે. હાથી ઉપરથી નીચે કેવીરીતે ઉતરીશું ? મેરી ચિંતાભર્યા અવાજે બોલી.


"હાથી નીચે બેસે તો ઉતરી શકાય. બાકી અહીંયાથી તો નીચે કૂદકો મારી શકાય એમ નથી.' રોબર્ટ હાથી ઉપરથી નીચે જમીન તરફ જોતાં બોલ્યો.


"પણ હાથી તો નીચે ક્યારે બેસસે ? કંટાળેલા સ્વરે મેરી બોલી.


"હાથીના માથા ઉપર મુક્કો મારીએ તો કદાચ એ ઇસારો સમજીને નીચે બેસી જાય.' રોબર્ટ થોડુંક વિચારીને બોલ્યો.


"મારા મુક્કાની તો હાથીના આવા પથ્થર જેવા માથા ઉપર જરાય અસર નહીં થાય.' મેરી હસી પડતા બોલી.


"તું થોડીક આઘી ખસ એટલે હું મુક્કો મારું.!' રોબર્ટ મેરીને પાછળથી હળવો ધક્કો મારતા બોલ્યો.


મેરી હળવેકથી થોડીક આગળ તરફ ખસી. પાછળથી રોબર્ટ પણ થોડોક આગળ ખસ્યો. પછી રોબર્ટે થોડુંક જોર લગાવીને હાથીના માથા ઉપર મુક્કો માર્યો. મુક્કાના પ્રહારથી હાથીએ પોતાની સૂંઢ ઊંચી નીચી કરી અને એના સૂપડા જેવા કાન મસ્તક હલાવીને ફફડાવ્યા. મેરી તો ડરી ગઈ.


"રોબર્ટ રહેવા દે. જો હાથી ગુસ્સે થયો તો આપણને બન્નેને નીચે ફેંકી દેશે.' ગભરાઈને મેરી બોલી ઉઠી.


"એ કંઈ જ નહીં કરે તું શાંતિ રાખ થોડીવાર.' આમ કહીને રોબર્ટે ફરીથી હાથીના મસ્તક ઉપર જોરદાર મુક્કાનો પ્રહાર કર્યો.


રોબર્ટે બીજી વાર હાથીના મસ્તક ઉપર મુક્કાનો પ્રહાર કર્યો ત્યારે મેરીનો તો જીવ તાળવે ચોંટી ગયો. મેરીને થયું કે હમણાં હાથી એમને નીચે ફેંકી દેશે પણ હાથીએ એવું કંઈ જ ના કર્યું એ ધીમેથી નીચે બેસી ગયો. હાથી નીચે બેઠો એટલે રોબર્ટ અને મેરીના મુખ ખીલી ઉઠ્યા. તે ઝડપથી હાથીની નીચે ઉતરી ગયા. મેરીએ તો સીધી તળાવની તરફ દોટ મૂકી. કારણ કે એને ખુબ જ તરસ લાગી હતી.


સાંજ પડી ચુકી હતી. ધીમે ધીમે આછું અંધારું છવાઈ રહ્યું હતું.હાથીઓ પણ તળાવમાં પાણી પીવા માટે ઉતર્યા. હાથીઓ સૂંઢમાં પાણી ભરીને એકબીજાની ઉપર પાણી ફેંકતા હતા. હાથીઓના ઝુંડમાં અમૂક નાના બચ્ચાઓ હતા એ તળાવના કિનારા પાસેના પાણીમાં દોડાદોડી કરતા હતા. રોબર્ટ અને મેરી નવાઈ ભરી નજરે હાથીઓની આ મસ્તી જોઈ રહ્યા.


અંધારું થયું એટલે બધા હાથીઓ પાણીમાંથી બહાર નીકળ્યા. અને તળાવ કિનારે ઘટાદાર વૃક્ષો હતા એની નીચે બેસવા લાગ્યા. રોબર્ટ અને મેરી પણ રાત પસાર કરવા માટે હાથીઓના ઝુંડની વચ્ચે એકબીજાને ગાઢ આલિંગનમાં લઈને સૂઈ ગયા. આજે બન્ને કોઈ પણ પ્રકારના ડર વગર સૂઈ રહ્યા હતા. કારણ કે હાથીઓની વચ્ચે સૂતા હોવાથી એમને કોઈ આફતનો ભય નહોંતો.



********************************



નવા લોકોના કેદમાં.

************



"તારી રાઇફલ માર્ટિન તો નથી લઈ ગયો ને ? ગર્ગની રાઇફલ મળી રહી નહોતી એટલે એન્થોલી બોલ્યા.


"હા કદાચલઈ ગયો હશે.! ગર્ગ નિરાશ અવાજે બોલ્યો.


"પણ જ્હોન પાસે એક રિવોલ્વર તો છે જ તો પછી માર્ટિન કેમ રાઇફલ લઈ ગયો હશે. આપણે બન્ને અહીંયા એકલા છીએ અને આપણી પાસે બીજું કોઈ હથિયાર પણ નથી એટલો ખ્યાલ પણ એને ના રહ્યો.!' માર્ટિન ઉપર ગુસ્સે થતાં એન્થોલીએ ગર્ગને કહ્યું.


ગર્ગ અને એન્થોલી આવી રીતે વાત કરતા હતા ત્યાં તો એમને કોઈકના ડગલા એમની તરફ આવતા હોય એવું સંભળાયું.


"ગર્ગ કોઈકતરફ આવતુ હોય એવું લાગી રહ્યું છે મને.' એન્થોલી બોલ્યા. એમના અવાજમાં ડર ભળેલો હતો.


"હા મને પણ પગલાંઓનો અવાજ સંભળાય છે.' ગર્ગે જે તરફથી પગલાંઓનો અવાજ આવતો હતો એ તરફ કાન માંડીને કહ્યું.


"સાવધાન રહેજે.' દબાયેલા સૂરે એન્થોલી બોલ્યા.


પગલાંઓનો અવાજ ધીમે ધીમે વધવા લાગ્યો. હવે થોડોક ગણગણાટ પણ સંભાળવા લાગ્યો. અવાજ નજીક આવતો હતો એમ એમ સ્પષ્ટ થતો હતો. કોઈક વિચિત્ર ભાષામાં કેટલા માણસો વાતચીત કરતા આ તરફ આવી રહ્યા હતા.


"એન્થોલી નક્કી આજે આપણે ફસાઈ જવાના.!! લાગે છે મસાઈ લોકો આપણી તરફ જ આવી રહ્યા છે.' ગર્ગ ડરેલા અવાજે બોલ્યો.


"હમણાંથી હિંમત ના હાર એ લોકોને નજીક તો આવવા દે.' એન્થોલી ધીમેથી બબડયા.


પેલા લોકો એકદમ એમની નજીક આવી ગયા હતા. જંગલમાં વસતા લોકોની આંખો ખુબ જ તેજ હોય છે એ રાતે ગાઢ અંધારામાં પણ ઘણુંબધું જોઈ શકે છે. એ મસાઈ લોકો જ હતા. એક પ્રાણીનો શિકાર કરીને તેઓ પોતાના રહેઠાણ તરફ જઈ રહ્યા હતા. ત્યાં તો એક માણસ વિચિત્ર અવાજમાં ચીસ પાડી ઉઠ્યો. ગર્ગ અને એન્થોલી ઝાડની પાછળથી સંતાયા હતા છતાં પેલા માણસે એમને જોઈ લીધા. હવે એમના હાથમાંથી બચવું મુશ્કેલ હતું હતું.


"ગર્ગ ભાગ જલ્દી.' આમ કહીને એન્થોલી દોડવા લાગ્યા.


એન્થોલી દોડવા લાગ્યા એટલે પાછળ ગર્ગ પણ દોડ્યો. હવે પેલા બધા માણસોનું ધ્યાન એમની તરફ ગયુ. ગર્ગ અને એન્થોલીને ભાગતા જોઈને બધા એમની પાછળ પડ્યા. અંધારામાં ભાગવું બહુજ મુશ્કેલ હતું એટલે પેલા માણસોએ થોડી જ વારમાં એન્થોલી અને રોબર્ટને પકડી પાડ્યા. ગર્ગ અને એન્થોલીએ છૂટવા માટે થોડીક વાર તરફડીયા માર્યા. પણ પેલા માણસો વધારે હતા. એમની આગળ એમનું જોર ફાવ્યું નહીં.


ગર્ગ અને એન્થોલીને પકડ્યા બાદ એ માણસોનું ટોળું એમને પકડીને ચાલવા લાગ્યું. બધા ખામોશ હતા. અંધારું ગાઢ હોવાના કારણે એમના મોંઢા પણ સરખી રીતે જોઈ શકાતા નહોતા. ગર્ગ અને એન્થોલી તો અંદરના અંદર ધ્રુજી રહ્યા હતા. કારણ કે જો આ મસાઈ લોકો હશે તો એમને ખાઈ જવાનો ભય હતો.


થોડીવાર આ ટોળું એન્થોલી અને ગર્ગને લઈને ચાલતું રહ્યું. જંગલ પ્રદેશ પુરો થયો અને બધા એક મેદાની પ્રદેશમાં પ્રવેશ્યા. થોડેક દૂર મશાલોનું અજવાળું થઈ રહ્યું હતું. આ માણસો ગર્ગ અને એન્થોલીને લઈને એ મશાલોનો અજવાળા તરફ જવા લાગ્યા. થોડીવાર ચાલ્યા એટલે ત્યાં એ મશાલોના અજવાળા સુધી પહોંચી ગયા. પણ ત્યાં પહોંચ્યા ત્યારે ગર્ગ અને એન્થોલી નવાઈમાં ડૂબી ગયા. કારણ કે જ્હોન અને માર્ટિન પણ ત્યાં એક ઝાડ સાથે બાંધેલી અવસ્થામાં ઉભા હતા.


માર્ટિન અને જ્હોન ઝાડ સાથે બાંધેલી અવસ્થામાં ઉભા હતા. એમનાથી થોડોકે દૂર એક માણસનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. માથામાં પીંછા ખોસેલો માણસ માર્ટિન પાસેથી મળેલી રાઇફલને આમ તેમ ફેરવીને અચંબિત નજરે જોઈ રહ્યો હતો.


(ક્રમશ)