bhayank safar (afrikana jangaloni) - 12 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 12

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 12

ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીનું ઓળખપત્ર.
***************************



પિસ્તોલ અહીંયા આવી ક્યાંથી ? આ પ્રશ્ન ગર્ગના મનને મૂંઝવવા લાગ્યો.

ગર્ગે આજુબાજુ જોયું તો બીજી કોઈ વસ્તુ એને દેખાઈ નહી.એ પિસ્તોલ લઈને જ્યાં રોબર્ટ, મેરી અને જ્હોન સૂતા હતા ત્યાં આવ્યો.

ગર્ગ એમના પડાવ પાસે પહોંચ્યો ત્યારે બધા ઉઠી ગયા હતા. મેરી અને રોબર્ટ એકબીજાને આલિંગનમાં જકડીને બેઠા હતા જયારે જ્હોન તાપણું કરીને કોઈક અજીબ પ્રકારનું ફળ આગમાં શેકી રહ્યો હતો.

"ગર્ગ સવાર સવારમાં ક્યાં ચાલ્યો ગયો હતો ? ગર્ગ પાસે આવ્યો ત્યારે જ્હોને એના હાથમાં રહેલું ફળ બાજુમાં મૂકતા પૂછ્યું.

"બસ હું તો આ તરફ જ.' ગર્ગ ધીમેથી હસીને બોલ્યો.

ત્યાં તો જ્હોનની નજર ગર્ગના હાથમાં રહેલી કાટ ખાયેલી પિસ્તોલ ઉપર પડી. જ્હોન થોડીક વાર કંઈ પણ બોલ્યા વગર વિસ્મયથી ગર્ગના હાથમાં રહેલી પિસ્તોલ તરફ તાકી રહ્યો.

"ગર્ગ આ તારા હાથમાં પિસ્તોલ ક્યાંથી આવી ?? અને એ પણ કાટ ખાયેલી.!' જ્હોને અચરજભરી નજરે ગર્ગના હાથમાં રહેલી પિસ્તોલ સામે જોઈને પ્રશ્ન કર્યો.

"હા જ્હોન હું સવારમાં ઉઠીને આ બાજુએ થોડીક લટાર મરવા નીકળ્યો ત્યારે મને આ પિસ્તોલ અડધી જમીનમાં દટાયેલી હાલતમાં મળી.' ગર્ગે સામેની દિશામાં હાથ કરીને કહ્યું.

રોબર્ટ અને મેરી થોડેક દૂર બેઠા બેઠા આ બંનેની ગપસપ સાંભળી રહ્યા હતા. જ્હોન અને ગર્ગના ગંભીર ચહેરા જોઈને રોબર્ટ, મેરી પાસેથી ઉઠીને એમની પાસે આવ્યો.

"શું થયું જ્હોન ? રોબર્ટે ગર્ગ અને જ્હોન પાસે આવીને જ્હોન તરફ જોઈ જિજ્ઞાસાવશ પૂછ્યું.

"અરે આ ગર્ગને સામેની જે ચોપાટ જગ્યા દેખાય છે ત્યાંથી આ પિસ્તોલ મળી છે.' જ્હોન સામેની દિશામાં હાથ કરીને ગર્ગના હાથમાં રહેલી પિસ્તોલ રોબર્ટને બતાવતા બોલ્યો.

"ઓહ.! પિસ્તોલ.' રોબર્ટ બડબડયો.

રોબર્ટે ગર્ગના હાથમાંથી પિસ્તોલ પોતાના હાથમાં લીધી. અને ચારેય બાજુથી પિસ્તોલને ફેરવી ફેરવીને જોવા લાગ્યો.

"જ્હોન આ પિસ્તોલ ઉપર કાટ જામેલો છે.મારા માનવા મુજબ એકાદ મહિના પહેલા જ આ પિસ્તોલ અહીંયા કોઈકના હાથમાંથી પડી ગઈ હશે કે કોઈ અન્ય કારણથી અહીંયા આવી ગઈ હશે.' જ્હોન અને ગર્ગ સામે જોઈને રોબર્ટ ગંભીર થતાં બોલ્યો.

"પણ રોબર્ટપિસ્તોલ અહીંયા આવી કેવીરીતે ? શું અહીંયાથી મહિના પહેલા કોઈક લોકો પસાર થયા હશે ? ગર્ગે થોડુંક વિચારીને એકસાથે બે પ્રશ્ન કર્યા.

"હા ગર્ગ કદાચ અહીંયાથી કોઈ લોકો પસાર થયા હોય અને એમના હાથમાંથી પિસ્તોલ પડી જાય એવું પણ બને.' રોબર્ટ ગર્ગના પ્રશ્નો સાંભળીને બોલ્યો.

થોડીક વાર બધા એકબીજા સામે તાકી રહ્યા એમની વાતો સાંભળીને મેરી જ્યાં બેઠી હતી ત્યાંથી ઉભી થઈને એમના પાસે આવી.

"ક્લિન્ટન હું કંઈક કહું આ બાબતે ? મેરી રોબર્ટ પાસે આવીને રોબર્ટ સામે પ્રશ્નાર્થ નજરે જોતાં બોલી.

"હા બોલને વ્હાલી શું કહેવું છે તારે ?' રોબર્ટ, મેરી સામે જિજ્ઞાસાભરી નજરે જોતાં બોલ્યો. મેરી વળી શું કહેવા માંગતી હશે.? એવો પ્રશ્ન ગર્ગ અને જ્હોનના મનમાં ઉદભવ્યો. એ બન્ને પણ મેરી સામે જોઈને ઉભા રહ્યા.

"રોબર્ટ કદાચપિસ્તોલ તમે જેમની શોધમાં નીકળ્યા છો એ વિલિયમ હાર્ડી કે એમના કોઈ અન્ય સાથીદારોની પણ હોઈ શકે. કદાચ વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો અહીંયા થઈને પસાર થયા હોય અને એમના કોઈક સાથીદારની પિસ્તોલ અહીંયા પડી ગઈ હોય એવું પણ બની શકે.!' મેરી બધાના ચહેરા સામે જોઈને બોલી.

મેરીના આ વિચારોએ રોબર્ટ, જ્હોન અને ગર્ગને વિચારતા કરી દીધા. જો મેરીની વાત સાચી પડી જાય તો વિલિયમ હાર્ડી અને એમના સાથીદારોને શોધવાનો માર્ગ મોકળો થઈ જાય.

"હા કદાચ મેરી તારી વાત સાચી પણ હોઈ શકે.' થોડુંક વિચારીને રોબર્ટ મેરી સામે જોતાં બોલ્યો.

"રોબર્ટ કદાચ વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો અહીંયાથી પસાર થયા હોય તથા એમણે પણ આપણી જેમ જ અહીંયા રાત વિતાવી હોય અને ચાલતી વખતે તેઓ કદાચએક પિસ્તોલ અહીંયા ભૂલી ગયા હોય એવું પણ બને.'રોબર્ટ સામે જોઈને જ્હોન મોંઢા ઉપર ગંભીરતા લાવતો બોલ્યો.

જ્હોનની વાતે ફરીથી બધાને વિચારમાં મૂકી દીધા. રોબર્ટ એના મનમાં વિચારવા લાગ્યો કે જો વિલિયમ અને એમના સાથીદારો આ રસ્તે થઈને પસાર થયા હોય તો આ રસ્તે આગળ જતાં એમના સગડ જરૂર મળશે.

"જ્હોન આ પિસ્તોલ મળી ત્યાં ચાલો ફરી એકવાર જોઈ લઈએ કદાચ બીજી કોઈ વસ્તુ પણ આપણા હાથ લાગે.' ગર્ગ જ્હોન સામે જોતાં બોલ્યો.

"હા ગર્ગ તારી વાત સાચી છે ચાલો આજુબાજુ બધે ફરી વળીએ કદાચ બીજી કોઈ વસ્તુ હાથ ચડી જાય તો વિલિયમ હાર્ડીની શોધનો માર્ગ મોકળો થઈ જાય.' જ્હોને ગર્ગની વાતમાં સંમત થતાં કહ્યું.

જલ્દી બધા ગર્ગને જ્યાંથી પિસ્તોલ મળી આવી હતી એ જગ્યાએ આવ્યા. અને આજુબાજુની જગ્યા ફંફોળવા લાગ્યા. પણ કોઈ જ વસ્તુ હાથ લાગી નહી. ત્યાં મેરીની નજર થોડેક દૂર ઉભેલા નાનકડા ઘાસમાં રહેલી કાપડાની પટ્ટી ઉપર પડી. મેરી એ ઘાસ તરફ ચાલી.

ઘાસ પાસે પહોંચીને મેરીએ હળવેકથી એ કાપડની પટ્ટીને ખેંચી. કાપડની પટ્ટી ખેંચાઈને ઘાસમાંથી બહાર આવી. મેરીએ જોયું તો કાપડની પટ્ટીના છેડે કોઈક પ્લાસ્ટિકની વસ્તુ લટકતી હતી.

"રોબર્ટ અહીં આવને.' રોબર્ટ થોડેક દૂર આજુબાજુની જગ્યાએ કંઈક શોધી રહ્યો હતો એ તરફ જોઈને મેરીએ બુમ પાડી. મેરીનો અવાજ સાંભળીને રોબર્ટે પાછળ જોયું.

"શું થયું થયું મેરી ?' રોબર્ટ મેરી તરફ જોતાં બોલ્યો.

"આ જો મને અહીંયાથી કંઈક મળ્યું છે.' મેરી પોતાના હાથમાં રહેલી દોરી સાથે બાંધેલું પ્લાસ્ટિકનું ચોરસ આકારનું વસ્તુ રોબર્ટ સામે ધરીને બોલી.

રોબર્ટ ઝડપથી મેરી પાસે આવ્યો. ગર્ગ અને જ્હોને પણ પણ મેરીને રોબર્ટ સામે કોઈક વસ્તુ ઊંચી કરતા જોઈ એટલે એ બંને પણ ઝડપથી રોબર્ટ અને મેરી પાસે આવ્યા.

"આ વળી શું છે ?' રોબર્ટ મેરીના હાથમાંથી દોરી વાળું પ્લાસ્ટિકનું વસ્તુ લેતા બોલ્યો.

"અરે પણ તું પહેલા આના ઉપર જામેલી માટી તો દૂર કર એટલે ખબર પડે કે આ વસ્તુ છે શું ? રોબર્ટ સામે જોઈને જ્હોને ઠપકાભરી નજરે કહ્યું.

જ્હોને કહ્યું કે તરત રોબર્ટ પ્લાસ્ટિકની એ વસ્તુ ઉપર જામેલી માટી સાફ કરવાં લાગ્યો.

"મને તો આ કોઈકનું ઓળખપત્ર લાગે છે.' રોબર્ટ માટી સાફ કરીને બોલ્યો.

"ઓળખપત્ર ? ગર્ગ પ્રશ્નાર્થ નજરે બોલ્યો.

"મને આપ. હું જોઉં શાનું ઓળખપત્ર છે આ.' જ્હોન રોબર્ટના હાથમાંથી એ વસ્તુ આંચકી લેતા બોલ્યો.

જ્હોને ફરીથી એને સરખું સાફ કર્યું અને પછી ઝીણી આંખો કરીને એ પ્લાસ્ટિકના ઓળખપત્ર ઉપર છપાયેલા ઝીણા અક્ષરો ઉકેલવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

"થોમસ એન્થોની.!' જ્હોને એ ઓળખપત્ર ઉપર છપાયેલા ઉકેલી શકાય એ શબ્દો વાંચતા કહ્યું.

"શું ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીનું નામ છે આ ઓળખપત્ર ઉપર ? રોબર્ટ એકદમ બોલી ઉઠ્યો.

"હા પણ આગળના અક્ષરો ભૂંસાઈ ગયા છે એટલે વધારે વાંચી શકાતું નથી.' જ્હોન નિરાશાથી ભરાયેલા અવાજે બોલ્યો.

"આગળ નહીં વંચાય તો હવે ચાલશે. હવે આપણને ખબર પડી ગઈ છે કે વિલિયન હાર્ડી, ભાષાશાસ્ત્રી થોમસ એન્થોની એમના સાથીદારો આ રસ્તેથી જ આગળ નીકળ્યા છે. એટલે જ ભાષાશાસ્ત્રીનું ઓળખપત્ર અહીંયા પડી ગયું છે.' રોબર્ટ બધા સામે જોઈને હર્ષિત અવાજે બોલ્યો.

"હા તો હવે શું કરીએ ? મેરીએ પ્રશ્નાર્થ નજરે રોબર્ટ સામે જોયું.

"હવે આપણે આ રસ્તે આગળ વધીશું.આગળ જતાં જરૂર આપણને હાર્ડી અને એમના સાથીદારોની ભાળ મળશે.' રોબર્ટ વારાફરથી ગર્ગ અને જ્હોન સામે જોઈને મેરી ઉપર નજર સ્થિર કરતા બોલ્યો.

"તો હવે ચાલો આપણને વિલંબ કરવો પોસાય એમ નથી આપણે પણ એમની પાછળ જલ્દી નીકળી પડીએ.' જ્હોને બધા સામે જોઈને કહ્યું.

પછી જ્હોને પોતાનો થેલો ભરી લીધો ઝડપથી, રિવોલ્વર સારી રીતે ચકાસી લીધી. ગર્ગે રાઇફલ સંભાળી. રોબર્ટે મેરીને પોતાની બાજુમાં રાખી અને આ ચારેય જણાનો કાફલો આ નવા માર્ગે વિલિયમ હાર્ડીની શોધમાં નીકળી પડ્યો.

(ક્રમશ)