CBI એ. કુટ્ટી કચેરીની બાજુનાં રૂમમાં કાચની પેલે પાર બેસીને શરાબીની વાતો સાંભળી રહ્યો હતો. ઇન્ટરોગેશન માટે ભલભલા ગુનેહગારોનાં બયાન તેમજ રામ કહાણી સાંભળ્યા બાદ પણ જે ક્યારેય વ્યથિત નહોતો થયો, એ આજે આ શરાબીની સત્ય ઘટનાથી થોડો વ્યથિત થઈ ઊઠ્યો. નવી બનેલી CBIની કચેરીમાંથી બહાર લટાર મારી રહ્યો'તો ત્યાં એનું ધ્યાન ગયું કે હવેલીની આસપાસ 500 મીટરનાં અંતરાળમાં કોઈ મકાન કે દુકાન નહોતી. એવામાં કોને પૂછવું અને ક્યાંથી શરૂઆત કરવી એ ઉલઝન બની ગઈ.
શબવાહિકા જ્યારે નાનકડી કન્યાની લાશને લઈને પોસ્ટમોર્ટમ કરવા માટે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી'તી, એ સમયે માધવને બંને ડિટેકટિવ કોન્સ્ટેબલની સહાયતાથી લોખંડી તાર પણ કઢાવી લીધો હતો અને બારદાન તેમજ જાડી રજાઈને ય ફોરેન્સિક લેબમાં મોકલી દીધા હતાં. એ બાબત યાદ આવતાં કુટ્ટીએ હાલમાં કાઢેલ ખીલો અને ચીંદી ઇત્રવાળો ટુકડો લઈ જાતે જ ફોરેન્સિક લેબ જવાનું વિચાર્યું. અને બીલ્લુને તેમજ બાકીનાં હવાલદારોને અહીં જ રહેવાની તાકીદ કરી પોતાની બાઈક લઈ એ નીકળી પડ્યો.
ફોરેન્સિક લેબ અહીંથી પાંચેક કિમી. દૂર હતી. એટલે ટ્રાફિકને કારણે થોડી વાર લાગી પણ સમયસર પહોંચ્યાં બાદ CBI કુટ્ટીએ ખોજબીન કરનાર ડૉ. સાથે ગઈકાલ રાતનાં કેસ બાબતે વાતચીત કરવાની કોશિશ કરવા ચાહી. પણ અડધો કલાક રાહ જોવાની સૂચના લેબમાંથી મળતાં કુટ્ટીએ માધવનને ફોન જોડ્યો. કેટલીક મહત્ત્વની બાબતો જાણવા મળતાં કેસની ખૂટતી કડી હવે આ ફોરેન્સિક લેબમાંથી મેળવવાની શેષ રહી હતી.
ફોરેન્સિક લેબમાં અડધો કલાક રાહ જોયા બાદ જે રિપોર્ટ મળ્યો એ વાંચીને ક્ષણભર માટે તો કુટ્ટીને ચક્કર જ આવી ગયાં. આજે પણ માધવને જ એને જમીનદોસ્ત થતાં બચાવી લીધો. પોતાનો આધાર આપી કુટ્ટીને ખુરશી પર બેસાડ્યો અને નહીં ઠંડા, નહીં ગરમ એવા નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળા પાણીની બોટલમાંથી પાણી કાઢી એને આપ્યું. કુટ્ટીને સ્વસ્થ થવામાં થોડી વધારે વાર લાગી. ત્યાં સુધીમાં રિપોર્ટ માધવને જોરથી વાંચ્યો:"આઠ વર્ષની બાળકીને બ્લૅડથી ઘાયલ કરવાની કોશિશ. લોકલ એનેસ્થેસિયા આપીને એની કિડની કાઢવાની નાકામ કોશિશ. એ પછી એનાં પર એક કરતાં વધારે લોકોએ બળાત્કાર કરવાનો અધિકાર જમાવ્યો અને એ દરમ્યાન બાળકી મૃત્યુ પામી હતી. છતાંય એ નરાધમોએ પોતાનાં અપકૃત્યને બંધ ન કરતાં પ્રયાસો ચાલુ રાખ્યાં. અને બીજાએ આત્મસંતોષ ન મળતાં એની છાતીએ અને પેટ પર બ્લૅડ મારી હતી. અને એમાં ગ્રીન કલરનું સેમી લિકવિડ સોડિયમ બેંઝોઇડ નામનું કેમિકલ ભરવાનો પ્રયાસ કર્યો હતો. કે જેનાથી એ બાળકીનાં અંગ-ઉપાંગો એનાં મર્યા પછી પણ જીવિત રહે જેથી કે એનો સોદો ઊંચી કિંમતમાં થઈ શકે."
હતપ્રભ થઈ ગયેલો એ. કુટ્ટી કોઈ પ્રેતાત્માથી ગ્રસિત થયો હોય એમ બરાડવા લાગ્યો. કુટ્ટીનું આવું સ્વરૂપ માધવન તેમજ ફોરેન્સિક લેબનાં આસિસ્ટન્ટસ પહેલીવાર જોઈ રહ્યા'તા. જાણે આ એ બાહોશ CBI ઓફિસર હતો જ નહીં. કોઈ બીજો જ માણસ હતો કે જે ઈમોશ્નલી હર્ટ થયો હોય. એનું કોઈ પોતાનું માણસ ઘવાયું હોય અને એ આ ઘાવ સહન ન કરી શક્યો હોય એમ એનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું.
બ્લૅડ પરની સ્કિન તેમજ બ્લડ બાળકીનું જ હતું. અને આ જ બ્લેડથી બાળકીને ઘાયલ કરવામાં આવી હતી એ પણ પુરવાર થયું. તથા, ખીલા પર અને પેલા ખુશ્બુદાર કપડાં પર ઇત્ર સાથે આલ્કોહોલ તથા ક્લોરોફોર્મનું મિશ્રણ લાગેલું હતું. જેને કારણે વિચિત્ર સ્મેલ આવી રહી હતી. એ કપડાં પર બાળકીનાં રક્ત સાથે રેર બ્લડ ગ્રુપ વાળું 'AB-ve' રક્ત ધરાવતી વ્યક્તિનું પણ રક્ત ચોંટેલું હતું.
ફોરેન્સિક લેબમાંથી આટલી વિશેષ માહિતી મેળવી લીધા બાદ માધવને લાવેલ ફિંગરપ્રિન્ટસનાં સેમ્પલ તેમજ ત્રણેક વસ્તુઓની પણ ખોજબીન કરવા આપી હતી એ માટે ખાસ રાહ જોવી ન પડી. આ શોધમાં જ સહાયક એવી કેટલીક વસ્તુઓ પરનાં ફિંગર પ્રિન્ટસમાં બાળકી સાથે બીજા બે જણાનાં ફિંગરપ્રિન્ટસ પણ મળી આવ્યાં. બસ, એ ક્રિમિનલ્સનાં રેકોર્ડ સાથે મેચ કરી જોવાના હતા કે આખીરકાર આવું જઘન્ય કૃત્ય કર્યું કોણે હતું?
જેમાંથી એક વ્યક્તિનાં ફિંગરપ્રિન્ટ ખીલા પર અને બદ્બુદાર ચીંદી પર પણ મળી આવ્યાં. ખીલ્લો અને બદ્બુદાર કપડું છતની નીચે હોવાથી વરસાદથી તે ધોવાઈ નહોતા ગયાં એ પ્લસ પોઇન્ટ બન્યો હતો.***
"કુટ્ટી! અગર બેટર ફીલ ન હોતા હો તો કોઈ મેડિસિન લેતા હૈ ક્યા? યા તુમ ચાહો તો મેં તુમ્હેં તુમ્હારે ઘર છોડ દું!"
"નહીં, નહીં, અબ ઠીક હૂં. પતા નહીં ક્યોં પર ઇસ કેસ મેં કુછ અનબના સા બહોત કુછ હૈ. ઔર, યહી સારી બાતેં રાતભર ઝહન મેં ઘૂમતી રહી ઔર નીંદ પૂરી ન હો પાયી. યહી વજહ હોગી શાયદ."
"હો સકતા હૈ." શંકાસ્પદ નજરે કુટ્ટી સામે જોતાં કંઈ વધારે ન બોલી માધવન ત્યાંથી નીકળી ગયો. અને કુટ્ટી બેચેની અનુભવતો ત્યાં ફોરેન્સિક લેબની લોબીમાં જ બેસી રહ્યો.
માધવનનાં ગયા બાદ પણ બેચેની ઓછી ન થતાં એજન્ટ કુટ્ટી આમથીતેમ આંટા મારવા લાગ્યો. યકાયક એને ફોરેન્સિક લેબમાં સામેની બાજુએ એક બ્લ્યુ કલરનું મખમલી બોર્ડ દેખાયું. અને, CBI એજન્ટ અતીતની ગહેરાઈમાં ગોથા ખાવા લાગ્યો.
ફોરેન્સિક લેબનાં કોરિડોરમાં ઠેર ઠેર મોટાં કદનાં રંગબેરંગી ફેનિલ બોર્ડ લગાવેલા હતાં. જેમાંના બ્લ્યુ ફેનિલ બોર્ડ પર ઈમ્પોર્ટન્ટ ન્યૂઝ તેમજ ન્યૂ ઇન્વેનશન્સ અને ન્યૂ કૅસેસ વિશેનાં કટિંગ્સ પિન અપ કરેલાં હતાં. એમાંથી એક કટિંગ પર કુટ્ટીની નજર ગડાઈ ગઈ અને એ એને એકટક નિહારી રહ્યો. દસેક મિનિટ પસાર થઈ ગઈ ત્યાં સુધી કુટ્ટી બસ એ ન્યૂઝ જ વાંચી રહ્યો હતો, એટલે ફોરેન્સિક લેબનાં સિનિયર ડૉ. સરતાજને નવાઈ લાગી.
CBI એજન્ટ કુટ્ટી ચપળ, ચાલાક તેમજ હોંશિયાર ઓફિસર હોવા સાથે એમનો મિત્ર પણ હતો. એટલે ડૉ. સરતાજ એને ઘણી સારી રીતે ઓળખતા હતાં. અને એટલે જ એમને કુટ્ટીનું આજનું વર્તન કંઈક અંશે સંદેહજનક લાગ્યું. અને એવો જ કંઈક ઈશારો એજન્ટ માધવને પણ એને ખાનગીમાં કર્યો હતો.
"કુટ્ટી! યાર, કેમ છે હવે તને? આર યુ ફીલિંગ બેટર નાઉ? બ્લેક કૉફી કે એવું કંઈ મંગાવું કે તારા માટે!!"
"સરતાજ, આ કેસ યાદ છે તને!"
"ના, કેમ? કયા કેસની વાત કરી રહ્યો છે તું?" થોડા વધુ ઝીણવટથી ડૉ. સરતાજ એ ફેનિલ બોર્ડ પર લગાવેલ ન્યૂઝપેપરને જોવા લાગ્યાં.
"એમાં આપણે એક શખ્સને જિરહ માટે અહીં તારી જ કેબિનમાં લાય ડિટેક્ટર મશીન પર ટેસ્ટ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે એ કદાચ વિમાનનગરનો નામચીન ગુંડો હતો. અને એ સિફતથી બચી પણ ગયો હતો. ખ્યાલ છે તને એનું નામ શું હતું?"
"અરે કુટ્ટી! છોડને એ બધું. એ જે હોય તે. તને એનું અત્યારે શું કામ આવી પડ્યું?"
વાતને ટાળવા માટે સિફતથી સરતાજે એજન્ટ કુટ્ટીને બીજી બાબતો તરફ વાળવા ખોટો ગુસ્સો જાહેર કરતાં પૂછ્યું, "અને બાય ધ વે તું અને માધવન જય અને વિરુની જોડી થઈ ગયા અને મને એ ખુશીમાંથી બાકાત રાખ્યો, કેમ ભૈ! મૈં શું ગુનો કર્યો'તો? જ્યારે એ હું જ હતો જે તમારી દોસ્તી અને દુશ્મનીનો એકમેવ સાક્ષી હતો. અને મને જ ભૂલી ગયાં.! વાહ રે ખુદા તેરી ખુદાઈ પે વારી વારી જાઉં..!"
સરતાજનાં અથાહ પ્રયત્નો બાદ પણ એ વ્યક્તિ કુટ્ટીનાં મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ ચલાવતું હતું. એની યાદદાસ્ત એને ટપારી રહી હતી. જેમ, કુંભાર માટલાને ટપારી ટપારીને ચેક કરે કે કયું માટલું કાણું છે ને કયું પાક્કું. બસ એમજ, કુટ્ટીની બુદ્ધિ એની યાદદાસ્તને ચકાસી રહી હતી. પણ, સ્લેટ પરનો લીસોટો ભીનાં લૂગડાંથી ભૂંસી દેવામાં આવ્યો હોય એમ કુટ્ટીની મૅમરી જવાબ દઈ ગઈ હતી.
અને યકાયક, મૅમરી રિ-કૉલ કરવા હેતુથીમાતાજી આવ્યા હોય એમ કુટ્ટી પોતાનું માથું જોર જોરથી ચારે પાસ ધુણાવતો જતો હતો. તે સાથે સોલ્જર કટ કરેલાં વાળ ધરાવતી ખોપડી ખંજવાળતો જતો હતો..
કુટ્ટી અસમંજસમાં હોય ત્યારે તોડ શોધવાની કે પોતાની સિકસ્થ સેન્સ ચકાસવાની હોય ત્યારે આવી જ કોઈ ટેક્નિક અપનાવતો. તેમ આ એની અનોખી ટ્રિક એ જરૂરથી વાપરતો. અને કાયમ એ આઈડિયા કારગત પણ નીવડતી. તથા એના જ વિચારોમાં દિવસો સુધી રમ્યા કરતો અને પછી એની તબિયત પર અસર થતી. એટલે મનોચિકિત્સકે સાવધાન રહેવાની તાકીદ કુટ્ટીનાં ફ્રેન્ડ્ઝને એનાં કૉલેજકાળ દરમ્યાન જ કરી હતી. એનું ધ્યાન રાખવા માટે એ સમયનાં એમનાં રૂમમેટ્સ સરતાજ અને માધવન એ બે જ તો જણાં હતાં.
કુટ્ટીની એ બાબત માટે માધવનની જેમ સરતાજ પોતે પણ સાક્ષ્ય હતો. કૉલેજ કાળ દરમ્યાન તેમજ પુલિસ ટ્રેનિંગ દરમ્યાન પણ આવું જ કંઈક બનતું એની સાથે. અને એ ચપટીમાં કેસ સોલ્વ પણ કરી દેતો. અને એ માટે કંઈ કેટલાંય મેડલ્સ મેળવ્યા હતાં એજન્ટ કુટ્ટીએ કૉલેજ કાળમાં. - એ યાદ આવતાં ડૉ. સરતાજ કુટ્ટીને ફરી એજ હાલતમાં જોઈ ગૂંચવાઈ ગયો કે હવે આને આ ન્યૂઝમાંથી ડાયવર્ટ કેવીરીતે કરવો? અને એને કુટ્ટીની એ સમયની કમજોરી 'બ્લેક કૉફી' યાદ આવી ગઈ.
"કુટ્ટી! ચલ યાર, થક ગયા હૂઁ મૈં અબ. કલ સારી રાતભર નહીં સો પાયા તેરે ઇસ કેસ કે સિલસિલે મેં. ચલ, કેન્ટીનમાં કડક મસ્ત અદરકવાલી ચાય પિલા મુઝે." કહેતામાં ડૉ. સરતાજે લગભગ કુટ્ટીને ખેંચવાનું શરૂ કર્યું અને જબરદસ્તીથી એને કેન્ટીનમાં લઈ ગયો.
"તમ્બિ મેરે લિયે ભી અદ્રકવાલી એક કડક મસાલેદાર ચાય બનાના પ્લીઝ. ઔર કુટ્ટી કે લિયે કડક ફિલ્ટર કૉફી. રાઈટ કુટ્ટી!"
કુટ્ટીનું હજુય ધ્યાન એ ન્યૂઝમાં જ હતું. અને ત્રણ વર્ષ પહેલાં એકલપંડે સોલ્વ કરેલો એ જ કેસ એનાં મગજમાં ઘૂમી રહ્યો હતો. સરતાજ સાથે ઘસડાતો એ કેન્ટીનમાં તો આવ્યો'તો પણ મનથી તો એ એની ટીમ સાથે મણિપુરનાં વિમાનનગરનાં લેંગોલ રિઝર્વ જંગલમાં જ વિચરી રહ્યો હતો. એકાએક એને એક આઈડિયા સૂઝયો અને તાળી વગાડતો એજન્ટ કુટ્ટી ખુરશી પરથી કૂદી પડ્યો ને બોલ્યો, "થેંક્યું સરતાજ, મેરે યાર, મેરે દિલબર જાની. આજ ફિર એક બાર તુમ્હારી વજહ સે મુઝે ઇસ ગુથ્થી કો સુલઝાને કા ઢાસુ આઈડિયા મિલ ગયા. તૂ ચાય પી, મૈં ચલતા હૂં. જલ્દી હી મુલાકાત હોગી. ઔર, માધવન કો કહના, મુઝ પર શક કરને કે લિયે શુક્રિયા." - કહી કુટ્ટી તાળીઓ વગાડતો ફોરેન્સિક લેબની કેન્ટીનમાંથી બહાર નીકળી ગયો. અને બાઈકને કીક મારતા પહેલાં એણે સોશ્યલ મીડિયાની નેટવર્કિંગ ઓફીસમાં ફોન જોડ્યો અને સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર મિસ. સેનગુપ્તા સાથેની મિટિંગ ફિક્સ કરી. તેમજ DIGને પણ ફોન કરી કેટલીક વાતો સમજાવ્યા બાદ સાંજના 5 વાગ્યાનો સમય અને સ્થળ નક્કી કર્યા. અને એ સાથે જ માધવનને મેસેજ કરી એનાં તરફથી કનફર્મેશનની રાહ જોતાં જોતાં બાઈક સ્ટાર્ટ કરી બ્લ્યુટૂથ ઑન કરી સેલ ફોન શર્ટનાં ઉપરનાં પૉકેટમાં મૂક્યો.
માધવન તરફથી કોઈ વળતો રિપ્લાય ન મળ્યો. પણ એણે મેસેજ વાંચ્યો હશે એની ખાતરી કરવા માટે કુટ્ટીએ વોઈસ મેસેજ પણ છોડી દીધો. અને એણે ફોરેન્સિક લેબમાંથી બહાર નીકળી દિલ્હીની સેન્ટ્રલ લાઈબ્રેરી તરફ પોતાની બાઇક ફૂલ સ્પીડમાં ભગાવી.
સેન્ટ્રલ લાઈબ્રેરી જતાં રસ્તામાં હેડ ક્વોટર આવ્યું. એટલે વિચાર ફેરવી કુટ્ટી પહેલાં હેડ કવોટર ગયો. કેટલીક ફાઇલ્સ ચેક કરવામાં એનો થોડોક સમય બરબાદ થયો. પણ, એક પછી એક કામ ફતેહ થતાં જોઈ એનો ઉત્સાહ બમણો થતો ગયો. શૂરાતન ચઢ્યું એમાં જમવાનું ય ભૂલી ગયો અને પેન્ટનાં ખિસ્સા ફંફોસતાં એક નટેલા અને બે ફાઈવ સ્ટાર કૅડબરી મળી. એટલે નટેલા મ્હોમાં ચગળતો એક ધૂન ગણગણવા લાગ્યો:
"ઝીંદગી... હસને ગાને કે લિયે હૈ પલ દો પલ...
ઇસે ખોના નહીં, ખો કે રોના નહીં...
જિંદગી...
® તરંગ
★★★ loaded કારતુસ ★★★
ક્રમશઃ (7)