Love Fine, Online - 12 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | લવ ફાઈન, ઓનલાઇન - 12 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

Featured Books
Categories
Share

લવ ફાઈન, ઓનલાઇન - 12 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 12

દરવાજો કોઈ મેડ કે નોકરાણી એ ખોલ્યો! બંને અંદર દાખલ થયા. રાજેશ મનોમન હસવા જ લાગ્યો. ખુદ એવું વિચાર કરતો હતો કે પ્રાચી હશે કે રાજીવ, પણ વાત તો અલગ જ નીકળી. વિચારોને વિરામ આપીને એ આગળ વધ્યો.

દૂર ડાયનીંગ ટેબલ પર એક વ્યક્તિ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો, એણે ન્યુઝ પેપર હટાવ્યું તો સ્નેહા તો બસ એણે એક પળ માટે અવાક બની ને બસ જોઈ જ રહી!

રાજીવ એનું નામ હતું. દરેકનાં ગ્રુપમાં કોઈ તો એક આવો હોય છે કે જેને ભણવાનું બહુ જ પસંદ હોય છે અને એમને વાંચવાનો શોખ હોય છે. એના હાથમાં ન્યુઝ પેપર હતું અને એ હાલ પણ વાંચતો જ હતો. એણે ફ્રેમલેસ ચશ્માં પહેર્યાં હતાં. એના વર્તનમાં સિંસિયારિટી વધારે અને મજાક મસ્તી ઓછાં નજર આવતાં હતાં, એનું કારણ પણ એ જ હોય શકે કે એને ભણવા સિવાય બીજી પ્રવૃત્તિમાં ધ્યાન ઓછું જ આપ્યું હશે. વધુમાં સાવ એવું પણ નહોતું કે એને મજાક મસ્તી કરવી પસંદ જ નહોતું! ઉપરથી એને તો આમ મસ્તી કરવાની ખૂબ મજા આવતી હતી, કારણ કે એ જે વાતાવરણમાં રહ્યો હતો, એની માટે આ બધું નવું હતું, પણ તેમ છત્તા એ મજાક મસ્તી કરવા તૈયાર પણ હતો અને એને સ્વીકારતો પણ હતો. ખરેખર તો એને પણ આવી લાઇફ જીવવી હતી. માનવનો સ્વભાવ જ એવો હોય છે, જે વસ્તુ નહિ મળતી અથવા તો જે એની પાસે નહિ હોતું, એનું ધ્યાન એ તરફ જ વધારે જાય છે. રાજીવને પણ મજાકિયા બનવું હતું, જો એને એવું કોઈ મળી જાય તો એને પણ મજા પડી જાય!

"રાજીવ, તું અહીં?!" સ્નેહા ના મોં માંથી અનાયાસે જ નીકળી ગયું!

"હા... પણ તું અહીં ક્યાંથી?!" ન્યુઝ પેપર ને બાજુ માં મૂકતા રાજીવે કહ્યું. ન્યુઝ પેપર વાંચી લીધાં પછી હવે એ સ્નેહા ની આંખોને વાંચવા મથી રહ્યો હતો.

"સ્નેહા મારી ફ્રેન્ડ છે!" રાજેશે એમને વધારે મુંઝવ્યાં વિના જ કહી દીધું! હા, કહેવું પણ પડે ને!

"ઓહ! તું તો રાજેશ ને... પ્રાચી ના જીજુ નો ભાઈ! ઓકે!" રાજીવ ને હવે થોડું થોડું સમજાઈ રહ્યું હતું!

"સ્નેહા, આ પ્રાચી નું ઘર છે... મારી ફ્યુચર વાઇફ... કહેલું ને મેં!" રાજીવ એ કહ્યું.

"ઓહ તો સ્નેહા રાજીવ જ તારો બચપણ નો ફ્રેન્ડ છે... જેના વિષે તુએ મને કહેલું!" રાજેશે કહ્યું.

"હા..." સ્નેહા બોલી તો રાજેશે તુરંત જ કહ્યું, "મારી પ્રાચી પણ કઈ એકલી નહિ! હું પણ એનો ખાસ ફ્રેન્ડ જ છું!"

"હા... હો!" સ્નેહા એ સ્વીકાર્યું.

ત્રણેય એ ડાયનિંગ ટેબલ પર જમાવ્યું ને રાજેશ - સ્નેહાએ ચા પીવી શુરૂ કરી... ત્યારે જ માંડ બંને એ બે જ ઘૂંટ પીધા હશે કે રાજીવ બોલ્યો - "સ્નેહા, તું તો આજે બહુ મસ્ત લાગે છે!" ત્યારે જ રાજેશે "ઓય હોય!" કહ્યું હતું!

"પ્રાચી કેટલી વાર યાર... બહાર આવ તો આ બંને ની ટીમ થઈ ગઈ!" રાજેશે એક બૂમ પ્રાચી ને પાડી!

પ્રાચી બહાર આવી તો એણે રાજેશ તો બસ જોઈ જ રહ્યો! પણ જ્યારે પ્રાચી એ રાજેશ પર થી નજર હટાવી તો એણે આશ્ચર્ય થયું!

 

વધુ આવતા અંકે...

***