Love Fine, Online - 3 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | લવ ફાઈન, ઓનલાઇન - 3 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

Featured Books
Categories
Share

લવ ફાઈન, ઓનલાઇન - 3 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 3

"આઈ લવ યુ!" લાગણીથી ભરેલો અને સંવેદનાઓથી છલોછલ એ મેસેજ પ્રાચી એ જ ટાઇપ કરી ને સેન્ટ કર્યો હતો! આખરે એને જે કહેવું હતું એણે મેસેજમાં કહી દીધું.

"આઈ લવ યુ ટુ!" રાજેશે પણ સમય ના બગાડતા પ્યારનો ઈઝહાર કરી જ દીધો! પ્યાર સામે હોય અને આમ પ્યારનો એકરાર કરે તો કોણ પ્રેમી ખુદને રોકી પણ શકે?! બહુ જ નસીબથી મળે છે પ્યાર અને એટલે જ રાજેશ પણ એના પ્યારને તુરંત જ કહી દે છે.

પણ આ શું?! પ્રાચી એ એ મેસેજ ડિલીટ ફોર એવરી વન કરી દીધો હતો! રાજેશની ખુશી પણ જાણે કે ફુગ્ગાની જેમ ફૂટી ગઈ. એનું દિલ જે થોડીવાર પહેલાં ખુશીઓથી મહેકી રહ્યું હતું જાણે કે હવે એને દિલમાં કોઈ અણજાણ ગંધ ફરી વળી.

"આઈ લવ યુ રાજેશ... આઈ લવ યુ સો મચ!" એ જ મેસેજ થોડો વધારીને એણે મોકલ્યો હતો, પણ એ પણ થોડા સમય માટે દેખો દઈને ને "ધિસ મેસેજ વોઝ ડિલીટેડ!" ના લેબલ પાછળ સંતાઈ ગયો!

"ઓકે, બાબા!" રાજેશે કંટાળીને રિપ્લાય આપ્યો. એણે થોડો ગુસ્સો પણ આવતો હતો, એ આખરે કેમ આવું કરી રહી હશે, જે કંઈ કારણ હોય, પણ એને ખબર તો પડી જ ગઈ હતી ને, અને એ જ વાત મહત્વની પણ હતી. મેસેજ ભલે ડીલીટ કરી દેવાયો હતો, પણ એનાં અર્થથી થતી ફિલિંગ તો બંનેમાં હજી પણ કાયમ જ હતી! હોય પણ કેમ નહિ, પ્યાર વસ્તુ જ એવી છે.

"આઈ લવ યુ ટુ!" રાજેશે તુરંત બીજો મેસેજ પણ કરી દીધો!

"હા... મેરે બાબુ ને થાણા થાયાં!" એણે બીજો મેસેજ કર્યો અને થોડી વાર પછી ડિલીટ ફોર એવરી વન કરી દીધો! આ રીતે વાત કરવું આજકાલ તો કોમન હતું. એ બહુ જ લાડમાં કહી રહી હતી.

"હા... તું જમી?!" રાજેશે પણ પૂછ્યું.

"હા..." પ્રાચી એ જવાબ આપ્યો.

"યાર ખૂબ યાદ આવે છે તારી, કાલે આવે છે તું અહીં?!" પ્રાચી એ સીધું જ કહી દીધું! જે એ ક્યારની કહેવા માગતી હતી.

"ઓહ કેમ હું ત્યાં આવું?!" રાજેશ હજી કંફ્યુઝ જ હતો!

"અરે પાગલ, ડેટ પર જઈએ! કોઈ મસ્ત કેફેમાં સાથે કોફી પીએ!" પ્રાચી એ સમજાવ્યું ત્યારે માંડ રાજેશ વાત સમજ્યો! ખબર નહોતી પડી રહી કે એને વાત નહોતી સમજાઈ કે ખુદ બહુ જ ઇનોસન્ટ હોવાનું નાટક કરતો હતો!

"હા... કેમ નહિ?! હું કાલે જ તને પિક કરવા આવું છું, ઓકે! તું તૈયાર રહેજે!" રાજેશે મેસેજ કર્યો! રાજેશની પણ ઈચ્છા તો હતી જ એની સાથે ડેટ પર જવાની, પણ એક છોકરો સામેથી આવું કહેશે તો સામેવાળી છોકરી થોડું ગલત એના વિશે ના વિચારે એટલે જ એને વાતની શુરુઆત નહિ કરી હોય. પ્યારની એક શરત એ પણ હોય છે કે આપને એને ઈજ્જત આપીએ. રાજેશ પણ એની ઈચ્છા વગર એક કદમ પણ આગળ નહોતો વધવા માંગતો.

બંનેએ રોજની જેમ ઘણી બધી વાતો કરી. નાનામાં નાની વાતથી લઈ ને મોટામાં મોટી વાતો, જે વ્યક્તિ આપણાં દિલની બહુ જ કરીબ હોય, આપને એને દરેક વાત કહી દેતાં હોઈએ છીએ. એક અલગ જ સંતોષ દિલ ફીલ કરે છે જ્યારે આપને એને કહી દઈએ છીએ.

રાજશે પણ એને બધું જ કહેવા માંડ્યું અને પ્રાચી પણ એને રોજબરોજની દરેક વસ્તુ કહેવા લાગી. ક્યારે જમી, ક્યાંથી ક્યારે ક્યાં ગયાં. શોપિંગ કરવા ગઈ તો ત્યાં એને રાજેશ માટે મસ્ત બે રૂમાલ લીધાં એ મળશે તો એને આપશે, રૂમાલ નાં ફોટા પાડીને પણ મોકલી દીધાં અને એવી જ ઘણી બધી વાતો. વાતોમાં ને વાતોમાં સમય ક્યા વહી ગયો બંનેને ખ્યાલ જ ના રહ્યો.

વધુ આવતા અંકે...

 

***