Aapyu hayatima gan in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આપ્યું હયાતીમાં જ્ઞાન

Featured Books
Categories
Share

આપ્યું હયાતીમાં જ્ઞાન

*આપ્યું હયાતીમાં જ્ઞાન* ટૂંકીવાર્તા... ૧૯-૭-૨૦૨૦ રવિવાર..

અચાનક મહામારી નાં ચક્રમાંથી હજુ ‌તો દેશ કે ધંધા બેઠાં થયાં નથી પણ જિંદગી થોડી ધબકતી થઈ છે..
સાંજે ઓફિસે થી આવી અજયે ફ્રેશ થઈ પ્રિયા ને પુછ્યું કે
આજે જમવા મા શું બનાવ્યું છે ???
પ્રિયા બોલી બટેટા ટામેટા નું શાક પરોઠા... વઘારેલી ખીચડી અને વઘારેલુ દહીં..... તમને ભાવતું...
ડાઇનિંગ ટેબલ ની મુખ્ય ખુરશી..
જેના ઉપર પરિવારના કોઈ સભ્ય બેસવાની ઈચ્છા નથી કરતો તે ખુરશી પર બેઠેલા અરવિંદ ભાઈ...
સ્વભાવે કડવા લીમડા જેવા પણ તેની ઠંડી છાયા..
તેમની હાજરી માં કોઈ અજાણી વ્યક્તિ અથવા કોઈ કાન ફંફોસી કરવા આવે તો એ વ્યક્તિનો અંદર પ્રવેશ થતો જ નહીં અને થાય તો પણ પપ્પા જાગૃત થઈ જતા...
તેમનું વાણી વર્તન અને વ્યવહાર અચાનક બદલાઈ જતા.. આવનાર વ્યક્તિ ની હિંમત નથી કે તે પાંચ મિનિટ થી પણ વધારે બેસી શકે....
ઘર માં શાંતી જોઈતી હોય.. તો..આવી એકાદ વડીલ
વ્યક્તિ ઘરમાં હોવી જોઈએ..જે તમને વઢી નાખશે.. પણ બહાર ની વ્યક્તિ ને તમારા માટે એક શબ્દ બોલવા ની પણ અનુમતિ નહીં આપે....આ જ પરિવારનો સાચો પ્રેમ છે....
આજે તેમણે મારી સામે જોયું અને કહ્યું કે જમી લે પછી એક ચર્ચા કરવી છે...
અજયનો જમવામાં થી રસ ઉઠી ગયો પણ પપ્પા ની નજર એની ઉપર જ હતી એટલે બહારથી શાંત હોવાનો ઢોંગ કરીને જમી લીધું..
પપ્પા કહેતાં કે જે ઘરડા વ્યક્તિ ને સાંભળવાની અને નાના છોકરા ને રમાડવાની કળા શીખી લે..છે..તે દુનિયા ની કોઈ પણ મુશ્કેલી નો સામનો સહેલાઈથી કરી શકે છે...
તેનુ કારણ છે..જેમ જેમ..વ્યક્તી વૃદ્ધ કે ઘરડી થતી જાય
તેમ..તેમ તેનામાં બાળક જેવી જીદ આવતી જાય... સતત તેઓ અસલામતી... એકલતા નો અનુભવ કરતા હોય છે....તેમની જરૂરિયાત ફક્ત બે રોટલી અને સ્વમાનનો કક્કો હોય છે....
ઘરડી વ્યક્તિ એક ને એક વાત દસ વખત તમને કહેશે...
તેઓ નહીં થાકે પણ તમને જરુર થકવી દેશે ..તમારી સહનશીલતા ની કસોટી જરૂર કરી નાખશે....
આવા વડીલો સાથે રહેવા ની મજા ત્યારે આવે.છે..કે તમે પણ તેમની સાથે બાળક બની જાવ...
તેમની જીદ ઉમ્મર વધવાની સાથે બાળક જેવી થતી જાય છે.. પણ તેઓ આનંદ સલામતી અને જીંદગી કેમ જીવાય તેનું જ્ઞાન પણ આપતા જાય છે....
પપ્પા અરવિંદ ભાઈ નિરીક્ષણ અધિકારી હતા... નિવૃત્તિ પછી...એક ડુપ્લેક્ષમાં હવે સ્થાયી થયાં હતાં...
નહીંતર પપ્પા ની બદલી આ ગામડાંમાં થી બીજા ગામડાંમાં થયાં કરતી હતી...
ચૂપચાપ જમી ને સોફા માં બેઠા એટલે કહે હવે તું અને પ્રિયા
જુદા થાવ....તમે તમારી રીતે જિંદગી જીવો..અને અમને ઘડપણ માં અમારી રીતે જિંદગી જીવવા દયો...
પણ મારી શરત એટલી દર રવિવારે તારા ઘરે જમીશું અને રાત સુધી રહીશું... અને તહેવારો આ ઘરમાં ભેગા ઉજવીશું...
અજય એકદમ ગભરાઈ ગયો.. પપ્પા અમારી કોઈ ભૂલ થઈ છે???અમારા વર્તન થી નારાજ છો ???
અરવિંદ ભાઈ....
ના બેટા આખી જીંદગી ઘડિયાળના કાંટે હું અને તારી મા લતા દોડ્યા છીયે....થોડી.. શાંતિ હવે અમારે જોઈયે છે..
અમારે પણ એકમેકની એકલાં હાથે સંભાળ લેવી છે..
અજય ને પ્રિયા ની કોઈ જ દલીલ નાં ચાલી અને બાજુની સોસાયટીમાં એક મકાન ભાડે રાખ્યું..
આ મહામારીમાં શાકભાજી નાં ભાવ આસમાને પહોંચી ગયાં છે.. અજય જયારે શાકના વધતા જતા ભાવ વિશે પ્રિયા સાથે ચર્ચા કરતો હોય .ત્યારે...
અચાનક એને પપ્પા યાદ આવી જતાં જે સવાર સાંજ નું શાક કયું બનાવવું.. એ પણ આગલા દિવસે..ઇન્સ્ટ્રકશન આપી ને લઈને આવતાં...
એક રવિવારે પપ્પા, મમ્મી જમવા આવ્યા અને અજય થી કહેવાઇ ગયું પપ્પા..ટામેટા 100 રૂપિયે કિલો છે....
અરવિંદ ભાઈ તો શું થઈ ગયું.... તું નાનો હતો..ત્યારે..તને અમે શાકના ભાવ કહી જમાડતા હતા...???
અજય તતફફ થઈ ગયો...
એક દિવસ ઓચિંતા.. અરવિંદ ભાઈ એ અજય ને એક કામ સોંપેલું...એ દિવસે અજય થાકેલો હતો.. અને એને કંટાળો આવતો હતો એણે કહ્યું...
પપ્પા આજે હું થાકી ગયો છું...
અરવિંદ ભાઈ કહે...કેમ તને મોટો કરતા અમને થાક નહીં લાગ્યો હોય???
અજય ચૂપચાપ એ કામ કરી આવ્યો...
એક રવિવારે એવું થયું...રોજ ના નિયમ મુજબ ચારેય સાથે જ જમતાં પણ એ દિવસે અરવિંદ ભાઈ અને લતાબેન જમવા આવ્યા.. અરવિંદ ભાઈ ને ભૂખ લાગી હતી એટલે પ્રિયાએ મમ્મી, પપ્પા ને જમવા બેસાડી દીધા અને ગરમ ગરમ રોટલી આપી રહી..
તેઓ જમતા હતા..એ દરમ્યાન પ્રિયાની બહેનનો ફોન આવ્યો...
પ્રિયા મોબાઇલ લઇને બહાર ઓસરીમાં ગઈ
એ સમયે લતા બહેન ઉભા થયાં.. અને રસોડામાં ગયા અરવિંદ ભાઈ ને શાક જોઈતું હતું લતા બહેન શાક નું વાસણ ખોલ્યું તેમા શાક નું પ્રમાણ જોઈ . ..કશું બોલ્યા વગર બહાર આવી ગયા અને અરવિંદ ભાઈ ને ઈશારો કર્યો ચૂપચાપ જમી લો...
બીજે રવિવારે અરવિંદ ભાઈ અને લતાબેન જમવા આવ્યા.. જમ્યા પછી અરવિંદ કહે બેટા થોડું કામ છે...મારી સાથે બહાર આવીશ ???
અજય ને થયું..વળી પાછું શુ પપ્પા ને કામ પડ્યું હશે???
એને ચિંતા થવા લાગી...
અરવિંદ ભાઈ અજય ને લઈને પોતાના ઘરે આવ્યા...
ઘર ખોલી અરવિંદ ભાઈ પહેલા તો ભેટ્યા..આંખમાં આંસુ સાથે બોલ્યા...કોઈ તકલીફ માં છે???
અજયે હસતાં હસતાં કહ્યું...ના પપ્પા..તમારી હાજરી હોય ત્યાં તકલીફો પણ ઉભી નાં રહે....
બેટા.. તારો.. મિત્ર મળ્યો..હતો..કહેતો હતો..કંપનીમાં આ કોરોના નાં લીધે ત્રણ મહિના પગાર નથી થયો...
અને અત્યારે પણ ઓફિસ જાય છે તું તો અડધો જ પગાર આવે છે બેટા...
અને પ્રિયા ને એવું જ છે કે એને પગાર પૂરો મળે છે??? પ્રિયાના પગાર પર તો ઘર ચાલે છે પપ્પા .. જીંદગી છે..ચાલ્યા કરે.. અજયે કહ્યું...
બેટા.. તુ અને પ્રિયા અમારી પરીક્ષામાં પાસ થઈ ગયા...
અજય અરવિંદ ભાઈ સામે જોઈ રહ્યો...
જો બેટા... સંતાનો ની કસોટી ..ઘડપણમા જ થાય છે...
આ તો તને અમારી હયાતીમાં જ જ્ઞાન આપી સમજાવવું હતું એટલે જ તને જુદો રેહવા મોકલ્યો હતો...
બાકી કોઈ મા બાપ કદી..સંતાન ને હેરાન થતાં જોઈ શકે ખરા???
અરવિંદ ભાઈ અંદરનાં રૂમમાં ગયા .. બહાર આવી.. ફિક્સ ડિપોઝીટો..અને રિકરિંગ પાસબુક..હાથ મા મૂકી કહે બેટા.. આ બધું તારૂ અને તારા નામેજ છે..જરૂર હોય તો વટાવી લે... પણ મુંઝાતો નહીં...
આ બધું તારું જ છે બેટા ...
અમારાં મૃત્યુ પછી તારું જ છે પણ હું તને અમારી હયાતીમાં જ આ બધું આપું છું...
હવે પાછા ભેગા રેહવા આવી જાવ આ તો તમને જિંદગી કેમ જીવવી એ અમારી હયાતીમાં જ જ્ઞાન આપ્યું એટલે હવે તને કોઈ તકલીફ નહીં પડે...
અરવિંદ ભાઈ ની વાત સાંભળી ને અજય ભેટી પડ્યો એમને અને બધું જ પાછું અરવિંદ ભાઈ ને આપ્યું કહ્યું પપ્પા તમારા આશીર્વાદ અને જ્ઞાન જ અમારી સાચી મૂડી છે....
ભાવના ભટ્ટ અમદાવાદ......