Beauty Mindset - Part (2) in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | સૌંદર્યની માનસિકતા - ભાગ (૪)

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સૌંદર્યની માનસિકતા - ભાગ (૪)

કેતકી પ્રથમ પગથિયું સર કર્યાની ધન્યતા અનુભવી રહી હતી.તે અંદરથી ખુશ થતી હતી કે જાણે એને સુંદરતા પરત મળી રહી હોઈ.તાંત્રિક કેતકીનાં માધ્યમથી અમરતા મળવાનો રસ્તો સરળ થઈ પડ્યો હતો. હવે કેતકી નવા શિકારની શોધમાં નીકળી પડી. તે લવમેટમાં સુંદર યુવાનની શોધ આગળ ધપાવી.તેને પોતાની નજર એક યુવાન પર ટેકવી, જેણું નામ આદિત્ય હતું. કેતકી ચેટ કરવા માટે આદિત્યને પોતાનો મેસેજ છોડે છે.

આદિત્યએ એક કંપનીનો ડિરેક્ટર હતો. જે પોતાની સત્તાના નશામાં ચૂર હતો. તેની કંપનીમાં ઘણી યુવતી અને યુવકો ફરજ બજાવતા હતા.તેઓ આદિત્યના જોહુકમીભર્યા વર્તનથી ત્રાસી ગયા હતા, પણ પેટ માટે બધુ વેઠવું પડતું હતું.આદિત્ય પ્રમોશન આપવાની લાલસામાં નવી નવી યુવતીઓને ફસાવતો અને સત્તાની શાનમાં ડરવાતો હતો. તેમાંથી રિયા નામની યુવતી પર વધુ ત્રાસ થઈ પડયો હતો. રિયા દેખાવે સુંદર હતી પણ ગરીબ હતી. તેનાં પિતાના અવસાન પછી મા અને નાના ભાઈ- બહેનના ભરણપોષણની જવાબદારી તેનાં માથે આવી પડી હતી.

રિયાનાં ઘરની પરિસ્થિતિ જ એવી થઈ પડી હતી કે તેણે પોતાની ઈજ્જત કરતા નોકરી વધુ વ્હાલી હતી. તેમાં જ ચૂપચાપ આદિત્યનુ ગેરવર્તણુંક સહન કરવાની ફરજ પડી હતી. કેમ કે આસાનીથી બીજી સારી નોકરી મળે એમ ન્હોતી.એકદિવસ કામના બહાનાથી રિયાને મોડી રાત સુધી ઓફિસમાં રોકાવાનો ઓડર કર્યો. હવે, આદિત્યનો ઓડર ટાળવો નોકરી માટે જોખમ સમાન હતો.રિયાને કામ માટે ઓફિસમાં રોકવાનું બહાનું હતું. તેના માટે તો રિયાનું ભર્યુભર્યું બદન આકર્ષિત કરી રહ્યું હતુ.

રિયા ઓફિસમાં પોતાના ટેબલ પર કામમાં લાગેલી હતી, એટલામાં જ આદિત્યે તેણે કેબિનમાં બોલાવી. તે સમયે ઓફિસમાં નિર્જીવ વસ્તુઓ સિવાય બીજુ કશું ન્હોતું. રિયાને ખુરશી પર બેસાડી કામના બહાને રિયાના અંગો પર સ્પર્શ કરતો હતો. રિયા તે બાબતથી વાકેફ હતી.હવે વાત ત્યાં સુધી અટકે તેમ ન્હોતી, આદિત્યે રિયા સામે ઓફર રાખી અને ધમકી પણ આપી કે જો ઓફર ઠુકરાવશે તો નોકરીથી હાથ ધોવા પડશે. એટલે ચૂપચાપ રિયાને સહન કરી લીધું.ધીરે ધીરે રોજનું થવા લાગ્યું. જે મિટિંગ ઓફિસમાં થતી હતી તે મિટિંગ હોટેલમાં થવા લાગી. રિયા આદિત્ય માટે તનના સુખનું સાધન બની પડી હતી.તે અંદરને અંદર ખુદને ખોઈ રહી હતી, પણ પરિસ્થિતિથી બહાર આવવાનો રસ્તો નજર નથી આવતો. આદિત્યની સત્તાની માનસિકતા અવળે રસ્તે લઈ જઈ રહી હતી.

આદિત્ય પોતાનું કામ પતાવીને રિયા સાથે હોટેલ જવાની તૈયારી કરી રહ્યો હતો, એવામાં જ લવમેટ પર કેતકીનો મેસેજ આવે છે.તે મેસેજ ચેક કરવા માટે મોબાઈલ હાથમાં લે છે. લવમેટ પરની કેતકીની પ્રોફાઈલ જોતા જ તે અંજવાય જાય છે. તેની આંખોમાં કેતકીની સુંદરતા વસી જાય છે. તે મોહી પડે છે. એક પણ સેકન્ડ બગડ્યા વિના જ કેતકીના મેસેજનો પ્રત્યુતર આપે છે.

કેતકી પોતાની નજર મોબાઈલ સ્ક્રીન પર ટકાવીને જ બેઠી હતી. જેવો મેસેજ આવ્યો કે તરત જ પોતાની આંગળીઓને ચેટમાં લગાવી દીધી. તે બંનેની વાતચીત રાતભર ચાલી. જેની ખુશી ત્રણ ચહેરા પર છલકાયેલી જોવા મળી રહી હતી. એક કેતકીને તેણી સુંદરતાનું કારણ મળી ગયું હતું તેથી બીજો આદિત્ય, જે સુંદરતા માણવાનો અવસર મળશે એ ખુશીમાં હતો અને ત્રીજી રિયા, કેમ કે રિયાને આદિત્યના બળજબરીપૂર્વકના શારીરિક સંબંધથી છુટકારો મળ્યો.

કેતકી અને આદિત્યની વાતચીત દીવસ-રાત એમ અઠવાડિયા સુધી ચાલ્યા કરી.રિયા માટે આ સમય આદિત્ય તરફથી મળેલ ઘા પર મલમ પાટા લગાવવાનો હતો. જે તનને નહિ મનને શાંત કરવાનો હતો. પણ અંદરથી ભીતિ હતી કે ફરી આદિત્ય તેના તનને પીંખી ન નાખે.

બીજી તરફ પોતાની માનસિકતાથી પીડાતા કેતકી અને આદિત્ય અલગ જ દુનિયામાં રાચતા હતા. હવે સમય આવ્યો હતો મિલનનો, મુલાકાતનો. લોહ ગરમ થયા પછી લુહાર ફટકા મારવાની રાહ નથી જોતો એમ જ સમયનો લાગ લેવાની તીવ્ર ઝંખના જાગી હતી.

*****
બીજી તરફ રોહન અઠવાડિયાથી ઘરે પરત ન આવ્યો હોવાથી તેના પિતા દીનાકર પોલીસતંત્ર ઉપર પ્રેશર લાવી રહ્યા હતા. પીએસઆઇ વિનોદ ભટ્ટ રોહનના મિત્રો, ક્લબ- બાર એમ દરેક જગ્યાએ તપાસ હાથ ધરે છે પણ કોઈ ભાર મળતો નથી.
રોહનનો મોબાઈલ ટ્રેક કરવામાં આવે છે તે પણ મૂંઝવણભરી સ્થિતિમાં મૂકે છે. કેમ કે છેલ્લું લોકેશન તેના ઘરની પાસે આવેલી ચોકડીનું જ હોઈ છે. જ્યાંથી કેતકીને ડ્રોપ કરી હતી.

*****

આદિત્ય અને કેતકીની મિલનની ઘડી આવી પહોંચી હતી. જે ચોકડી પરથી રોહનને ડ્રોપ કરી હતી, એ જ ચોકડી પર આદિત્ય ડ્રોપ કરે છે. આદિત્ય કેતકીનો મેકઅપથી સજ્જ જોઈને તેણી સુંદરતામાં ખોવાય જાય છે.આદિત્ય ચોકડીથી કાફે સુધી બસ કેતકીના જ વખાણ કર્યા કરે છે. કેતકીને લાગી રહ્યું હતું કે તાંત્રિકની વિધિથી તે યુવાન અને સુંદર થઈ રહી છે. તેથી તેણે તાંત્રિક પર વધુ આંધળો વિશ્વાસ પ્રગટ થવા લાગ્યો.કેતકી કાફેમાં વધુ સમય બગાડ્યા વિના જ પોતાની મહેચ્છા બતાવી દે છે.આદિત્ય ક્યારનો એજ ઘડી રાહ જોઈ રહ્યો હતો.હવે બંને તાંત્રિકના આશ્રમમાં જવા નીકળે છે.

આદિત્ય આશ્રમમાં પહોંચતા તેનું વાતવરણમાં મોહિત થઈ જાય છે. ચારેબાજુ લાઈટિંગ અને કુંડમાં સુંગધી ફૂલો અને ફરતે દીવા ઇન્દ્રલોકની ભાતી લાગી રહ્યા હતા. આકર્ષિત વાતાવરણ અને ઉપરથી મેકઅપથી લાદેલી કેતકીની શોભા કામગ્ની લાગી રહી હતી. ફૂલોથી સજ્જ પથારીમાં કેતકી આદિત્યને પોતાની તરફ મોહિત કરતો ચહેરો બનાવે છે. આદિત્ય ઘેલો બનીને કેતકીના તનની સાથે લપેટાઈ જાય છે. જેમ ભમરો ફૂલમાંથી રસપાન કરતો હોઈ એમ આદિત્ય કેતકીના તનને નીચોવી નાખે છે. કેતકી મનભરીને આદિત્યનો સાથ માને છે. તે રાત કામદેવના નૃત્યસમ પરોવાતી ગઈ, જેમ જેમ ચંદ્ર આકાશમાં પોતાનું રોબ જમાવતો જતો હતો તેમ તેમ તનની ઊર્જા વધતી જતી હતી. અંતે ચંદ્ર અસ્ત થયો અને તન પરની સર્વ ઊર્જા એકબીજાના રગમાં પ્રસરી ગઈ. જેના થકી તન નિંદ્રામાં સરી પડ્યું.

સવારનો સૂર્ય પોતાની કિરણ ફેલાવે તે પહેલા જ કેતકી કુંડમાં સ્નાન કરીને પોતાનું ભીંજાયેલું અર્ધનગ્ન બદન વાસ્તવિકતામાં પ્રવેશી ગયું હતું.આદિત્યની આંખ ખૂલતા જ કેતકી પર પડે છે. તે સ્તબ્ધ રહી ગયો. આટલી કદરૂપા તનની સાથે મેં રાત ગુજારી, મને માનવામાં જ નથી આવતું. તે જ વિચારો સાથે મુખમાંથી કેતકી માટે અપશબ્દો અને અપમાનજનક રૂપની ટિપ્પણી કરવા લાગ્યો. ગુસ્સાથી લાલ થયેલી કેતકીને હાથમાં છરી લઈને આદિત્યના તનને ચારણી બનાવી દે છે. તાંત્રિક આદિત્યના લોહીને મૂર્તિ સમક્ષ ધરીને અમર થવાનું એક પગલું આગળ ભરે છે. કેતકી પોતાના તનને જવાન બનાવવાની ખુશી વ્યક્ત કરે છે. તેનો ચહેરો લોહીથી લથપથ થયેલો હોઈ છે, જેથી કુંડ ફરી સ્નાન કરીને જવાનીની અનુભૂતિ વ્યક્ત કરે છે.

કેતકી અને તાંત્રિક આદિત્યનો દેહ પણ રોહનની જેમ સબૂત વિનાનો બનાવી દે છે.કેતકી તાંત્રિકની કઠપુતળી બનીને રહી ગઈ હતી.જે પોતાની માનસિકતાને તાંત્રિકના સહારે પૂર્ણ કરવાની ઈચ્છા રાખતી હતી.તાંત્રિકની માનસિકતા તો સાતમા આસમાને હતી. તે તો સમયને જ પોતાના પક્ષમાં કરવાની મહેચ્છા રાખીને બેઠો હતો.

*****

પી.એસ.આઈ. વિનોદ ભટ્ટને રોહનના કેસની એક શુભ સમાચાર મળે છે. રોહનનો મોબાઈલ એક્ટિવ મોડ પર જોવા મળે છે , જેનું લોકેશન હાઈવેની આસપાસ ફરતું જોવા મળે છે.જેથી વિનોદ ભટ્ટ સત્વરે તે લોકેશન તરફ પોતાની ગતિ તેજ કરે છે.


( શું રોહનના ગુમ થયાના કેસનો અંત આવશે? શું કેતકી અને તાંત્રિક માનસિકતા પોલીસ સમક્ષ પ્રગટ થશે?)

ક્રમશ:......