વિહાન સાક્ષી ના જવાબ ની રાહ જોતો હતો પણ એને ડર પણ હતો કે સાક્ષી ના પાડશે તો ફ્રેન્ડ પણ નઈ રે એ.
વિહાન ને કામ નો લોડ કઈ વધારે હતો હમણાં થી એની સાક્ષી સાથે વાત બોવ ઓછી થતી. અને સાક્ષી ને પણ એવું જ કઈક હતું.
એક દિવસ પણ એવો નઈ ગયો હોય કે સાક્ષી એ વિહાન ને યાદ ના કર્યો હોય. એને એક અઠવાડિયા સુધી તો કોઈ ને કહ્યું જ નઈ હતું પણ એક દિવસ એ અને એની રૂમ મેટ બેસેલા હતા ત્યારે એની રૂમમેટ્ ને એને કીધું. ત્યારે એની રૂમમેટ્ એ એવું કીધુ
" સાક્ષી તું લકી છે. હા પાડી દેજે "
બે દિવસ પછી સાક્ષી ને રજા હતી જોબ પર. એટલે એ ઘરે ગઈ.
સાક્ષી એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે એના મમ્મી એને જોયા જ કરતાં.
જે દિવસે એ બરોડા પાછી આવવાની હતી એના આગળ ના દિવસે બપોરે જમીને સાક્ષી ટીવી જોતી હતી. અને સાથે એના મમ્મી સાથે વાત પણ કરતી હતી.
સાક્ષી ના મમ્મી : બેટા તું કઈક અલગ લાગે છે મને આ ટાઇમ
સાક્ષી : કેમ ?
સાક્ષી ના મમ્મી : એ કેમનું સમજાવું. તું કઈક વાત ને લઇ ને ખુશ છે એવું લાગે છે.
સાક્ષી : હમ ( સાક્ષી ને વિહાનની યાદ આવી જાય છે )
સાક્ષી ના મમ્મી : કોઈ મળી ગયું છે
સાક્ષી : ના મમ્મી એવું કઈ નથી
સાક્ષી ના મમ્મી : સારું. સાક્ષી તને કોઈ ગમતું હોય તો મને કહેજે
સાક્ષી : કેમ
સાક્ષી ના મમ્મી : મારે છોકરો શોધવો ના પડે ને. જો સારો હોય તો
સાક્ષી : એટલે
સાક્ષી ના મમ્મી : છોકરો અમને સારો નઈ લાગે અને એનું ફેમિલી તો હું નઈ જવા દવ તને એની સાથે
સાક્ષી : અને બંને સારું હોય તો ?
સાક્ષી ના મમ્મી : તો મારી કોઈ ના નથી. પણ બેટા કઈક પણ કરે એ પહેલાં એક વાત કહી દેજે.
સાક્ષી વિચારો માં ખોવાઈ જાય છે. વિહાન વાળી વાત મમ્મી ને કહે કે નઈ એની.
સાક્ષી ના મમ્મી : સાક્ષી કઈક તો ચાલે છે તારા મગજ મા
સાક્ષી : હા ચાલે તો બોવ બધું છે
સાક્ષી ના મમ્મી : શું ચાલે છે ?
સાક્ષી : કઈ નઈ
સાક્ષી ના મમ્મી : તું ખુશ છે પણ વાત છુપાવે છે
સાક્ષી : એવું કઈ નથી
સાક્ષી ના મમ્મી : એવું જ લાગે છે મને
સાક્ષી : મમ્મી તમે પણ
સાક્ષી અને એના મમ્મી આમ ફ્રેન્ડ જેવા હતા. સાક્ષી બધી વાત એના મમ્મી સાથે શેર કરતી.
સાક્ષી ના મમ્મી : કઈક તો ચાલે છે સાચે ને ?
સાક્ષી : ( હવે ખોટુ બોલે તો પણ સાક્ષી ફસાઈ એટલે એને કીધું) હા કઈક ચાલે છે
સાક્ષી ના મમ્મી : તો બોલીશ તો ચાલતું બંધ થશે ને.
સાક્ષી : પણ કેમનું કહુ એ (શરમાતા બોલી)
સાક્ષી ના મમ્મી : છોકરી શરમાઈ છે એટલે નક્કી જમાઈ નું ચક્કર છે
સાક્ષી : જમાઈ ?
સાક્ષી ના મમ્મી : એટલે બોય ફ્રેન્ડ હવે
સાક્ષી : ના ના... હજી બન્યો નથી
સાક્ષી ના મમ્મી : તો બનવાનો છે ?
સાક્ષી : ખબર નઈ
સાક્ષી ના મમ્મી : બેટા શું થયું બોલ
સાક્ષી : વિહાન ને ઓળખો છો ?
સાક્ષી ના મમ્મી : ક્યો પેલો ઘરે આવેલો તને લેવા એજ ને ?
સાક્ષી : હા
સાક્ષી ના મમ્મી : સારો છોકરો હતો. મને તો ત્યાં જ ગમી ગયેલો
સાક્ષી : મમ્મી...
સાક્ષી ના મમ્મી : હા બોલ તું ? એને શું કર્યું ?
સાક્ષી : પ્રોપોસ
સાક્ષી ના મમ્મી : વાહ. તે હા પાડી એમ ?
સાક્ષી : મે કઈ કીધું નથી
સાક્ષી ના મમ્મી : તો શું કહ્યું ?
સાક્ષી : મમ્મી તમે બોવ સવાલ કરો છો
સાક્ષી ના મમ્મી : એ બરોડા આવેલો
સાક્ષી : ના હવે
સાક્ષી ના મમ્મી : તો
સાક્ષી : ફોન પર કીધું
સાક્ષી ના મમ્મી : હમ. શું કીધું ?
સાક્ષી : સાક્ષી તું બેસ્ટ ફ્રેન્ડ માંથી લાઈફ પાર્ટનર બનીસ ?
સાક્ષી ના મમ્મી : હા મને તો તે દિવસ પર જ પૂછવું હતું ગમે છે સાક્ષી તને?
સાક્ષી : મમ્મી બસ
સાક્ષી ના મમ્મી : એના મમ્મી પપ્પા ને તો ઓળખું છું. એના ભાઈ ની હમણાં જ સગાઈ થઈ ને ?
સાક્ષી : પાંચ છ મહિના થયા
સાક્ષી ના મમ્મી : એવું જ હવે. જો છોકરો સારો છે અને એનું ફેમિલી પણ. તને ગમતો હોય તો હા પાડી દેજે.
સાક્ષી : જોઈએ
સાક્ષી ના મમ્મી : બોવ વિચાર કરવામાં છોકરો ના જતો રહે
સાક્ષી : શું બોલો છો મમ્મી ?
સાક્ષી ના મમ્મી : પંદર દિવસ થઈ ગયા હજી તે એને કઈ જવાબ નઈ આપ્યો.
સાક્ષી : પણ મમ્મી ...
સાક્ષી ના મમ્મી : હા મને ખબર છે તારા મગજ માં બોવ સવાલ ચાલતા હસે. એ પછી ના પાડશે તો ? એવા બધા
સાક્ષી : હા
સાક્ષી ના મમ્મી : એ છોકરો કરે એવુ મને નથી લાગતું. કેમકે ઘરે આવ્યો ત્યારે મે એની સાથે વાત કરી હતી. જો તો પણ તને કઈ એવી બીક લાગતી જ હોય તો તું એની સાથે વાત કરી લેજે.
સાક્ષી : ઓકે
સાક્ષી ના મમ્મી : સારું. તો ક્યારે મળવા બોલાવે છે જમાઈ ને ?
સાક્ષી : તમને બોવ ઉતાવળ છે મળવાની ?
સાક્ષી ના મમ્મી : હા
સાક્ષી : રાહ જોવો મળવાની. પણ મમ્મી કોઈ ને કઈ જ ના કહેતા હમણાં પ્લીઝ
સાક્ષી ના મમ્મી : હા બેટા નઈ કહું. જ્યાં સુધી તમે બંને નઈ કહો ત્યાં સુધી
સાક્ષી : thank you. પણ તમને વિહાન થી કોઈ પ્રોબ્લેમ નથી ને ?
સાક્ષી ના મમ્મી : ના. હોત તો તે જ દિવસ એ એટલું બધું પૂછ્યું ના હોત. એમ પણ એ મારા ધ્યાન માં જ હતો તારા માટે
સાક્ષી : ઓહ્...
બીજે દિવસે સાક્ષી બરોડા આવી ગઈ.
વિહાન સાથે પણ વાત થતી થોડી પણ સાક્ષી કઈ જવાબ હજી આપ્યો નઈ હતો.
હવે 3 સપ્ટેમ્બર ને આવવામાં ખાલી એક અઠવાડિયું જ બાકી હતું.
સાક્ષી દરરોજ વિચારે આજે કહી દઈશ. પણ જ્યારે વિહાન નો મેસેજ આવે એટલે એની બોલતી બંધ જાય. આમ ને આમ એને કઈ ના કીધું.
આજે 1 સપ્ટેમ્બર હતી. સાક્ષી એ સવાર થી નક્કી કર્યુ હતું કે આજે તો કહી જ દઈશ પણ હજી એની હિંમત નઈ થતી હતી.
રાતે સાક્ષી એ ફોન કર્યો વિહાન ને.
સાક્ષી : હેલ્લો
વિહાન : સાક્ષી હું બહાર છું. કાલે ઘરે જઈને કૉલ કરું.
સાક્ષી : ઓકે
વિહાન : કઈ જરૂરી કામ નથી ને ?
સાક્ષી : ના તું ફ્રી થાય ત્યારે કૉલ કરજે. ઓકે બાય
બીજે દિવસે સાંજ સુધી વિહાન નો ફોન ના આવ્યો.
રાતે સાક્ષી જમી ને ફ્રી થઈ પછી ફોન કરવા જ જતી હતી ત્યાં વિહાન નો એસએમએસ જોયો.
" સોરી સાક્ષી ,
હું જસ્ટ હમણાં જ ઘરે આવ્યો છું.
અને મને નીંદ બોવ જ આવે છે.
હું સૂઈ જાવ છું. તું પણ સૂઈ જજે.
કાલે શાંતિ થી કૉલ કરીશ
ગુડ નાઈટ કપ કેક "
નવ વાગ્યે સાક્ષી એ મેસેજ જોયો. કાલે 3 તારીખ હતી અને સાક્ષી એ કીધું હતું એના પહેલાં હું તને જવાબ આપી દઈશ.
વિહાન એના ફ્રેન્ડ સાથે બહાર ગયેલો કાલે. અને આખી રાત એ લોકો જાગ્યા હતા. અને સવારે પણ સૂતા નઈ હતા. એટલે વિહાન બોવ જ થાકી ગયેલો એટલે એ તો જલ્દી સૂઈ ગયો.
સાક્ષી કઈક મેસેજ વિહાન ને ટાઈપ કરતી હતી પણ પછી એને એ પણ ડિલીટ કરી નાખ્યો.
છેલ્લે અગિયાર વાગ્યે સાક્ષી એ કૉલ કર્યો.
વિહાન : બોલ ( બોવ જ ધીમો અવાજ હતો વિહાન નો)
સાક્ષી : હમ
વિહાન : સાક્ષી શું થયું બોલ ( વિહાન ને ખબર હતી સાક્ષી આટલી રાતે કઈ કામ હોય તો જ ફોન કરે)
સાક્ષી :
I said yes વિહાન : યાર કઈ સંભળાતું નથી ( વિહાન ઊંઘ માં હતો એટ્લે એને સાક્ષી શું બોલી એ કઈ સમજ ના પાડી )
સાક્ષી : મેસેજ જો
વિહાન : અત્યારે હું ઓનલાઈન નઈ થવાનો
સાક્ષી : એસએમએસ કર્યો છે
એસ એમ એસ માં સાક્ષી એ લખ્યું હતું,
I said yes
વિહાન : સાક્ષી કઈ સમજ મા નઈ આવતું
સાક્ષી : ડેટ કઈ છે આજે ?
વિહાન : મને શું ખબર?
સાક્ષી : તારીખ ખબર પડે એમાં
વિહાન : એક મિનિટ જોઈ ને કહું ( ફોન મા ચેક કરી ડેટ પછી )
વિહાન : 2 સપ્ટેમ્બર
સાક્ષી : હા આવી ગયું ને યાદ
વિહાન : અત્યારે મને ઊંઘવા સિવાય કંઈ જ યાદ નથી આવતું
સાક્ષી : સાચે
વિહાન : એક મિનિટ ( વિહાન ને યાદ આવ્યું કે સાક્ષી જવાબ આપવાની હતી એને મેસેજ જોયો એમાં પણ લખ્યું હતું I said yes)
મેસેજ જોઈ ને વિહાન ની ઊંઘ ઉડી ગઈ. એને હજી પણ સપનું જોતો હોય એમ જ લાગતું હતું.
વિહાન : હેય
સાક્ષી : બોલ
વિહાન : સાક્ષી મને હજી એવું જ લાગે છે કે હું સપનું જોવ છું
સાક્ષી : સારું તો જો ગુડ નાઈટ
વિહાન : ઓ મેડમ. મારી નીંદ ખરાબ કરી ને સુઈ જવું છે તારે
સાક્ષી : હા. કેમકે તને યાદ પણ નઈ હતું.
વિહાન : કાલ સુધી યાદ જ હતું. પણ રાતે નાઇટ આઉટ કર્યો અને સવારે પણ સૂતા નઈ હતા એટલે મને નીંદ આવતી હતી.
સાક્ષી : સૂઈ જા તો હવે જવાબ મળી ગયો ને તને
વિહાન : હા પણ તું આમ કહેશે મતલબ કે બોલશે
( વિહાન ને શું બોલવુ એ સમજ મા નઈ આવતું હતું )
સાક્ષી : સૂઈ જા આપડે કાલે વાત કરીએ
વિહાન : ના
સાક્ષી : કેમ ?
વિહાન : થોડી વાર તો વાત કરી લે
સાક્ષી : તું સૂઈ જા તને ઊંઘ આવતી હતી
વિહાન : તે ઊંઘ ઉડાવી નાખી એનું શું
સાક્ષી : મે શું કર્યું
વિહાન : કઈ નઈ. યાર કેટલી રાહ જોવી પડશે હવે તને મળવાની
સાક્ષી : જ્યાં સુધી તારા થી રાહ જોવાય એટલી જોઈ લેજે
વિહાન : શું કહે છે તું સમજ મા નઈ આવતું
સાક્ષી : જ્યાં સુધી રાહ જોવાય ત્યાં સુધી જોઈ લેજે અને ના જોવાય તો મળવા આવી જજે
વિહાન : હા. જલ્દી રજા પડે જોબ માંથી
સાક્ષી : એવું નઈ લાગતું તને કે તું કઈ વધારે જ રાહ જોવે છે
વિહાન : હા ના હા
સાક્ષી : વોટ
વિહાન : કઈ વધારે રાહ નઈ જોતો પણ બસ તને મળવું છે કેટલા ટાઈમ થી
સાક્ષી : અને જો મે ના કહી હોત તો
વિહાન : તો પણ તને મળવા તો આવત જ
સાક્ષી : હું ના પાડીશ મળવાની તો
વિહાન : ઘર જોયું છે તારું ઘરે આવત તને મળવા
સાક્ષી : આ વધી ના ગયું ?
વિહાન : ના. કેમ ઘરે ના આવી શકું ?
સાક્ષી : હું હવે તને ના પણ ના કહી શકીશ કે ના આવ
વિહાન : સો ક્યુટ
સાક્ષી : કબીર સિંહ સૂઈ જા હવે
વિહાન : તમારી યાદ આજે ઊંઘવા નઈ દે
સાક્ષી : મઝા ના આવી
વિહાન : તારી યાદ મને સુવા નઈ દે કપ કેક
સાક્ષી : આ કંઈ આપડા વાળું છે ( સાક્ષી સ્માઇલ કરતા બોલી)
વિહાન : યો... પણ હવે તો કહી દે મને કે તારી નોવેલ ના હીરો જેવો છું કે નઈ એ
સાક્ષી : એ જવાબ જાતે જ શોધી લેજે
વિહાન : આમ કોણ કરે મિસ ઈમોજી
સાક્ષી : મે અત્યારે ઈમોજી નઈ મોકલ્યું
વિહાન : એતો ફોન પર વાત કરે છે એટલે. બાકી મેસેજ માં તો ઈમોજી વગર ચાલતું નથી
સાક્ષી : ઈમોજી તો મોકલશે જ
વિહાન : મંજૂર છે તારા ઈમોજી પણ
સાક્ષી : વાહ કબીર સિંહ આજે ફોર્મ માં છે
વિહાન : હા હોય જ ને કેમકે એને એની પ્રિતી મળી ગઈ છે
સાક્ષી : ગુડ નાઈટ મને બોવ ઊંઘ આવે છે
વિહાન : બસ બોવ શરમાઈશ
સાક્ષી : ઓ હેલ્લો હું કઇ શરમાતી નથી
વિહાન : સાચે ને ?
સાક્ષી : હા
વિહાન : તો હું વિડિયો કૉલ કરું
સાક્ષી : ના
વિહાન : કેમ ? શરમ આવે છે
સાક્ષી : વિહાન સૂઈ જા
વિહાન : ના
સાક્ષી : કેમ ?
વિહાન : મારે વાત કરવી છે
સાક્ષી : મારે નઈ કરવી
વિહાન : હવે ઓફિસિયલ હક છે મારો વાત કરવાનો
સાક્ષી : મને એમ કેમ લાગે છે કે મારે ના પાડવી જોઈતી હતી તને
વિહાન : મસ્તી કરું છું. સુઈ જા
સાક્ષી : હા
વિહાન : ગુડ નાઈટ ટેક કેર
સાક્ષી : ગુડ નાઈટ
વિહાન : લવ યુ માય કપ કેક
સાક્ષી : ગુડ નાઈટ
કહી ને સાક્ષી ને ફોન કટ કરી નાખ્યો.
વિહાન સાથે વાત કર્યા પછી એને કેટલા દિવસ થી જે સવાલ એના મગજ માં ફરતાં હતાં એ ગાયબ થઈ ગયેલા. એક ચિંતા હતી જવાબ આપવાની એ પૂરી થઈ ગયેલી. બોવ ખુશ હતી સાક્ષી કે એને એનો રિયલ હીરો મળી ગયો છે અને એના મમ્મી ને પણ ખબર છે એ વાત ની એની વધારે ખુશી હતી.
ફોન મુક્યા ની પાંચ મિનિટ પછી સાક્ષી એસએમએસ કર્યો.
Te Amo વિહાન એસએમએસ આવવાથી એને ફોન ચેક કર્યો.
પાંચ મિનિટ સુધી તો વિચાર્યું શું કહેવા માંગે છે સાક્ષી પણ કઈ ખબર માં પડી.
સાક્ષી ને મેસેજ કર્યો વિહાન એ પણ સાક્ષી તો ઓફ લાઈન થઈ ગયેલી.
એક કલાક પછી,
વિહાન નું મગજ વિચારી ને થાકી ગયેલું કે સાક્ષી શું કહેવા માંગતી હસે એ.
શું કીધું હસે સાક્ષી એ ?