Baani-Ek Shooter - 58 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 58

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 58

બાની- એક શૂટર

ભાગ : ૫૮


બાની ટિપેન્દ્ર બધા જ ચાહતા હતાં કે મિસીસ આરાધનાનું રેકોર્ડિંગ થાય. એના કારનામા સ્વંયનાં મુખ દ્વારા જ બહાર આવે.

"હું આ ગુનાખોરીમાંથી બહાર નીકળવા માંગતી હતી. બહાર નીકળી ચૂકી હતી. એ એક ભ્રમ હતો. સચ્ચાઈ તો એ છે કે એકવાર આપણે આ ગુનાખોરીના દલદલમાંથી બહાર તો નીકળી નથી શકતા પરંતુ વધુ ને વધુ અંદર દબાતા જઈએ છીએ.

એક ઉંમર પછી જ્યારે બધું જ મને વ્યર્થ લાગવા લાગ્યું ત્યારે મેં ગુનાખોરીમાંથી નીકળવાનો ફેંસલો લીધો તેમ જ જેટલી બચેલી જિંદગી હતી એને સારી રીતે વ્યતીત કરવું એ જ ફક્ત ધ્યેય બનાવ્યો.

પહેલું કામ મેં મારા સગા દિકરા એહાનને મળવાનું નક્કી કર્યું. ઘણી બધી મુલાકાતો બાદ એહાને મને માફ કરી. હું ખૂબ જ ખૂશ હતી કે જીવનના અંતિમ પડાવ દરમિયાન મારા સગા દિકરાની માફી તેમ જ મમતાની હૂંફ મને મળવા લાગી.

પરંતુ આ ખુશી પળવાર માટે જ હતી. દિકરા એહાન સાથે મુલાકાતો બાદ જ્યારે એહાનનાં લગ્ન માટેની વાત છેડાઈ ત્યારે મને જાણ થઈ કે એ અભિનેત્રી પાહીને ચાહે છે...!! પરંતુ અમન અને અભિનેત્રી પાહીની વાત તો જગજાહેર હતી કે તેઓ બંને લગ્નનાં બંધનમાં જોડવાના હતાં...!! એક બાજુ અમન હતો અને બીજી તરફ મારો જ દિકરો એહાન...!! બંને એક જ છોકરીને ચાહતા હતાં...!!

એક દિવસ એહાનનાં મોઢેથી મેં સાંભળ્યું હતું કે એ અભિનેત્રી મિસ પાહીને ચાહે છે જેમાં એ પોતાની બાનીની છબી જુએ છે. એહાને વાતને ત્યાં જ પડતી રાખી. પરંતુ ફક્ત ત્યારથી જ આ બાનીનો પ્રશ્ન મને ઉલઝાવી નાંખ્યો. આ બાની છે કોણ?? મને બાની વિશે જાણવાની ઉત્કંઠતા જાગી. મેં મારી બહેન એટલે કે એહાનની માસીમાં ને જ બાની વિષે પૂછ્યું.

મારી બહેને જે ઉલ્લેખ કર્યો એ સાંભળીને મારા પગની ધરતી ખસી ગઈ. એક ઊંડો ડર તરત જ દિલમાં પેસ્યો. મારી બહેને મને કહ્યું, " આ આઠેક વર્ષ પહેલાંની વાત છે આરાધના..!! આ કેસના ન્યૂઝ મીડિયામાં ખૂબ ઉછળ્યાં હતાં. કદાચ તે ન્યૂઝ પર ધ્યાન આપેલું હોય તો, અભિનેત્રી તેમ જ મોડેલ જાસ્મિન હત્યા કેસ...!! યાદ છે...?? તું તો આ ન્યૂઝ વિષે જાણતી જ હશે કેમ કે તું પણ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયેલી છે."

"હહં...!! " મારા મોઢામાંથી ત્યારે એટલું જ નીકળ્યું.

"આરાધના...!! જાસ્મિન હત્યા મામલાનાં ન્યૂઝમાં ઘણા બધા આરોપો પ્રત્યારોપો થયા. મીડિયાવાળાઓએ ઘણા બધા નામોને પણ સંડોવ્યા. ન્યૂઝમાં તેમ જ પોલીસ અધિકારીએ પણ બાનીને જાસ્મિનની હત્યા એણે જ કરી હતી એવા ગંભીર આરોપો નાંખ્યા.

આરાધના બાની કોણ છે તને ખબર છે?? દિલોજાનથી ચાહનારી જાસ્મિનની બેસ્ટ ફ્રેન્ડ...!! અને એના પર જ ગંભીર આરોપો નાંખવામાં આવ્યા કે ઈવાન સાથે પોતે મેરેજ કરવા ઈચ્છે છે એટલે જ એણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનની હત્યા કરી નાંખી. એના બાદ તો ઘણું બધું સાચું ખોટું ચાલવા લાગ્યું. કેસ ક્યાં સુધી પહોંચ્યો એનું તો મને કંઈ જાણ ન થઈ પરંતુ બાની ઘરથી ભાગી છૂટી એવા ફરી સમાચારો વહેતાં થયા એના થોડા દિવસો બાદ જ બાનીનું મૃત્યુ થયું. કેસનો ચુકાદો એ આવ્યો કે બાનીને પોતાની ફ્રેન્ડ જાસ્મિનનું ખૂન કર્યાનું અફસોસ થતાં આત્મહત્યા કરી. બાની અને એહાન એકમેકને ચાહતા હતાં...!! આરાધના ચાહતા હતાં...!! બધું સારું હોત તો બાની અને એહાન એકમેકને પરણી જાત આરાધના...!!"

મારી બહેને વાત પૂરી કરી પણ પ્રશ્ન ફરી એ જ આવ્યો કે એહાને અભિનેત્રી મિસ પાહીમાં એવું તો શું જોયું કે એને બાનીની છબી નજર આવી...?! મારા દિમાગમાં પ્રશ્નોનો મારો ચાલતો રહ્યો. મેં આખરે મારી બહેનને પૂછી જ પાડ્યું, "પણ આ એહાનનને અભિનેત્રી પાહીમાં જ કેમ બાની નજર આવી?"

"આરાધના...!! એહાન બાનીને સંપૂર્ણ રીતે ખોઈ ચુક્યો હતો. એનું દુઃખ એ ક્યારે પણ ભૂલ્યો ન હતો. એને લગ્નનાં નામ પર પણ ચૂપકીદી સાદી હતી. એવામાં જ એ એવું જ ચાહતો હોય કે એને બાની જેવી છોકરી મળે..!! કદાચ આટલા વર્ષો બાદ અભિનેત્રી પાહીમાં બાની દેખાઈ હોય...!!" મારી બહેને જવાબ આપ્યો પણ હું પૂર્ણ રીતે સહમત ન હતી.

આ આખી વાતને લઈને મારા દિલોદિમાગ સાથે ઘર્ષણ થવા લાગ્યું. બાની અને પાહી?? કેવી રીતે ?? પાહીમાં જ બાનીની છબી કેમ?? એહાન કોઈ સામાન્ય છોકરો ન હતો કે એ આવી રીતે બોલી શકે કે મિસ અભિનેત્રી પાહીમાં બાનીની છબી નજર આવે...!!

જાસ્મિન હત્યાકાંડની વાત આવતાં જ હું બેચેન થવા લાગી. એમાં જ બાની એહાનને ચાહતો હતો અને હવે એ પાહીને ચાહે છે..!! આ વાત મને બેચેન કરતી ગઈ. હું કેટલી રાત તો ઊંઘી નહીં શકી..!! હું એક વાત પર આવી ચૂકી હતી અભિનેત્રી મિસ પાહીની આખી જન્મકુંડળી વિશે જાણવાનું...!! મેં મારા કેટલાક બુદ્ધિશાળી આદમીઓને ખૂબ જ સિફતથી અભિનેત્રી પાહીના પાછળ લગાડ્યા. ધીરે ધીરે મને મારા આદમીઓ દ્વારા કેટલાક અનુમાન અને કેટલીક દેખીતી ઘટના બાદ નિર્ણય પર આવ્યા કે અભિનેત્રી પાહી એ જ બાની છે. જાસ્મિન હત્યાકાંડનાં જેટલા પણ સંડોવાયેલા સાથીદારો હતાં એને અલર્ટ કરવામાં આવ્યાં. એમાંથી એક કે.કે રાઠોડને બાની પોતે મુલાકાત લેવા માટે ગઈ. જે અંદેશો હતો એને બાનીએ પોતે જ અભિનેત્રી મિસ પાહીનો મુખવટો દૂર કરતા સામે લાવ્યો. પરંતુ અમને ડર હતો કે કે.કે રાઠોડ પોતાનું મોઢું ખોલી ના બેસે એ રહસ્ય છતું કરી ના બેસે એટલે એને પણ મારી નાખવામાં આવ્યો." વાત પૂરી કરીને મિસીસ આરાધનાએ થોડો વિરામ લીધો.

બાની આરાધનાનાં મૂખેથી વાત સાંભળી ચોંકી ઊઠી, "શું કીધું મિસીસ આરાધના...!?? હજું કેટલા હત્યારા જોડાયેલા છે જાસ્મિનની હત્યામાં!! મિસીસ આરાધના જવાબ આપો...!!"

"મેં કીધું ને બાની... આ હત્યામાં જોડાયેલા સાગીરતો સામે તું ક્યાં સુધી અને કોણે કોણે પહોંચી વળશે?? તારું દિમાગ એટલું વિચારી ના શકશે બાની...!! તું રહસ્ય સુધી ક્યારે પણ ન પહોંચી શકશે બાની..!!" મિસીસ આરાધનાએ ખંદુ હસતાં કહ્યું, "આ બધું છોડ બાની અને અમારી સાથે જોડાઈ જા...!! એમાં જ તારી ભલાઈ છે મિસ બાની...!!"

"આરાધના...!!" બાની ચિખ્ખી.

તે જ સમયે પોલીસની ટુકડી બાનીના આખા અડ્ડાને ઘેરી ચૂકી હતી. પોલીસની એક ટુકડી અંદર આવી ચૂકી હતી.

"હેન્ડ્સ અપ...!!" એક પોલીસ ઓફિસર આગળ આવી પિસ્તોલ ધરતા બૂમ મારતાં કહ્યું.

મિસીસ આરાધનાના ચહેરા પર સ્મિત આવી ગયું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)