Pagalkhana in Gujarati Short Stories by Veer Raval લંકેશ books and stories PDF | પાગલખાન

Featured Books
Categories
Share

પાગલખાન

મહાદેવ હર...

મહાદેવ હર...
શહેરની નજીકમાં એક નાનું પાગલખાનું હતું,ત્યાં ડૉક્ટર યોગેશ તમામ પાગલો અને માનસિક પીડિતોની દેખભાળ રાખતા.અનેક લોકોની માનસિક પીડાવાળા સવાલોના ફોન,ઇ-મેલ કે પત્રના માધ્યમથી સંતોષકારક જવાબો આપતા.

આજે વ્હેલી સવારે ડૉક્ટરને ઘણા બધા પત્રોના જવાબો આપવાના હતા.

એમાનો પ્રથમપત્ર હતો એનો એમને સંતોષકારક જવાબ આપ્યો.

બીજો પત્ર ખોલ્યો સવાલ જોઈને જ ડૉક્ટર વિચારતા રહી ગયા કે આ વળી કેવો સવાલ.....

તમારા પગલખાનામાં સૌથી મોટો પાગલ કોણ ???

ડૉકટર થોડીવાર હસ્યાં કે ચાલો આ સવાલ પાગલોને જ પૂછીએ શુ જવાબો મળે છે, એમને પાગલખાનાના હોંશિયાર પાગલોને ભેગા કરી આ સવાલ કર્યો.

ત્યાં તો બધા ઊંચા નીચા થવા લાગ્યા કે સૌથી મોટો પાગલ હું છું,
તો કોઈ કહે "જેઠો સૌથી પહેલા આવ્યો છે અહીંયા તો એ પાગલ મોટો",
તો મનયો કહે છે કે "મારે ઘરે 8 દીકરા છે તો હું સૌથી મોટો પાગલ."

ત્યાં જ સામે બેઠેલો જીવલો બોલ્યો "ચુપ,બધા બંધ થાઓ.."

કનિયાએ ટાપસી પુરી "લે સૌથી મોટો પાગલ તો જીવલો જ ને 200 વર્ષનો ઘરડો થઈ ગયો છે તો..."

જીવલો છાતી કાઢી ઉભો થયો, ડૉક્ટરની સામે જોઈ રહ્યો જોર જોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

ડૉક્ટર કઈક જ સમજ્યા નહિ...

જીવલો બોલ્યો " સૌથી મોટો પાગલ તો આ ડૉકટર છે, આપણે તો પાગલ છીએ એટલે પગલખાનામાં છીએ, આતો ડૉકટર છે તો પણ પાગલખાનામાં છે....હા હા હા હા ડોકટર પાગલ .મોટો પાગલ ડોક્ટર...એમ પાગલખાનામાં બુમાં બૂમ થઈ રહી.

ડૉકટર પોતે વિચારતા થઈ ગયા...કે આ જીવલાની વાત તો સાચી છે કે સૌથી મોટો પાગલ હું જ છું કે આ પાગલોની વચ્ચે રહી એમની સેવા કરી રહ્યો છું.

--------------------------------------
ઉપરની વાર્તા હાસ્ય પેદા કરી રહી છે પણ એમાંથી સમજવા જેવી વાત એક છે કે તમારું મુલ્યાંકન તમે કોના સાથે રહો છો, તમારું મિત્રવર્તુળ,વ્યવસાયને આધારે જ થાય છે.ડૉકટર પોતે ડૉ. હતો છતાં એનું મૂલ્યાકન જેની એ સેવા કરતો એમણે જ કર્યું કે એ સૌથી મોટો પાગલ છે. અને સમાજમાં આવી જ ઘટનાઓ બને જ છે જેમના હિત માટે તમે તમારા નિયમ વિરૂદ્ધ જઈને પણ સેવા કરો ત્યારે તમારું મુલ્યાંકન મૂર્ખ માણસમાં જ થાય છે. હમેંશા વ્યવહાર અને મદદ પણ એવા લોકોની કરો જેમનામાં થોડી સમજ હોય...
જોઈએ થોડા ઉદાહરણો.
."સેવા-દાન"- દાન દીધા પછી પણ આપણે તો સાંભળવું જ પડે છે કે "બે નંબરની કમાણી છે એમા આટલું દાન કરે છે".. અહીંયા દાન કદી ન કરો.

"મિત્રો"- દારૂડિયા મિત્રો જોડે તમે વ્યવહાર રાખો એમના હર એક સુખ દુઃખમાં તમે ઉભા રહો અને છેવટે એ લોકો જ આપણી ગણતરી પણ એજ કરશે કે આ પણ દારૂડિયો જ છે.........આવા મિત્રોથી દુર રહો.

"સમાજ"- પોતાને નેતા બનવું છે એટલે સમાજ સેવા કરવાની ચાલુ કરી છે,તો આવું સાંભળી લેવું એના કરતાં સેવા ન કરો તો સારું......

તમારી ઔકાત ઊંચી છે તો ઊંચી બનાવો બાકી કરોડની ઓડી લઈને નિકળશો તો પણ લોકો તમને ડ્રાઇવર જ સમજ છે......શુ કહેવું મિત્રો ???


જેમ ચોવીસ કલાક ચંદન જેવા સુગંધિત વૃક્ષ પર રહેતો નાગ ઝેર ઓકવાનું કદાપિ ભૂલતો નથી એમ ઘણા લોકો એવા જ છે ગમેતેમ કરો એ ઝેર જ ઓકશે..આવા લોકોને ઓળખો અને દૂર કરો કાંતો પોતે દૂર થાઓ... કાદવ કમળમા જ ખીલે છે પણ ખીલ્યાં પછી તો એ કાદવને છોડી જ દે છે જો તમે પણ ખીલી ગયા હો તો કાદવથી બહાર આવો બાકી કાદવ કાદવને કાદવ જ જોયા કરો.