A unique love ride in Gujarati Love Stories by Neel Bhatt books and stories PDF | એક અનોખા પ્રેમની સવારી

Featured Books
Categories
Share

એક અનોખા પ્રેમની સવારી

આજે ‌હું જે વાર્તા લખવા જઈ રહ્યો છું. તે એકદમ અલગ પ્રકારની એક અનોખી પ્રેમ કથા છે‌. તો‌ આપ સૌને આ પ્રેમ ની રોમાંચક સફર માણવાની મજા આવશે અને સાથે વાર્તા વાંચવા નો પણ ખૂબ આનંદ આવશે એવી હું આશા રાખું છું. કેમ કે આ વાર્તાના હીરો અને હિરોઈન નો પ્રેમ દિવાળી ના શુભ દિવસે સાકાર થાય છે.

તો વાર્તા ની શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં આપણા વાર્તા ના હીરો અને હિરોઈન ની પહેલી મુલાકાત થાય છે કોલેજના ગાર્ડન પાસે પણ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ આપણા વાર્તાના હીરો અને હિરોઈનનો ,‌ આપણા‌ હીરોનું નામ પ્રકાશ છે જે અમદાવાદ માં રહે છે અને તેના પપ્પા મુકેશભાઈ શહેરના મોટા બિઝનેસમેન છે અને એ એવું ઈચ્છતા હોય છે કે એમનો દીકરો પણ ભવિષ્યમાં એમનો બિઝનેસ આગળ વધારે પણ પ્રકાશના ભવિષ્યમાં શું થશે એ કોઈ ને ખબર નથી અને ‌આપણી હિરોઈન જેનું નામ રોશની છે એ પણ અમદાવાદમાં જ રહેતી હોય છે અને એ પણ દેખાવમાં સુંદર અને હસમુખી છોકરી છે અને થોડી શરમાળ પણ છે અને એના પપ્પા જગદીશભાઈ એક સામાન્ય ક્લાર્કની નોકરી કરે છે અને મધ્યમવર્ગના એકદમ સરળ અને હંમેશા ખુશ રહેવામાં માનતા વ્યક્તિ છે અને જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ બાબતમાં મુશ્કેલી આવી પડે તો એનો હંમેશા હસતા મોઢે સામનો કરવાની સલાહ એમની વ્હાલી દીકરીને આપતા હોય છે અને એમની વ્હાલી દીકરી પણ એ વાતનું હમેશાં ધ્યાન રાખે છે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવી જાય ત્યારે અને એ પણ હમેશાં ખુશ રહેવામાં માને છે.

હવે બને છે એવું કે પ્રકાશ એનાં ઘરે થી મિત્રો સાથે સાંજના સમયે વોક માટે નીકળ્યો હોય છે અને બીજી બાજુ રોશની પણ એના ઘરે થી એની સહેલીઓ સાથે ફરવા માટે નીકળી હોય છે. પણ બંને માંથી કોઈને એ ખબર નથી કે એ બંનેની એક અનોખી રીતે મુલાકાત થવાની છે અને પછી બંને ની જિંદગી બદલાવાની છે.

આમાં આગળ શું થાય છે ચલો જોઇએ. આપણે જોયું કે પ્રકાશ એનાં મિત્રો સાથે ચાલતો ચાલતો વોક માટે નીકળ્યો હોય છે ત્યાં જ એનો મિત્ર નીરવ કહે છે પ્રકાશ આપણે બધા ગાર્ડનમાં જઈએ વોક કર્યા પછી અને એ એટલા માટે કેમ કે ઘરે જવાની કોઈને ઉતાવળ નથી યાર અને આમ પણ આપણા કોલેજમાં વેકેશન ચાલે છે અને કોલેજની પરીક્ષા પૂરી થયા પછી આપણે કેટલા દિવસે મળ્યા છે તો પ્રકાશ કહે છે બરાબર યાર આપણે એમ જ કરીશું.

પ્રકાશે હાલમાં ‌જ‌ એની સેકન્ડ યરની પરીક્ષા પૂરી કરી છે અને તમને જણાવી દઈએ કે રોશની પણ તેની સેકન્ડ યરની પરીક્ષા પૂરી કરી છે અને તે એજ કોલેજમાં અભ્યાસ કરતી હોય છે જ્યાં પ્રકાશ અભ્યાસ કરતો હોય છે પણ બંનેની વચ્ચે ક્યારેય મુલાકાત થઈ નથી. કારણકે પ્રકાશ કોમર્સ સ્ટુડન્ટ હોય છે જ્યારે રોશની સાયન્સ સ્ટુડન્ટ હોય છે. બંનેની કોલેજનુ નામ એચ.એ કોલેજ છે‌ જેમાં બંનેએ અભ્યાસ કર્યો હતો કેમકે બંનેની સેકન્ડ યરની પરીક્ષા આજે જ પૂરી થઈ છે અને દિવાળીના તહેવારને થોડી વાર હોય છે લગભગ મહિનાની એટલે બંને વધારે ખુશ હોય છે. કારણકે એમની કોલેજનું ત્રીજું વર્ષ દિવાળી પછી ચાલુ થવાનું હોય છે.

પ્રકાશ એનાં મિત્રો સાથે તેની કોલેજ પાસે આવેલા ગાર્ડનમાં જાય છે અને ત્યાં એના મિત્રો સાથે વાતો કરવા લાગી જાય છે અને બીજી તરફ રોશની પણ એની સહેલીઓ સાથે એજ ગાર્ડનમાં આવી રહી હોય છે.

તમને જણાવી દઈએ કે પ્રકાશનું ઘર અને રોશની નું ઘર બહુ દૂર નથી. બંનેના ઘર વચ્ચે માત્ર બે કે ત્રણ ઘરનો ફાસલો છે. તેમ છતાં પણ‌‌ એકબીજાને ક્યારેય મળ્યા નથી. પ્રકાશનું ઘર અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલી એની કોલેજથી થોડેક દૂર પ્રકાશ સોસાયટી માં આવેલું છે અને રોશનીનું ઘર એનાથી થોડાક અંતરે રોશની સોસાયટીમાં આવેલું છે. ઘણી વાર પ્રકાશ એનાં ઘર બાજુથી નીકળે છે પરંતુ તેને ખબર નથી કે એ ત્યાં રહેતી હોય છે અને આ બાજુ રોશની પણ એના ઘર બાજુથી નીકળે છે પરંતુ એને પણ ખબર નથી કે એ ત્યાં રહે છે.

હવે આ બાજુ ગાર્ડનમાં પ્રકાશ એનાં મિત્રો સાથે વાતો કરવામાં મશગૂલ હોય છે અને એ દરમિયાન રોશની પણ એની સહેલીઓ સાથે ગાર્ડનમાં આવી ગઈ હોય છે. પછી જ્યાં પ્રકાશ એનાં મિત્રો સાથે વાતો કરતો હોય છે ત્યાંથી રોશની એની સહેલીઓ સાથે સામેથી પસાર થાય છે અને ત્યાં જ પ્રકાશની નજર અચાનક રોશની પર પડે છે અને એ તો બસ જોતો જ‌ રહી જાય છે પછી એ મનમાં બોલે છે કેટલી ખૂબસૂરત અને સુંદર છોકરી છે પરંતુ રોશની તો ત્યાંથી જતી રહે છે પણ એ આપણા પ્રકાશનું દિલ ચોરીને લઈ જાય છે.
‌‌
ત્યારબાદ પ્રકાશના મિત્રોમાંથી એનો બીજો મિત્ર રવિ બોલે છે યાર પ્રકાશ બહુ ભૂખ લાગી છે ચાલને આપણે કંઈક ખાઈએ અને પછી પ્રકાશ એનાં મિત્રો નીરવ, રવિ, હિતેશ અને પંકજ સાથે બહાર આવેલી પાણીપુરીની લારી પર આવે છે. અને આ બાજુ રોશની પણ એની સહેલીઓ નિશા, ખુશી, મિતાલી, અને પૂર્વી સાથે એજ જગ્યાએ આવે છે જ્યાં પ્રકાશ એનાં મિત્રો સાથે પાણીપુરી ખાવા ગયો હોય છે. પરંતુ રોશની અને એની સહેલીઓ પહેલાંથી ત્યાં પાણીપુરી ખાવા માટે આવી ગઇ હોય છે અને ત્યાં પ્રકાશ એનાં મિત્રો સાથે પાણીપુરી ખાવા માટે આવી જાય છે. પાણીપુરી ખાતાં ખાતાં પ્રકાશની નજર અચાનક રોશની પર પડે છે અને રોશની ની નજર પણ‌ પ્રકાશ સાથે ટકરાઈ જાય છે. પછી બંને એકબીજાને એકીટશે જોતા જ રહી જાય છે. ત્યાં જ રોશનીને એની સહેલી નિશા બૂમ પાડીને બોલાવે છે ત્યારે રોશનીનું ધ્યાન ભંગ થાય છે અને તે શરમાઇને હસી‌ પડે છે અને પાણીપુરી ખાવામાં મશગૂલ થઈ જાય છે.

પ્રકાશ અને એનાં મિત્રો પાણીપુરી ખાધા પછી પોતપોતાના ઘરે જવા‌ રવાના થાય છે અને આ બાજુ રોશની અને એની સહેલીઓ પણ‌ પોતપોતાના ઘરે જવા‌ રવાના થાય છે. હવે રાત પડે છે અને પ્રકાશ જમીને સીધો એનાં રૂમમાં જઈને સુઈ જાય છે અને આ બાજુ રોશની પણ જમીને સીધી એનાં રૂમમાં જઈને સુઈ જાય છે. પરંતુ અહીંયા‌ પ્રકાશ અને રોશની બંનેમાંથી કોઈને ઊંઘ આવતી નથી કારણકે બંને એકબીજાના વિચારોમાં ખોવાયેલા હોય છે. પહેલી નજરે જ બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે પરંતુ બંનેમાંથી કોઈને ખબર નથી કે એ બંનેની બીજી મુલાકાત થશે કે નહીં અને થશે તો ક્યારે થશે.

હવે પ્રકાશને એકવાર સવારમાં લગભગ દસેક વાગ્યે કોઈ કામ માટે રોશનીનાં ઘર બાજુથી નીકળવાનું થાય છે પણ એ એની બાઈક લઈને નથી જતો કેમકે એને બહુ દૂર જવાનું હોતું નથી. પ્રકાશ ચાલતો ચાલતો જતો હોય છે અને પાછળથી કોઈ બૂમ પાડીને બોલાવે છે પરંતુ એને એમ લાગ્યું કે ખાલી એમ જ હશે એમ કરીને એ આગળ ચાલવા માડે છે. પરંતુ ફરી એકવાર બૂમ પાડીને એને બોલાવે છે ત્યારે એ પાછળ‌ ફરીને જોવે છે તો બીજુ કોઈ નહીં પણ રોશની જ હોય છે.‌ પ્રકાશને પણ એ વાતનું આશ્ચર્ય થયું કે આ મારું નામ કઈ રીતે જાણે છે.

ત્યારે રોશની કહે છે એકચ્યુલી આપનો મોબાઈલ ત્યાં પાણીપુરીની લારી એ ચાર્જ ‌કરવા માટે મૂકેલો હતો અને અચાનક મારી નજર પડી પણ‌ તમે ત્યાંથી જતા રહ્યા હતા એટલે મેં પાણીપુરીની લારીવાળા ભાઇને પૂછ્યું કે આ મોબાઇલ ફોન કોનો રહી ગયો છે. ત્યારે એમને મને કીધું કે આ મોબાઇલ ફોન અહીં પાણીપુરી ખાતાં હતાં જે મિત્રો હતા એમનો છે અને નામ પ્રકાશ છે. એ અને ‌એના મિત્રો ઘણીવાર અહીં પાણીપુરી ખાવા માટે આવે છે અને એ અહીં પાસે આવેલી પ્રકાશ સોસાયટીમાં રહે છે અને હું ‌પણ‌ એજ‌ સોસાયટીમાં રહું છું પણ‌ હું અહીંયા પાણીપુરીની લારી પર આખો દિવસ હોવાથી મોબાઇલ ફોન આપી‌ નહીં શકું.‌ બીજી વાત એ કે મેં તમને ‌ઘણીવાર રોશની સોસાયટીમાં જોયેલા છે‌ કેમકે ત્યાં મારું સાસરું છે. પછી રોશની ‌કહે છે હા મારું ‌ઘર ત્યાં જ છે‌ ત્યારે પાણીપુરીવાળા ભાઇ કહે છે કે પ્રકાશ સોસાયટી‌ અને રોશની સોસાયટી બહુ દૂર નથી તો તમે જ આપી દેજો. રોશની ઓકે સારું કહીને ત્યાંથી નીકળી જાય છે.

‌ જ્યારે રોશની ઘરે આવે છે ત્યારે તે આ વાત કોઈને કહેતી નથી. હવે આગળ વાત કરીએ જ્યાંથી વાર્તા અટકી હતી. રોશની બૂમ પાડીને બોલાવે છે ત્યારે પ્રકાશ પાછળ જોવે છે તો ત્યાં રોશની હોય છે. પછી રોશની ‌કહે છે કે મેં તમને મારા ઘરની બાલ્કનીમાંથી જોયાં એટલે હું તરત આવી તમને મોબાઇલ ફોન આપવા માટે કેમકે મને લાગ્યું તમે જ છો.
ત્યારે પ્રકાશ કહે છે સારું થયું તમે આવ્યા મોબાઇલ ફોન આપવા માટે કેમકે હું ઉતાવળમાં ભૂલી ગયો હતો.

પ્રકાશ કહે છે એકચ્યુલી એમાં એવું થયું કે હું જ્યારે પાણીપુરી ખાતો હતો ત્યારે મારી નજર અચાનક તમારી પર પડી અને તમારામાં જ ખોવાઇ ગયો એટલે ભૂલી ગયો આ સાંભળીને રોશની શરમાઈ જાય છે અને પ્રકાશને બાય કહીને ત્યાંથી નીકળી જાય છે. પ્રકાશને પણ ખબર નથી પડતી કે એ કેમ જતી રહી શરમાઇને પછી એને યાદ આવ્યું કે એના શબ્દો જેનાથી એ છોકરી ઘાયલ ‌થઈ એ વિચારીને એ પણ‌‌ હસી‌ પડે છે અને ત્યાંથી એનાં કામ માટે નીકળી જાય છે.

રોશની એનાં ઘરે આવી જાય છે અને કઈ પણ બોલ્યા વગર એનાં રૂમમાં જઈને એનાં ટેડીબિયર જોડે રમવા લાગી જાય છે અને શરમાઇને ફરી એકવાર હસી‌ પડે છે. ત્યાં જ એની નાની બહેન સલોની એનાં રૂમમાં આવી જાય છે. સલોની એની બહેનને આટલી ખુશ જોઈને એને પૂછે છે કે શું થયું રોશની દીદી ત્યારે રોશની એની નાની બહેન જે ઉંમરમાં બે વર્ષ નાની છે એને બધી વાત કરે છે તો સલોની પણ‌ આ સાંભળીને હસી પડે છે. પછી સલોની કહે છે વાહ દીદી તે તો જાદુ કરી નાખ્યું છોકરા પર ત્યારે રોશની કહે છે ફક્ત મેં નહીં એણે પણ‌ મારી પર જાદુ કર્યો છે. ત્યારે સલોની કહે છે વાહ દીદી પહેલી નજરનો પ્રેમ 😊🥰😍😘.

ત્યારે રોશની કહે છે હટ પાગલ એવું કઇ નથી. પછી સલોની કહે છે હવે છુપાવવાની કોશિશ ના કર દીદી મને બધી ખબર છે. તારી આંખોમાં મને એના માટેનો પ્રેમ દેખાઇ રહ્યો છે તો રોશની કહે છે ‌તુ કહે એ‌ બરાબર પણ હમણાં કોઈને કહેતી નહીં. પછી સલોની ઓકે સારું કહીને ત્યાંથી જતી રહે છે. હવે રોશનીને વિચાર આવે છે કે ફરી એકવાર ક્યારે મુલાકાત થશે એના મનગમતા હમસફર જોડે જેના જોડે એને પ્રેમ થઇ ગયો છે. પણ એ વાતનું એને દુઃખ પણ હતું કે એને નામ કહી શકી નહીં અને નામ પણ કેવી રીતે કહેતી શરમાઇને એનાં ઘરે જ જતી રહી હતી. આ વિચાર આવતા એ ફરી એકવાર શરમાઇને હસી‌ પડે છે. વાહ શું સ્માઇલ હતી એનાં ચહેરા પર?

હવે રોશની પણ એ દિવસનો ઇંતેજાર કરતી હોય છે જ્યારે પ્રકાશ સાથે એની મુલાકાત થાય પરંતુ એને ખૂબ રાહ જોવી પડશે. કારણકે પ્રકાશ હવે રોશનીના ઘર બાજુથી નીકળતો નથી એનું કારણ એ હોય છે કે એ એક-બે દિવસ માટે અમદાવાદથી બહારગામ ગામડે ધોળકા ગયો હોય છે એનાં પિતરાઈ ભાઈ શશાંકના ઘરે પણ રોશની એની બાલ્કનીમાં રોજ સવારે આવે છે એ જોવા માટે કે પ્રકાશ અહીંથી ક્યારે આવે અને એની મુલાકાત થાય. પરંતુ આમને આમ અઠવાડિયુ વીતી જાય છે કેમ કે એને શશાંક રોકી લે છે. શશાંક કહે છે ‌રોકાઈ જાને બે-ચાર દિવસ તારે તો વેકેશન જ‌ ચાલે છે ને હાલમાં. પ્રકાશ કહે છે સારું ઠીક છે. આ બાજુ રોશની પણ બહારગામ જાય છે અને તે એજ જગ્યાએ આવે છે જ્યાં પ્રકાશ આવ્યો હોય છે પણ‌ ના તો પ્રકાશને અને ના તો રોશનીને આ વાતની ખબર હોય છે.

આમાં ખરેખર એવું હોય છે કે ‌રોશની‌નો‌ પિતરાઈ ભાઈ સુમિત પણ‌‌ ત્યાં જ રહે છે જ્યાં પ્રકાશ આવ્યો છે. શશાંક અને સુમિત એક જ ગામમાં રહેતા હોય છે. બંનેને એ વાતની ખબર નથી કે શશાંક અને સુમિત એકસાથે ભણતા હતા. હવે સુમિતને‌ પણ‌ વેકેશન હોય છે તો એકદિવસ‌ એ એના મિત્ર શશાંકના ઘરે આવે છે ત્યારે રોશની પણ એની સાથે આવવા માટે તૈયાર થઇ જાય છે. સુમિત અને રોશની શશાંકને ત્યાં આવે છે ત્યાં રોશનીને પ્રકાશ ‌બેઠેલો દેખાય છે. રોશની તો પહેલાં આશ્વર્ય ચકિત થઇ જાય છે અને વિચાર કરે છે કે પ્રકાશ અહીં છે એની સામે પછી રોશનીના ચહેરા પર મસ્ત સ્માઇલ આવી જાય છે.

એનાં પછી શશાંક એનાં પિતરાઈ ભાઈ પ્રકાશ જોડે ઓળખાણ કરાવે છે અને સુમિત પણ એની પિતરાઈ બહેન જોડે ઓળખાણ કરાવે છે. પછી કોઈ કામસર શશાંકને બહાર જવાનું થાય છે અને સુમિતને પણ કોઈ મિત્રનો ફોન આવી જતાં એ બહાર વાત કરવા જતો રહે છે. હવે બંને રૂમમાં એકલાં હોય છે. આ બાજુ પ્રકાશ અને રોશની બંને એકબીજાને જોયા કરે છે પણ બંને માંથી કોઈ બોલતું નથી. થોડી વાર પછી રોશની બોલે છે. શું થયું પ્રકાશ કેમ બોલતા નથી તમે ? પ્રકાશ બોલે છે બસ તમારા રૂપને નિરખી રહ્યો છું. કેટલા સુંદર લાગો છો રોશની આજે તમે પછી રોશની ‌કહે છે awww so sweet of you prakash 😊😘😍🥰. આમ‌ કહીને રોશની પ્રકાશના ગાલ પર એક કિસ કરે છે. પછી પ્રકાશ પણ‌ રોશનીના ગાલ પર એક કિસ કરે છે. હવે પ્રકાશ અને રોશની બંને એકબીજાને એકીટશે જોયા કરે છે અને શરમાઇને હસવા લાગી જાય છે. એટલામાં જ શશાંક અને સુમિત બંને આવી જાય છે એટલે બંને એકબીજાને સ્માઇલ આપીને શાંતિથી બેસી જાય છે‌‌ પણ‌ એ પહેલાં બંને એકબીજાના નંબર એક્સચેન્જ કરી લે છે.

હવે વાતો કરતા કરતા બપોર થઇ જાય છે. બધાને ભૂખ લાગી હોય છે એટલે શશાંક સુમિતને આગ્રહ કરે છે કે એ અને એની પિતરાઈ બહેન ‌અહીયા જ જમે કારણકે સુમિત કેટલા દિવસે એનાં ઘરે આવ્યો હોય છે એટલે સુમિત પણ ના પાડતો નથી. આ બાજુ રોશનીને બહુ ખુશી થાય છે અને એ પ્રકાશની સામે જ‌મવા માટે બેસી જાય છે. હવે શશાંક અને સુમિતનુ ધ્યાન જમવામાં હોય છે એટલે પ્રકાશ અને રોશની શું કરે છે એ તરફ‌ એ બંનેનુ ધ્યાન હોતું નથી. આ બાજુ પ્રકાશ અને રોશની જમતા જમતા એકબીજાને જ જોયા કરે છે અને એક-બે વાર‌ તો બંને એકબીજાને સ્માઇલ આપીને આંખ પણ મારી દે છે. હવે જમ્યા પછી ‌સુમિત અને રોશની ઘરે જવા‌ નીકળે છે.

હવે પ્રકાશ અને રોશની થોડા દિવસ ગામડે રોકાય છે પણ‌ બંને જોડે એકબીજાના નંબર હોવાથી બંને WhatsApp પર એકબીજા જોડે સંપર્કમાં રહે છે. આમને આમ અઠવાડિયુ વીતી જાય છે. હવે પ્રકાશ અને રોશની અમદાવાદ જવા માટે નીકળે‌ છે. શશાંક અને સુમિત બંને જણા પ્રકાશ અને રોશનીને ધોળકા બસ સ્ટેશને મૂકવા માટે આવે છે. બસને આવવાની થોડી વાર હોય છે એટલે ચારેય જણા નાસ્તો કરવા માટે જાય છે કેમ કે એ ઘરેથી નાસ્તો કરીને ‌આવતા નથી એમને નીકળવાનું હોય છે એટલે. ચારેય જણા નાસ્તો કરીને જ્યાં ‌બસ‌ આવવાની હોય છે ત્યાં આવી જાય છે. લગભગ પાંચેક મિનિટમાં અમદાવાદની બસ આવી જાય છે. પ્રકાશ અને રોશની બંને બસમાં બેસી જાય છે અને બંને એકબીજાના પિતરાઈ ભાઈને‌ બાય કહે છે અને આ બાજુ શશાંક અને સુમિત પણ બંનેને બાય કહે છે. પ્રકાશ અને રોશની બંને એકસાથે જ્યાં ડબલ શીટ ખાલી હોય છે ત્યાં ‌બેસી જાય છે.

હવે બસ અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂકી હતી. પ્રકાશ અને રોશની બંને એકબીજા સાથે વાતો કરતા કરતા ક્યારે અમદાવાદ પહોંચી ગયા એની ખબર પણ‌ ના પડી. આ વાતો ‌દરમિયાન બંને એકબીજાના કોલેજની, કયા રહે છે એની અને એકબીજાના પરિવાર વિશે વાતો કરે છે. એમાં એમના પરિવારમાં કોણ કોણ છે એની વાતો કરે છે. ત્યારે બંનેને ખબર ‌પડે છે કે બંને એક જ કોલેજમાં ભણતા હોય છે અને બંનેનુ‌ ઘર ‌પણ એકબીજાના ઘરની બહુ નજીક છે. એટલામાં બસ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને પહોંચી જાય છે. બંને બસમાંથી ઉતરીને રીક્ષામાં બેઠા. બંને લો-ગાર્ડન જવા માટે નીકળી ગયા કેમ કે ‌બંનેની મંઝિલ એક જ હતી. બંને જણા લો-ગાર્ડન ઉતરી જાય છે કેમકે ‌બંનેનુ ઘર‌‌ ત્યાંથી બહુ દૂર હોતુ નથી. પછી બંને વાતો કરતા કરતા પોત પોતાના ઘરે પહોંચી જાય છે. બંને ઘરે જઈને આરામ‌ કરે છે પણ આરામ કરતા કરતા એકબીજાને યાદ કરતા હોય છે‌ ત્યાં જ પ્રકાશ રોશનીને ફોન લગાવે છે. રોશની ફોન‌ ઉપાડીને કહે છે વાહ આટલી જલ્દી મારી યાદ ‌આવી ગઈ તો પ્રકાશ બોલે છે તારી યાદ તો પળેપળે મને ‌આવે છે અને આવતી હતી અને આવતી રહેશે. આ સાંભળીને રોશની શરમાઈ જાય છે અને કહેવા લાગે છે વાહ મેરે સપનો કે રાજા તો પ્રકાશ પણ બોલે છે હા મારી સપનાની રાણી એ પછી રોશની ફલાઇગ કિસ આપે છે. પણ‌ રોશનીને એ વાતની ખબર નથી કે એની નાની બહેન સલોની ત્યાં જ ઉભી હોય છે અને આ બધું ‌જોઇ રહી હોય છે. તો‌ રોશની આ જોઇને શરમાઈ જાય છે અને પ્રકાશને કહે છે આપણે પછી વાત કરીએ‌ અને ફોન ‌મૂકી દે છે. પછી સલોની કહે છે ‌ઓહો દીદી વાત આટલે સુધી વાત પહોંચી ગઇ અને મને કીધું પણ‌ નહીં. ત્યારે રોશની કહે છે કે હું તને કહેવાની જ‌ હતી. પછી સલોની કહે છે ‌હા‌ દીદી મને તું ‌બધી વાત શેર કરે છે. કેમ કે આપણે બહેન કમ‌ દોસ્ત વધારે છે. પછી રોશની સલોનીને બધી વાત કરે છે બહારગામ ગામડે ગઇ ત્યાંથી લઈને અમદાવાદ પાછા ફરવા સુધીની તો સલોની કહે છે વાહ દીદી તે તો કમાલ કરી નાખ્યું. મારે પણ હવે મળવું પડશે જીજાજીને એમ કહીને રોશનીને ચીડવે છે. પરંતુ રોશની શરમાઇને ત્યાંથી બહાર જતી રહે છે અને એની પાછળ પાછળ સલોની પણ આવે છે. બંને બાલ્કનીમાં આવે છે અને અચાનક વરસાદ શરૂ થાય છે અને આ જોઇને સલોની કહે છે લો દીદી તારા પ્રેમની બારિશ થઈ. તો રોશની કહે છે બસ હવે બહુ ટાંગ ખેંચ નહીં. નહીં તો તારા જીજાજી જોડે મળાવીશ નહીં. તો સલોની કહે છે સારું દીદી નહીં ખેંચુ ટાંગ બસ.

આમને આમ થોડા દિવસો જતા રહે છે અને હવે દિવાળી આવવાને બારેક દિવસની વાર હોય છે. એક દિવસની વાત છે રોશની એનાં રૂમમાં બેસીને romantic song સાંભળતી હોય છે અને અચાનક પ્રકાશનો ફોન આવે છે. તો એ ફોન ઉપાડે છે તો પ્રકાશ કહે છે રોશની જલ્દીથી તૈયાર થઇ જા. આપણે બહાર જવાનું છે. હું તને લેવા માટે આવું છું. ત્યારે રોશનીએ પૂછ્યું ક્યાં જવાનું છે? તો પ્રકાશ કહે છે એ તારા માટે સરપ્રાઈઝ છે. પછી રોશની ‌કહે છે સારું હું ready થઇને આવું છું. થોડી વારમાં રોશની આવી જાય છે. પ્રકાશ એની hyundi કાર લઈને આવ્યો હોય છે. જે ટુ સીટર‌ વાળી એકદમ આરામદાયક કાર હોય છે. રોશની આ‌ જોઇને એકદમ ખુશ થઈ જાય છે અને પ્રકાશને એક મસ્ત hug આપીને kiss કરે છે. હવે પ્રકાશ રોશનીને લઇને પહેલા ‌long drive પર જાય છે અને પછી પ્રકાશ એને romantic movie જોવા માટે લઇ‌ જાય છે અને પછી movie જોતા જોતા popcorn ખાય છે. બંને movie પૂરી થયા પછી થિયેટરની બહાર આવે છે. ત્યારે રોશની પ્રકાશને કહે છે બહુ ‌મજા આવી ‌તારા સરપ્રાઈઝની ત્યારે પ્રકાશ કહે છે હજી બે સરપ્રાઈઝ બાકી છે. પછી રોશની ‌કહે છે કે શું સરપ્રાઈઝ છે? તો પ્રકાશ કહે છે થોડી વારમાં ખબર પડી જશે સરપ્રાઈઝની આવ‌ ગાડીમાં બેસી જા. પછી પ્રકાશ પણ ગાડીમાં બેસી જાય છે અને રોશનીને એક ફાઇવ‌ સ્ટાર હોટલમાં જમવા માટે લઇ જાય છે. હોટેલ જોઈને રોશની એકદમ ખુશ થઈ જાય છે અને ગાડીમાં જ‌‌ પ્રકાશને hug કરી લે છે. પછી પ્રકાશ અને રોશની બંને હોટેલમાં જમવા જાય છે અને પ્રકાશે પહેલાથી જ ટેબલ બુકિંગ કરાવેલું હોય છે એટલે પ્રકાશ અને રોશની બંને ત્યાં પહોંચી જાય છે. પછી પ્રકાશે એમના બંને માટે જે મેનુ નક્કી કરેલું હોય છે એ લઇને વેઇટર ત્યાં આવી જાય છે. ત્યારબાદ music જે પ્રકાશે રોશની માટે arrange કરેલું હોય છે એ વાગવા લાગે છે. થોડીવારમાં બંને જમી લે છે. હવે પ્રકાશ રોશનીને લઇને હોટેલના ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં અમુક કપલો‌ પણ બેઠેલા હોય છે. ત્યારે પ્રકાશ રોશનીને ત્યાં ઉભી રાખે છે.‌ પછી થોડીવારમાં ‌ગુલાબનો મોટો ગુલદસ્તો લઇને આવે છે અને નીચે બેસીને એનો હાથ પકડીને રોશનીને પ્રપોઝ કરે છે અને I love you roshni એમ કહીને રોશની સાથે dance કરવા લાગે છે. પછી રોશની પણ પ્રકાશને I love you praksh કહીને એને hug કરીને તેના હોઠો પર kiss કરે છે અને પ્રકાશ પણ એને હોઠો પર kiss કરે છે. આ જોઇને ત્યાં બેઠેલા કપલ્સ બંનેને તાળીઓ પાડીને વધાવી લે છે. એના પછી પ્રકાશ રોશની માટે કબીર સિંગ movie નું romantic song ગાવા‌ લાગે છે

दिल का दरिया बह ही गया
इश्क इबादत बन ही गया
खुद को मुझे तू सौंप दे
मेरी ज़रुरत तू बन गया
बात दिल की नज़रों ने की
सच कह रहा तेरी कसम
तेरे बिन अब ना लेंगे एक भी दम
तुझे कितना चाहने लगे हम
तेरे बिन अब ना लेंगे एक भी दम
तुझे कितना चाहने लगे हम
तेरे साथ हो जायेंगे ख़तम
तुझे कितना चाहने लगे हम

ત્યારબાદ પ્રકાશ અને રોશની ત્યાંથી ઘરે જવા‌ માટે નીકળી જાય છે.‌ ત્યાં અચાનક કોઈ રોશનીને જોઈ જાય છે પ્રકાશ જોડે અને એ વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ સલોની જ હોય છે એ ત્યાં હોટલમાં એની સ્કૂલની કોઈ ફ્રેન્ડને મળવા આવી હોય છે. અને સલોની આ એટલા માટે કરે છે કારણ
કે રોશનીએ કીધું હતું એ પ્રમાણે જીજાજી જોડે મળવાની વાત થઇ હતી પરંતુ આવું ‌કઇ બન્યું નહીં. અને આ વિશે પ્રકાશ અને રોશની બંનેને પણ ના ખબર પડી કે સલોની આવું પ્લાન કરી રહી હશે. હવે સલોની ફટાફટ ઘરે પહોંચી જાય છે અને આ વાત એના પપ્પા જગદીશભાઈને કરી દે છે. થોડીવારમાં પ્રકાશ અને રોશની બંને પોતપોતાના ઘરે આવે છે.

હવે રોશની જ્યારે ઘરે પહોંચી જાય છે અને એના રૂમમાં જતી હોય છે ત્યારે એના પિતા જગદીશભાઈ એને રોકે છે અને પૂછવા લાગે છે કે આ બધું શું છે રોશની? આ સાંભળીને રોશનીને આશ્ચર્ય થાય છે કે એના પપ્પા શેની વાત કરે છે. તો એના પપ્પા એને બધી વાત કરે છે ત્યારે રોશની કહે છે કે હું એ છોકરાને પ્રેમ કરું છે અને એ છોકરો પણ‌ મને પ્રેમ કરે છે. તો આ સાંભળીને રોશનીના પિતા એની પર થોડો ગુસ્સો તો કરે છે પરંતુ પછી એની સામે સ્માઈલ કરીને એને ગળે લગાવી દે છે અને કહે છે કે ઠીક છે બેટા પણ‌ હું એને એકવાર ‌મળવા માંગુ છું. તો રોશની કહે છે સારું પપ્પા હું વાત કરું એની જોડે મળવા માટે. પછી રોશની પ્રકાશને ફોન કરે છે કે આવું ‌આવું બન્યું છે અને ‌મારા પપ્પા તને ‌મળવા માંગે છે. ત્યારે પ્રકાશ કહે છે સારું હું કાલે આવું છું ‌તારા ઘરે તારા પપ્પાને મળવા માટે.

હવે બીજા દિવસે સવારે પ્રકાશ રોશનીને ત્યાં આવે છે. રોશની અને એના પરિવારના સભ્યો ઘરે જ હોય છે. સૌથી વધારે ખુશી તો સલોનીને થાય છે કેમ કે એ પહેલી વાર એના જીજાજીને મળી રહી હોય છે અને એણે જે પ્લાન વિચારેલો એ સફળ થવાનો હતો એવું વિચારીને એ દિલથી બહુ ખુશ હોય છે. પ્રકાશ રોશનીના ઘરનો દરવાજો knock કરે છે‌‌ અને દરવાજો ખોલવા માટે ‌બીજુ કોઈ નહીં પણ સલોની જ આવે છે. તો સલોની‌ જ્યારે દરવાજો ખોલવા માટે જાય છે ત્યારે ‌એને પહેલાંથી ખબર પડી જાય છે કે એના થનારા જીજાજી ‌જ‌‌ હશે. હવે ‌સલોની દરવાજો ખોલે છે ‌અને પ્રકાશને અંદર આવવા માટે કહે છે.

હવે સલોની અને પ્રકાશ જ્યાં બધા બેઠા હોય છે ત્યાં આવે છે. ત્યાં રોશનીના પપ્પા જગદીશભાઈ‌ , મમ્મી દક્ષાબેન, અને રોશની બેઠેલા હોય છે. પછી પ્રકાશ બંનેને નમસ્તે કહીને પગે લાગે છે‌ અને રોશની સામે સ્માઈલ આપીને ત્યાં બેસી જાય છે. હવે રોશનીના પપ્પા જગદીશભાઈ‌ પ્રકાશ સાથે વાતો કરે છે. આ વાતો ‌દરમિયાન પ્રકાશ એના અને એના પરિવાર વિશે વાતો કરે છે અને એનું ઘર બાજુમાં આવેલી પ્રકાશ સોસાયટીમાં છે એ પણ કહે છે. ત્યારે જગદીશભાઈને ખબર પડે છે કે આ એમના મિત્ર મુકેશભાઈનો દીકરો છે જે હાલમાં શહેરના મોટા બિઝનેસમેન છે. ત્યારે જગદીશભાઈ પ્રકાશને કહે છે કે હું તારા પપ્પાને ઓળખું છું. ત્યારે પ્રકાશ કહે છે કે તમે કઇ રીતે ઓળખો છો? ત્યારે જગદીશભાઈ બધું પ્રકાશને કહે છે કે એ અને મુકેશભાઈ બહુ જૂના ભાઇબંધ હતા. બંને જોડે જ ભણતા હતા અને બંને બહુ જીગરજાન મિત્રો હતા અને એમની જૂની વાતો યાદ કરે છે પણ દુઃખી થઈ જાય છે થોડી વાર માટે. તે પ્રકાશને‌ કહે છે કે કોઇ મતભેદ થવાના કારણે બંને મિત્રો અલગ થઈ ગયા હતા. તો આ સાંભળીને પ્રકાશ ચિંતાતુર બની જાય છે. પછી પ્રકાશ સ્માઇલ કરે છે અને કહે છે કે તમે ચિંતા ના કરશો બધું ઠીક થઇ જશે. ત્યારે જગદીશભાઈ કહે છે કે હું પણ એવી જ આશા રાખું છું કે આવું બને અને જો આવું બનશે તો હું તારો બહુ આભારી રહીશ. પછી જગદીશભાઈ કહે છે કે મારા મિત્રનો દીકરો મારા ઘરનો જમાઇ બને‌ એનાથી વધારે ખુશી મારા માટે બીજી કઇ હોય શકે. આ સાંભળીને રોશનીને બહુ ખુશી થાય છે અને ‌એ એના પપ્પાને ગળે લગાવી દે છે. તો જગદીશભાઈ પ્રકાશને કહે છે ‌આવ બેટા તું પણ આવી જા.

હવે જગદીશભાઈ, દક્ષાબેન, સલોની અને રોશની પ્રકાશને પોતાનું ઘર બતાવવા માટે લઇ જાય છે અને પછી છેલ્લે આખું ઘર જોયા પછી બધા બાલ્કનીમાં આવે છે. ત્યારે પ્રકાશના પપ્પા કોઈ ઓફિસનુ કામ પતાવીને ઘર તરફ ચાલતા આવતા હોય છે. અને અચાનક એમની નજર એ બાલ્કની પર જાય છે કેમ કે એમને એવું લાગે છે કે પ્રકાશનો અવાજ સંભળાયો. ત્યારે મુકેશભાઈ જુએ છે કે પ્રકાશની સાથે એમના મિત્ર જગદીશભાઈ પણ હતા તો તે પ્રકાશને બૂમ પાડે છે તો બધાની નજર ત્યાં પડે છે. તો આ જોઇને મુકેશભાઈ ગુસ્સામાં ત્યાથી નીકળી જાય છે. હવે પ્રકાશ રોશનીના પપ્પા જગદીશભાઈ‌ને કહે છે કે અત્યારે હું ઘરે જઉ છું.

હવે પ્રકાશ એના ઘરે પહોંચે છે ‌તો‌ આવીને જુએ છે કે એના પપ્પા હજી પણ ગુસ્સામાં જ હોય છે. પ્રકાશને આવતો જોઈને તે એકદમ ગરમ થઈ જાય છે અને એને પૂછવા લાગે છે કે આ‌ બધુ શું છે? ત્યારે પ્રકાશ કહે છે કે એ રોશનીને પ્રેમ કરે છે અને રોશની પણ એને પ્રેમ કરે છે. તો આ સાંભળીને મુકેશભાઈ વધુ ગુસ્સામાં આવીને પ્રકાશને લાફો મારી દે છે. ત્યાં જ અપેક્ષાબેન જે‌ પ્રકાશની મમ્મી અને મુકેશભાઈની પત્ની છે એ આવી જાય છે અને કહેવા લાગે છે કે અરેરે ‌આ શું કરો છો તમે? પછી મુકેશભાઈ કહે છે કે તું તો બોલતી જ નહીં. તે જ‌ આને લાડ લડાવીને બગાડ્યો છે અને કહે છે કે મેં મારા બિઝનેસ મિત્રની દીકરી દિવ્યા સાથે એની સગાઇ કરવાનુ નક્કી કરી લીધું છે. તો‌ તું આને‌ સમજાવી દે કે એ રોશનીને ભૂલી જાય એવું કહીને ત્યાંથી એમના રૂમમાં જતા રહે છે. હવે પ્રકાશની મમ્મી અપેક્ષાબેન પોતાના દીકરાને કહે છે કે તું ચિંતા ના કરીશ બધુ સારું થઇ જશે અને રોશનીના પપ્પાને હું પણ ઓળખુ છુ. એ બહુ સારા માણસ છે અને એમની દીકરી રોશની પણ બહુ ડાહ્યી છે. તારી અને રોશનીની જોડી ખૂબ જ મસ્ત જામશે.

આમને આમ અઠવાડિયુ વીતી જાય છે અને દિવાળી‌ના‌ તહેવારની શરૂઆત થઇ જાય છે જોકે દિવાળીને પાંચ દિવસની વાર હોય છે અને મુકેશભાઈ એકવાર એમના રૂમમાં બેસીને કોઈ કામ કરતા હોય છે. ત્યારે થોડાક દિવસ પહેલા એમણે કરેલી ભૂલ પર પસ્તાવો થાય છે અને એ પણ એમના મિત્ર જગદીશભાઈ સાથેના જૂના દિવસો યાદ કરે છે અને થોડા દુઃખી થઈ જાય છે. પછી મુકેશભાઈ નક્કી કરે છે કે એ એમના મિત્ર જગદીશભાઈ સાથેના બગડેલા સંબંધો સુધારશે અને પોતાના દીકરાને સરપ્રાઈઝ આપશે. આમને આમ દિવાળીનો દિવસ આવી જાય છે. બધા સવારમાં તૈયાર થઈને બહાર હોલમાં બેઠેલા હોય છે. ત્યારે મુકેશભાઈ એમની પત્ની અપેક્ષાબેન અને પ્રકાશને કહે છે કે ચાલો‌ આપણે જવાનું છે. તો બંને પૂછે છે કે ક્યાં જવાનું છે? ત્યારે મુકેશભાઈ કહે છે કે એ તમારા માટે સરપ્રાઈઝ છે.

હવે મુકેશભાઈ અપેક્ષાબેન અને પ્રકાશ‌ને લઇને રોશની સોસાયટીમાં આવે છે. તો બંનેને આશ્ચર્ય થાય છે એના માટે પછી મુકેશભાઈ જગદીશભાઈના ઘરનો દરવાજો knock કરે છે તો દરવાજો ખોલવા માટે જગદીશભાઈ ‌આવે છે.‌એ પણ‌ મુકેશભાઈને જોઇને ખુશ થઈ જાય છે અને બધાને અંદર‌ આવવા માટે કહે છે. બંને પરિવાર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે છે ‌અને મુકેશભાઈ અને જગદીશભાઈ એકબીજાને ગળે લગાવીને પોતાના જૂના દિવસો યાદ કરે છે અને બધુ ભૂલી જઈને દિવાળીનો તહેવાર મનાવે છે અને આ ઉપરાંત એ કહે છે કે આપણે હવે મિત્રો નથી રહ્યા પરંતુ એકબીજાના વેવાઇ બની ગયા છે અને ખુશ થઈને કહે છે કે હું એ જણાવવા માંગુ છું કે આવતા વર્ષે આપણે શુભ મુહૂર્ત જોઈને આપણા પ્રકાશ અને રોશનીની સગાઇ નક્કી કરી લઇશુ ‌અને એમનુ કોલેજનુ ભણવાનું પૂરું થાય એ પછી યોગ્ય મુહૂર્ત જોઈને એમના લગ્ન નક્કી કરીશુ. આ વાત સાંભળીને બધા ખુશીથી ઝૂમી ઉઠે છે અને દિવાળીની ઉજવણી મિઠાઈ ખાઇને કરે છે અને બધા રાત્રે આનો આનંદ ફટાકડા ફોડીને કરે છે અને દિવાળી ખુશખુશાલ રીતે ઉજવવાનો આનંદ અનુભવે છે.😊😊😊😊😊😊🥰😍😍😘