Major Nagpal - 11 in Gujarati Detective stories by Mittal Shah books and stories PDF | મેજર નાગપાલ - 11 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

મેજર નાગપાલ - 11 (અંતિમ ભાગ)




સવારે અગ્યાર વાગ્યે


મેજર બ્યુટી સેન્ટર પર જેવા પહોંચ્યા તેવા જ કિલોપેટ્રિયા ના માણસો એ મેજર ને ઘેરી લીધા.

કિલોપેટ્રિયા બોલી કે, "શું લેશો મેજર મોત કે જીવન ?

"શું કામ મોત ને શું કામ જીવન ? મોત મારું હજી આવ્યું નથી ને કોઈનાં પણ જીવનનો મારે અંત કરવો નથી." મેજર બોલ્યા.

શાહજી હસવા લાગ્યો.તો મેજર બોલ્યા કે,
" પણ હું ચોક્કસ આરોપીઓ ને એમની જગ્યાએ લઈ જવા આવ્યો છું."

શાહજી એ ગુસ્સાથી તેની સામે જોઈને બોલ્યો, "કેવી રીતે મેજર? તને ખબર છે ને કે તું મારા અડ્ડા પર છે."

કિલોપેટ્રિયા બોલી કે, "એ બધી વાત જવા દો. છેલ્લી વાર કહું છું કે મારિયા ને ટોમીને અમારા હવાલે કરી દો."

મેજર બોલ્યા કે, "ના કરું તો શું કરશો?"

શાહજી અટ્ટહાસ્ય કરતાં બોલ્યો કે, "ના કરો તો પણ કોઈ ફર્ક નહીં પડે. અમારા માણસો એ તેમને ઉઠાવી જ લીધા હશે. એક કલાકમાં જ તે તમારી સામે હશે સમજયા."

મેજર પણ પહેલાં હસવા લાગ્યા પછી બોલી ઉઠયા કે, "વાહ તમારી વાતો. કલાક રાહ હું જોવા તૈયાર છું. બંનેને મળી ને જઈશ."

કિલોપેટ્રિયા વ્યંગ માં બોલી કે, "આટલો કોન્ફિડન્સ? મળી લેજો, પણ તમે પાછા જઈ શકશો ખરા."

મેજર બોલ્યા કે, "કોણ કયાં જશે એ તો પછી ખબર પડશે. હાલ તો તમારી કહાની સાંભળી લઉં."

શાહજી એ વ્યંગ કરતાં કહ્યું કે, "કોની કહાની? પહેલાં પોતાની જીવની સલામતી નો વિચાર કર્યો છે."

મેજર હસવું આવ્યું પણ રોકી ને બોલ્યા કે, "કેમ તમારી, કિલોપેટ્રિયાની, સોફિયા, કેથરીન, વિલિયમ, ટોમીની, અને ખાસ તો પીટરને, મારિયાની. અને રહી વાત મારા જીવનની સલામતી!"

ધૃણાભરી નજરે કિલોપેટ્રિયા અને શાહજી ને જોઈને મેજર કટાક્ષ માં બોલ્યા," તમને જણાવી દઉં કે કલાક સુધી માં હું અહીંથી બહાર નીકળી ને જો આઈ.જી.પી. કમલનાથને ના મળ્યો તો પોલીસ ફોર્સ અહીં આવી જશે. અને હા, તમને જણાવવાનું તો હું ભૂલી ગયો કે તે બંને નાગપુર નથી. ઈ.રાણા ને મોહન ની જોડે બોમ્બે માં છે."

શાહજી બધાં નામ સાંભળીને કિલોપેટ્રિયા સામે જોયું. કિલોપેટ્રિયા નીચું જોવા લાગી. મેજરે બંને સામે ધૃણાભરી રીતે જોયુંને બોલ્યા કે, "રહેવા દો તમે નહીં કહી શકો. હું જ કહી દઉં છું."

બંને સામે વારાફરતી જોઈને મેજરે બોલવાનું શરૂ કર્યું.

"કિલોપેટ્રિયાને 16 વર્ષની હતી ત્યારે કોલેજમાં પીટર જોડે પ્રેમ થઈ ગયેલો. તેની સાથે ભાગી ગઈ. પીટર તેને ભોગવી ને છૂટવા માંગતો હતો. એટલે દિલ્હીમાં વેચી દીધી. ત્યાંથી કિલોપેટ્રિયા ભાગી નીકળી. જહોન સીધો હોવાથી તેની મદદ માંગી. કિલોપેટ્રિયા પ્રેગ્નન્ટ હતી. જહોન તેને ઘરે લઈ જઈ શકાય એવી સિચ્યુએશન નહોતી. એટલે તેને નાગપુર રાખી. ત્યાં કિલોપેટ્રિયા એ મારિયાને જન્મ આપ્યો. નાગપુર માં જહોન વારંવાર આવજા કરતો હોવાથી તેને સોફિયા અને જહોન પર કેથરીન ને શંકા ગઈ. એટલે જ તો તે સોફિયાને વધારે નફરત કરતી હતી.

થોડા મહિના પછી તે નવાબના પ્રેમમાં પડી. નવાબે પણ પીટર ની જેમ કડકો ને દલાલ જ હતો. એણે પણ કિલોપેટ્રિયા ને માલતીતાઈ ને ત્યાં વેચી દીધી. આ વખતે પોતાનું નસીબ માની ને આ ગંદકી માં રહેવાનું પસંદ કરી લીધું.

માલતી તાઈ જે નાની એવી કોઠી ચલાવતી હતી. એણે કિલોપેટ્રિયા ની સુંદરતા વટાવીને આ 'બ્યુટી કોલગર્લ સેન્ટર' બનાવી દીધું. પૈસા ની રેલમછેલ એવી આવી કે પૈસામાં નહાતાં હોય એવું લાગ્યું.

કિલોપેટ્રિયા ને ભલે માલતી તાઈએ આ ગંદકીમાં ધકેલી પણ મારિયા માટે ખૂબ પ્રેમ હતો. તેથીજ મારિયા ને લંપટો થી બચાવવા માટે માલતી તાઈએ ને કિલોપેટ્રિયાએ જહોન સાથે ઘરે મોકલી દીધી.

કેથરીન ના મનમાં મારિયા જહોનને સોફિયા ની દિકરી છે સમજી મારિયાથી નફરત કરતી રહી. એક નોકરાણી ની જેમજ રાખી.

માલતી તાઈના મર્યા પછી બ્યુટી સેન્ટરની માલકિન કિલોપેટ્રિયા બની ગઈ. એણે પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મોકલી. ટેન્થ પતાવ્યા પછી મારિયા અહીં આવી પણ દિકરી ની હેસિયત થી નહીં પણ નોકરાણી તરીકે.

કિલોપેટ્રિયા એ પોતાની કાયમી ગ્રાહક શાહજી જોડે લગ્ન કરી લીધા હતા. આમ, તો તેના જીવનમાં આ ત્રીજો પુરુષ છે.

કિલોપેટ્રિયા મજબૂરીથી આ જગ્યાએ, આ ગંદકીમાં આવી હતી. હજી પણ તેના હ્દયમાં માતા જીવતી હતી. એટલે જ તે મારિયાને આ ગંદકી માં લાવવા માંગતી નહોતી. એથી જ, તેણે મારિયાને નોકરાણી તરીકે જ રાખી હતી.

જ્યારે આ બાજુ શાહજી મારિયા ને જોઈ. મારિયા તેની માતા જેટલી રૂપની ધની હતી.
તે મારિયાને મેળવવા માંગતો હતો.

શાહજી ની દરેક વાત માનતી કિલોપેટ્રિયા આ વાત ના માની. શાહજી ને સમજાવ્યો, બીજી છોકરી ની લાલચ આપી પણ શાહજી ના માનયો. આથી, તેણે શાહજી જોડે છેડો ફાડી નાખ્યો.

પણ તે શાહજી ને કહી નહોતી શકતી કે મારિયા તેની દિકરી છે. અને શાહજી પર વાસના નું ભૂત સવાર હતું. તેના પ્રયત્નો યેનકેન રીતે ચાલુ હતા.

એટલે જ કિલોપેટ્રિયા એ મારિયા ને કેથરીન જોડે મોકલી દીધી. એ પહેલાં તેણે કેથરીન ની શંકા દૂર કરી. કેથરીને પણ શાહજી, વિલિયમ ને દુનિયા ની નજરથી બચાવીને સંતાડી રાખી.

શાહજી એ કેથરીન, વિલિયમને પૈસાની લાલચ આપી તેમને ધંધામાં ભાગીદાર બનવા મનાવી દીધા. પણ મારિયા ની બાબતમાં કેથરીન આગળ પોતાની દાળ ગળી નહીં.

શાહજી એ બીજો દાવ અજમાવ્યો. તેણે ટોમીની નફરત નો ઉપયોગ કરી ને લાલચ આપી કે તે મારિયા મેળવી આપશે તો ફેકટરી તેના નામે કરી દેશે. ટોમી લાલચ માં ફસાઈ ગયો. ટોમી પહેલાં તો મારિયા ની સુંદરતા પર મોહીને પ્રેમ માં પડી ગયો. ટોમીને મારિયા પોતાની બહેન છે એ ખબર ના હોવાથી તે બંને પ્રેમ માં પડયાં.

એવામાં ટોમીએ કેથરીન ને વિલિયમ ને જોડે જોઈને ટોમીનો ગુસ્સો વધવા લાગ્યો. વળી, કેથરીન મારિયા પર બાજ નજર રાખતી હોવાથી તે ભગાડી નહોતો શકતો. એટલે કેથરીન ની હત્યા કરી ટોમી મારિયાને લઈ ભાગી ગયો.

એવામાં શાહજી એ ટોમીને મારિયાને નાગપુરના અડ્ડા પર લઈ આવવા કહ્યું.

ટોમી મારિયાને શાહજી જોડે લઈ જતાં કિલોપેટ્રિયા સાથે અનાયસે જ વાત થતાં પોતાની બહેન છે એ ખબર પડી.

આ વાત જાણ્યા પછી ટોમીએ પોતાનો વિચાર બદલી નાખ્યો. પણ ટોમી શાહજી સામે બાથ ભીડવા અસર્મથ હતો.

શાહજી ને ટોમીની મનોસ્થિતિ ખબર ના હોવાથી તેણે મારિયા નું ધ્યાન રાખવાનું સોપ્યું.તેણે લાગ જોઈને મારિયાને શાહજી ના અડ્ડા પરથી ભગાડી દીધી."

મેસેજ મળતાં જ મોહન, ઈ.રાણા, ટોમી અને મારિયા એ સેન્ટર પર આવ્યાં.

કિલોપેટ્રિયા માં આખરે મા નું દિલ હતું એટલે મારિયાને વળગી રડી પડી. મારિયાએ પણ ઘણું સહન કર્યું હતું. એ પણ આટલાં વર્ષો થી મા ના પ્રેમ માટે તરસી હતી એ પણ રોવા લાગી.

શાહજી ની આંખ માં પસ્તાવો ને પોતાના વર્તન માટે અફસોસ હતો.

ટોમીની આંખમાં પણ પસ્તાવો હતો.

એ સમયે આઈ.જી.પી. કમલનાથ પોતાની પોલીસ ફોર્સ લઈને આવી ગયા.

આઈ.જી.પી. કમલનાથે કિલોપેટ્રિયા ને શાહજી ની ધરપકડ કરી. ટોમી ની કેથરીન ના હત્યાના લીધે ધરપકડ કરી.

શાહજી ને, ટોમીને દસ વર્ષની સજા મળી. અને કિલોપેટ્રિયાને સાત વર્ષ ની સજા મળી. મારિયા ' ક્રેઝી ફોર' ટૉયસ કંપની ની માલિક બની ગઈ.


મેજર નાગપાલ ને મોહન એ જ ડીટેકટીવ બની નવા કેસ સોલ્વ કરવા લાગ્યા.


💐💐💐💐💐💐💐💐💐💐💐💐

સમાપ્ત


મારી આ પહેલી લઘુ નવલકથા સાથેનો મેજર નાગપાલ અને આપણો સંબંધ પૂરો થયો.

મને આટલો સરસ પ્રતિભાવ આપવા માટે વાચકોનો ખૂબ ખૂબ આભાર