( ગતાંકમાં જોયું પ્રિતમ ભૂતકાળની યાદોમાંથી બહાર આવી સૂઇ જાય છે અને ઉઠીને ફોન ચેક કરે છે. મિતવાના મેસેજ હોય છે.)
( મેસેજ )
મિતવા:
શું મેળવ્યું તે મારી સાથે આમ કરીને?
જો તું, ના તું ખુશ છું નાં તો હું.
યાર પરફેક્ટ જ છીએ એકબીજા માટે, અનફોર્ચુનેટલી તારાં ભંગાર ભેજામાં કંઈ જતું નથી.
મને માત્ર તું જોઇએ છે, તારી જોબ , સેલેરી કે બીજું કંઈ નહીં. સમજ તું.
થોડી કોમન સેન્સ ચલાવ, આઇ નો યુ સ્ટીલ લવ્સ મી અલોટ. આમ શું જીવવાનું બે ?
તારી પ્રોબ્લેમ શું છે? તને મારાથી કોઈ ઇસ્યુ છે? મારાં નેચરથી કોઈ પ્રોબ્લેમ છે??
અરે હા તું ક્વોલિફિકેશનના ચક્કરમાં તો આ રાયતા નથી કરતો ને?
જો એવું જ હોય તો હું સ્ટડી છોડી શકું.
મે બી મારાં મેસેજ તને ઇરિટેટ કરતા હશે પણ રિયુયન ટાઇમથી તે મારા મગજનો ટોટલ તવો કર્યો છે.
એની વે લીવ ઈટ, તને કોઈ ફરક નહિ પડે ને? જીવતાં નથી પડતો તો મર્યા પછી પણ શું?
મેસેજની છેલ્લી લાઈન પર પ્રિતમ રડી પડ્યો. મિતવાને રિપ્લાય કર્યો.
પ્રિતમ: કદાચ હું પરફેક્ટ નથી યાર, જસ્ટ થીંક વન્સ.
તું જેને હંમેશા બોલવા જોઈએ એન્ડ હું જે હંમેશા ચૂપ રહું છું.
તારી દુનિયામાં બધાને મોસ્ટ વેલકમ છે એન્ડ હું માત્ર મારી કંપની સાથે જ મોજ માણી શકું છું.
તું મનમાં હોય એ શેર કરી દે છે એન્ડ હું મનમાં જ રાખું છું. તારી જેમ બધામાં ભળવું મને પસંદ જ નથી એન્ડ મારાથી થશે પણ નહીં યાર.
હું માત્ર તને ખુશ જ જોવા માગું છું એન્ડ આઇ થીંક હું ગેરેન્ટી નહીં આપી શકું તારી લાઇફ ટાઇમ હેપ્પીનેસની.
આઇ નો આઇ હર્ટ યુ, રિયલી વેરી સોરી ફોર ધેટ. સોરી.
ઈટ્સ ઓકે. એક્સપેક્ટેડ ફ્રોમ યુ. ગુડ બાય એન્ડ ટેક કેર. ભૂલથી પણ ક્યારેય મને મળતો નહીં 😣. બસ આટલું સેન્ડ કરી મિતવા રડવા લાગી.
પ્રિતમને હજું પણ કંઈ સૂઝતું નહોતું. આજે પ્લેય સ્ટેશન અને સ્માર્ટ ગેજેટ્સ અનોય કરી રહ્યા હતા. બધું જ મૂકી એ મમ્મી પાસે ગયો. રમીલાબેન ચેર પર બેસી બહારનો નજારો જોઈ રહ્યા હતા. પ્રિતમ મમ્મી પાસે જઈ ખોળામાં માથું મૂકીને નીચે બેસી ગયો.
રમીલાબેન : ફાઇનલી મારો લાડકવાયો દીકરો રૂમની બહાર અને મમ્મી પાસે આવ્યો ખરો ! શું થયું બેટા?? તારી ડિજિટલ દુનિયામાં શું ખૂટ્યું?? સ્માર્ટ ગેજેટ્સને સૂનાં મૂકી દીધા?
પ્રિતમ : ઘણા કન્ફ્યુઝન છે મમ્મી શું કહું તને? બસ આજે તારા હાથનું બનાવેલું જમવાની ઇચ્છા છે ઘણા સમય પછી. ફૂડ પ્રોસેસરના બનેલાં ખાવાથી કંટાળ્યો છું. આજે કંઈક ખાસ તારાં હાથનું જમાડી દે.
રમીલાબેન : સ્યોર બેટા. તારી માટે તો રોજ બનાવવું ગમશે. બોલ શું જમીશ??
પ્રિતમ : મમ્મી કંઈ પણ, બસ તારાં હાથથી બનાવ. બસ આજે નહીં કાલે સવારે. લેટ નાઈટ થઈ છે તું સૂઇ જા હું પપ્પાને પણ મોકલું છું.
પ્રિતમને નાનાં બાળકની જેમ મમ્મીનાં ખોળામાં માથું મૂકીને થોડી વાર સૂઈ જવું પણ ઘણું રાહત ભર્યું લાગી રહ્યું હતું.
રૂમમાં આવી એને પ્લે સ્ટેશન તરફ નજર કરી પણ જાણે એની કરડી ખાવા બોલાવે એવું લાગ્યું. બેડ પર પડીને સ્માર્ટ આસિસ્ટન્ટને પોતાનું અને મિતવાનુ ગમતું પ્લે લિસ્ટ વગાડવાનો કમાંડ આપ્યો....
🎶🎶🎶🎶
યે કેસી ખુશી હૈ
જો મોમ સી હૈ
આંખો કે રસ્તે
હસકે ખુલને લગી....
મન્નત કે ધાગે
એસે હૈ બાંધે
ટૂટે ના રિસ્તા
જુડકે તુજસે કભી
સો બલાયે લે ગયા તું
સર સે રે...
નૈના ભી મલ્હાર બનકે
બરસે રે....
🎶🎶🎶🎶
કેટલી ખુશ થઈ જતી મિતવા મને જોવાં માત્ર થી!!! મિતવાની યાદોથી ઘેરાયેલો પ્રિતમ ક્યારે સૂઇ ગયો ખબર જ ન રહી...